There is something! Part 10 in Gujarati Thriller by Chaudhari sandhya books and stories PDF | કંઈક તો છે! ભાગ ૧૦

કંઈક તો છે! ભાગ ૧૦



સુહાની વિચાર કરતાં કરતાં ઘર તરફ ગઈ. સુહાની ઘરે પહોંચી ત્યારે સુહાનીના દિલને રાહત તો થઈ. પણ અંદરથી સુહાની થોડી થોડી ડરેલી જ હતી. સુહાની સ્વગત જ બોલે છે "સુહાની ડરવાની કોઈ જરૂર નથી. તું એ સૂમસામ રસ્તા વિશે શું કરવા વિચારે છે? તું કંઈક સારું વિચાર. જેમ કે રોનક વિશે વિચાર. કેટલું સરસ બોલે છે. અને આજે તો રોનક સાથે ખૂબ મજા આવી." એટલામાં જ એક સુંદર પક્ષી આવે છે. સુહાની બારી પાસે ગઈ અને એ પક્ષીને જોવા લાગી. લગભગ બાજ જેવું પક્ષી હતું. સુહાનીને એક પ્રકારની ખુશી થઈ. સુહાની સ્વગત જ બોલે છે "જોયું રોનક વિશે વિચાર કર્યો ને બધો ડર જતો રહ્યો."

એ બાજ પક્ષી થોડી ક્ષણો સુહાનીને જોતું રહ્યું. પછી એ બાજ ઉડી ગયું. પછી સુહાની પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. સુહાની સાંજે ઘરની બહાર બેઠી હતી. પૂનમની સુંદર રાત હતી. આકાશના લલાટે જાણે બિંદી શોભે એમ ચંદ્ર શોભી રહ્યો હતો.
આકાશમાં સિતારાઓ ચમકી રહ્યા હતા. સુહાનીને આવા સુંદર વાતાવરણમાં થોડે સુધી લટાર મારવાનું મન થયું. સુહાની ચાલતાં ચાલતાં જાય છે. પછી સુહાનીને ખ્યાલ આવ્યો કે આ દિશામાં તો પેલો સૂમસામ રસ્તો અને કબ્રસ્તાન છે. સુહાનીએ દૂરથી પેલા સૂમસામ રસ્તા પર નજર કરી તો એક સફેદ સાડી પહેરેલી યુવતી મીણબત્તી લઈને જતી હતી. સુહાની એ યુવતીનો ચહેરો જોવા માટે મથતી હતી પણ એણે લાંબા વાળ આગળ રાખ્યા હતા.

એ યુવતી ગીત ગાઈ રહી હતી.

गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

किसको समजे हम अपना
कल का नाम हैं एक सपना
किसको समजे हम अपना
कल का नाम हैं एक सपना
आज अगर तुम जिन्दा हो तोह
कल के लिए के लिए माला जपना
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

पल दो पल की मस्ती हैं
बस दो दिन की बस्ती हैं
पल दो पल की मस्ती हैं
बस दो दिन की बस्ती हैं
चैन यहाँ पर महंगा
हैं और मौत यहाँ
मौत यहाँ पर सस्ती हैं
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

कौन बला तूफ़ानी हैं
मौत को खुद हैरानी हैं
कौन बला तूफ़ानी हैं
मौत को खुद हैरानी हैं
आये सदा विरानो से जो पैदा हुवा
पैदा हुवा वह पनि हैं
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई.

સુહાનીને થોડો ડર લાગ્યો એટલે એ પોતાના ઘર તરફ વળી ગઈ. સુહાની ઘરે પહોંચે છે. જેવી ઘરે પહોંચે છે કે તરત જ એક ગ્લાસ ભરીને પાણી ગટગટાવી ગઈ.

બીજા દિવસે સુહાની કૉલેજ પહોંચે છે. દેવિકાને ગઈ કાલની ઘટના વિશે કહે છે. થોડીવાર પછી સુહાની પોતાના ક્લાસમાં જાય છે. રાજન અને સુહાનીની નજર મળે છે. સુહાની પોતાની જગ્યા પર આવીને બેસે છે. થોડી ક્ષણો થઈ ગઈ પણ રાજન કંઈ બોલ્યો નહીં. સુહાનીને એમ કે રાજન કંઈક બોલશે પણ આજે રાજન ચૂપ હતો. સુહાની રાજનની પીઠને તાકી રહી. સુહાની મનોમન જ કહે છે "આજે શું થયું છે રાજનને. એમ ત્યારે હંમેશા બકબક કરતો હોય છે અને આજે કેમ ચૂપચાપ છે." એટલામાં જ રાજન પહેલી બેન્ચ પરથી ઉભો થઈ છેલ્લી બેન્ચ પર આવે છે અને સુહાનીની બાજુમાં જઈ બેસે છે.

