Madhdariye - 24 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 24

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ અને ગૌરી એકબીજાના પ્રેમમાં પડે છે,પણ એકબીજાએ પ્રેમનો એકરાર કર્યો નહોતો..અલ્તાફ પોતાની નવી ગેંગ બનાવે છે જે સુલતાનના નિયમો તોડી એનાથી વેર બાંધે છ.. રોજ કોલેજ સુધી મુકવા જતા સૂરજે આજે ગૌરીને ન જોઈ,ત્યાં શકીલનો ફોન આવે છે..

સૂરજ પોતાના રહેઠાણ પર પહોંચે છે..શકીલે અલ્તાફના લોકોએ કરેલા હુમલાની વાત કરતા એ ગુસ્સે થયો હતો.. અલ્તાફના લોકો વધારે હતા.. સુરજના માણસો તૈયાર ન હતા લડવા માટે,હુમલો કરનારા લોકોએ ઉંઘતા ઝડપી લીધા હતા..હથિયાર વગર સુલતાનના લોકો કશું ન કરી શક્યા. સુલતાનના 10 વિશ્વાસુ લોકો એમા મર્યા,17 ઘાયલ થયા હતા..એ હવે એના સાથીદારોમાં શકીલ સિવાય બીજા 8 લોકો જ બચ્યા હતા.. એ બધા બહાર હતા એટલે બચી ગયા..

હુમલો કરનારા લોકો જેલમાં હતા..રાજકિય વગ વાપરી અલ્તાફે આ કાંડ કરાવ્યો હતો..ચારે તરફ રોકકળ અને આક્રંદ સંભળાતું હતું. સુલતાનના સારા કામનું ઈનામ એના માણસોને મળ્યું હતું..એ લોકો 303 રાઈફલ અને દેશી તમંચા સાથે આવ્યા હતા..મકવાણા સાહેબની ડ્યૂટી મંત્રીજીના કાર્યક્રમમાં લગાવી દીધી હતી.. અલ્તાફને સાથ આપનાર બાકીના સ્ટાફને પોલીસ સ્ટેશનમાં રાખીને અલ્તાફે પોતાના માણસો આ કામને અંજામ આપવા માટે બે કલાક માટે ગેરકાનૂની રીતે છોડાવી લીધા..આ ઘટનાને અંજામ આપ્યા બાદ એ લોકો પાછા પોલીસ સ્ટેશનમાં જેલમાં હાજર થઈ ગયા જેથી આ હત્યકાંડનો કોઈ આરોપ અલ્તાફ પર ન આવે.. ખૂદ અલ્તાફ મંત્રીજી સાથે કાર્યક્રમમાં હાજર હતો..

સુલતાન તરત મકવાણા સાહેબને ફોન કરે છે."અલ્તાફ અને અલ્તાફના માણસો ક્યાં છે?? આજે અલ્તાફે જે કર્યુ છે એ સુલતાન સહન નહીં કરે.. મારે હથિયાર ઉપાડયા વગર રાજ કરવું હતું પણ હવે સમય આવી ગયો છે. મારા હથિયાર કાટ ખાય એ પહેલાં અલ્તાફનો મોતનો પૈગામ આવશે.."

"સુલતાન તમારૂ એક ખોટું પગલું તમને સુલતાન પદ પરથી દુર કરી દેશે અને જેલ થશે એ ખ્યાલ છે ને?? આપણે પણ અલ્તાફની જેમ કરશું."

"ના હવે તો કદાચ મોત આવે તોય સુલતાન પાછી પાની નહીં કરે. સાચો સુલતાન પોતાના પદને નહીં,પોતાની પ્રજાને મહત્વ આપે..અલ્તાફની ઘડીઓ ગણાઈ રહી છે,સુલતાન તો બીજો પણ મળી જશે, પણ મારા આ મરી ગયેલા લોકો પાછા નહીં મળે."

