Madhdariye - 18 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 18

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા બહાદુરીથી અમીત અને એના સાગરિતોને પકડી લે છે. એ અમિતને મારી જ નાખવાની હતી,પણ પરિમલના પિતા એમ કરતા એને રોકે છે અને એમના મિત્રના ફાર્મહાઉસમાં પાંચેયને નજરકેદમાં રાખે છે.. હવે આગળ..

"આ કઈ જગ્યા પર છીએ આપણે?" છોટું બોલ્યો..
"સાલા ઘડીક ચુપ મરને..આ સાલી સુગંધાએ બહુ માર્યા છે.. હજુ દુખે છે.. અત્યારે ચાલવાનો પણ વેંત નથી અને આ રૂમ પણ એકદમ અંધારીયો છે.. અાટલો અંધકાર તો રાત્રે પણ નથી હોતો.. હજુ આપણી આંખો અંધારામાં જોઈ નહીં શકે,કદાચ એકાદ કલાક પછી કંઈક દેખાય તો દેખાય..બાકી આપણું પુરૂ થઇ જવાનું છે..."મગને જવાબ આપ્યો..ત્યાં કશો ખખડાડ થયો.. અમિતે બધાને ચૂપ રહેવા કહ્યું..જુનવાણી પણ અંત્યત મજબુત એવો દરવાજો ખૂલતા એ લોકોને કંઈક દેખાયું પણ અચાનક અંધારામાંથી અજવાળું થાય તો આંખો અંજાઈ જાય છે. એમ આ પાંચેય લોકોને થયું..

સામે એક પડછંદ કાયા ધરાવતો વ્યક્તિ ઊભો હતો.. એ ડીઆઈજી રાણા જ હતા..

આજે તો બધાની રિમાન્ડ લેવાની હતી..પાંચેયના હાથ બાંધેલા હતા એટલે એ લોકો કશું કરી શકે એમ ન હતા,ઉપરથી સુગંધાએ પુરતો સત્કાર કરી દીધો હતો.. એ લોકો ચાલી શકે એવા રહ્યા જ ન હતા..

રાણાએ પહેલા તો નાસ્તો મૂક્યો અને બધાને કહ્યું"નાસ્તો કરી લો..હા ભાગવાની કોશિશ કરશો તો આ મારી બંદુકની ગોળી તમારા કરતા વધું ઝડપી છે એ યાદ રાખજો.."

અમિતે એ પહેલા પણ ડીઆઈજી રાણાને જોયેલા હતા.. એમની બહાદુરીના કિસ્સા પણ સાંભળ્યા હતા.. એ ગુનેગારો સામે રાક્ષસ બની જતો હતો.. એના નામ માત્રથી ગુનેગારો થરથરી જતા હતા.. એણે કેટલાય અપરાધીને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા.. અહીંથી ભાગવું એક સપના સમાન હતું..

પાંચેયે ચૂપચાપ નાસ્તો કરી લીધો..રાણાએ પોતાના માણસો બોલાવ્યા અને આ પાંચેયને બાંધી દીધા..એમને બરફની પાટ પર સુવડાવ્યા. ઠંડો બરફ લાગતા એ એકેય પોતાનું શરીર બરફ પર રાખી શકતા ન હતા,પણ જે નીચે ઉતરે એને રાણા સાહેબ ડંડા વાળી જ કરતા હતા.. હવે માર ખાવાની તાકાત એમનામાં હતી નહીં.."ઓ બાપા રે!!મારી નાખ્યાં,ભૈસાબ છોડી દો ભૂલ થઇ ગઇ..હવે અમે કોઈ ખોટા કામ નહીં કરીએ."

"આમાથી બધા મોટા જ છો.. સમાજમાં કેમ જીવવું એ શીખવાડવાનું ન હોય પણ તમે લોકો તો સમાજ માટે કલંક છો,તમને છોડવા મતલબ સમાજની અંદર જીવતા માનવ બોમ્બ છોડવાં.. તમે સમજની કંઈ મદદ ન કરો, તમને તો ભડાકે દેવાના હોય,પણ હું વચનબદ્ધ છું નહીંતર ક્યારનું તમારૂ મોત થયું હોય.. રાણા સાહેબે બધાંના પગમાં એટલા ડંડા માર્યા હતા કે એમાથી કોઈ પોતાના પગ પર ઊભા રહી શકે એવા રહ્યા જ ન હતા.. મારી મારીને સરખા કર્યા પછી રાણા સાહેબ ત્યાંથી નીકળી ગયા..