રાજનના તનમાંથી સરસ સુગંધ આવતી હતી. સુહાની તો થોડી ક્ષણો એ ખૂશ્બુને પોતાના શ્વાસમાં ભરતી રહી.

રાજન:- "હું ચૂપચાપ રહું એ નથી ગમતું."

સુહાની મનોમન વિચારે છે કે રાજનને કઈ રીતે ખ્યાલ આવ્યો.

સુહાની:- "નહીં એવું કંઈ નથી. તું ચૂપચાપ રહે એ જ સારું છે."

રાજન:- "તે દિવસે આપણી વાત અધૂરી રહી ગઈ હતી. તે કહ્યું નહીં કે ચૈતાલીએ તને શું કહ્યું હતું?"

સુહાની:- "તું જઈને ચૈતાલીને જ પૂછ ને! મને શું કામ પૂછે છે?"

રાજન:- "એ મને નહીં કહે."

સુહાની:- "કેમ નહીં કહે? તમે તો બંન્ને એકબીજાને પ્રેમ કરો છો ને?"

રાજન:- "આ વાત તને ચૈતાલીએ કહી?"

સુહાની:- "હા તો?"

રાજન:- "અને તે એની વાત પર વિશ્વાસ કરી લીધો."

સુહાની:- "હા કારણ કે તે દિવસે તમે ક્લાસમાં એકબીજા જોડે...

થોડી ક્ષણો બંન્ને ચૂપ રહે છે. એટલામાં જ વરસાદ આવે છે. ક્લાસમાં પ્રવેશ કરવાના બે દરવાજા હતા. એક આગળ અને એક પાછળ. સુહાની બહારના વાતાવરણને જોઈ રહી. બહાર મસ્ત મસ્ત વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. સુહાનીએ અડધાં વાળ ખુલ્લાં રાખ્યા હતા એટલે ઠંડા ઠંડા પવનને લીધે સુહાનીના વાળ વારંવાર ચહેરા પર આવી જતાં. સુહાનીના વાળ રાજનના ચહેરાને સ્પર્શ કરતાં હતા. રાજન મનોમન જ કહે છે.

શું કામ સુગંધ શોધું હું ફૂલોમાં
મહેક કાંઈ ઓછી નથી તારી ઝુલ્ફોમાં...

રાજન સુહાનીના વાળને કાન પાછળ ગોઠવી દે છે. અચાનક આંગળીઓના ટેરવાઓનો સ્પર્શ થવાથી સુહાની રાજન સામે જોય છે. સુહાની બસ ચૂપચાપ રાજનને જોઈ રહી. બંન્ને એકબીજામાં ખોવાયેલા હોય છે એટલામાં જ પાછળના દરવાજેથી મયુરી આવે છે.

રાજન:- "મયુરી હું તારી જ રાહ જોતો હતો."

એટલામાં જ ચૈતાલી અને રોનક છેલ્લી બેન્ચ ઉપર જાય છે. થોડી વાર ગપ્પાં મારી પોતપોતાની જગ્યાએ બેસવા જાય છે. ચૈતાલી એક ગીત ગણગણતી જાય છે. સુહાની તો આ ગીત સાંભળી થોડી ડરી જાય છે.

गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई बदनाम हैं कोई
किसको खबर कौन हैं
वह अनजान हैं कोई
गुमनाम हैं कोई

સુહાની ચૈતાલીની પીઠને જોઈ જ રહે છે. સુહાની વિચારે છે કે આ ગીત તો કોઈપણ ગાઈ શકે. પણ આ જ સ્વર અને આ જ રાગ. મતલબ કે ગઈકાલે ચૈતાલી હતી. તો આ એનો જ અવાજ હતો.

સુહાની વારંવાર ચૈતાલી તરફ નજર કરતી. સુહાનીને વિચાર આવ્યો કે "ચૈતાલી તો રહસ્યમયી લાગે છે. ચૈતાલી પર નજર રાખવી પડશે."

બીજા દિવસે સવારે સુહાનીએ દેવિકાને ચૈતાલી વિશે કહ્યું.

