Rudra nandini. - 12 books and stories free download online pdf in Gujarati

રુદ્ર નંદિની - 12


પ્રકરણ-12

વિરેને ફોન ખિસ્સામાંથી કાઢીને ઈશિતા નો નંબર સેવ કર્યો. એને આજે ઈશિતાનુ બિહેવિયર વિચિત્ર લાગ્યું.

વીર પોતાનું ઘર આવ્યું ત્યાં સુધી ઈશિતા ના આ વિચિત્ર બિહેવિયર પાછળનું કાારણ શોધવા મથતો રહ્યો...

રુદ્ર હોય ત્યાં સુધી મારી સાથે ફક્ત કામ થી કામ રાખવાવાળી ઈશિતા, આમ અચાનક મને..... અરેે એનો નંબર પણ સામેથી આપ્યો... શું વાત છે વીર....? એમ વિચારતો વિચારતો અને કંઈક ખુશ થતો વિરેેન ઘરે પહોંચ્યો.

સાંજે જમીને વિરેન રુદ્ર ને ફોન કરવા માટે બહાર આવ્યો. અને આમ તેમ ટહેલતા ટહેલતા એણે રુદ્રને ફોન લગાવ્યો

" Hello વીર...."

" હા કેમ આટલી બધી વાર થઈ ફોન રિસીવ કરતા....?"

વિરેન પોતાના મનની વાત જણાવવા હવે અધીરો થયો હતો....અને રુદ્ર તેની આ અધીરાઈ ને ઓળખતો હોવાથી જ ફોનની રીંગ વાગવા છતાં ફોન રિસિવ કરવામાં વાર લગાડી....

" અરે ....ફોન મારા રૂમમાં પડ્યો હતો... લેવા જતા વાર તો લાગે ને ....? અને તારે ક્યાં જવાનું છે તે આટલી બધી ઉતાવળ આવી ગઈ.....?"

રુદ્ર પણ બહાર ગાર્ડનમાં આવી ગયો હતો.

" મારે ક્યાં જવાનું છે....? હુંં તો ઘરે જ છું...."

" Ok તો મળીએ આપણી હંમેશા ની જગ્યા ઉપર હું પણ 10 મિનિટમાંં આવ્યો..."

" Ok fine ....." અને વીર બાઈક લઈનેે એમની જગ્યા કે જ્યાં તેઓ હંમેશા મળતા તે ભિખલા ની કીટલી ઉપર પહોંચ્યો...

રુદ્ર પણ થોડી વારમાં આવ્યો.

રુદ્ર એ વીર ની સામે જોયું તેને આજે વીર ના ચહેરા ઉપર ખુશી જોઇને ખૂબ જ આનંદ થયો.

" યાર .... ચાલ આપણે એક બાજુ બેસીએ..." અને બંને ટેબલ લઈને થોડા દૂર બેઠા...

વિરેને બે ચા નો ઓર્ડર આપી દીધો હતો .ચા આવી ગઈ.... ચા પીતા પીતાં રુદ્ર બોલ્યો..

"બોલ વીર શું વાત છે ....? આજે તો બંદા કંઈ ખુુુુશ ખુશ લાગે છે ને....?"

હવેે તો વીર ખરેખર હસી પડ્યો ...તેને શું બોલવું તે સમજ નહોતી પડતી....

" હા હવે બહુ કુદ નહીં...!!! મને ખબર છે કે ઈશિતા એ આજે તને ઘરે મૂકવાનું શું કહ્યું કે બંદા તો ઉડવા લાગ્યા સાતમા આસમાન ઉપર....!!!"

" રુદ્ર ....રુદ્ર ....આજે મારા દિલની હાલત શું છે તે તને કેવી રીતે જણાવું ....? તને ખબર છે ....? આજે કોલેજના પહેલા દિવસે જ ઈશિતા એ મને ઝટકા ઉપર ઝટકા દેવા માંડ્યા છે....!!!"

" કેમ ...? એવું તો શું થયું.....?"

