Characterless Part - 12 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 12

Characterless

 

ગતાંકથી ચાલુ......

 

                    અગિયારમા ભાગમાં તમે જોયું કે સુરજને લોહી ચડાવવાનું હતું અને એ અમને સરલ પાસેથી મળી ગયું તોપણ સુરજને તો ભાન નહોતું આવ્યું અને છેલ્લે આપણે જોયું કે સરલ સમીક્ષાદીદી જોડે જાય છે અને હું પણ તેને શોધતો શોધતો એની પાસે જાઉં છું. અમે ત્યાંથી નીકળીએ જ છીએ ત્યાં જ સામે એક વ્યક્તિ હોય છે જેને જોઈને અમે સ્તબ્ધ થઇ જઈએ છીએ હવે એ કોણ છે આપણે આગળ જોઈશુ.

                    સમીક્ષા દીદીના રૂમથી અમે નીકળ્યા અને સામે જોયું તો પ્રમીલા માસી (સરલના પપ્પાના પ્રથમ પત્ની અને સમીક્ષાદીદીના મમ્મી) હતા. અમે બંને ખાલી એમની સામે જ જોઈ રહ્યા અને પ્રમીલા માસીએ સરલને કહ્યું બેટા ! અહીંયા આવ મારી પાસે. આ સાંભળી અમે બંને જણા નવાઈ પામ્યા પ્રેમાળ શબ્દો અને એ પણ પ્રમીલા માસી દ્વારા, સરલ તો પૂતળાની જેમ ઊભી હતી. મેં ધીમેથી સરલને કહ્યું તું જા એમની પાસે તને બોલાવે છે અને સરલે કહ્યું હા ! અને એ પ્રમીલા માસી પાસે ગઈ અને એ બોલ્યા કે તું પણ તારી મમ્મી જેવી જ છે નહીં ? આટલી મોડી રાત્રે ભલે સમીક્ષાને મળવા આવી પરંતુ એ પણ છોકરા સાથે ! આવું જ કરો તમે લોકો બીજી શું આશા હોય ? અને સરલે તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે પ્રેમાળ શબ્દો પાછળ આટલા અપમાનજનક શબ્દો વાપરશે. અને એ તો રડતી રડતી બહારની સાઈડ દોડી ગઈ.

                    હું પ્રમીલા માસી પાસે ગયો અને એમને કહ્યું નમસ્કાર માસી ! માફ કરજો પરંતુ સરલને હું લઈને આવ્યો હતો કારણ કે મારા મિત્રનું એક્સિડન્ટ થયું હતું અને એને o નેગેટિવ બ્લડની જરૂર હતી જે સરલ પાસે જ હતું.પછી એ પોતે દીદીને મળવા આવી અને તમે એના ચરિત્ર વિશે આ રીતે ના બોલી શકો. માસી તો મારી સામે જ જોઈ રહ્યા અને મને લાગ્યું એ કંઈ કહે એની પહેલા નીકળી જવા દે અને હું તો આવજો માસી કહીને તરત જ નીકળી ગયો માસી તો બીજીવાર ફક્ત મારી સામે જ જોઈ રહ્યા.

                    હું બહાર તરફ ગયો અને જોયું તો સરલ એક ખૂણામાં બેસીને રડતી હતી. હું એની પાસે ગયો અને કહ્યું કે ગાંડી ! કેમ રડે છે મેં એમને તારા અહીંયા આવવાનું સાચું કારણ જણાવી દીધું તું ચિંતા ના કર. તો રડતા રડતા બોલી કે આકાશ મને બોલ્યા એનું વધારે દુઃખના થયું પરંતુ મારી મમ્મી વિશે બોલ્યા યાર ! પછી તો ખોટું લાગે જ ને તું જ બોલ. મેં કહ્યું ચાલ ! હવે રડીશ નહીં તું સારી છોકરી છે અને હવે આપણે કાકા જોડે જવું પડશે, પછી અમે ત્યાં ગયા.