************* ---#

સુગંધા હજુ વિચારતી હતી..ચંકીનો અવાજ એણે ક્યાંક તો સાંભળ્યો છે,પણ ક્યાં કોણ હશે ચંકી,ક્યાંથી આવે છે?? ક્યાં જાય છે?? કોકને તો ખબર હશે ને?? એને શોધવા માટે ક્યાં જવું?? ઘણા બધાં વિચારો એ એને ઘેરી લીધી..ચંકીને પકડવા એને ઘણું બધું વિચારવું પડે એમ હતું..એણે પીન કાઢી એ પીન એકદમ સામાન્ય લાગતી હતી પણ હકીકતમાં એ વીડિયો રેકોર્ડિંગ કરી શકતી એક આધુનિક ચીપ હતી..આખો વીડિયો એણે કોમ્પ્યુટરમાં સેવ કરી લીધો..વારંવાર એ ચંકીનો અવાજ સાંભળી રહી હતી પણ કોણ જાણે કેમ પણ એનું મગજ આજે કામ કરતું ન હતું..

ઘરનો ફોન રણકે છે..

સુગંધા ફોન ઉપાડે છે..
"હેલ્લો.."

"કેમ છો સ્વીટ હાર્ટ?"સામે પરિમલ હતો..

"ઠીક છું,તમે કેમ છો?"

"બસ તને જ યાદ કરૂ છું."

"મને ખબર છે તમે અત્યારે કામ વગર ફોન નથી કરતા.. કામ બોલો.."

"ઓહો, શું વાત છે?? ટાઈમિંગ પણ જબરદસ્ત છે,પણ એક વાત કરૂ??અવનીની સ્કુલમાંથી ફોન આવ્યો હતો.. એ જે ગાડીમાં આવે છે એ આજે બગડી ગઇ છે,એટલે મારે એને લેવા જવું પડશે..આજે મારે દુકાનમાંથી વહેલા નીકળી જવું પડશે.."

"હા વહેલા આવો તો આપણે નારી કેન્દ્રમાં પણ જવું પડશે."

"ઓકે ડન."

======================!

ચંકી ફોન કરતો હતો અમિતને પણ ફોન તો એંગેજ આવતો હતો.. સુગંધા કોઈ રિસ્ક લેવા માંગતી જ ન હતી..

હવે ચંકીને થોડો વહેમ ગયો..એણે પોતાના તમામ વિશ્વાસુ લોકોને અમિતની શોધખોળ માટે લાગી જવા કહ્યું..

પોતાના ધંધામાં મદદરૂપ એવા પીએસઆઈ કાવઠીયાને પણ ફોન કર્યો..ધૂંવાપૂંવા થતો ચંકી બોલ્યો.. અમિતને કોણે એરેસ્ટ કર્યો છે એ જાણીને મને ફોન કર.. તને ખબર છે ને?? અમિત મારો રાઈટ હેન્ડ છે.."

"અરે સર તમે ચિંતા ન કરો હું શહેરના તમામ પોલીસથાણા ફીંદી નાખીશ અને સાંજ સુધીમાં અમિત કોની કસ્ટડીમાં છે એ તમને ખબર પડી જશે..જરૂર પડ્યે F.I.R ફાડી નખાવીશું,પણ તમે નાહક ચિંતા કરો છો.અમિત એટલી જલ્દી પોતાનું મોં નહીં ખોલે."

"એ ડફોળ મને ખાલી અમિતની ચિંતા છે,ને ચંકી સુધી પહોંચી શકે એટલી કોઈની તાકાત હજુ છે નહીં..તને તારા કામના પૈસા મળી જશે.. એને છોડાવી દેજે,પણ આજ સાંજ સુધીમાં એ મારી પાસે હોવો જોઈએ નહિતર એ જે હોય એ જીવતો નહીં રહે.. ચંકીના માણસને એક વખત પકડ્યો છે એટલે જીવતો છોડી દઉં છું,પણ બીજી વખત જો આ ભૂલ કરી છે તો એનું પરિણામ એના આખા પરિવારને ભોગવવું પડશે.."

================≠=======

અમિતને સાંજ સુધી થોડી કળ વળી,એણે ભાગી જવા માટે પેંતરા રચવાનું શરૂ કરી દીધું હતું..આ અંધારીયા રૂમમાં એણે દરવાજો ખુલ્યો ત્યારે નજર દોડાવી લીધી હતી..બહાર આવતો અવાજ હવે બંધ થઈ ગયો હતો..એણે રૂમનીં અંદર નાનકડી કોદાળી જોઈ હતી.. 'ડૂબતાને તણખલાનો સહારો' એમ એણે પણ કોદાળી શોધવાનું શરૂ કરી દીધું..એણે મગન,છોટુ,મંગલો વગેરેને પણ કહી દીધું"અવાજ કર્યા વગર કોદાળી શોધવાનું શરૂ કરી દો.. આજે ગમે તેમ કરીને આપણે ભાગી છૂટવાનું છે..જો આમ જ આપણે રાણાની કેદમાં રહીશું તો અહીં જ આપણે મરવાનો વારો આવશે.."

બધા કોદાળી શોધવા લાગ્યા..પણ અંધારો ખંડ એમાય બહું મોટો હતો એટલે દિવાલે દિવાલે હાથના સહારે એમણે કોદાળી શોધવાનું શરૂ કર્યું..અમિત અને મગનતો સામસામે ભટકાયા પણ ખરા.. થોડી જ વારમાં છોટુને કોદાળી મળી ગઈ..

"વાહહહ છોટું હવે આપણે અહીંથી ભાગી શકીએ હો.. હવે વારાફરતી બધા દિવાલ તોડવા લાગી જાવ.."અમિતે કહ્યું..

"અરે આ અમિત ગાંડો થઈ ગયો લાગે છે.. આવડી કોદાળીથી દિવાલ કેમ તોડવી? ને કદાચ તોડી પણ નાખીયે,પણ બહાર કોઈ સાંભળી જશે તો??"મગન બોલ્યો..

"અબે ઘોંચુ,અહીં રહીને પણ એ રાણો તારી આરતી નહીં ઉતારે..ભાગવામાં સફળ થયા તો એશ છે.. ને કદાચ પકડાઈ જઈશું તોય રાણા આપણને મારશે જ.. મારી થોડો નાખશે??"અમિત બોલ્યો..

ધીમેધીમે દિવાલ પર ઘા મારવાનું શરૂ કરી દીધું,આ દિવાલ જાણે ટૂટવાનું નામ જ નહોતી લેતી..

==================≠=======

પરિમલ અવનીને લઈને ઘેર આવ્યો.. સુગંધા રસોઈ બનાવીને બેઠી હતી,પણ એનું ધ્યાન હજુ પરિમલ તરફ ન હતું.. એ હજું ચંકીના વિચાર જ કરતી હતી..

પરિમલે ચપટી વગાડી એનું ધ્યાન ભંગ કર્યું.. "ક્યાં ખોવાઈ ગયા સીઆઇડી મેમ?? કોના વિચારમાં ખોવાયા છો??"

"ઓહ સોરી!! તમે ક્યારે આવ્યા?મારૂ ધ્યાન જ ન રહ્યું.."

"જો સુગંધા એક સીઆઇડી ઓફીસર ઉપરાંત તુ એક પત્ની અને એક માતા પણ છો.. એ બધા વિચારમાં તુ તારી તબીયત ખરાબ ન કરતી.. બોલ હવે નારીકેન્દ્રમાં કંઈ ખાસ કામ હતું??"

"હા બસ પપ્પાને મળી લઈએ અને ત્યાં રહેલી બહેનોને મળી લઈએ..એમને કોઈ મુશ્કેલી હોય તો એ કોને કહે?? આપણે નિયમિત એમની પાસે જવું તો પડેને??"

"હા ચાલો હું ફટાફટ ફ્રેશ થઈને આવું છું ત્યાં સુધી અવની પણ તૈયાર થઈ જાય.."
=======================

છોટું ખોદીને થાક્યો હતો સિમેન્ટનું ઉપલું પડ તો એણે તોડી નાખ્યું હતું..પથ્થર પણ હવે તૂટતો હતો.. એણે હવે મગનને કોદાળી આપી,અંધારામાં કેટલું ખોદ્યું એ સરખું દેખાતું પણ ન હતું..હવે મગને કોદાળીથી ઘા મારવાનું શરૂ કર્યું..છોટું તો માંડ-માંડ આટલું ખોદી શક્યો હતો.. એ ઊભો રહીને ખોદી શકે એટલી શક્તિતો એનામાં હતી નહીં,પણ આઝાદી મળવાના ખ્યાલથી એણે બેઠાબેઠા જ ઘા માર્યા હતા.. પકડાઈ જવાનો ડર પણ હતો..

મગન ઘા મારતો હતો ત્યાં એને કોદાળીનો ઘા થોડો બોદો લાગવા માંડ્યો.. અત્યાર સુધી આટલા ઘા માર્યા પણ હજુ સુધી કોઈ આવ્યું નહોતું એટલે આ એકદમ સૂમસામ જગ્યા છે અને કોઈનો આવરો-જાવરો નથી એટલું તો સમજી શકાતું હતું..

મગને એક જોરદાર ઘા કર્યો અને બાંકોરૂં પડી ગયું.. બહારનું આછું અજવાળું હવે એ લોકો જોઈ શકતા હતા.. એમની આઝાદી માટેનો પ્રથમ પ્રયાસ સફળ રહ્યો..

ત્યાં જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો..

અમિત અને બીજા ચારેય ફાટી આંખે એને જોઈ રહ્યા..

શું એ રાણા હશે??

રાણા હશે તો શું થશે??

શું પાંચેય ભાગી છૂટવામાં સફળ થશે???

જાણવા માંટે વાંચતા રહેજો મધદરિયે

નવો ભાગ પરમ દિવસે પ્રકાશિત થશે..