સુલતાન પહેલા તો બધાની ખબર કાઢવા દવાખાને ગયો.બેડ પર અંતિમ ઘડીઓ ગણતી ગૌરીને જોઈને એ બેશુદ્ધ થઇ ગયો..ગૌરી!!!!!

ગૌરીને પહેલાં જ કિડનેપ કરીને એને ખૂબ મારવામાં આવી હતી,મરેલી સમજી એને ત્યાં જ છોડી દીધી અને પછી સુલતાનના મહેલમાં એમણે આતંક મચાવ્યો હતો..

ગૌરી ડચકા ખાતી હતી..એનો જીવનદીપ ક્યારે બુઝાઈ જાય એ નક્કી ન હતું..સુલતાનને જોઈને એણે પરાણે હાસ્ય કર્યું.. દર્દથી પીડાતી ગૌરીએ સુલતાનને પોતાની પાસે બોલાવ્યો..
"હું તમારો જીવનભર સાથ નથી નિભાવી શકી, માફ કરજો.. બની શકે તો તમારી સુહાગણ બનીને મરવાનું પસંદ કરત,પણ હવે શ્વાસ ખૂટ્યા છે.. આઈ,આઈ,..."ને આઈ લવ યુ કહે એ પહેલા એનો આત્મા નશ્વર દેહને છોડી ચૂક્યો હતો..

"ગૌરીઈઈઈ!!!!"નાના બાળક જેમ સુલતાન આક્રંદ કરી રડવા લાગ્યો..

મરતા પહેલા ગૌરીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું,એનું રેકોર્ડિંગ એવું હતું"સુલતાનગઢને આ આતંકમાંથી મુક્તિ અપાવો.. ક્યાં સુધી સુલતાનના પદ માટે ઝઘડા થશે?? જ્યારે લોકો શાંતિપૂર્ણ રીતે જીવતા હશે ત્યારે મારા આત્માને શાંતિ મળશે..હું બદલો નથી ઈચ્છતી,પણ શાંતિ સ્થપાય એ માટે જે કરવું હોય એ કરજો.."

ગૌરીની સાથે મરેલા તમામ સાથીઓને અગ્નિદાહ આપી સુલતાને સુલતાન પદને કાયમ માટે તિલાંજલિ આપી દીધી,પણ અલ્તાફ અને એની ગેંગનો સફાયો કરવો પણ જરૂરી હતો.. એણે પ્રતિજ્ઞા કરી "જ્યાં સુધી અલ્તાફની ગેંગને પુરી નહીં કરૂ ત્યાં સુધી હું ચેનથી નહીં બેસું. "

એણે અલ્તાફની ગેંગ વિશે માહિતી મેળવી લીધી..કાયમ 'ચાંદની'હોટેલમાં એ લોકો રહેતા હતા..સૂરજે ચાંદની હોટેલને ઘેરી લીધી..હોટેલમાં રહેલા સ્ટાફને બાનમાં લીધો અને સ્પષ્ટ રીતે જણાવ્યું કે"અલ્તાફની સાથે એના તમામ સાથીદારો મરશે.. જો તમારે જીવવું હોય તો ચૂપચાપ જાણે કશું બન્યું નથી એમ કામ કર્યા કરો.. જો અલ્તાફને જાણ કરવાની કોશિશ કરી છે તો જીવથી જશો.." એણે સ્ટાફના તમામ લોકો પાસેથી મોબાઇલ લઇ લીધા.. ટેલિફોનની લાઈન કટ કરી દીધી..હવે એણે પોતાના સાથીદારોને દરેક રૂમમાં છુપાવી દીધા હતા.જેવો દરવાજો ખૂલે કે તરત ગોળીએ દેવાની વાત સૂરજે કરી દીધી..

