Wafa or Bewafa - 2 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 2

અયાન, તે એક સિમ્પલ છોકરો હતો.. આરુષિ એ તેને ઘણી વખત ફેમિલી મેરેજમાં જોયો હતો. એક વાર પણ તેને એવું લાગ્યું ન હતું. તે આરુષિને નોટીસ કરે છે. કે કદાચ ધ્યાન જ નહોતુ ગયું.જો કે મેરેજમાં છોકરા કે છોકરી પસંદ કરવાનું તો આપણા ઈન્ડિયન કલ્ચરમાં તો ફેવરિટ છે.

" અરે યાર સાચી વાત છે... આજે સાંજે મને કોલ કરવાનો છે. તું જાતે જ વાત કરી લેજે. પછી તો વિશ્ર્વાસ આવશેને...."
યેશા

" શું...કોલ.......? આમ અચાનક શું વાત કરવી તેની સાથે...
" આરુષિ.

" અરે એમા શું વિચારવુ છે. એક વાર વાત કરી જો.. પછી તને ના ગમે તો તું જાતે જ ના પાડી દેજે. હજુ તો ટાઇમ છે... થિંક " યેશા એ આંખ મારતા કહ્યું ને ત્યાંથી નીકળી ગઈ.

આરુષિ અસમંજસમાં પડી ગઈ.

યેશા અયાનને બરાબર જાણતી હતી તેના ઘરે આવવા જવાનું લાગ્યા રહેતું. વાતચીત થતી. આરુષિ આમ‌ તો તે અયાનને જાણતી હતી. અયાન તેની જ્ઞાતીમાં જ હતો. ઘણી વાર જોયો હતો.. એનો તો કઈ‌ સવાલ નહોતો. પણ તેના સાથે ક્યારેય વાત નથી કરી. તેનો સ્વભાવ..કેવો‌ હશે..... શું કરવું.... કંઈ જ સમજાતું નથી....


અસમંજસમાં દિવસ ક્યાંય પસાર થઈ જાય છે..અને સાંજે ટેબલ પર આરુષિ ડિનર કરતી હોય છે.... વિચારોમાં ખોવાયેલી ડીશમાં ચમચી ફેરવતી હોય છે.....
ત્યાં જ અચાનક અવાજ આવ્યો....
" આરુષિ જલ્દી આવ....." યેશા બૂમ પાડી રહી હતી..

તેને સમજાઈ જાય છેકે શ્યોર અયાનનો ફોન આવ્યો હશે.. ઝબકીને જલ્દીથી જવા માટે ઊભી થઈ જાય છે..... પણ તે પાછી નર્વસ થઈ જતાં ધીમે ધીમે પગલાં માંડે છે.... જતાં જતાં વિચારે છે શું વાત કરવી.... શું પૂછીશ... એ શું કહેશે.......
હિંમત કરીને યેશાના રૂમમાં જાય છે...
" જલ્દી આવ...... " એમ કહી યેશા દરવાજો બંધ કરી દીધો.. ઈશારો કરી ફોન હાથમાં પકડાવી દે છે.... એટલામાં જ યેશાના મમ્મી તેને બોલાવે છે...
" તું વાત કર શાંતિથી.. હું આવું.. મમ્મી પાસે જઈ..." આરુષિ કઇ બોલે તે પહેલાં તે ફટાફટ જતી રહે છે. આરુષિ વધારે મુંઝવણમાં મૂકાઈ જાય છે... યેશા પાસે હોય તો સારું રહે...
હિંમત કરીને આરુષિ બોલે છે... "હેલો"
સામેથી અવાજ આવ્યો...." હાય... શું કરે છે... ?

" કંઈ નહીં બોલો.... " આરુષિ મુંઝવણમાં આટલું જ બોલે છે...
" હમમ... તને‌ ફેમિલી મેરેજમાં જોઈ હતી... રીયલી લાઈક યુ.... હું તારી સાથે વાત પણ કરવા આવ્યો હતો પણ કોઈ તારી પાસે આવી ગયું... સો વાત ના થઇ...મારાથી વધારે વેઇટ ના થયો... તો યેશાની હેલ્પ લીધી..... તે વાત કરવા માટે હા પાડી થૅન્કસ... બાય ધ વે યોર વોઇસ ઈઝ નાઈસ.... "
ફટાફટ અયાન બોલી જાય છે.