" તને ખબર છે રસ્તામાં ઈશિતા એ જ વાત કરવાની કોશિશ કરી ...હું તો ચૂપચાપ બાઈક ચલાવતો હતો ....પછી મને એણે એના ઘરે આવીને એનાં મમ્મી પપ્પાને મળવાનું.... અને coffee પીવાનું કહ્યું....."

" What....?"

" હા ...અને પછી મારા માટે હદ તો ત્યાં થઈ ....કે ઈશિતા એ મને કાલથી રોજ સવારે કોલેજ જતી વખતે એના ઘરેેથી એને પીક અપ કરી જવા માટે સામેથી કહ્યું....

Wow.....!!!! રુદ્ર.... મને લાગે છે કે તારા દિલની વાત ભગવાને ઈશિતા સુધી પહોંચાડી દીધી ..... સાંભળીને તો હું પણ shocked થઈ ગયો.... અને રુદ્ર હજી એક વાત છે જે સાંભળીને તો હું એ વખતે લગભગ બેહોશ થતાં થતાં બચી ગયો...."

" અલ્યા... શું તારે મને પણ આજે એક જ દિવસમાં ઝટકા ઉપર ઝટકા આપવા છે.....?"

" રુદ્ર ....જો તને આ બધું સાંભળીને જ ઝટકા જેવું લાગ્યું તો વિચાર તો કર ....મે તો અનુભવ્યું છે બધું..... મને એ વખતે શું થતું હશે....!!!?"

" પછી....? પછી.... શું ઝટકો આપ્યો ઈશિતા એ....?"

" ખબર છે એની પીક અપ કરવા વાળી વાત સાંભળીને મેં એને Ok.. કહ્યું તો એને શું કહ્યું.....?"

" અરે... હું કાંઈ અંતર્યામી છું કે મને ખબર હોય ...? તું વાત ને ખેંચ નહીં... પ્લીઝ જલ્દી બોલ પછી શું કહ્યું ઈશિતા...?"

" એણે મને કહ્યું કે ઘરેથી નીકળ એટલે મને મેસેજ કરજે હું અહીંયા જ તારો વેઇટ કરતી ઉભી રહીશ....."

" પણ આપણે હજુ સુધી કોઈ પણ ગર્લ્સના નંબર પણ ક્યાં લીધા છે ..કે નથી કોઈ મેસેજ કે ચેટિંગ કરતા..."

" એ જ તો મેં કહ્યું.... કે તારો નંબર નથી મારી પાસે..."

" તો શું કહ્યું ઈશિતા એ....?"

" એ પોતાનો નંબર બોલીને ફટાફટ ઘરમાં જતી રહી...."

" What.....? એણે સામેથી તને એનો નંબર આપ્યો....?"

"હા રુદ્ર.....!"

" પછી તે એને તારો નંબર આપ્યો....?"

" ના ...એ તો ઘરમાં જતી રહી હતી તો પછી કેવી રીતે આપુ......?"

" અરે બુદ્ધુ.....!! તે એનો નંબર સેવ કર્યો કે પછી નંબર જ ભૂલી ગયો....?"

" ના ...નંબર તો એ વખતે જ સેવ કરી નાખ્યો હતો....'

" હા ....તો એ નંબર ઉપર મેસેજ કરી દે એને તારો નંબર મળી જશે...."

"પણ ઈશિતા એ તો મારી પાસે કોઈ નંબર માગ્યો નથી , તો શું કરવા સામેથી મેસેજ કરીને નંબર આપવો.....?"

"તને ક્યારે અકકલ આવશે વીર....? બધાની બાબતમાં ખૂબ લાંબુ વિચારે છે તો તારી બાબતમાં થોડું તો વિચાર....!"

"શું ...? આમાં શું વિચારવા જેવું છે....?"

" અરે....! ઈશિતા એક છોકરી છે એ ક્યારેય તારો નંબર ડાયરેક્ટલી નહીં માંગે.... એણે સામેથી એનો નંબર આપીને ઇનડાયરેક્ટલી તારો નંબર મેળવવાની કોશિશ કરી છે...."

" કેવી રીતે...?"

હવે રુદ્ર એ વિરેન ને ધબ્બો માર્યો....

