Wafa or Bewafa - 1 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 1

વફા કે બેવફા

ભાગ-1

બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો..ખુશનુમા વાતાવરણ હતું.જોઈને મન પણ પ્રફુલ્લિત થઈ જાય.....
આરુષિ આહાનને સુવડાવી ચા‌ બનાવી લ‌‍ઈને બાલ્કનીમાં જઈને ‌બેઠી. બપોરનો‌ સમય હતો. અને તે એકલી જ હતી. આહાન એટલે કે તેનો એકનો એક દીકરો. જે હવે બે વર્ષનો થવા આવ્યો હતો. આરુષિના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા.
આરુષિ બાલ્કનીમાં બેઠા બેઠા રસ્તા પર જતાં લોકોને નિહાળી રહી હતી.
નાના બાળકો છબછબિયાં કરતા જતા તો ઘણા પોતાને વરસાદથી બચવાના નિષ્ફળ પ્રયાસ કરતા જઈ રહ્યા હતા. તો કોઇ ચા ની કીટલી પર વરસાદી માહોલ વચ્ચે ચા કોફીની મજા લઇ રહ્યા હતા. એમાં ઘણા કોલેજીયન કપલ્સ પણ હતા જે પ્રેમને વરસાદની મોસમમાં સંપૂર્ણપણે માણી લેવા ઈચ્છતા હતા. આમ પણ વરસાદની મોસમ એટલે પ્રેમની મોસમ.
સૌ કોઈ એમાં મસ્ત બની ખોવાઈ જાય છે. આજે તેની સાથે પણ એમ જ થયું. તે ચા ની ચૂસકી લેતાં લેતાં ક્યારેય જૂની યાદોમાં સરકી ગઈ ખબર જ ના રહ્યી.
એ યાદો હતી પ્રેમની... અફકોર્સ પહેલો પ્રેમ. જે કોઈ પણ વ્યક્તિ જીવનભર ભૂલી શક્તું નથી. કોઈકને તે મળે છે તો ક્યારેક કોઈકના નસીબમાં નથી હોતું. કોઈક ગીવ અપ કરી દે છે તો કોઈને ગીવ અપ કરવા મજબૂર કરવામાં ‌આવે છે.
આ પ્રેમની શરૂઆત થઈ હતી તેના ૧૨th ના વેકેશનમાં. આમ જોવા જઈએ તો ઘણા ખરા કિસ્સામાં વહેલા શરૂઆત થઇ જાય છે. પ્રેમને કોઈ સમય નક્કી નથી હોતો. પણ તેના કિસ્સામાં એ સમય આવ્યો હતો સ્કૂલ પૂણૅ થયા પછી. ખબર નહીં સ્કૂલમાં તો તે આ બધી બાબતોથી દૂર જ રહેતી.. તેણે તેની ફ્રેન્ડસને મેં જોઈ હતી પ્રેમમાં પડતા. પણ તેને એમાં કઈ પણ જાતનો રસ ન લાગતો.
આખરે એ સમય પણ તેની લાઈફમાં આવી જ ગયો.. આમ કેવાં જઈએ તો લાઈફનો સૌથી મોટો યુ ટર્ન.



હેય! આરુષિ શું કરે છે?
આ અવાજ હતો આરુષિની પિતરાઈ બહેન યેશાનો.

" કઈ નહિ, બસ વિચારુ છું‌ કે કઈ કોલેજમાં એડમિશન લેવું." આરુષિ

" લે... એમાં વિચારવાનું શું છે...એલ.ડી આર્ટ્સ કોલેજમાં એડમિશન લ‌ઈ લે તારા પપ્પાએ પણ એ જ કોલેજમાં અભ્યાસ કર્યો છેને એતો કેટલી રોમાંચક વાત છે તું પણ તે જ કોલેજમાં અભ્યાસ કરે." યેશા

" હા યાર, એ વાત પણ સાચી છે હું આજે જ પપ્પા સાથે વાત કરીશ." આરુષિ
આરુષિ બારમાં ધોરણમાં અભ્યાસ પુર્ણ થયા પછી વેકેશન ગાળવા માટે અમદાવાદથી તેના કુટુંબમાં લગ્ન હોવાથી કાકાના ઘરે ગઈ હોય છે.
" બાય ધ વે... તું તો બજારમાં જવાની હતી આટલી જલ્દી આવી ગઈ!!?." આરુષિ
" ના... પછી... પણ............તારાં માટે એક સરપ્રાઈઝ છે....." યેશા
" શું? " આરુષિ

" તને કોઈ પણ આઈડિયા છે શું હશે.!!? " યેશા
" ના યાર... પ્લિઝ તું બોલને!! મારે નથી વિચારવું..." આરુષિ
" અરે યાર... ચલ કહી જ દઉં.. તને છે ને.. એક છોકરાએ પ્રપોઝ કર્યું છે!!.." યેશા
" વોટ? " આરુષિ
આરુષિના શરીરમાં જાણે ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો હોય એમ બેસી જ રહી. કારણ કે આવુ તો તેને વિચાર્યું જ નહોતું કે આવી રીતે કોઈ પ્રપોઝ કરે. તેને શું બોલવું એ સમજાતું નથી.

તું ઓળખે છે તેને..... ??" યેશા

" અચ્છા !! એવું તો કોણ છે જે મને લાઇક કરે અને મારું ધ્યાન જ નથી ગયું એ તરફ." આરુષિ

" એ જ તો...... સરપ્રાઈઝ છે.. હા હા હા..." યેશા હસી પડી.
" બસ હવે તો કહે કે કોણ છે તે?" આરુષિ

" અરે રે આટલી બધી ઉતાવળ છે...... યેશા આરુષિ ને ખિજાવવા માંડી.

" ઓકે મારે નથી જાણવું.." એમ‌ કહી આરુષિ જવા ઊભી થાય છે.
ત્યાં જ પાછળથી અવાજ આવ્યો.
" અયાન..."
ત્યાં જ તેનાં પગ અટકી જાય છે .
" શું?????
હોય જ નહીં તું મારી સાથે મજાક કરે છે.." આરુષિ