Wafa or Bewafa - 7 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 7

આરુષિને ખુશ જોઈ યેશા કંઈ આગળ પૂછતી નથી. વિચારે છે..ઘરે જઈને શાંતિથી વાત કરીશ. આમ પણ અહીં પૂછવું યોગ્ય નથી...
યેશાનો ફોન ડીકી‌મા રીંગ વાગી વાગીને છેવટે બંધ થઇ જાય છે.. એટલે રોહન મેસેજ કરે છે.. આરુષિને કંઈ કહેતી નહીં..એને કંઈ જ ખબર નથી...
અયાન રસ્તામાં જતો જતો વિચારે છે હવે આરુષિ ક્યારેય વાત નહીં કરે.. માફ પણ નહીં કરે મેં કર્યું છે એવું...
મારે એવું કરવું જ ન'તુ જોઈતું.

આ બાજુ યેશાને આરુષિ બંને શોંપિગ પૂરી કરી ઘરે જાય છે. આરુષિ ફ્રેસ થવા જતી રહે છે.. યેશાને ફોન યાદ આવે છે. જુએ છે તો બંધ... ચાર્જિગમાં મૂકે છે. એટલામાં તેના મમ્મી આવે છે..

" આવી ગયા બેટા.. "

" હા મમ્મી, જો અમે કેટલી બધી શોપિંગ કરી... આજે તો ડિસ્કાઉન્ટ પણ હતું. "
એમ‌ કહી બંને જોવામાં પડી જાય છે....
જોતાં જોતાં આરુષિની મમ્મી પૂછે છે,
" આરુષિ ક્યાં છે દેખાતી નથી ‌તારી સાથે હતી ને.. "

" હા મમ્મી ફ્રેસ થવા ગઈ છે... મમ્મી થોડી ચા બનાવી દે ને..
થાકી ગયા.. માથું પણ ભારે થઇ ગયું છે.. હું પણ ફ્રેસ થઈ
આવું..."
" હા, બેટા.. આરુષિને પણ લેતી આવજે..બંને માટે બનાવી દઉં.."
એમ કહી આરુષિના મમ્મી ચા બનાવવા જાય છે અને
યેશા ફ્રેસ થવા જતી રહે છે... પછી પેલી વાત યાદ આવતા
આરુષિ જોડે જાય છે.
ત્યાં જઈને જુએ છે તો આરુષિ તો ફ્રેસ થઈ ઊંઘી ગઈ હોય છે. શાંતિથી ઉંઘતી જોઈ ઉઠાડતી નથી. અને ચા પીવા જતી રહે છે..

ચા પીતા વિચારે છે.. યેશાને નવાઈ લાગે છે.. આટલી મોટી વાત આને ખબર હોય તો આટલી શાંતિથી ઊંઘી શકે.. આરુષિ આવી વાત આમ જ જવા દે એવી નથી.
ત્યાં તો મમ્મી પૂછે છે, " શું થયું બેટા..?? આરુષિ આવે છે ને.."
" ના, એ ઊંઘે છે.. થાકી ગઈ હશે એટલે ના ઊઠાડી "

" હા સારુ કર્યું... હું દુકાન જઈ આવું છું.. તારા પપ્પાને આજ તો પકોડા ખાવા છે. સામાન લઈ આવું. "
" ઓકે મમ્મી... "

યેશાને ફોન યાદ આવતા લેવા જાય છે.. જુએ છે તો એકત્રીસ મીસકોલ.. રોહને કેમ આટલા ફોન કર્યા છે.. પછી મેસેજ વાંચે છે..
" ઓહ ...એટલે આરુષિ નોર્મલ બિહેવ કરે છે..."
રોહનને ફોન કરે છે.. રોહન પહેલા એ જ પૂછે છે," તે આરુષિને કંઈ કીધું તો નથી ને.. "
" ના, પણ એને ખબર તો પડશેને.. ક્યાં સુધી ...?"
" હા, પણ એ વાત અયાન કહે તે વધુ સારું... અયાન તેની પરિસ્થિતિ સારી રીતે સમજાવી શકે.. અને કદાચ..આરુષિ સમજી જાય... એને જ હેન્ડલ કરવા દે... "
" ઓકે, પણ અયાને આ સારું નથી કર્યું, મારી બહેન સાથે..એ પણ મારી હેલ્પ લઈ.. આરુષિ શું વિચારશે.." યેશા
રોહન , "તારી વાત સાચી છે.. પણ હવે આપણે આને સોલ્વ કેવી રીતે કરવું એ વિચારવું જોઈએ તું અયાન સાથે વાત કરી લેજે "
" હમમ.. વિચારીએ.."

ડાઇનિંગ ટેબલ પર બધાં જમતા હોય છે.. ત્યાં યેશાનાં ફોન પર રીંગ વાગે છે... જુએ છે તો અયાન.. કટ કરી દે છે.. જમવા માંડે છે.. ફરી રીંગ વાગી... એટલે બધાનું ધ્યાન જાય છે. પપ્પા પૂછ્યું, " શું થયું બેટા... ?"
" કંઈ નહીં, આ કંપની વાળા વારેઘડીએ ફોન કરે છે.. "
એમ કહી ફોન સાયલન્ટ કરી દે છે..
એના મમ્મીએ પણ કહ્યું, " હા, કંપનીવાળા એ છેને... કોઈ યાદ ના કરે કે ના કરે પણ એ જરૂર કરે..." અને બધા હસી પડે છે...