"તારુ મગજ ઘરે મૂકીને આવ્યો છું કે શું ....?અત્યારે તને કાંઈ સમજાતું કેમ નથી....? ઈશિતા નો નંબર તારી પાસે આવી ગયો છે એટલે એ અત્યારે તારા મેસેજની જ રાહ જોતી બેસી રહી હશે ....કે તું મેસેજ કર અને એ તારો નંબર સેવ કરી લે .....વિશ્વાસ ન આવતો હોય તો ટ્રાય કર....

વિરેને પોતાનો મોબાઈલ કાઢીને ઈશિતાને મેસેજ કર્યો.

"Hi......"

સામેથી તરત જ રીપ્લાય આવ્યો.

" Hi ....Viren..."

" મેં નહોતું કહ્યું ....કે એ તારા મેસેજની જ રાહ જોતી બેઠી હશે...!!!"

" હા યાર...!!!"


" શું કરે છે....?"
" પાછો મેસેજ આવ્યો...."

" જોયું ...? એ તારી સાથે વાતો કરવા માંગે છે...."

" અત્યારે બહાર છું પછી વાત કરું..."

વીરે એને જવાબ આપ્યો...

" Ok ...bye...."

" Bye....." કહીને બંનેએ અત્યારે મેસેજ નો સિલસિલો પૂરો કર્યો.

"અરે યાર.... તું તો લવ ગુરુ બની ગયો રુદ્ર....! તને કેવી રીતે આ બધી ખબર પડી...?"

"લવ ગુરુ નહીં વીર....! છોકરીઓના મન ખૂબ જ સેન્સેટિવ હોય છે ,જો તમારે છોકરીઓને સમજવી હોય ને તો પહેલા એમની લાગણીઓ ને સમજવાની કોશિશ કરવી જોઈએ....!!"

"રુદ્ર.... નંદિની ખૂબ જ લક્કી છે કે એને તારો પ્રેમ... તારી લાગણી.... અને તારો કેરિંગ સ્વભાવ મળશે...."

પાછો વીર થોડો ગંભીર બની ગયો.

"શું થયું વીર....? આમ હમણાં તો ખુબજ ફૂદકતો હતો ...અને હવે શું સાપ સુંઘી ગયો કે આમ સૂનમૂન થઈ ગયો."

" રુદ્ર મને આજે ઈશિતા ખુબજ બદલાયેલી લાગી , વેકેશન પહેલા હું જે ઈશિતાને ઓળખતો હતો એ ઈશિતા નો તો અંશ માત્ર જાણે અત્યારે એનામાં નથી. એ સાવ ચેન્જ થઈ ગઈ છે."

"વીર... આપણે બંને ઈશિતા માં આ જ તો બદલાવ લાવવા માંગતા હતા ને ......? તો આજે ઈશિતા પોતે જ બદલાઈ ગઈ છે તો આપણા માટે તો સારું જ છે ને.....?"

" રુદ્ર ...તારી વાત કાંઈ થઈ હતી ઈશિતા સાથે....?"

" ના વીર.... હું તો ઈશિતાને મળ્યો પણ નથી, અને જો કાંઈ વાત થઈ હોય તો તને કહ્યા વિના રહું....?

" હા એ તો મને પણ ખબર છે. હું તો બસ એમ જ પૂછતો હતો."

" It's ok... વીર..."

" રુદ્ર ....નક્કી કંઈક વાત તો છે..... નહિતર ઈશિતા આમ અચાનક મારા તરફ ઢળવા લાગે એ મારા ગળે નથી ઉતરતું...."

" હા વીર ....મને પણ વિશ્વાસ નથી આવતો કે ઈશિતા ની અચાનક મારા તરફની ફીલિંગ્સ બદલાઈને તારી તરફ...... વીર ઈશિતા ના દિલમાં હું તેને ઇગ્નોર કરતો હતો તેથી વધારે હર્ટ થયું લાગે છે ...મારાથી કદાચ તેને વધારે હર્ટ થઈ ગયું નહીં....?"

