Baani-Ek Shooter - 42 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 42

બાની- એક શૂટર

ભાગ : ૪૨



જાસ્મિનનાં ખૂનના રહસ્યની ગાંઠ એક પછી એક ખૂલતી જતી હોય તેમ બાની મહેસૂસ કરવા લાગી. એ સ્વગત જ મનમાં કહેવા લાગી, " બાની તું સહી જગહ પર આયી હૈ. આ મીની નામની ઓરત જ બધુ રહસ્ય છતું કરશે."

"જ્યૂસ લો મિસ પાહી." વિચારમગ્ન મિસ પાહીનું ધ્યાન ભગ્ન કરતાં અમને કહ્યું.

"સ્યોર...!!" મિસ પાહીએ શંકાથી કાચના ગ્લાસ પર ફક્ત હોઠ અડાળતા કહ્યું. પરંતુ મીની નામની ઓરત હજુ ત્યાંથી ગઈ ન હતી. એ એકધારે ત્યાં જ ઉભી ટગરટગર મિસ પાહીને નિહાળતી રહી હતી.

"અમન....!! આપણે નીચે કેમ બેસ્યા છે? મળવા જઈએ મોમ ડેડને?" ફિક્કું હસતાં જ જ્યુસનો ગ્લાસ અડકીને ટેબલ પર રાખતા કહ્યું.

"ઉપરના રૂમમાં ગેસ્ટ આવ્યા છે. એટલે....!!" વચ્ચે જ ટાપસી પૂરતા મીનીથી બોલાઈ પડ્યું.

"હા...!! મિસ પાહી...!! મને જાણ છે તારો સમય બહુ કિંમતી છે." અમને કહ્યું. ત્યાં જ ઉપરથી દાદરા ઉતરતો એક નવજુવાન પર બાનીની નજર થીજી જાય એ હદથી પડી. એ સ્વગત જ મનમાં બડબડી, " તું શું અહીંયા કરી રહ્યો છે."

એ નવજુવાન નીચે આવીને અમનને જોઈને ઊભો થઈ ગયો.

"અરે...!! મિસ્ટર એહાન...!! આવો આવો...!!" અમને એહાનને ભેટી પડતાં કહ્યું.

"મળો તમારી થનાર ભાભીને....!!" અમને મિસ પાહી તરફ હાથ દેખાડતાં પરિચય આપતાં કહ્યું.

એહાન અને બાનીની નજર એક થઈ. બંનેનો હાવભાવ તટસ્થ હતો જાણે એકમેકને જાણતા જ ન હોય તેમ બંનેની સ્માઈલ આપ લે થઈ.

"એહાન...!! મિસ પાહીને તો ઓળખતા જ હશો ને...!! 'બાની-એક શૂટર' ફિલ્મની મશહૂર અભિનેત્રી....!!" ઓળખાણ આપતાં અમને ખુશમિજાજમાં કહ્યું.

"હા...!!" એહાને ટૂંકો જવાબ આપ્યો.

"મિસ પાહી...!! આ મારો નાનો ભાઈ થાય." ઉત્સુકતાથી અમને મિસ પાહીને કહ્યું. મિસ પાહીએ એહાન સામે 'નમસ્તે' કહીને હાથ જોડ્યા. બંનેએ હાથ મેળવવાનું ટાળ્યું.

"ઓકે હું નીકળું" રજા લેતા એહાને અમન થતા એક નજર મિસ પાહી પર નાંખતા કહ્યું. એહાન સડસડાટ નીકળી ગયો.

"મિસ પાહી ચાલો જઈએ આપણે ઉપર મોમ ડેડને મળવા." અમને સસ્મિત ચહેરે કહ્યું. મિસ પાહી પોતાના સ્થાનેથી ઉઠી, ત્યાં જ મીનીએ ફરી ટાપસી પૂરી, " ગેસ્ટ આ જ હતાં." મીની એહાનનનાં સંદર્ભમાં કહી રહી હતી.

