There is something! Part 2 books and stories free download online pdf in Gujarati

કંઈક તો છે! ભાગ ૮



ધીરે ધીરે યુવક યુવતીઓ કૉલેજમાં આવવાં લાગ્યાં. સુહાની પોતાના ક્લાસમાં જઈને બેસી જાય છે. સુહાની વિચારે છે કે "સારું થયું મેં દેવિકાને પીળી સાડી પહેરેલી સ્ત્રી અને કોટવાળી વ્યક્તિ વિશે કહ્યું. પણ બીજી ઘટના મારી સાથે બની એના વિશે દેવિકાને કહેવા જેવું નથી. કે પછી કહી દઉં? આ તો એકદમ નજીવી ઘટના છે. કહું કે ન કહું એનાથી કંઈ ફરક પડવાનો નથી. દેવિકાએ કહ્યું હતું કે શૈતાન કોઈપણ રૂપમાં આવી શકે. પણ મને કેવી રીતના ખબર પડશે. અને દેવિકાએ તે દિવસે શૈતાન વિશે બધી વાતો કહી હતી. શું સાચ્ચે જ શૈતાન અમર છે. શું શૈતાન કોઈ દિવસ નહીં મૃત્યું પામે?"

એટલામાં જ રોનક,ચૈતાલી અને રાજન પણ ક્લાસમાં આવે છે. સુહાની નું ધ્યાન આ ત્રણેય પર જાય છે. રોનક સુહાની સામે સ્મિત કરે છે. સુહાની પણ રોનકને જોઈ સ્મિત કરે છે. થોડી વારમાં તો રાજન અને રોનક પાસે યુવતીઓ આવીને વાત કરવા લાગે છે.

લેક્ચર પત્યા પછી રોનક સુહાની પાસે જાય છે.

રોનક:- "તમે બંને અમારી જોડે ચા નાસ્તો કરવા આવશો?"

સુહાની:- "તમારી જોડે?"

રોનક:- "કેમ અમારી જોડે શું વાંધો છે?"

સુહાની:- "ના મારો એ મતલબ નહોતો."

સુહાની અને મયુરી રોનક અને રોનકના મિત્રો સાથે ચા નાસ્તો કરવા જાય છે.

રાજન તો મયુરીની બાજુમાં બેસી ગયો. મયુરી અને રાજન તો વાતો કરવામાં જ મશગૂલ થઈ ગયા. સુહાની રોનક અને ચૈતાલી સાથે વાતો કરતી હતી.
ચા નાસ્તો કરી ફરી બધાં ક્લાસમાં આવી ગયા.

સુહાની વિચારવા લાગી કે રાજન મયુરી સાથે તો સારી રીતના વાત કરે છે. અને મારી સાથે કેવી રીતના વર્તન કરતો હતો. જો કે રોનક સારો છે. બધી યુવતીઓ સાથે સારી રીતે વર્તે છે.

બપોર પછીનો લેક્ચર ફ્રી હતો. સુહાની મયુરીને લાઈબ્રેરી માં બોલાવે છે.

મયુરી:- "મને કંટાળો આવે છે લાઈબ્રેરીમાં."

સુહાની એકલી જ લાઈબ્રેરીમાં ગઈ. દેવિકાથી જે વાત છુપાવી છે તે કહેવી કે નહીં એની અસંમંજસમા સુહાનીનુ વાંચવામાં પણ મન ન લાગ્યું.

બીજા એક ખાલી ક્લાસમાં રાજન કંઈક વિચાર કરતો બેઠો હતો. ચૈતાલી રાજન પાસે આવે છે. ચૈતાલી રાજન પાસે આવીને બેસી જાય છે.

રાજન:- "તું અહીં શું કરે છે?"

"તું અહીં એકલો હતો. એટલે તારું એકલાપણું દૂર કરવા આવી છું." એમ કહી ચૈતાલી રાજનનો ચહેરો પોતાની તરફ ફેરવી રાજનના હોંઠ પર ચુંબન કરવાની કોશિશ કરે છે.