" ના રુદ્ર... ઈશિતા ના બિહેવિયર ઉપરથી તો એવું જરાય નહોતું લાગતું કે એને તારાથી કાંઈ હર્ટ થયું હોય.... એ તો એકદમ નોર્મલ હતી. અને સાચું કહું તો થોડી ખુશ પણ હતી..."

"હા વીર.... હું પણ એવું જ ઈચ્છું છું કે તમે બંને હંમેશા ખુશ રહો ,અને સાચું કહું ને તો ઈશુએ જ્યારે તને કોલેજમાં થી ઘરે ડ્રોપ કરવા કહ્યું ને તો તારા કરતા વધારે ખુશ હું થયો હતો."

" મને ખબર છે યાર ....કે તું મને અને ઈશિતાને સાથે જોવા માંગે છે...."

" અને મારી આ wish જરૂર.... ખુબજ જલ્દી પૂરી થશે.."

રુદ્ર સાથે વાતો કરીને ઘરે પહોંચતા મોડું થઈ ગયું હોવાથી વિરેને ઈશિતા સાથે વાત કરવાનો વિચાર રદ કર્યો.

રુદ્ર બીજા દિવસે તૈયાર થઈને કોલેજ જવા નીકળ્યો ...."અરે બેટા ...ચા નાસ્તો તો કરીને જા શ્વેતા બહેન બોલ્યાં...."

" નહિ મમ્મી... મારે મોડું થાય છે હું કોલેજ માં કંઈ ખાઈ લઈશ...."

"Ok... દાદાજી હું નીકળું..."

"એક મિનિટ રુદ્ર.... બેટા આ દૂધ પી લે ઘરેથી ભૂખ્યા ન નીકળાય..!"

વિરેન્દ્ર નાથે રુદ્રને દૂધનો ગ્લાસ જબરજસ્તી પીવડાવ્યો .દૂધ પીવાથી રુદ્રનું મોં બગડ્યું તેને જોઈને શ્વેતા બહેન અને ધર્મેન્દ્રભાઈ હસવા લાગ્યા.

"Ok.... બસ...? હવે હું જાઉં....?"

" હા બેટા ...શાંતિથી બાઈક ચલાવજે...."

" હા પપ્પા ....."કહીને રુદ્ર કોલેજ જવા નીકળ્યો.

વિરેન ઈશિતા ને લેવા પહોંચ્યો. ઘરેથી નિકળતી વખતે મેસેજ કરી દીધો હોવાથી ઈશિતા તેની રાહ જોઈને નીચે જ ઉભી હતી. વિરેને તેની પાસે બાઈક ઉભી રાખી.

" Hi....." કહીને ઈશિતા વીર ના બંને ખભા પકડીને તેની પાછળ બેસી ગઈ....

વિરેન ને આજે પાછો એક નવો ઝટકો લાગ્યો ....એને આજે ઈશિતા નું આમ એકદમ પાછળ તેના ખભા ઉપર હાથ રાખીને બેસવું ગમ્યું.... પણ મનમાં પાછા નવા નવા વિચારો ઉદ્ભવવા લાગ્યા....

" કેમ કાંઈ બોલતો નથી ...?આજે મૌન વ્રત લઇને આવ્યો છે કે શું...?"

"ના કંઇ ખાસ નહીં.... બસ એમ જ...."

ઈશિતા ના ઘરથી થોડે દુર જ એક ગાર્ડન હતો .વિરેને બાઈક ગાર્ડન આગળ પાર્ક કરી.

" ઈશિતા... તને પ્રોબ્લેમ ન હોય તો થોડીવાર ગાર્ડનમાં બેસીએ..... ?"

"Ok....."

ઈશિતા ને ખબર પડી ગઈ કે વિરેન મારી સાથે વાત કરવા માંગે છે અને કઈ બાબત ઉપર એ પણ એને પહેલેથી જ જાણે કે ખબર હતી .ઇન ફૅક્ટ એતો કાલે રાતે જ વિરેન ના કોલની રાહ જોતી સરખી ઊંઘી પણ નહોતી .એને ખબર હતી કે વિરેન પણ ચોક્કસ આ પોઈન્ટ ઉપર વાત કરશે.