"અરે મીની તું હજુ અહીંયા જ છે." અમને કહ્યું. પછી ધીમેથી મિસ પાહીને કહ્યું, " ડોસી થઈ ગઈ છે. એટલે વધુ સાંભળવાની શક્તિ પણ ઓછી થતી જાય છે. પણ છે અમારી જૂની નોકરાણી." એટલું કહીને અમન થોડો હસ્યો.

અમન મિસ પાહીને લઈને એમના ડેડના કમરામાં પહોંચ્યો.

"ડેડ....!!" અમને બેડ પર સૂતેલા પોતાના ડેડના બાજુમાં બેસીને કહ્યું. "આ જુઓ તમારી થનાર નવી વહુ....!!"

સંતોષ સાહેબે થોડી આંખ ઊંઘાડીને જોઈ, " હુંમમ..."

સંતોષ સાહેબથી વધારે બોલાતું ન હતું. તેઓ પથારીવશ હતાં.

મિસ પાહીએ હાથ જોડીને સસ્મિત ચહેરે અમનના ડેડને નમસ્તે કર્યું.

"પાહી આ મારા મોમ....!!" કમરાના દરવાજાની અંદર પ્રવેશ કરતી એક જાજરમાન મહિલા તરફ હાથ બતાવતા કહ્યું.

પાહી એ જાજરમાન ઓરતને આશ્ચર્યચકિત થઈને જોતી જ રહી ગઈ. એટલે નહીં કે એ જાજરમાન ઓરત આંજી નાંખે એટલી ખૂબસૂરત હતી...!! પણ બાની કશુંક તો મેળ કરવા માંગતી હોય તેમ એનું મન તાળો મેળવવા મંથી રહ્યું હતું પણ એને પકડાતું ન હતું.

"હેલો, મિસ પાહી...!! મારા દીકરા અમને તમારા વિશેની ઘણી તારીફો કરી છે. પણ તમે તો તારીફ કરતા પણ વધુ આકર્ષક છો." નજદીક આવીને પાહીના ગાલ પર હળવું વ્હાલ કરતાં એ જાજરમાન સ્ત્રીએ કહ્યું.

"મોમ...!! તમને પસંદ તો આવીને...??" અમને થોડું શરમાતા પૂછ્યું.

"આટલી સુંદર વહુ કોને પસંદ ના આવે??" કહીને અમનની મોમ થોડા હસી પડ્યા પછી પૂછ્યું, " ક્યારે કરો છો મેરેજ?"

"બસ મોમ આપના આશીર્વાદ મળી રહે એટલી જ વાર." અમને અર્થસભર કહ્યું. અને એનો અર્થ અમનની મોમ સમજી ગયા હોય તેમ કડવું હસતા કહ્યું, "બેટા...!! અમારા બંનેના આશીર્વાદ તો તારા પર સદાય છે જ."

આ બધું જ જોઈ રહેલા સંતોષ સાહેબની આંખમાં અપરંપાર વેદના હતી. એ દુઃખી હતાં...એની આંખોમાં વસવસો સાફ દેખાઈ રહ્યો હતો. એ વધારે બોલી શકતા ન હતાં. પરંતુ એ વિચારતાં તો ખરા જ...!! એમનું મન એ વિચારથી રડી ઉઠ્યું, "કદાચ આ ઓરત સાથે પરણ્યો ન હોત તો....અમન...અમન મારો દીકરો એટલો બગડેલો તો ન જ નીકળતો...!!"

"અમન...!!" પાહીએ ઈશારાથી કહ્યું.

"હા." અમને પાહીના ઈશારાને સમજી લેતાં કહ્યું, " મોમ ડેડ મિસ પાહીને એક મીટિંગ પણ અટેઈન કરવી છે એટલે અત્યારે નીકળવું પડશે." મોમ ડેડની રજા લેતાં અમને કહ્યું.