દેવિકા:- "હું હવે ચૈતાલી પર વધારે ધ્યાન આપીશ."

સુહાની:- "હું પણ ચૈતાલી પર વધારે ધ્યાન આપીશ."

છેલ્લી બેન્ચ પર બેઠેલી સુહાની દરરોજ ચૈતાલી પર નજર રાખવા લાગી હતી અને દેવિકા તો ચૈતાલીના વર્તનનું બારીકાઈથી નિરીક્ષણ કરતી.

એક દિવસ મયુરી અને સુહાની બેન્ચ પર બેઠાં બેઠાં વાતો કરી રહ્યા હતા. વાતવાતમાં રાજનની વાત નીકળી.

મયુરી:- "રાજન કેટલો દેખાવડો છે. રાજન બધાંથી અલગ છે. ખબર નહીં એનામાં એવું તે શું છે કે હું એના તરફ ખેંચાણ અનુભવું છું."

સુહાની:- "રાજનમાં તો એવી કોઈ ખાસ વાત નથી."

મયુરી:- "મને તો રાજન ખાસ લાગે છે. અને મને એવો અહેસાસ થયો કે હું રાજન માટે ખૂબ જ ખાસ છું."

સુહાની:- "તને શાના આધારે એવું લાગ્યું?"

મયુરી:- "રાજને એક વાર મને ખાનગીમાં કહ્યું હતું કે આપણી વચ્ચે જે કંઈપણ જરૂરી કે બિનજરૂરી વાત થાય તે કોઈને કહેવાની નહીં."

સુહાની મનોમન જ કહે છે "ઑહ તો રાજન બધી યુવતીને આ જ કહેતો ફરે છે. પણ રાજને એવું કહેવાની શું જરૂર છે?"

સાંજે સુહાની બારીની પાસે બેઠાં બેઠાં સાંજનું સૌદર્ય જોઈ રહી હતી. સુહાનીના વાળની લટો પવનને લીધે વારંવાર ચહેરા પર આવે છે. સુહાની આંગળીઓથી પોતાની વાળની લટોને કાન પાછળ ગોઠવી દે છે. આજે રાજને વાળની લટોને કાનની પાછળ‌ ગોઠવી હતી તે સુહાનીને યાદ આવે છે. સુહાનીને રાજનની આ હરકત યાદ આવતાં સુહાનીના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે. સુહાની થોડી સ્વસ્થ થાય છે પછી વિચારે આવે છે કે "શું થઈ ગયું છે સુહાની તને? રાજન તો કદાચ બધી જ યુવતીઓ સાથે આ પ્રકારનું વર્તન કરતો હશે. રાજન મયુરીને કહે છે તે બધી જ યુવતીઓને આ જ કહેતો હશે. પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવા કે બધી યુવતીઓને પ્રભાવિત કરવા કહેતો હશે. અને પછી મિત્રો વચ્ચે જઈ મોટી મોટી વાત કરતો હશે કે મારાથી તો કૉલેજની દરેક યુવતીઓ પ્રભાવિત થઈ જાય છે. બધા જ યુવકો રાજન જેવાં જ હોય છે. પણ આ રાજન આવું કેવું વિચારે છે!" સુહાની રાજન વિશે વિચારતી હોય છે કે પેલું બાજ પક્ષી આવે છે. સુહાનીને એક પ્રકારની ખુશી થઈ. સુહાનીને કંઈક લખવાનું મન થયું એટલે સુહાની ડાયરી ટેબલ પર લેવા જાય છે કે અચાનક સુહાનીની નજર અરીસા પર પડી. સુહાની ભીતરથી ખળભળી ગઈ. બારી પાસે રાજન બેઠો હતો. સુહાનીએ ફરીને બારી પાસે નજર કરી તો એ પક્ષી બારી પાસે જ બેઠું હતું. સુહાનીએ ફરી અરીસામાં જોયું તો બાજ જ હતો. સુહાની વિચારે છે કે "આ મારો વ્હેમ હતો. હું અત્યાર સુધી રાજન વિશે વિચારતી હતી ને એટલે જ મને અરીસામાં રાજન દેખાયો."

ક્રમશઃ

Rate & Review

Jigna patel

Jigna patel 3 years ago

Kapu 72

Kapu 72 3 years ago

Sondagar Kavita

Sondagar Kavita 3 years ago

Mamta Soni Pasawala
Nimika

Nimika 3 years ago