રાજને ચૈતાલીને પોતાનાથી દૂર કરતાં કહ્યું "શું કરે છે ચૈતાલી? રોનક જોઈ જશે ને તો ખબર નહીં તારી સાથે શું કરશે?"

ચૈતાલી:- "તને બહું ફીકર છે ને મારી?"

રાજન:- "મને કોઈ ફીકર નથી તારી. પણ એટલું તો જાણું છું કે એ કેવો છે તે."

"તો પછી તું શું કરવા ચિંતા કરે છે?" એમ કહી ચૈતાલી રાજનના શર્ટના બટન કાઢવા લાગે છે.

રાજન:- "ચૈતાલી શું કરે છે? મને આ પસંદ નથી."

ચૈતાલી રાજનની ઉઘાડી છાતી પર હાથ ફેરવતાં કહે છે "શું હું સુંદર નથી. શું ખામી છે મારામાં રાજન."

ચૈતાલીએ રાજનનું શર્ટ કાઢી નાખ્યું.

રાજન ઉભો થઈ ગયો. પોતાનું શર્ટ લઈ બહાર જતો હતો કે ચૈતાલી રાજનને પાછળથી વળગી પડી.

ચૈતાલી રાજનના શરીર પર ચુંબનો કરવા લાગી.

રાજન ચૈતાલીને રોકતા કહે છે "ચૈતાલી શું કરે છે? મેં કહ્યું ને કે મને આ પસંદ નથી."

પરંતું ચૈતાલીને તો રાજનની વાત જાણે સંભળાતી જ ન હોય.

સુહાની પોતાના ક્લાસ તરફ જતી હતી કે સુહાનીને એક યુવતી અને એક યુવકનો અવાજ આવ્યો.

ચૈતાલી રાજનને જબરજસ્તી જમીન પર સૂવાડી દે છે અને પોતે રાજન તરફ ઝૂકે છે. રાજન ચૈતાલીને હાથ પકડી ચૈતાલીને જમીન પર સૂવાડી દે છે. રાજન ઉઠવાનો જ હોય છે કે દરવાજા પર સુહાની હોય છે. શર્ટ વગર રાજન ચૈતાલીની ઉપર હતો.
સુહાની રાજન અને ચૈતાલીને આ હાલતમાં જોય છે.

રાજન ચૈતાલીને છોડી દે છે. રાજન શર્ટ પહેરતો પહેરતો બહાર આવે છે. સુહાની તરફ એક નજર કરી જતો રહે છે. ચૈતાલી પણ બહાર આવે છે.

સુહાની:- "ચૈતાલી રાજને શું કર્યું તારી સાથે? તું ઠીક તો છે ને? રાજને તારી સાથે જબરજસ્તી તો નથી કરી ને?"

ચૈતાલી:- "નહીં એવું કંઈ જ નથી. રાજનને હું ચાહું છું."

સુહાની:- "ઑહ તો તમે બંને એકબીજાને પ્રેમ કરો છો."

ચૈતાલી:- "હા..."

ચૈતાલી રોનક પાસે ગઈ. સુહાની ક્લાસમાં આવીને મયુરી પાસે બેસી ગઈ. સુહાની હવે રાજન વિશે વિચારવા લાગી કે "કેટલો બેશરમ છોકરો છે. માન્યું કે ચૈતાલી અને રાજન એકબીજાને ચાહે છે. તો ક્લાસરૂમમાં આવું કરવાનું હોય? હું તો વગર કારણે રાજનની ચિંતા કરતી હતી કે ચૈતાલી રાજનને ડરાવે છે. રાજન ચૈતાલીથી શું કરવા ડરવાનો? તો તે દિવસે મને કેમ એવું લાગ્યું કે રાજન ચૈતાલથી ડરે છે. રાજન ડરે એવો થોડો છે. એ તો બધાને ડરાવે એવો છે."