                    રાહુલે કહ્યું બહુ વાર કરી ભાઈ ! મેં કહ્યું આને હોસ્પિટલ જોવું હતું. ચાલ એ બધું જવા દે ડોક્ટરે કંઈ અપડેટ આપ્યા ? તો રાહુલે જણાવ્યું કે ના ભાઈ. પછી મને કહ્યું કે તું સરલને ઘરે તો મૂકી આવ, મેં કહ્યું હા. પછી મેં સરલને કહ્યું કે ચાલ હવે તને તારા ઘરે મુકવા આવું. સરલે કહ્યું હું પણ કંપની આપુને તમને ! મેં કહ્યું એ બધું પછી યાર હાલ ઘરે ચાલ બહુ જ સમય થઈ ગયો છે અને તારી મમ્મી પણ ચિંતા કરતી હશે. હંમેશાની જેમ સરલે મોં બગાડ્યું.

                    તારા મોં બગાડવા પર મને કંઈ જ ફરક પડતો નથી અને કહ્યું કે ચાલ હવે ! પછી હું સરલને એના ઘરે મૂકીને આવ્યો, ત્યારબાદ પાછો હોસ્પિટલમાં આવ્યો. કાકા અને માસી બંને હજી પણ જાગતા હતા અમે કહ્યું કે તમે સુઈ જાઓ. બહુ આનાકાની કરી તોપણ અમે એમને વેઇટિંગ રૂમમાં સુવાડ્યા અને અમે બંને જણા બેસ્યા.

                    આમ સવાર પડી ગઈ, કાકા અને માસીને ઉઠાડીને કહ્યું તમે એક કામ કરો ફ્રેશ થઈને આવો ત્યાં સુધી અમે અહીંયા જ છીએ પછી આપણે ડોક્ટરને મળીએ એમને કહ્યું હતું ને કે સવારે જે હશે એ કહેશે. કાકાએ કહ્યું બરાબર અમે જલ્દીથી આવીએ અને એ લોકો એમના ઘરે ગયા. થોડીવાર પછી કાકા અને માસી આવ્યા અને એવામાં જ ડોક્ટર સાહેબ આવ્યા તો કાકાએ પૂછ્યું કે સાહેબ ! સુરજને ભાન આવ્યું ? એમના અવાજમાં એક ડર હતો એક પિતા તરીકે એ તો રહેવાનું જ.

                    ડોક્ટરે કહ્યું કે ગઈ કાલે આપણે બ્લડ ચડાવ્યું હતું તેથી જે ગંભીર સમસ્યા ઊભી થઈ શકતી હતી એ તો ના થઈ એ સારું કહેવાય પરંતુ ! તો કાકાએ કહ્યું પરંતુ શું સાહેબ ? તો સરે કહ્યું કે દર્દીને ભાન ના આવ્યું અને હવે હાલ એ કોમામાં છે. આ સાંભળી અમારા બધાના નીચેથી તો જાણે ધરતી ખસી ગઈ. માસી તો રડવા જ લાગ્યા અને કાકા પણ સ્તબ્ધ, તો અમે કહ્યું કે સર તો હવે ? તો એમણે કહ્યું કે મેં તમને ગઈ કાલે કહ્યું એ પ્રમાણે રિકવરી પર આધાર રાખશે. ઓછામાં ઓછા ૨-૩ મહિના અને વધારેમાં વધારે ૨ વર્ષ જેટલો સમય લાગી શકે છે, અને એના પછી આગળ કંઈ કહેવાય નહીં.

                    અમે બધા જ દુઃખી હતા અને કાકાએ કહ્યું કે બેટા તમે બંને ઘરે જાઓ હવે. પછી તમારે કોલેજમાં પણ જવાનું હશે અમે આગળ કંઈ કહેવા જઈએ એની પહેલા એમણે કહ્યું કે જાઓ બેટા પછીથી આવજો અને તમારા બીજા મિત્રો આવે તો એમને પણ કોલેજ પછી જ આવવાનું કહેજો. અમે કહ્યું હા કાકા ! પરંતુ કંઈપણ હોય તો અમને તરત ફોન કરજો. પછી હું અને રાહુલ પોતપોતાના ઘરે ગયા.

                    હું ઘરે ગયો અને મમ્મીને બધી વાત કરી તો મમ્મી પણ દુઃખી થઈ ગઈ અને કહ્યું હું અને તારા પપ્પા હોસ્પિટલમાં જતા આવીએ. મેં કહ્યું હા બરાબર, પછી મેં અમારા ગ્રુપમાં સરલને એડ કરી અને એક મેસેજ કરી દીધો કે હાલ કોઈએ પણ હોસ્પિટલમાં જવું નહીં કોલેજ છૂટ્યા પછી આપણે બધા જ જઈશુ ઓકે.