મોડી રાત્રે અલ્તાફ અને એના સાગરિતો આવ્યા.. સૂરજ કશું કર્યું નહીં,બસ એણે બધાને જવા દીધા..એક અલ્તાફ અને એનો ખાસ યતિન એ બંને મેનેજરને ગાળો દેવા રોકાયા.."કેમ લ્યા કોઈ ફોન નથી ઉપાડતા??આ તારો બાપ ક્યારનો ફોન કરતો હતો? બહુ ચરબી ચડી ગઈ છે??ચપટીમાં હોટેલ બંધ થઈ જાય એ ખબર છે ને??"હજુ એ વાત કરતો હતો ત્યાં બંદુકના ઘડાકા સંભળાયા ધાંય,ધાંય,ધાંય,સૂરજના સાથીદારો યમરાજ બનીને અલ્તાફના માણસોને મારી રહ્યા હતા..ત્રણ ચાર સાથીદારો સિવાય બધાને કાળ ભરખી ગયો..જ્યાં જુઓ ત્યાં લોહીના નિશાન હતા.. વેદનાથી કણસતાં એના લોકો બચાવ માટે કરગરતાં હતા..

અલ્તાફને સમજતા વાર ન લાગી કે સૂરજ હોટેલમાં જ છે,એણે હોટેલના ઉપરના માળે તપાસ કરવાને બદલે પાર્કિંગમાં પડેલી કાર ભણી દોટ મૂકી..સાચો સુલતાન પોતાના માણસો પર આફત આવે તો ભાગે નહીં,પણ એમને બચાવવા દોડે,પણ અલ્તાફને ફક્ત સુલતાનની ગાદીમાં રસ હતો.. એ ભાગતો હતો ત્યાં સૂરજે દોડીને એના પગનું નિશાન લઈ ગોળી છોડી.અલ્તાફ પછડાયો,ગોળી એના સાથળની આરપાર ઊતરી ગઈ હતી..દોડીને એણે યતિનને પણ પકડી પાડ્યો..સૂરજના સાથીદારોએ તરત અલ્તાફને ઘેરી લીધો,એની પાસે રહેલા હથિયાર પડાવી લીધા..સૂરજ યતિનને પકડીને ધોબી પછાટ આપે છે.. એના કમરના મણકાં તુટી જાય છે.. એને પણ ગોળી મારી મોતની નિંદરમાં સુવડાવી દીધો..હવે અલ્તાફનો વારો હતો..

અલ્તાફ ગોળી વાગવાના દર્દથી કણસતો હતો.. પોતાના કાળને સામે ઊભેલો જોઈને એનું પેન્ટ ભીનું થઈ ગયું,ભયથી એનો ચહેરો પીળો પડી ગયો.."સુલતાન,મારી,મારી ભૂલ થઈ ગઈ..મને છોડી દો.. હું,,,હું ક્યારેય સુલતાન ગઢ નહીં આવું.હું અહીંથી દૂર જતો રહીશ..મને ન મારતા.."

એને છોડે તો એ સૂરજ નહીં,પણ એને તો મોત એમ જલ્દી આવે એમ ન હતું..સૂરજે કહ્યું"મરેલાને મારે એ સૂરજ નહીં,પણ તને જીવતો ન છોડાય..સાપને ગમે તેટલું દૂધ પીવડાવો તોય એ ફૂંફાડો મારે જ.. યાદ કર એ નિર્દોષ 10 લોકો જેણે તારો કોઈ ગુનો નહોતો કર્યો છત પણ તે મારી નાખ્યા.યાદ કર એ 17 લોકો જે મરવાના વાંકે હોસ્પિટલના ખાટલે પડ્યા છે, અરે યાદ કર મારી ગૌરીને જે બિલકુલ બેકસૂર હોવા છતા તને એના પર જરાય દયા ન આવી.. તારે મોત નિશ્ચિત છે,પણ તને હું નહીં મારૂ,તને મારશે મારા માણસો,,સાથીઓ આખી રાત પડી છે.. આખી રાત આને તડપાવજો,પણ મોત સવારે છેક આવે એમ મારજો.."સૂરજ ચાલ્યો ગયો..