લેક્ચર પત્યા પછી સુહાની પોતાના ઘર તરફ જતી હતી કે ઘંટનો અવાજ આવ્યો. સુહાનીએ એ અવાજની દિશામાં જોયું. સુહાનીએ વિચાર્યું કે ત્રણ ચાર દિવસથી મનમાં જાતજાતના વિચાર આવે છે અને ખરાબ વિચાર આવે છે. આજે સોમવાર પણ છે તો શંકર ભગવાનના મંદિરે જઈ જ આવું. મન પણ શાંત થઈ જશે. સુહાની મંદિરે જઈ દર્શન કરે છે. મંદિરના પાછળના ભાગે પગથિયાં હતા. પગથિયાં નીચે નદી તરફ જતાં હતા. સુહાની પગથિયાં પર બેઠાં બેઠાં નદીને જોઈ રહી.

થોડીવાર પછી સુહાની ઘરે જાય છે. બીજા દિવસે સુહાની અને દેવિકા એકાંતમાં ક્લાસમાં મળે છે.
દેવિકા ઊંડા વિચારોમાં ખોવાયેલી હોય છે.
દેવિકા:- "સુહાની હું તને એક વાત કહું છું. ધ્યાનથી સાંભળજે."

સુહાની:- "હા બોલ ને!"

દેવિકા:- "સુહાની અઘોરી બાબા જે કહે છે તે સાચું જ પડે છે. તારી સાથે કંઈક થઈ ને જ રહેશે. પણ તું ચિંતા ન કર. હું છું તારી સાથે. તને કંઈ નહીં થવા દઉં."

સુહાની:- "દેવિકા તું વધારે પડતું વિચારે છે. અઘોરી બાબાએ કહ્યું ને કે ઈશ્વર મારી રક્ષા કરશે. તો પછી?"

દેવિકા:- "સુહાની અઘોરી બાબાએ એવું કહ્યું મતલબ કે કંઈક થવાનું..."

સુહાની દેવિકાની વાત પર હસે છે અને કહે છે "શું તું પણ દેવિકા. આવી વાત પર કોણ વિશ્વાસ કરે. હવે તો ખરેખર તું મને મૂર્ખ લાગે છે."

દેવિકા સુહાનીને હસતાં જોઈ રહી.

સુહાની:- "ચાલ હવે હું જાઉં છું. કાલે મળીયે."

સુહાની ક્લાસરૂમમાં આવે છે. તો રાજન ક્લાસમાં જ હોય છે.

રાજન:- "સુહાની ગઈ કાલે ચૈતાલીએ તને શું કહ્યું?"

સુહાની:- "મને જે કહ્યું હોય તે પણ તારે જાણીને શું કરવું છે?"

રાજન:- "ચૈતાલીએ જે કહ્યું હોય તે પણ તું એની વાત પર વિશ્વાસ નહીં કરતી."

સુહાની:- "મારે જેના પર વિશ્વાસ કરવો હોય તેના પર કરીશ."

રાજન:- "તારી મરજી. અને સાંભળ આપણાં વચ્ચે જે વાત થાય છે તે કોઈને કહેતી નહીં."

સુહાની:- "આપણાં વચ્ચે ક્યારે વાત થઈ? હજી તો હું તને નામથી જ જાણું છું."

રાજન:- "મારો મતલબ કે આપણી વચ્ચે જે કંઈ પણ જરૂરી કે બિનજરૂરી વાત થાય તે કોઈને પણ કહેતી નહીં. સમજી?"

સુહાની:- "કહી પણ દીધું તો શું વાંધો છે?"

રાજન:- "તને એકવાર કહ્યું સમજમાં નથી આવતું?"

સુહાની:- "રાજન તું મારી સાથે કેવી રીતે વાત કરે છે?"

રાજન:- "તારી સાથે તો આમ જ વાત કરતો આવ્યો છું."

સુહાની:- "રાજન શું કહ્યું તે? મતલબ શું છે તારી વાતનો?"

રાજન મનોમન કહે છે કે "સુહાની સામે મારાથી શું બોલાઈ ગયું?"

રાજન:- "કંઈ નહીં."

ધીરે ધીરે ક્લાસમાં બધાં આવવાં લાગે છે.

ક્રમશઃ