Wafa or Bewafa - 4 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 4

બધાં પાર્ટી કરવામાં પડી જાય છે.. ગપ્પા મારે છે.. અયાન પણ ઇન્જોય કરે છે.. બધા એક એક કરીને જવા
માંડે છે. એક ફ્રેન્ડ મસ્તીમાં કેહેતો જાય છે... ન્યુ ગર્લ ફ્રેન્ડ મુબારક... ઇન્જોય... ત્યાં અયાનને આરુષિની વાતો યાદ આવે છે જે આખી રાત કરી હતી... અને અયાન ક્યાંક કશુંક ખોટું તો નથી થઈ ગયુંને એ મુંઝવણમાં એક બાજુ બેસી જાય છે. અયાનને આમ જોઈ રાહુલ તેની પાસે આવી બેસે છે..

" વોટ હેપન ડુડ... ઓલ રાઈટ.... યુ રોક ટુ ડે... તારે તો ખુશ દેખાવું જોઈએ.. "

" રાહુલ હું શરત તો જીતી ગયો... પાર્ટી પણ થઈ ગઈ... પણ હવે.... શું...!!? આરુષિને શું કહીશ...? " અયાન..
" એમાં શું ...!! થોડા દિવસ પછી કહી દેજે કે આપણે મેળ નથી કે સેટ ન થાય.. કે કંઈપણ તને યોગ્ય લાગે એમ. આમ પણ તું તો ટીના જોડે વાત કરે છે.."
" હા યાર...! જોઈએ... બહુ લેટ થઇ ગયું છે...હમણાં તો મારે જવું પડશે... ચલ બાય.."

આ બાજુ આરુષિને જાણે એક નવી જ દુનિયામાં આવી ગઈ હોય એવુ લાગે છે. આખો દિવસ બસ અયાનના વિચારોમાં.... બધું જ જાણે ખુબજ સુંદર હોય એમ લાગે છે.... આનંદમાં દિવસ પસાર કરે છે... સાંજે યેશાને બંને વાતો કરતાં હોય છે... અયાન‌ વિશે બધું કહે છે... યેશા પણ ખુશ થઈ જાય છે... અને કહે છે...
" ચલો.. ફાઈનલી તું પણ પ્રેમમાં પડી જ ગઈ એમ....!?"
આરુષિ કહે છે " પ્રેમની તો ખબર નહીં એને હજી મળી પણ નથી.. એક વાતચીતમાં કહી શકાય નહીં..‌ પણ હા મને એની સાથે વાત કરવાની ગમે છે..બસ આગળ ખબર નહીં.. હું તો આ પળોને, ફીલીંગ્સને ઇન્જોય કરી લેવાં માંગુ છું...બસ...... જે મારી લાઈફમાં પહેલી વાર આવી છે..."
ભાગ -7


વહેલી સવારે આરુષિ અંગડાઈ લઈને ઊઠે છે.
વાતાવરણમાં પક્ષીઓનો કલરવ.... ધીમી ધીમી ઠંડી હવામાં તેના ભૂરા લાંબા સિલ્કી વાળ લહેરાય છે... અને અયાનની મીઠી યાદ... આરુષિને થાય છે....બસ આ સમય અહી જ થંભી જાય તો કેવું સારું...એટલામા તેના કાકી કોફી લઈ આવે છે.. બસ.. પછી તો શું ...!!? સોને પે સુહાગા....!!
" ગુડ મોર્નિંગ... બેટા.."
" ગુડ મોર્નિંગ કાકી........"
" હમમ કોફી...."

" આજે શોપિંગ માટે જવાનું છે... તૈયાર થઈ જજે.. યેશાએ કીધું છે.. " કાકી

" ઓકે ‌.... કાકી..."

આરુષિ મોસમની મજા માણતી કોફી પીવે છે... પછી યેશાના રૂમ તરફ જાય છે..યેશાના બેડરૂમમાં ધીમો અવાજ આવતો હોય છે... અંદર જઈને જુએ છે તો મેડમ ફોન પર હોય છે...
" અચ્છા. જી.. મેડમ પ્રેમ ગોષ્ઠિમાં પડ્યા છે અમને કેવું હોય ત્યારે..." આરુષિ

" શશશશશ....શશ. શાંત થઇ જા... બે મિનીટ...- ફોન પર ફરી કાન માંડીને...
" ઓકે સી યુ... બેબી.. મળીએ પછી... લવ યુ.. "

યેશા ફોન મુકી દે છે.‌.. આરુષિને જણાવે છે.
" શોપિંગ જવાનુ છે.‌ લંચ પછી જઈએ.. રેડી રહેજે... લેટના કરતી.. હા, પણ શું ઉતાવળ છે સાંજ સુધીમાં જઈ આવશું ..
થઈ જશે.."

" અરે મારી મા..!! રોહન આવાનો છે... એન્ડ ગેસ વોટ સાથે કોણ આવાનું છે‌ !? " યેશા

" કોણ? અયાન ? " આરુષિ
" અરે વાહ, (ફીલ્મી ગીત ગાય છે.) તેરા ફીતુર મુજ પે ચઢ ગયા રે.... હા તો હવે બોલ...." યેશા

" ઓકે તો હું જાઉં..!! હું ક્યારેય તૈયાર થઈ રહીશ..!? " આરુષિ ઉતાવળથી જવા માંડે છે...
યેશા સ્મિત સાથે આરુષિની ઈંતેજારી જુએ છે.



ક્રમશઃ