અલ્તાફને ભૂંડા મોતે માર્યો..સૂરજ પોલીસ સ્ટેશનમાં ગયો.. એણે મકવાણા સાહેબ અને બીજા સારા પોલીસ જવાનોને દવાખાને પેલા 17 લોકોની પૂછપરછ માટે મોકલી દીધા..હવે એ બિન્દાસ ગયો..સૂરજને જોઈને એકેય પોલીસની એને રોકવાની હિંમત ન ચાલી.. આજે એમની નોકરી જશે એનો અણસાર એમને આવી જ ગયો,પણ જો કોઈ સૂરજને રોકશે તો એનું આયખું પૂરૂ જ થઈ જશે એનો વિશ્વાસ તો સૂરજની આંખો જોઈને જ આવી ગયો હતો..

જેલમાં રહેલા અલ્તાફના તમામ માણસોને ગોળીએ દઈ મોતને ઘાટ ઉતારી એણે રાહતનો દમ લીધો..એણે તરત મકવાણા સાહેબને ફોન કરીને બોલાવી લીધા..એણે તમામ ખૂનના આરોપ પોતાને માથે લઈ લીધા..

પરિમલના પિતા એ વખતે ક્રોસ ચેકિંગ માટે આવ્યા હતા..સૂરજની સચ્ચાઇ જાણ્યા બાદ એમણે તમામ પૂરાવા એકઠા કર્યા.. અદાલતમાં સુલતાન ગઢના લોકોની જુબાની, ગૌરીનું રેકોર્ડિંગ,હત્યાનું કારણ આ બધી બાબતો જાણ્યા બાદ અદાલતે મકવાણા સાહેબ સિવાયના પોલીસ કર્મચારીઓને આકરી સજા કરી.. સૂરજ ભલે સારો હતો પણ એણે ગુનો કર્યો હતો,27 લોકોના મોતનો આરોપ હતો, ગમે તેમ તોય હત્યારો હતો પણ એના કારણોને લક્ષમાં રાખીને એ
15 વર્ષની સાદી જેલની સજા ફટકારવામાં આવી..

સુલતાન ગઢમાં ખરાબ માણસોનું અસ્તિત્વ ન રહ્યું..ગૌરીના આદેશને સૂરજે માની લીધો..સુલતાન ગઢમાં હવે શાંતિનો માહોલ હતો.. અલ્તાફની સાથે તમામ ખરાબ લોકોનો સૂરજે સંહાર કર્યો હતો..

પરિમલના પિતા રિટાયર્ડ થવાના હતા એ વખતે એમણે પોતાની ભલામણથી સૂરજની સજા માફ કરવામાં સફળતા મેળવી..

સૂરજે રાણાના ફાર્મહાઉસ પર નોકરી કરીને પોતાના ભૂતકાળને ભૂલી જવું બહેતર માન્યું.. બસ એ સૂરજ ચંકીની ગેંગમાં સામેલ થવા જઈ રહ્યો હતો..અમિતે સૂરજનો આભાર માન્યો"દોસ્ત આજે જો તુ ન હોત તો રાણાની કેદમાંથી મારૂ નીકળવું અશક્ય થઈ જાત. મને અફસોસ એ વાતનો રહી ગયો કે એક સાથીદાર હજુ રાણાની કેદમાં છે અને બીજો રાણાએ મારી નાખ્યો છે."

"હું આભાર મનાવવા નથી આવ્યો..આખી જીંદગી રાણાની નોકરી કરીને એક સારૂ મકાન પણ બનાવી શક્યો નથી..રાણાના હિટલિસ્ટમાં મારૂ પણ નામ આવી ગયું છે.. મને તમારી ગેંગમાં સામેલ નહીં કરો તો હું ક્યાંયનો નહીં રહું..રાણા મારી તપાસ કરતો જ હશે જો રાણા મને શોધી લેશે તો મને જીવતો નહીં છોડે.."

"હા હું તારી બધી વ્યવસ્થા કરાવી દઈશ,ચંકી સર હા પાડશે તો તને એમની પાસે રૂબરૂ મળવાં આજે લઈ જઈશ.." અમિતે કહ્યું..

