CHARACTERLESS - 15 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 15

Characterless

ગતાંકથી ચાલુ......

ચૌદમા ભાગમાં તમે જોયું કે સાગર અને સરલે મળીને મારી સાથે મજાક કરી હતી. પછી અમે વિજયભાઈને મળ્યા અને એમની વાતચીતથી મારા મનમાં બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા, ત્યારબાદ સાગર અને સરલનું સુખદ મિલન થયું. અને અંતે આમ ને આમ ૨ મહિના વીતી ગયા હવે જોઈએ આગળ શું થશે ?

૨ મહિના બાદ.........

મમ્મી હું કોલેજમાં જાઉં છું અને હા! તબિયત સાચવજે એમ કહીને હું બાઈક લઈને નીકળ્યો અને રસ્તામાં જ સરલ અને સાગર મળ્યા. પછી અમે ત્રણે સાથે કોલેજ જવા માટે નીકળ્યા. પાર્કિંગમાં બાઈક પાર્ક કરતા કરતા મેં બંનેને સાથે જ પૂછ્યું "કૈસા ચલ રહા હૈ લૈલા મજનુ કા પ્યાર" બંને એ ખુશ થઈને એક જ સાથે કહ્યું સરલ અને સાગરની જોડી એટલે જિંદગી સરસ ! મેં કહ્યું વાહ ! ક્યાં બાત હૈ ખુશ રહો. પછી અમે ત્રણે જણા ક્લાસ તરફ આગળ વધ્યા.

ક્લાસમાં પહોંચ્યા ત્યાં જ નિખિલ અમારી પાસે આવ્યો અને કહ્યું કે એક ખુશખબરી છે, અમે ઉત્સુકતાથી પૂછ્યું જણાવ ભાઈ શું ખુશખબરી છે. એવામાં જ અમારા વિભાગના હેડ નવીન સર કલાસમાં આવ્યા અને અમે તરત જ પોતપોતાની જગ્યાએ બેસી ગયા.

નવીન સરે કહ્યું વિદ્યાર્થીમિત્રો ! તમારા માટે એક ખુશીની વાત છે કે આપણી કોલેજમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ "૮ ડેય્ઝ & ૭ નાઈટ" એટલે ટૂંકમાં ૮ દિવસનો પ્રવાસ છે. અને પ્રવાસમાં ઉત્તર અને પૂર્વ ભારતના સ્થળોનો સમાવેશ થાય છે. ૨ દિવસની અંદર ૬૫૦૦/- ફીસ જમા કરાવી દો અને આજથી ઠીક ૪ દિવસ પછી સવારે ૬ વાગે આપણે કોલેજથી પ્રયાણ કરીશું. કોઈને કંઈ પ્રશ્ન છે ? હોય તો પૂછી લેવો અને અમે કહ્યું નો સર ! આજ તો સર પણ એકદમ ખુશ જણાતા હતા તો અંતે એમણે પૂછ્યું આર યુ રેડી ? અને અમે પણ પ્રત્યુત્તરમાં કહ્યું યસ સર, વી આર રેડી ! ક્લાસમાં ખુશીની લહેર દોડી ગઈ અને પછી સર પોતાના રૂમમાં ગયા.

આખા ક્લાસમાં બધા પ્રવાસની ચર્ચા કરી રહ્યા હતા અને સૌથી વધારે તો રાહુલ ખુશ હતો. અમે બધા જ ખુશ હતા પરંતુ અમારી સાથે આ વખતે સુરજ ન હતો એનું થોડું દુઃખ હતું. નિખિલે કહ્યું આપણા ગ્રુપમાંથી કોઈ ના ની શરણાઈ ના વગાડતા બધા એ ફરજીયાત આવવું જ પડશે. અને અમે બધાએ જ કહ્યું હા !

મેં નિખિલને પૂછ્યું ભાઈ ! તુ કંઈક ખુશખબરી આપવાનો હતો ને ? તો નિખિલે હસતા હસતા કહ્યું કે ભાઈ આ પ્રવાસની વાત જ હતી અને એવામાં જ સરે આવીને જણાવી દીધી. આ સાંભળી અમે બધા ખડખડાટ હસવા લાગ્યા.

અમે બધા મસ્તી કરતા હતા અને ત્યાં જ સર આવ્યા અને અમારું લેકચર શરુ થઈ ગયું. આજે તો લેકચરમાં મેં અને રાહુલે સાગરને બહુ જ હેરાન કર્યો. લેકચર પત્યા પછી સાગર અમારી પાસે આવ્યો અને મસ્તી કરવા લાગ્યો. બહુ જ મજા આવી ગઈ, પછી કાવ્યા અને સરલ પણ અમારી પાટલીએ આવ્યા અને અમે બધા પ્રવાસની ચર્ચા કરવા લાગ્યા.

ચર્ચા ચાલી રહી હતી અને ત્યાં સાગર અને સરલ ઈશારામાં વાતો કરી રહ્યા હતા. નિખિલે કહ્યું સાગર-સરલ વાત કરવી હોય તો કરી લો બિન્દાસ આમ ઈશારામાં શું મજા આવે ? સાગરે કહ્યું શું તુ પણ ભાઈ ! ત્યાં જ રાહુલ વચ્ચે બોલ્યો કે ભાઈ ! કયું અન્જાન બન રહે હો ? હમે સબ પતા હૈ. નિખિલ અને રાહુલ એકબીજાને તાળી આપીને હસવા લાગ્યા અને સાગર-સરલ તો ચૂપ જ થઈ ગયા ત્યાં જ નિખિલે કહ્યું ભાઈ ! શરમાવાનું શું ? અરે આ બધી વાત થોડી છુપી રહેવાની હતી અને બધા જ હસવા લાગ્યા. હું હસતો હતો અને ત્યાં જ સરલ મારી સામે આંખ કાઢવા લાગી.

આ રીતે ખુશીથી ભરેલો સમય પસાર થયો અને અમે કોલેજમાંથી છૂટ્યા, પાર્કિંગમાં સરલ અને સાગર મારા બાઈક આગળ જ ઊભા હતા.બંને ગુસ્સામાં હતા તેથી મેં થોડું હસતા હસતા કહ્યું કે શું થયું ? ત્યાં જ સરલે કહ્યું કે આકાશ ! તને અમે ના પાડી હતી ને ગ્રુપમાં વાત ના કરતો તો તે કેમ કરી ? મને તો આ વાત સાંભળીને જ નવાઈ લાગી. મેં તરત જ કહ્યું કે સરલ ! મેં કંઈ કોઈને જણાવ્યું નથી યાર, તમે છેલ્લા ૨ મહિનાથી સાથે છો તો લોકો તો જુએ જ ને ! આવી બધી વાત લાગે તને છુપી રહે ? ત્યાં જ સાગર બોલ્યો પણ ભાઈ મને કેમ એમ લાગે છે કે તે નિખિલને આ વાત કરી. તો મેં કહ્યું તમને ખબર પડે છે કંઈ, તમે મારી પર શક કરો છો ! આ રીતે શક કરશો એ નહીં ચાલે. અને હું ત્યાંથી તરત જ નીકળી ગયો બંને મારી સામે જોઈ જ રહ્યા.

રસ્તામાં જઈ રહ્યો હતો અને મનમાં વિચાર આવતા હતા કે આ તો કેવું યાર ! ખોટેખોટો શક કરવાનો ભરોસા નામની કંઈક વસ્તુ હોય, આમ વિચારોના વમળમાં ફરતો ફરતો હું ઘરે પહોંચ્યો. જોયું તો તો પપ્પાનું બાઈક ઘરે જ પડ્યું હતું, મેં વિચાર્યું આટલા વહેલા અને એ પણ પપ્પા. હું ઘરની અંદર ગયો અને જોયું તો ડોક્ટર સાહેબ પપ્પા જોડે વાત કરી રહ્યા હતા અને મમ્મી પથારીમાં હતી.

મેં પપ્પાને પૂછ્યું શું થયું મમ્મીને ? ત્યાં જ ડોક્ટર સાહેબ બોલ્યા કે બેટા ! તારી મમ્મીની તબિયત બગડી હતી તેથી તારા પપ્પાએ મને ફોન કર્યો હતો. હાલ હવે સારું છે પરંતુ થોડા દિવસ તારી મમ્મી કામ ના કરે એનું ધ્યાન રાખજે કારણ કે શરીર નબળું પડી ગયું છે અને બી.પી ની તકલીફ તો છે જ. પછી ડોક્ટર સાહેબ ઘરેથી નીકળ્યા અને ધ્યાન રાખવાનું કહ્યું. ડોક્ટર સાહેબના ગયા પછી મેં તરત જ પપ્પાને કહ્યું કે પપ્પા ! મેં કહ્યું હતું મમ્મી ને, કે આખો દિવસ "કામ કામ કામ" નું રટણ ના કરવાનું હોય. આ શરીર છે કંઈ મશીન નથી જોયું હવે તબિયત બગડી ને ! પપ્પાએ કહ્યું સાચી વાત બેટા પરંતુ તારી મમ્મી તો મારી વાત પણ ક્યાં સાંભળે છે ? મમ્મી અને પપ્પા બંને સાથે હસવા લાગ્યા. મેં કહ્યું શું હસો છો તમે લોકો ? પપ્પાએ હસતા હસતા કહ્યું અરે ! શાંત થઈ જા. અને બોલ કેવો રહ્યો આજનો દિવસ ? મેં કહ્યું એકદમ સરસ ! કોલેજમાંથી પ્રવાસનું આયોજન કરેલું છે. અને ૪ દિવસ પછી પ્રવાસમાં જવાનું છે. તો પપ્પાએ કહ્યું સરસ ! તો ફરીને આવો ત્યારે. મેં કહ્યું ના પપ્પા ! મમ્મીની તબિયત ખરાબ છે અને પ્રવાસ કેવી રીતે જાઉં હું. તો પપ્પાએ કહ્યું કે ગાંડા ! કામવાળી આવી જશે. તુ એની ચિંતા ના કર તુ પ્રવાસનો આનંદ માણ.