એક વાર ફરી નમસ્તે કરતા મિસ પાહીએ અમનના મોમ ડેડની રજા લીધી.

જતી મિસ પાહીનાં વાળને લાડ કરતાં અમનની મોમે પ્રેમથી કહ્યું, " તારો ખ્યાલ રાખજે."

પાહીએ નાનકડી સ્માઈલ આપી.

અમન અને મિસ પાહી દાદરા ઉતરી નીચે ઉતર્યા ત્યાં સુધી એ મીની નામની ઓરત બેઠકખંડમાં કામ કરતી દેખાઈ રહી હતી.

"અમન બાબુ અમન બાબુ...!!" મિસ પાહી અને અમનને ટોકતા મીની પાછળ દોડતી પહોંચી ગઈ.

"શું છે?" અમન ખીજવાયો.

"ઓટોગ્રાફ...!!" અમનની સામે દયા ઉપજાવે એવા સ્વરમાં મીનીએ હાથમાં એક નાનકડી ડાયરી સાથે પેન પકડતાં કહ્યું.

"બાવરી થઈ ગઈ છે....!!" અમને હસતા કહ્યું. "લાવ." અમને મીનીના હાથમાંની ડાયરી પેન લેવા હાથ લંબાવતા કહ્યું.

" નહીં...હું પોતે જ આપીશ." નાનકડી ડાયરીનું ફર્સ્ટ પેજ ખોલીને મિસ પાહીને જ દેખાઈ એવી રીતે બંને હાથેથી સામે ધરતાં કહ્યું.

અમન, અભિનેત્રી મિસ પાહી માટે ગાંડી થતી મીનીને જોઈને થોડો હસ્યો.

ઓટોગ્રાફ કરવા માટે બાનીએ ડાયરી થોડી ઊંચે લીધી. એના આશ્ચર્ય વચ્ચે જ નીચે નાના અક્ષરમાં લખ્યું હતું, " દૂર રહેજો...બરબાદ થઈ જશો."

બાનીએ વાંચ્યું ન વાંચ્યું તેમ જ ચહેરા પર પણ એવા કોઈ ભાવ દેખાડ્યા નહીં જેથી કરીને એને વાંચીને કશો ઝટકો લાગ્યો હોય. એને સહેજતાથી ફટાફટ ઓટોગ્રાફ કરીને ડાયરી મીની સામે ધરતાં અમનને સંબોધતા કહ્યું, " અમન....!! તમારી સ્ટાફ મારી જબરી ફેન લાગે છે. એમની સાથે મને જરૂર થોડો ટાઈમ સ્પેન્ડ કરવો પડશે." કહીને ડાયરી સોંપતા મીની સામે સસ્મિત ચહેરે સાહજિક ભાવે આંખ મેળવી.

મીની પણ શાનમાં સમજી ગઈ હોય તેમ ઓટોગ્રાફ માટે 'થેંક યુ' કહ્યું.

"હા મિસ પાહી... કેમ નહીં..!! તારા ચાહકોને તો ખૂશ કરવું જ પડે." અમને, મિસ પાહીને હસીને વળતો જવાબ આપ્યો.

અમન મિસ પાહીને કારમાં છોડવા માટે ગયો.

****

બાની પોતાના બંગલે પહોંચી ગઈ હતી. એના ચહેરા પર અકળામણ આવી રહી હતી તેવું એ મહેસૂસ કરવા લાગી. એને અરીસામાં પોતાનો ચહેરો જોયો...!!

અડધો કલાક બાદ એના તંગ થઈ ગયેલા ચહેરાએ એને આરામ આપ્યો. એ પોતાના બેડરૂમમાં આરામ ફરમાવા લાગી. એટલામાં જ ટીપીનો ફોન આવ્યો.