                    હું કોલેજ પહોંચ્યો અને અમે બધા મિત્રો ભેગા થયા જેમાં નિખિલ, રાહુલ, સાગર, કાવ્યા અને સરલનો સમાવેશ થતો હતો. મેં બધાને જણાવ્યું કે મિત્રો ! દુઃખની વાત એ છે કે સુરજને હોશના આવ્યો તેથી ડોક્ટરે કહ્યું કે એ કોમામાં જતો રહ્યો. રાહુલને તો ખબર જ હતી અને બીજા મિત્રો પણ દુઃખી થયા. રાહુલે કહ્યું કે ચિંતા ના કરો એ તો જલ્દીથી ઠીક થઈ જશે. અમે બધાએ સમંતિ દર્શાવી.

                    આજે ભણવામાં કોઈનું જ મૂડ નહોતું. એક લેકચર ફ્રી હતું એમાં નિખિલ મારી પાસે આવ્યો અને મને કહ્યું કે ભાઈ ગઈકાલે હું તારી પર ગુસ્સે થયો હતો એ બદલ સોરી ભાઈ. મેં કહ્યું થાય એ તો હવે ! તું ગુસ્સામાં હતો એટલે બોલાઈ ગયું લિવ ઈટ. પછી નિખિલે મને કહ્યું કે ભાઈ એક વાત કહેવાની બાકી છે કાલે અમે સુરજને એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા ત્યારે એને થોડો હોશ હતો અને એ કંઈક કહેવા માંગતો હતો એવું લાગ્યું મને, પરંતુ એટલામાં તો એ સંપૂર્ણપણે બેભાન થઈ ગયો. મેં વિચાર્યું નિખિલને કાલની વાત જણાવું ? પછી લાગ્યું કે ના ! ત્યારબાદ એટલું કહ્યું કે મારી પર ફોન આવ્યો હતો, એ વાત કરવા જતો હતો પરંતુ એનો અવાજ જ બરાબર નહોતો આવતો પછી ફોન કટ થઈ ગયો, મેં સામે પ્રયત્ન કર્યો પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. નિખિલે કહ્યું એમ ! જે પણ હોય ! એ જલ્દીથી ઠીક થઈ જાય તો સારું.

                    એવામાં જ સરલ મારી પાસે આવી અને કહ્યું કે આ ટોપિક શીખવાડને. તો મેં કહ્યું મારા કરતા તને સાગર સારું સમજાવશે આ ટોપિક તો મને પણ ઓછો ફાવે છે, અને આમ પણ સાગર બધાથી હોશિયાર ! સરલે ધીમેથી કહ્યું હું કેવી રીતે તરત વાત કરું યાર તું કહેને એને, ૨ પાટલી છોડીને સાગર બેઠો હતો મેં એને કહ્યું કે ભાઈ અહીંયા આવ. સાગર આવ્યો અને કહ્યું શું કામ છે ભાઈ ? મેં કહ્યું સરલને આટલું શીખવાડી દેને. તો સાગરે કહ્યું વાંધો નહીં અને જતા જતા મને સ્માઈલ આપી પછી અને બંને બીજી પાટલી પર ગયા અને સાગર એને ટોપિક શીખવાડવા લાગ્યો.

                    આમ આખો દિવસ વીતી ગયો અને અમે કોલેજમાંથી છૂટ્યા. મેં બધાને કહ્યું કે ફટાફટ પાર્કિંગમાં ચાલો, આપણે હોસ્પિટલમાં જવાનું છે. અમે બધા પાર્કિંગમાં પહોંચ્યા અને ત્યાં જ મારી પર ફોન આવ્યો મેં સ્ક્રીન પર નજર કરી તો સુરજના પપ્પાનો ફોન હતો મેં તરત જ ઉપાડ્યો તો એમણે જે કહ્યું એ સાંભળી હું તો સ્તબ્ધ અને બધાને કહ્યું કે જલ્દી હોસ્પિટલમાં ચાલો.

                    હવે સુરજના પપ્પા જોડે મારી શું વાત થઈ એ જાણવા માટે તમારે ૧૩ માં ભાગની રાહ જોવી પડશે.

 

 

સ્માઈલ પ્લીઝ

(તમે સ્માઈલ આપશો તો અમારી હિંમત વધશે)

 

 

 

વધુ આવતા અંકે...........