" હમમ થૅન્કસ, આરુષિ ફરીથી ટૂંકમાં જ જવાબ આપે છે...
" બસ.....કંઈ કન્ફ્યુસન છે.....જે પણ હોય તારા મનમાં કહી શકે છે.... ડોન્ટ વરી... મારા મનમાં જે છે એ કહી દીધું...પણ તને કોઈ પણ પ્રકારનો ફૉર્સ નથી. એક્ચુલી તને લાગતું હશે આમ અચાનક... પણ હા... જીવનભરની સાથી જરૂર બનાવવા માંગુ છું.. ટેક યોર ટાઈમ.... આમ અચાનક જ આવી વાત નો નિર્ણય ના લઈ શકે... આઇ નો.. લાઈફનો સવાલ છે.. "

" ઓકે... જે હશે હું જણાવીશ..." આરુષિ.

" ઈટ્સ ઓકે..." અયાન.

" બાય.." આરુ‌ષિ.

આરુષિ અને અયાન વચ્ચે આ ટૂંકી વાત થાય છે. આરુષિ આખી રાત પડખાં ફેરવે છે... તેને અયાનના શબ્દો વારંવાર યાદ આવે છે. જોકે આરુષિ તેની વાતથી ઈમ્પ્રેસ થાય છે કે તેના નિર્ણયનું પણ માન રાખે છે..પછી અયાનના વિચારોમાં ઊંઘ આવી જાય છે...
બીજા દિવસે સવારમાં ઉઠી પોતાને કામે લાગી જાય છે...પણ તેની લાઈફમાં પહેલી વાર કોઈ એ પ્રપોઝ કર્યો હોવાથી આખાં શરીરમાં જાણે રોમાંચ પ્રસરી જાય છે.. પેટમાં ગુદગુદી થતી હોય એમ લાગે છે.તેનુ કામમાં મન લાગતું નથી..

ત્યાંજ યેશા આવીને મસ્તી કરે છે. શું વાત છે પ્રેમની અસર દેખાય રહી છે. રાત્રે ઊંઘ નથી આવી લાગે.
આરુષિ ચીડાઈ જવાનો દેખાવ કરતી હોય એમ બોલી...
" એવું કશું જ નથી... ઓકે..."

પણ મનમાં તો તેને અયાન સાથે વાત કરવાની ઈચ્છા હતી.
પણ યેશાને કહેવું કઈ રીતે.
બપોર થઈને સાંજ પણ થઈ જાય છે. છતાં અયાનના ફોનનો કોઈ અતોપતો ન હતો.
રાત્રે જમ્યા પછી આરુષિ રૂમમાં જાય છે. અને પલંગ માં પડી પડી વિચારોમાં ખોવાઈ જાય છે. અયાન એ કેમ ફોન કર્યો નહિ.મારા ફોનની વેઈટ કરતો હશે... ના.. પણ એને ખબર છે મારી પાસે મોબાઈલ નથી.
કારણ કે આરુષિના પપ્પાએ કીધું હતું કે તું ૧૨th કમ્પલેટ કરી દે પછી સારો ફોન લઈ આપીશ. અને આરુષિને એવું કઈ ઈમ્પોર્ટન્ટ નહોતું. તેને જરૂર પડતા ઘરમાંથી ગમે તેનો ફોન યુઝ કરી લેતી.
પણ આજે ખરેખર એને ફોનની જરૂરિયાત લાગી.
અયાનને ખોટું તો નહિ લાગ્યું હોય.... ના કદાચ કામમાં હશે... પણ હું કેમ આટલું બધું વિચારું છું...

શું અયાનનો ફોન આવશે ...
અયાન આરુ‌ષિની લવ સ્ટોરી આગળ વધશે કે પછી અટકી જશે
વાંચો આગળના ભાગમાં...