Wafa or Bewafa - 3 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 3

ભાગ-3


રાતના લગભગ દસ વાગ્યાના આસપાસ યેશા આવે છે...

" લો મેડમ.... તમારા સપનોના રાજકુમારનો ફોન આવી ગયો..". એમ કહી હસે છે...

આરુષિ ધીમેથી બોલે છે, " ચુપ કર...!! અયાન શું વિચારશે...!? "

યેશા વધારે મસ્તીમાં આવી જાય છે.. " પ્યાર કિયા તો ડરના ક્યા....."

" બસ કર...‌! " એમ કહી યેશાના હાથમાંથી ફોન લઈ લે છે..
અને જરાક અચકાતા " હેલો.. " બોલે છે..

સામેથી ‌અયાન બોલે છે.
" સોરી લેટ થઇ ગયું ફોન કરવામાં, એક્ચુલી થોડા કામથી બહાર ગયો હતો."

" નો ઈટ્સ ઓકે.. હું જાગતી હતી..." ,આરુષિ

આરુષિ આગળ કઈ બોલી નહિ... એટલે અયાને બોલવાનું ચાલુ રાખ્યું...
" હું કન્ફ્યુઝ હતો કે આજે તું વાત કરીશ કે નહીં... બટ થૅન્કસ આઈ થિંક તારો આન્સર પોઝિટિવ હશે.. "
"હમમ... " એટલું બોલી અટકી ગઈ.

યેશાને સમજાઈ ગયું કે મારી સામે કંઈ બોલતી નથી..
એટલે ઊભી થઈને જતાં જતાં પણ આરુષિની મજાક ઊડાવતી જાય છે...
" ઓહો....‌કાલે તો મારી જરૂર હતી.. અને આજે તો મેડમને શરમ આવે છે... ઓકે ઓકે મેં જાઉ છું ઇન્જોય...... અને હા મોબાઈલ વાત થાય એટલે મુકી જજે... મારા બેડ પાસે... મારા જાનુંનો ફોન આવશે.. સવારમાં.."

આરુષિ ખુશમાં આવીને ...
" હા સ્યોર...."
આ બાજુ અયાન પુછે છે....
" હવે તો બોલ મારે તારો‌ જવાબ સાંભળવો છે...‌ આઈ કાન્ટ વેઈટ...."
" હા..., " આરુષિ શરમમાં ફટ કરી બોલી દે છે..
" શું?? - અયાન
" ફરી બોલને... મને મારા કાન પર વિશ્વાસ નથી આવતો..."

આરુષિ, " હા... અયાન હા.... મેં બહુ વિચાર્યું કે શું કરવું શું નહીં.. પણ તારી સાથે વાત કરી ખબર નહીં વિશ્વાસ કરવાનું મન થાય છે એક અલગ જ ફીલીંગ્સ આવે છે.."

" થેન્કયુ સો............... મચ.....યાર તું મારી લાગણીઓને સમજી...એન્ડ લવ યુ યાર...... "

આરુષિ પણ એક નવી જ દુનિયામાં આવી ગઈ હોય એમ
અયાનને પણ ખુશ થઈને આઈ લવ યુ ટુ બોલી દે છે...

બસ... પછી તો શું કહેવું...... એક બીજા વિશેની વાતોમાં અને પોતાની દિલની વાતોમાં મશગુલ થઈ જાય છે કે ક્યારે સવાર થઈ જાય છે ખબર જ નથી રહેતી...
સવારના પાંચેક વાગ્યા હશે... ને
આરુષિને યેશાની વાત યાદ આવે છે.. અને અયાનને કહે છે " " હવે મારે જવું પડશે યેશાને ફોન આપવાનો છે."

અયાન, " ઓકે બાય.. કાલે ફરી વાત કરીશું.. ટેક કેર.."

આરુષિ, " હા ... બાય..."

આરુષિ ફોન મુકી આવે છે...અને આવીને સૂઈ જાય છે...


સવારે સાત વાગે અયાન કોઈની સાથે ફોન પર વાત કરે છે..

" હેલો રાહુલ... આજે સાંજે પાર્ટી આપવા તૈયાર રહેજે..
બધાને ‌કહી દેજે... "




" બોલો...... શું જોઈએ પાર્ટીમાં... હવે શરત હારી ગયો એટલે આપવી તો પડશે..... જ.. તું તો યાર માસ્ટર નીકળ્યો.... આખરે શરત જીતી જ ગયો...એ પણ આટલા શોર્ટ ટાઇમમાં...!! તે આટલું જલ્દી કેવી રીતે કર્યું બધું !? " રાહુલ.
" એજ વાત છે ને....!! એ તમારે નહીં જોવાનું... એને હા પાડી એટલે બસ..! " અયાન
" હા ભાઈ હા.....ચલો, બધાં‌ પીઝા ખાશોને....?"

સાંજે રાહુલના ઘરે પાર્ટીમાં વાતચીત થઈ રહી હતી. મેરેજમાં રાહુલ અને અયાનની વચ્ચે બધાં ફ્રેન્ડસની હાજરીમાં આરુષિને જોઈ તેને પ્રપોઝ કરવાની શરત લાગી હતી.. બધા ફ્રેન્ડસે પણ સાથ પુરાવ્યો. આથી માત્ર મજાક અેક સિરીયસ શરત પર અટકી ગઈ. અને male ego ની વાત થાય.
અયાન પણ બોલ્યો કે હવે તો તેને હું પ્રપોઝ કરીને જ રહીશ...જોઈ લેજો .. રાહુલ તું પાર્ટી તૈયાર રાખજે..