ના પપ્પા ! તમે આખો દિવસ નોકરી પર અને કામવાળીનો પ્રશ્ન નથી, પ્રશ્ન મમ્મીની તબિયતનો છે . બીજા પ્રવાસમાં હું જઈશ એમાં શું ? અને પપ્પા બોલવા જતા હતા એના પહેલા જ મેં કહ્યું હવે એમ ના કહેતા કે અમારા કારણે તારો પ્રવાસ બગડશે વગેરે વગેરે ! માં-બાપ તરીકે તમે પણ જીવનના કેટલાય પ્રવાસ નથી કર્યા એટલે હવે કોઈ પ્રશ્ન-જવાબ નહીં બરાબર. એટલું કહીને હું મારા રૂમમાં ગયો.


રૂમમાં બેઠો હતો અને ત્યાં જ ફોનની ઘંટડી વાગી અને જોયું તો સરલનો ફોન હતો. મેં ફોન ઉપાડ્યો અને સરલ બોલી સોરી આકાશ ! અમે આજે તને બોલ્યા. અચાનક બધાને ખબર પડી ગઈ એટલે અમને લાગ્યું તે જણાવ્યું હશે. તો મેં કહ્યું સરલ આવી વાતો વાયુવેગે ફેલાઈ જાય, અને હું તને એ પણ જણાવી દઉં કે આજની નહીં પરંતુ બધાને ક્યારનીય ખબર તો પડી ગઈ હશે. સરલે કહ્યું બરાબર ! મેં કહ્યું જે પણ હોય સરલ પરંતુ ભરોસો તો થોડો રાખવો જ. અને બીજી વાત પ્રેમમાં ને પ્રેમમાં દોસ્તને ભૂલી જવાનો નહીં, સરલે કહ્યું કેવી વાત કરે છે આકાશ ! હું એવું કંઈ જ રાખતી નથી. તુ મારો દોસ્ત છે જ એવું નહીં કે સાગરના કારણે તને ભૂલી ગઈ, હા તારી જોડે થોડી ઓછી વાત કરું છું પરંતુ દોસ્તી તો છે જ. મેં કહ્યું બરાબર અને સરલને કહ્યું પછી વાત કરું એમ કહીને ફોન કટ કર્યો.

મેં સરલનો ફોન કટ કર્યો અને તરત જ નિખિલનો ફોન આવ્યો અને ફોન ઉપાડ્યો તો નિખિલે કહ્યું કે ફટાફટ દોસ્ત ગાર્ડન માં આવી જા. અને હું તરત જ દોસ્ત ગાર્ડનમાં પહોંચ્યો. અને નિખિલને કહ્યું કે શું થયું ભાઈ ? કેમ અચાનક બોલાવ્યો કંઈ તકલીફ છે ? તો એણે મારી જોડે આખી વાત કરી અને હું તો વાત સાંભળીને ડઘાઈ ગયો.

હવે શું વાત હતી મિત્રો ? એ જાણવા માટે તમારે ૧૬ માં ભાગની રાહ જોવી પડશે. તમે જોશો કે જેમ ઉત્તરાયણમાં પવનની દિશા કેવી અચાનક બદલાઈ જાય છે બસ એ રીતે જ ઘણી દિશાઓ બદલાવાની છે.......

સ્માઈલ પ્લીઝ
(ઊંડો શ્વાસ લો ત્યારબાદ તરત જ ઉપર લખેલી લાઈન વાંચો, હે હે ! આવી ગઈને સ્માઈલ)

વધુ આવતા અંકે...........