==========================≠
સુગંધા પ્રિયાને પોતાની પાસે લઈ આવી હતી..અમિત ચોક્કસ એને લેવા જાત અને સુગંધાના પ્લાન વિશે ચંકીને કહી દે એ વાતનો એને ખ્યાલ હતો..સુગંધા,પરિમલ બધાએ હવે ચેતીને રહેવું પડે એમ હતું.. ગમે ત્યારે ચંકીના માણસો હૂમલો કરી શકે એમ હતા..સુગંધાએ ચંકીનો વીડિયો બધાને બતાવ્યો, એમ કરતા પણ જો કોઈને ચંકી વિશે ખ્યાલ હોય તો બતાવી શકે..

પ્રિયા તો એ નર્કભરી જીંદગીથી દૂર થતા હાશ અનુભવી રહી હતી..સુગંધાને હજુ એ નહોતું સમજાતું કે પ્રિયાને અહીં લાવવાથી ચંકી પાસે બીજી વખતે કેમ પહોંચી શકાશે??સુગંધા ખાલી પ્રિયાને બચાવી લે એટલે એ સંતોષ માને એમ ન હતી.એને તો ચંકીના સામ્રાજ્યને જ ખતમ કરવાનું હતું..

સૂરજે અમિતને કહ્યું "મારેતો ચંકી સર પાસે રહેવું છે,,અહીં રાણા પહોંચી જશે તો હું તારી જેમ પૈસાદાર બની શકીશ નહીં."

"ચંકી સર તને મળે પછી તુ વાત કરજે,કદાચ તારો મેળ પડતો હોય તો મને કોઈ વાંધો નથી.."

દરવાજો કોઈએ ખટખટાવ્યો એટલે મગને દરવાજો ખોલ્યો..સામે ચંકી સરનો બોડીગાર્ડ ઊભો હતો..એણે કહ્યું"ચંકી સરનો ફોન તે ન ઉપાડ્યો એટલે ચંકી સરને ખબર પડી ગઈ હતી કે નક્કી તુ પોલીસના હાથે ચડી ગયો છે..પણ તુ ક્યાંય ન મળ્યો.. આખરે તુ હતો કયાં?"

અમિતે એની પાસેથી નવું સીમકાર્ડ લીધું અને કહ્યું "હું હમણાં જ ચંકી સરને ફોન કરીને જાણ કરી દઉં છું.."બોડીગાર્ડ જતો રહ્યો..એ સીમકાર્ડથી ફોન કરે તો જ ચંકી ફોન ઉપાડતો હતો..

નવા મોબાઈલમાં એણે સીમકાર્ડ ચડાવીને ચંકીને ફોન કર્યો"ચંકી સર પોલીસની ચાંપતી નજર આપણા ધંધા પર છે.. પ્રિયા જેને તમે ખૂબ સાચવતા હતા એ દગાબાજ નીકળી..મને વહેમ હતો જ." એણે પોતાની સાથે બનેલી આખી ઘટના કહી દીધી..

"ઓહ તો પ્રિયા એની બેન સુગંધાના પ્લાન મુજબ ચાલે છે!! એનીતો એવી દશા કરીશ કે બીજી વખતે કોઈ ચંકી સામે નહીં પડે."

"સર તમે કહો તો આજે જ એને તમારે હવાલે કરી દઉં."

"બેવકૂફ તને શું લાગે છે?? પ્રિયા હજુ સુધી આપણા કોઠા પર હોય??એ તો તને રાણા પાસે લઈ ગયા ત્યારે જ એને પણ આપણી કેદમાંથી છોડાવીને લઈ ગયા હશે.. પોલીસની ચાલ તને ન ખબર હોય..એ સુગંધા તો આજે જ ગઈ કામથી,અને એની સાથે પ્રિયા પણ મરશે એ નક્કી છે.."

શું કરશે ચંકી??

સૂરજ મળી શકશે ચંકીને??

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે