Diwali bounty books and stories free download online pdf in Gujarati

દિવાળીની બક્ષિસ

પત્ની : આજે બને તેટલા ઓછા કપડાં ધોવા માટે નાખજો

પતિ : કેમ વળી, એવું તો શું થયું ?

પત્ની : કામવાળા બહેન કહેતા હતા કે કાલથી તેઓ બે દિવસ માટે ઘરકામ કરવા નહિ આવે...

પતિ : કેમ નહિ આવે ?

પત્ની : તેઓ કહેતા હતા કે દિવાળીમાં તેઓ પોતાની નાતી (પુત્રીની પુત્રી) ને મળવા માટે જવાના છે.

પતિ : ઓકે, તો હું વધારે કપડાં ધોવામાં નહિ નાખું.

પત્ની : અને શું હું તેમને 500/- રૂપિયા તહેવારની બોણી તરીકે આપી શકું છું ?

પતિ : કેમ શું કામ ? હજી ગયા મહિને જ આપણે નવરાત્રીમાં એક્સ્ટ્રા રૂપિયા આપ્યા હતા ને તેમને... તો હવે દરેક તહેવારમાં બોનસ આપવું જરૂરી નથી.

પત્ની : અરે, એવું ના કરો પ્લીઝ. તે ગરીબ છે. તેઓ પોતાની દીકરી અને નાતીને મળવા જઈ રહ્યા છે. તો થોડા પૈસા વધારે હશે તો તેમને સારું લાગશે. અને હવે તો બધી ચિજવસ્તુઓ પણ કેટલી મોંઘી થઈ ગઈ છે. તો એ થોડાં રૂપિયામાં તહેવાર કેવી રીતે ઉજવી શકશે ?

પતિ : મને ખબર નથી પડતી, વાત વાતમાં તું આટલી આસાનીથી ઈમોશનલ કેમ થઈ જાય છે.

પત્ની : અહીંયા વાત ઇમોશનલ અને પ્રેક્ટિકલની નથી. વાત માણસાઈની છે. ભગવાને આપણને જો કોઇના મદદ કરવા લાયક બનાવ્યા હોય તો આપણે કોઈ ગરીબ અને લાચાર માણસની મદદ કરવી જોઈએ. તમે ચિંતા ના કરો, આજે આપણે જે બહારથી પીઝ્ઝાનો ઓર્ડર આપીને ખાવાનો પ્રોગ્રામ હતો તે હું કેન્સલ કરી દવ છું. શાં માટે આપણે વાસી બ્રેડનાં આઠ ટુકડા માટે બિનજરૂરી 500/- રૂપિયા ખર્ચવા જોઈએ ?

પતિ : વાહ વાહ, અમારી પાસેથી પીઝ્ઝા છીનવીને તું એક બે કોડીની કામવાળીને એ રૂપિયા આપવા માંગે છે.

કામવાળી થોડાં દિવસો પછી કામ પર આવે છે અને કચરા-પોતા કરી રહી હતી.

પતિએ તેને પૂછ્યું : તારી રજાઓ કેવી રહી ?

કામવાળી : ખૂબ સરસ ગઈ સાહેબ. દીદીએ મને પાંચ સો રૂપિયા દિવાળીનું બોનસ પણ આપ્યું હતું.

પતિ : તો શું તું તારી દીકરીને મળી આવી, તારી નાતીને મળી કે નહીં? હવે તો તે થોડી મોટી થઈ ગઈ હશે નઈ?

કામવાળી : હાં સાહેબ, ઘણી મજા આવી અને પાંચસો રૂપિયા ઘણા કામમાં આવ્યા. પાંચસો રૂપિયામાં તો મારો તહેવાર સુધરી ગયો.

પતિ : ખરેખર, એવું તો તુએ પાંચસો રૂપિયાનું શું કર્યું ?

કામવાળી : 150 રૂપિયાનો મારી નાતી માટે ડ્રેસ લીધો, 40 રૂપિયાની ઢીંગલી લીધી. 50 રૂપિયાની મારી દીકરી માટે મીઠાઈ લીધી, 50 રૂપિયા મંદિરની દાનપેટીમાં નાંખ્યા. 60 રૂપિયા બસનું ભાડું આપ્યું, 25 રૂપિયાની મારી દીકરી માટે બંગડી લીધી, 50 રૂપિયાનો મારા જમાઈ માટે પટ્ટો લીધો અને 75 રૂપિયામાં મારી નાતીને નોટબુક અને પેન્સિલ લઈ આપી. કામવાળીએ પાંચસો રૂપિયાનો પૂરો હિસાબ આપી દીધો.

પતિ : અરે વાહ, તમે તો ઘણું બધું કામ આટોપી લીધું.

તે આશ્ચર્ય સાથે વિચારવા લાગ્યો. પીઝ્ઝાનાં આઠ ટુકડા તેની આંખ સામે ફરવા લાગ્યા અને દરેક ટુકડો તેની ચેતના પર હાથોડાની જેમ વાગવા મંડ્યો. એક પીઝ્ઝાની કિંમતમાં તેની કામવાળીએ તેની દીકરીના ઘર જવા દરમ્યાન કરેલા ખર્ચની સરખામણી કરવા માંડ્યો.

પીઝ્ઝાનાં આઠ ટુકડા તેની આંખ સામે હજી પણ ફરી રહ્યા હતા.

પહેલો ટુકડો..... બાળકીનાં ડ્રેસ તરફ જઈ રહ્યો હતો
બીજો ટુકડો..... મીઠાઈ તરફ જઈ રહ્યો હતો
ત્રીજો ટુકડો...... મંદિરમાં દાનપેટી તરફ
ચોથો ટુકડો....... બસ ભાડા તરફ
પાંચમો ટુકડો...... ઢીંગલી તરફ
છઠ્ઠો ટુકડો...... બંગડી તરફ
સાતમો ટુકડો..... જમાઈના કમરપટ્ટા તરફ
આઠમો ટુકડો..... નોટબુક અને પેન્સિલ તરફ

અત્યાર સુધી તે પીઝ્ઝાને એક જ એંગલથી જોતો હતો. ઊંધો કરીને જોવ કે પછી સીધો કરીને જોવ, ડાબી બાજુથી જોવ કે પછી જમણી બાજુથી. દરેક સાઈડથી તે સરખો જ દેખાતો હતો. પણ આજે તેની કામવાળીએ પીઝ્ઝાની એક નવી જ સાઈડ તેને દેખાડી હતી. પીઝ્ઝાનાં આઠ ટુકડાએ તેને જિંદગીનો અસલી મતલબ સમજાવી દીધો. જીવન જીવવા માટે કેટલો ખર્ચ જોઈએ અને નાણાંનો સદુપયોગ કેવી રીતે કરી શકાય તે સમજાવી દીધું.

આપણી એક નાની વસ્તુ બીજા માટે ઘણી મોટી હોઈ શકે છે. ક્યારેક આપણું થોડુંક જવા દેવાથી આપણું કશું નથી જતું પણ બીજા કોઈકને બધું જ મળી જતું હોય છે.

આ વિશે વિચારજો જરૂર....