બંને ગાર્ડનમાં એક બાંકડા ઉપર બેઠા ...કઈ રીતે વાત શરૂ કરવી તે વિરેન ને સમજાતું નહોતું.... ઈશિતા વિરેન ની મૂંઝવણ પારખી ગઈ અને તેને જ વાતની શરૂઆત કરી.

" વીર .... મને ખબર છે કે તું શું પૂછવા માંગે છે....?"

વિરેને ઈશિતા સામે જોયું અને એનો ચહેરો વાંચવાની કોશિશ કરી.... પણ કાંઈ સમજણ ના પડી...

હવે ઈશિતા એ બોલવાનું શરૂ કર્યું ...

" મારા દિલના રુદ્ર પ્રત્યેના સોફ્ટ કોર્નર વિશે તું જાણે છે એ મને ખબર છે વીર .....!" ઈશિતા આટલી સહજતાથી વાત કાઢશે તે વીરને નહોતી ખબર.... એ ઈશિતાને સાંભળી રહ્યો....

" ઈન ફેક્ટ હવે હું એમ કહીશ વિરેન... કે મારા દિલમાં રુદ્ર પ્રત્યે સોફ્ટ કોર્નર હતો, જેમાં હું રુદ્ર ને એક ફ્રેન્ડ કરતા કંઈક વધારે મહત્વ આપીને ,તેને મારા દિલમાં સ્થાન આપવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હતી. પણ એ મારો ભ્રમ હતો કે રુદ્ર મને પણ એના હૃદયમાં એ જ સ્થાન આપશે જે હું એને આપવા માંગું છું ....એવું મારું માનવું ભૂલ ભરેલું હતું.. કારણ કે.... રુદ્ર તો એનું દિલ વર્ષો પહેલા નંદિની ની પાસે મૂકીને અમદાવાદ આવી ગયો હતો તો રુદ્ર મને એમાં કઈ રીતે સ્થાન આપવાનો હતો.....? સાચું ને વીર....?"

હવે તો ખરેખર વીરને 440 વોલ્ટ નો ઝટકો લાગ્યો હતો. તેણે આશ્ચર્યથી ચોંકીને ઈશિતા ની સામે જોયું.

" તને કેવી રીતે ખબર...? રુદ્ર એ કહ્યું....?"

" ના મને કોઈએ નથી કહ્યું...."

" તો પછી એના દિલની વાત જે ફક્ત હું જ જાણું છું તેની તને કેવી રીતે ખબર પડી ઈશિતા....?"

" I am sorry Viren.... પણ જે દિવસે તમે બંને રિવરફ્રન્ટ ઉપર વાતો કરવા આવ્યા ,ત્યારે હું પણ મારા ગેસ્ટની સાથે ત્યાં આવી હતી .તમને બંનેને જોઈને હું તમને મળવા થોડીવાર પછી આવી અને ત્યાં તમારા બંનેની વાતો સાંભળી લીધી.... મારે આમ કોઈની પર્સનલ વાતો છુપાઇને ન સાંભળવી જોઈએ એવું હું માનું છું. પણ રુદ્રના દિલની વાત હું જાણવા માંગતી હતી .તેથી તમે લોકો મને જુઓ નહીં એ રીતે ઉભી રહીને તમારી વાતો સાંભળતી રહી.....

સાચું કહું વિરેન....? રુદ્રનો નંદિની પ્રત્યેનો નિર્દોષ અને નિસ્વાર્થ પ્રેમ જોઈ ને... એમની બચપણ ની દોસ્તી જોઈને ...પહેલા તો ખૂબ જ ઇર્ષા આવી... નંદિની ઉપર ગુસ્સો પણ આવ્યો... પણ પછી રુદ્ર ની વાત સાંભળીને મને તેના દિલમાં રહેલા નંદિની પ્રત્યેના અલૌકિક પ્રેમનો અહેસાસ થયો....."

" કઈ વાત....?

