Wafa or Bewafa - 9 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 9

અમદાવાદ..... એક ધમધમતું શહેર... મોટી મોટી બિલ્ડીંગ્સ, રાત દિવસ ભીડ વાળા રસ્તા.... રાત તો જાણે ફરી દિવસ ચાલું થયો હોય એમ લાગે.....ફાસ્ટ એન્ડ બીઝી લાઈફ સ્ટાઈલ.... જાણે કોઈ એકબીજાને ભાવ પૂછવા પણ નવરું ન હોય એમ લાગે... સિવાય કીટી પાર્ટી વાળી લેડીઝ....,😄 દેશી ભાષામાં કહીએ તો ઓટલા બેઠકનું નવું વર્ઝન......
આરુષિ ફરી પોતાની અમદાવાદની દુનિયામાં પાછી આવી ગઈ...
" પપ્પા...................... મીસ યુ સો મચ........
મમ્મી શું કરે છે.........? મને બહુ જ ભૂખ લાગી છે..."

ઘરમાં આવતા જ આરુષિની બૂમો શરું થઈ જાય છે.....
આજે સન્ડે હોવાથી બધાં જ ઘરે હોય છે...

"બેટા, પહેલા શાંતિથી બેસ....તો ખરા...." ,આરુષિને આમ જોઈ તેના પપ્પા કહે છે...

" ના પપ્પા.... હું ફ્રેસ થઈને આવું પછી આપણે સાથે નાસ્તો કરીએ...."
" ઓકે......"

" આલુ પરોઠા ખાઈશને....!!? " આરુષિની મમ્મી બોલી..
"અફકોર્સ.... માય ફેવરિટ....‌" આરુષિ


થોડીવાર પછી બધા નાસ્તો કરવા બેસે છે...
અજેશભાઈ (આરુના પપ્પા) પૂછે છે..
"કેવું રહ્યું વેકેશન...?"
" બહું જ મજા આવી પપ્પા.. અને યેશા સાથે (મનમાં અયાન સાથે પણ😜) પણ ખૂબ એન્જોય કર્યો.. અને કાકીના હાથના પકોડાનું વાત જ ના પૂછો..... ઓલવેઝ ટેસ્ટી....."

"હા...!! અને મારા આલુ પરોઠા........!!? "
સ્ત્રી સહજ ઈર્ષાથી તેના મમ્મી રમાબેન બોલી પડ્યા.
"શું મમ્મી તું પણ તારા આલૂ પરોઠા તો નંબર વન છે..." રૉકી (આરુષિનો ભાઈ) પાછળથી આવીને બોલે છે.
" રૉકી ચાલ, નાસ્તો કરી લે." રમાબેન
" ના મમ્મી.. મારે જવાનું છે. ફ્રેન્ડસ સાથે ક્રિકેટ રમવા. બાય.." રૉકી જતો રહે છે..

આ બાજુ અજેશભાઈ આરુષિને પૂછે છે, " આરુ, શું વિચાર્યું પછી , તારે શેમાં એડમિશન લેવું છે !!? "
પપ્પા મારે પણ તમારી જેમ બી.એ ગ્રેજ્યુએટ થવું છે. એ પણ તમે જે કોલેજમાં અભ્યાસ કર્યો ત્યાં જ..." આરુષિ

આરુષિને પુસ્તકો વાંચવા ખૂબ ગમતાં. આથી તેને આર્ટ્સમાં જ અભ્યાસ કર્યો હતો. તે લાઈબ્રેરીમાંથી
અવનવા પુસ્તકો વાંચવા માટે લઈ આવતી.. આથી જ તો તેને આર્ટ્સ કોલેજ કરવાનું વિચાર્યું હતું.

"એ તો ખૂબ સરસ કહેવાય તને આમ પણ વાંચવાનો શોખ છે.. તો એના માટે બરાબર છે." અજેશભાઈ
" હા, કાલે જવાનું છે એડમિશન માટે." આરુષિ
"હા મારે પણ એ તરફ જવાનું છે આપણે સાથે જઈશું" અજેશભાઈ
" હા અને ન્યુ મોબાઈલ પણ....લઈ આવીશું... " આરુષિ તક નો લાભ લેતા બોલી..
" હા.. હા..મળી જશે બસ...પ્રોમિસ..યાદ છે...આફ્ટર ઓલ હવે મારી દીકરી કોલેજમાં જશે.. "
" થેંક્યું પપ્પા..... યુ આર સો સ્વીટ...."
" બસ.. હવે મસ્કા ના માર.. " કહી જતાં રહે છે...

આરુષિના પપ્પા એની સાથે એકદમ સરળ રીતે રહેતા.. તેના મમ્મી બોલે તો કહેતાં, રહેવા દે ને.. બાળકો છે. અત્યારે એન્જોય નહિ કરે તો શું આપણા જેટલા થઈને કરશે... અને તેની મમ્મી હંમેશાં કહે.. કે તમે જ બગાડો છો આમને. પણ અજેશભાઈ એક વાત જરૂર કહેતા કે બીજું બધું તો ઠીક પણ ભણવાનો ટાઈમ એટલે બીજી કોઈ વાત નહીં. જો કરીયર સેટ હશે તો બધું જ થશે..‌

આરુષિને અયાનની યાદ આવે છે. તે મમ્મીનો ફોન લઈ રૂમમાં જાય છે.
આ બાજુ અયાનની ધીરજ ખૂટી જાય છે.. આરુષિએ ઘરે જઈને ફોન પણ ન કર્યો.. હું પણ ફોન કરી ના શકું... ત્યાં જઈને મને ભૂલી તો નથી ગઈને..!!? હું શું વિચારું છું... !!?આરુષિ એવું ના કરે..‌ ઓફો.... પાગલ થઇ જઈશ...
વિચારોને રોકવા બહાર આંટો મારવા નીકળી જાય છે...

અયાનનાં ફોન પર રીંગ વાગે છે.. પણ અયાનનો ફોન તો રૂમમાં જ રહી જાય છે..

ક્રમશઃ