"હા...હું થોડો આરામ કરું છું. મળીયે આપણે." ટિપેન્દ્રને ફોન પર જણાવી બાની થોડી ઊંઘ ખેંચવા માંગતી હતી પણ જ્યારથી એને ડિરેક્ટર સંતોષ સાહેબનો બંગલો છોડ્યો એના મસ્તિષ્ક પર મીની ઘુમરાવા લાગી અને બીજો પ્રશ્ન એહાન ત્યાં કેમ ઉપસ્થિત હતો....!!

પરંતુ એના તંગ થયેલા ચહેરાથી એ ઊંઘમાં સરી પડી.

****

"ટિપેન્દ્ર....!! ગજબની વાત તો એ હતી કે જેવું જાસ્મિનને મળીને મીની નામની ઓરતે કહ્યું હતું એવું જ મને ઓટોગ્રાફ ના બહાને નાની ડાયરીમાં લખીને આપ્યું હતું કે દૂર રહેજો બરબાદ થઈ જશે...!!" બાનીએ કથિત ઘટના સંભળાવતા કહ્યું.

ટિપેન્દ્ર બાનીની બધી જ વાત ધ્યાનથી સાંભળતો હતો.

ટિપેન્દ્ર અને બાની જ્યારે પણ અગત્યની વાત રહેતી ત્યારે મળતાં. બાની ટિપેન્દ્રનું મળવાનું સ્થળ પણ એકાંત રહેતું. તેઓ અલગ અલગ સ્થાને મળતા. જ્યાં એના વફાદાર કામ કરતાં માણસો પણ ઉપસ્થિત રહેતાં જ. આ બધા જ સ્થળ શહેરથી દૂર એકાંતમાં રહેતાં. જેથી કોઈ પણ આસાનીથી એમના સુધી પહોંચી શકતું ન હતું.

આજે જ્યાં મુલાકાત ગોઠવી હતી એ શહેરથી દૂર આવેલું એક નાનકડા ગામમાં જ્યાં વસતી નહીંવત હતી ત્યાં એક નાનકડા ઘરમાં મુલાકાત ગોઠવી હતી. બાની સાથે ખડેપગે રહેતો કેદાર હંમેશા બાનીના આગળપાછળ રહેતો જ. ક્યારેક તે મિટિંગમાં પણ જોડાતો.

"તો મીની સામેથી જ મળવા માંગશે?" બાનીએ પ્રશ્ન પૂછ્યો.

"તારી મુલાકાત એ બંગલામાં વધારી દે. ઝડપથી રહસ્ય છતું થશે બાની." ટિપેન્દ્રએ કહ્યું.

"હંમ. એવું જ થશે." બાનીએ વિચારમાં જ કહ્યું.

થોડીવાર બંને શાંત રહ્યાં.

"બાની....!! તું એકલી હોય ત્યારે પોતાનું રક્ષણ કરી શકાય એના માટે તો શૂટની પ્રેક્ટિસ કર. હું તારા હાથમાં પિસ્તોલ થમાવા માંગુ છું. તારું પોતાનું તો રક્ષણ કરી શકશે." ટિપેન્દ્રએ ચિંતીત સ્વરે કહ્યું. કેમ કે જ્યારથી જાસ્મિનનાં ખૂનનો બદલો લેવાની સાજીશ રચાઈ હતી ત્યારથી ટિપેન્દ્ર આ વાતને લઈને ગંભીરતાથી પાછળ પડ્યો હતો અને હજુ પણ એ જ વાત ધોહરાવ્યા કરતો પણ બાની વાત માનવા તૈયાર ન હતી.

"બાની-એક શૂટરને વળી પ્રેક્ટિસની શેની જરૂરત...!!" બાનીનું નાક ફુલાયું.

"બાની આ ફિલ્મનો ડાયલોગ નથી. હકીકતમાં જ્યારે સામનો કરવાનો વારો આવશે ત્યારે શું થશે." ટીપીએ કહ્યું. બાની શાંત ચિત્તે કશુંક વિચારમાં પડી. પછી અચાનક બૂમ મારી, " એ કેદાર....!!"