" એ જ કે હું નંદિની નો છું અને આજીવન તેનો જ રહેવાનો છું.... ભલે એ મને યાદ કરીને મારી રાહ જોઈ રહી હોય, કે કદાચ બીજા કોઈ ને એના દિલમાં સ્થાન પણ આપી દીધું હોય... હું એનો છું અને હંમેશા એને જ લવ કરતો રહીશ.... નંદિની ની ખુશીઓમાં જ મારી ખુશીઓ ને શોધીને ખુશ થતો રહીશ...."

વિરેને ઈશિતા સામુ જોયું ...એને લાગ્યું કે કદાચ ઈશિતા નુ દિલ તૂટવાથી તે ભાંગી પડશે ...પણ એના ચહેરા ઉપર એવા કોઈ જ ભાવ નહોતા .પણ એ તો અત્યારે એકદમ સ્વસ્થ અને નોર્મલ દેખાતી હતી.... આવું કેવી રીતે બની શકે...? તેને કાંઈ સમજ ના પડી અને ઈશિતા ની વાત સાંભળવામાં ધ્યાન આપ્યું.

" મને રુદ્રની વાત સાંભળીને સમજાયું કે રુદ્ર પ્રત્યે મારે તો ફક્ત આકર્ષણ જ હતું.... એક મુગ્ધાવસ્થા નું આકર્ષણ... એને પ્રેમ ન કહેવાય. પ્રેમ અને આકર્ષણ માં તો જમીન આસમાનનો તફાવત હોય છે ખરુંને વીર....?"

હવે વીર ને લાગ્યું કે ઈશિતા એ બધી જ વાતો સાંભળી લીધી છે , એણે અને રુદ્ર એ જે ઇશિતા ની વાતો કરી હતી એ પણ. તેને શું બોલવું તેની સમજ ના પડી.

તમારા બંનેની વાતો સાંભળીને હું ઘેર ગઈ .અને વીર તે દિવસે જ નહીં પરંતુ આખું વેકેશન હું આ બાબતે વિચારતી રહી .અને પછી થયું કે પ્રેમ પરાણે ન થાય ....એ તો અંદરથી જ ઉદ્ભભવે .અને રુદ્ર ને જેવો પ્રેમ નંદિની પ્રત્યે છે ....જેટલો ઉત્કટ પ્રેમ એ નંદિનીને કરે છે... એનો તો અંશમાત્ર પ્રેમ મને રુદ્ર પ્રત્યે નહોતો.... આમ પણ એક મહાપુરુષે કહ્યું છે ને કે...

આપણે જેને લવ કરતા હોઈએ એની સાથે નહીં ...પણ આપણને જે લવ કરતું હોય એની સાથે જિંદગી જીવવી જોઈએ....."

વિરેન આંખમાં આંસુ સાથે ઈશિતા ની સામે જોઇ જ રહ્યો...." એટલે તે મારી અને રુદ્રની પૂરેપૂરી વાત સાંભળી લીધી છે એમ જ કહે ને....."

" હા વીર I am sorry....."

" વીર હજુ મારી વાત પૂરી નથી થઈ .તને મનમાં લાગતું હશે ને કે રુદ્ર ની વાત સાંભળીને ...હું તારા પ્રત્યે ઢળવા માટે ...તારાથી વધારે ક્લોઝ થવાનો પ્રયત્ન કરું છું .....? પણ વીર હું તમારા બંનેની વાતો સાંભળીને દિવસો સુધી વિચારતી રહી , અને એ નિર્ણય ઉપર પહોંચી કે રુદ્ર ની વાત સાચી છે. મારા મનમાં પ્રેમ જેવી કોઈ ફીલિંગ્સ એના પ્રત્યે જન્મી જ નહોતી... હા હું એને મારા પ્રત્યે આકર્ષવા નો પ્રયત્ન જરૂર કરતી હતી... કારણ કે એ મને ગમતો ....પણ ગમવામાં અને પ્રેમ હોવામાં ઘણો જ ફર્ક હોય છે.