કેદાર થોડેક દૂર જ હતો. બૂમ સાંભળી એ તરત જ ઉભો થઈ ગયો, " જી દીદી..??"

"કેદાર...!! શંભૂકાકાની તબિયત નરમગરમ રહે છે ને. એ સાલો ઉપર જતો ના રહે એના પહેલા મેં અને શંભૂકાકાએ દાટેલી પિસ્તોલને ગોતીને હાથમાં લેવી છે. એને ચૂંમવી છે." જાણે હાથમાં જ એ પિસ્તોલ હોય તેવી રીતે વિચાર કરતાં બાનીએ કહ્યું. પછી તરત જ કેદાર સામે જોતા પૂછ્યું, " શક્ય છે?"

"મારા બાપાને એ સ્થળે લઈ જવું પડશે." કેદારે કહ્યું.

"શંભૂકાકા એકલા થોડી જશે. મારી સાથે જ તો એ અસલી પિસ્તોલને છુપાવી હતી. તો અમે બંને જ હવે ગોતવાનું કામ કરીશું ને...!!" બાનીએ એ સ્થળને ધ્યાનમાં રાખીને તેમ જ કેટલા વર્ષો પહેલાની ઘટના યાદ કરતાં કહ્યું.

"બાની એ પિસ્તોલ મળશે ગોતવા બાદ મળશે જ ખરી? અને મળી તો પણ એ સારી અવસ્થામાં જ મળશે ખરી?" ટીપીએ પોતાના પ્રશ્નો મુક્યા.

"પિસ્તોલની સારી અવસ્થા હશે કે નહીં એ તો મળવા બાદ જ ખબર પડશે ને." બાનીએ કહ્યું.

"પરંતુ બાની તારું જવું એટલે....!! આખી સાજીસનો સત્યાનાશ વળી જશે બાની. તારું પોલીસના હાથમાં પકડાઈ જવું નક્કી બાની...!!" ટિપેન્દ્રએ સાવધ કરતા કહ્યું.

"મને પિછાણી શકશે તો ને!!" બાનીએ કહ્યું.

"બાની આપણાને શંકા ઉપજાવે એવું કામ કરવું જ શું કામ?" ટિપેન્દ્રને આજે પહેલી વાર ચિંતા થવા લાગી.

"ટીપી કેદાર હશે જ ને."બાનીએ સહેજ કહ્યું.

"બાની મેં પિસ્તોલનો પણ બંદોબસ્ત કરી જ રાખ્યો છે." જીદે ઉતરેલી બાનીને સમજાવતાં ટીપીએ કહ્યું.

"મને એ જ પિસ્તોલ જોય છે. જાસ્મિનનાં ખૂનનો બદલો તો હું એ જ પિસ્તોલથી લઈશ." બાનીએ દાંત ભીડીને કહ્યું.

"બાની....!!" ટીપીના હોઠ ફફડવા લાગ્યાં. " બાની...!! આપણી નાની અમસ્તી પણ ભૂલ આપણાં માટે ખતરનાક સાબિત થશે. પૂર્ણ થવાની પહેલા જ સાજીશનો અંત આવી જશે બાની...!!" ટિપેન્દ્ર ને પહેલી વાર બાનીને સમજાવતાં શ્રમ પડી રહ્યો હતો.

"હું જઈશ. એ પિસ્તોલને હું મેળવીને રહીશ." બાનીની જીદ માં આત્મવિશ્વાસ હતો.

પરંતુ ટીપી એ વિચારથી ધ્રુજી ઉઠ્યો કે શંભૂકાકા સાથે મળીને શંકાસ્પદ કામ કરતાં ઊડતી ખબર પોલીસ સુધી પહોંચશે તો...!! ઊંડાણમાં જઈને તપાસ કરતાં બાની સુધી પહોંચતા પોલીસને વાર લાગશે નહીં...!!


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)