વીર હું તને પણ કોઇ ફોર્સ નથી કરતી, કે મને તારી કોઈ પણ પ્રકારની દયા પણ નથી જોઈતી ... કે બિચારી ઈશિતાનું દિલ તૂટ્યું છે... ખૂબ જ આઘાત માં હશે ...એવું કાંઈ નથી વિરેન. ઇન ફેક્ટ હું તો આજે એક ખોટા ભ્રમમાં થી બહાર નીકળી છું ...રુદ્રના ભ્રમ માંથી. સાચું કહું ને તો રુદ્ર અને નંદિની જેવો લવ તો કોઈ નસીબદાર ના જ ભાગ્યમાં હોય.....

વીર હું તો ફક્ત તને એક ફ્રેન્ડ હોવાને કારણે તને સમજવા... અને તને જાણવા માટે.... તારી સાથે વધારે સમય રહેવા માટે .....અને તારી સાથે વાતો કરી મનને હળવું કરવા માટે જ.... મને ઘરેથી રોજ પીક અપ કરવાની વાત કરી .અને તારો ફોન નંબર મેળવવાની કોશિશ કરી.

પણ તને તો એવું લાગતું હશે ને કે આ તો કેવી કેરેક્ટર લેસ છોકરી છે ,કે રુદ્રના દિલની વાત જાણ્યા પછી હવે મારી સાથે ફ્લર્ટ કરવા લાગી....!!!". એમ બોલતા તો ઈશિતા ના આંખના ખૂણા ભીના થઇ ગયા.

" ના ....ના ...ઈશિતા ...એવું કાંઈ જ નથી .ઇન ફૅક્ટ હું તો એ જાણીને નવાઈ પામ્યો, કે તે રુદ્ર અને નંદિનીના પ્રેમને આટલા ઝડપથી દિલથી એક્સેપ્ટ કેવી રીતે કર્યો ...?.નહિતર અમને તો હતું કે તું એવા પરિવારમાંથી આવે છે જ્યાં તારી એક જિદૃ પૂરી કરવા તારા મમ્મી પપ્પા જમીન આસમાન એક કરી દે છે.... તો એવી જિદ્દી છોકરી ને અમે કેવી રીતે સમજાવીશું....? હું અને રુદ્ર કેટલાય દિવસથી તને કેવી રીતે સમજાવવી... એનો જ વિચાર કરી રહ્યા હતા .ત્યાં તો તે અમને લોકોને જ shocked કરી દીધા આવી ડાહી ડાહી વાતો કરીને....!"

" કેવી રીતે નહોતી સમજતી હું રુદ્ર અને નંદિનીના પ્રેમને.... ? ભલે અત્યારે નંદિનીને રુદ્રના દિલની કે એની ફીલિંગ્સ ની કાંઈ ખબર નથી... પણ રુદ્ર તો દિલોજાનથી તેને ચાહે છે ને...? અને મને પૂરેપૂરો વિશ્વાસ છે .....ખબર નહીં પણ જે દિવસથી તમારી વાતો સાંભળી, તે દિવસથી મારુ મન એમ જ કહે છે કે... રુદ્ર ને એની નંદિની એક દિવસ જરૂર મળશે...."

" મને પણ એવું જ લાગે છે કે ઈશુ...."

વિરેને ઈશિતા સામે જોઈને કહ્યું . ઈશિતાની આંખમાંથી એક આંસુ ગાલ પર સરી પડ્યું... વિરેન ઈશિતા ની નજીક ગયો.... અને પોતાના અંગુઠા થી એ આંસુને લૂછી નાખ્યું....

"Please ...ઈશુ... રડ નહીં ....please...."

" I am sorry.... વીર મારે તમારા બંનેની આમ એકદમ પર્સનલ વાતો આવી રીતે નહોતી સાંભળવી જોઈતી ને‌.....?"


મિત્રો શું લાગે છે તમને...? કે વિરેન ઈશિતા ની નજીક આવશે ....? શું રુદ્ર ઈશિતા ની છુપાઈને વાતો સાંભળવાની વાતથી ગુસ્સે થશે....? શું નંદિની અને રુદ્રાક્ષ બંને મળશે .....?જાણવા માટે વાંચો" રુદ્ર નંદિની "નો આગળ નો ભાગ....

ક્રમશઃ......