Characterless Part - 20 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 20

Characterless

ગતાંકથી ચાલુ......

ઓગણીસમાં ભાગમાં તમે જોયું કે હોસ્પિટલમાં સમીક્ષાદીદીએ અમને એમની સાથે બનેલ ઘટના જણાવી તેનાથી મને ઘણા પ્રશ્નોના જવાબની કડી મળી ગઈ. આ બધી વાત રાહુલ માટે નવી જ હતી તેથી એને બધી વાત જણાવી અને મેં કહ્યું કે તું મને સાથ આપજે કારણ કે આ વાત આપણી દોસ્ત સરલની જિંદગી માટેની હતી જેમાં ઘણા ચહેરા ઉજાગર થશે એવી સંભાવના છે. અંતે મને એક વિચાર આવ્યો અને મેં એ વિચાર રાહુલને જણાવ્યો હવે જોઈએ આગળ શું થશે ?

રાહુલ ! મને એક વાતની નવાઈ લાગી પેલો ભાઈ સરલની જિંદગી બરબાદ કરવાની વાત કરતો હતો પરંતુ હજી સુધી એણે કંઈ જ એવું પગલું ભર્યું નથી એનો અર્થ એ કે એ ભાઈના મનમાં કંઈક તો ચાલી રહ્યું હશે અને એક અઠવાડિયાનો પ્રવાસ છે એમાં કંઈપણ થઈ શકે છે જો સાગર પણ આમાં શામેલ હોય તો ? રાહુલે કહ્યું બની શકે આકાશ, તો ચાલને એ ભાઈને જ આપણે પકડીએ. મેં કહ્યું ના દોસ્ત ! ઉતાવળે કંઈ જ પગલું ભરવું હિતાવહ નથી અને આપણી પાસે કંઈ સબુત પણ નથી. રાહુલે કહ્યું બરાબર ભાઈ.

અમારી ચર્ચા ચાલી રહી હતી અને ત્યાં સુરજના પપ્પા અમારી પાસે આવ્યા, મેં કહ્યું કાકા અમે સુરજને મળીને આવ્યા હવે અમે નીકળીએ છીએ અને હા સુરજને ભાન આવી જાય તો મને અથવા રાહુલને જ ફોન કરજો અમે બધાને જણાવી દઈશું બરાબર. કાકાએ કહ્યું સારું ત્યારબાદ મેં રાહુલને કહ્યું કાલે મળીને આગળની ચર્ચા કરીએ ઓકે ! રાહુલે કહ્યું ઓકે ભાઈ. પછી અમે બંને જણા ત્યાંથી પોતપોતાના ઘરે જવા નીકળ્યા.

હું ઘરે પહોંચ્યો પછી જમવાનું અને સાથે સાથે બીજા કામ પતાવીને મારા રૂમમાં ગયો અને વિચારોના વમળમાં ખોવાઈ ગયો કે શું હશે ? કોણ હશે ? પરંતુ શા માટે ?

એવામાં જ ફોનની ઘંટડી વાગી મેં સ્ક્રીન પર નજર કરી તો નિખિલનો ફોન હતો. નિખિલ બોલ્યો સોરી ભાઈ કામમાં હતો તેથી ફોન ના ઉપાડયો બોલ ભાઈ ! મેં કહ્યું એમ જ ફોન કર્યો હતો નિખિલ. નિખિલે કહ્યું ભાઈ મને ખબર છે હાલ જે પણ બધુ બની રહ્યું છે તેથી તું તકલીફમાં છે પરંતુ ચિંતા ના કર બધુ જ ઠીક થઈ જશે. મેં કહ્યું થેન્ક યુ દોસ્ત પછી કહ્યું ચાલ ભાઈ કાલે મળીએ નિખિલે કહ્યું ઓકે ભાઈ ! અને મેં ફોન કટ કર્યો.

હું સુવા જ જતો હતો અને કોઈકે દરવાજો ખટખટાવ્યો મેં દરવાજો ખોલ્યો તો કાવ્યા હતી, મેં એને રૂમમાં આવકારી. બોલ કાવ્યા કેમ છે ? ઘણા દિવસે મળી, ગામડે ગઈ હતી ને કેમ છે દાદા-દાદી. કાવ્યાએ કહ્યું બધા જ ખુશ અને તંદુરસ્ત છે બસ ફક્ત તારા સિવાય. આટલું બધુ થઈ ગયું અને તે મને જણાવ્યું પણ નહીં આકાશ ? આ તો નિખિલે મને જણાવ્યું. મેં કહ્યું શું જણાવત તને કાવ્યા ! જવા દે ચાલ. કાવ્યાએ કહ્યું આકાશ તને તો બહુ જ નફરત છે Characterless શબ્દથી અને આજે તારા કેરેક્ટર પર વાત આવી એટલે પોતાનું દુઃખ છુપાવીને ફરે છે, તારી આંખો કેટલું બધુ કહી રહી છે. મેં કહ્યું કોને દોષ આપુ બોલ કાવ્યા ? અફવા એવી તલવાર છે જેના ઘા લોકો જોવે છે પરંતુ જોઈ શકતા નથી, કાવ્યાએ માથું હલાવીને સંમતિ દર્શાવી.

કાવ્યાએ કહ્યું નિખિલ આવતો હતો પરંતુ મેં જ એને ના પાડી કારણ કે મને ખબર છે છોકરાઓ પોતાનું દર્દ એમના દોસ્તને જણાવશે પરંતુ એ દોસ્ત એનું દર્દ નહીં જોઈ શકે અને અમુકવાર વાત પુરી થાય એની પહેલા કહેશે કે ભાઈ ! ચિંતા ના કર બધુ જ ઠીક થઈ જશે. સાથે સાથે પોતાનું દુઃખ જણાવતો વ્યક્તિ પણ દોસ્ત સામે અમુક વાત કરતા અચકાશે. જો છોકરી દોસ્ત હશે તો નાની નાની વાત સાંભળશે અને પછી આગળ વાત કરશે જેથી મનનો બોજ હલકો થઈ જાય પરંતુ એનો અર્થ એવો પણ નથી કે દોસ્ત વાત નથી સમજતો એ વાત તો માનવી જ રહી કે છોકરાઓના જેવી દોસ્તી ક્યાંય જોવા ના મળે.

ચાલ આકાશ બોલ કંઈ કહેવું છે તારે મનમાં ના રાખ, મેં કાવ્યાની સામે જોયુ અને થોડી સ્માઈલ આપીને કહ્યું થેન્ક યુ યાર ! કાવ્યાએ કહ્યું એકવાર રડવું હોય તો રડી લે પરંતુ આ રીતે સ્માઈલ ના આપ. મેં કહ્યું કંઈ નહીં કાવ્યા એ તો બધુ ઠીક થઈ જશે. તું આવી મને ગમ્યું અને સમય ઘણો થઈ ગયો છે ચાલ હું તને મુકવા આવું. કાવ્યાએ મોઢું બગાડીને કહ્યું કંઈ બોલ્યો તો નહીં જ અને પાછો બેસવા પણ નથી દેતો. મેં કહ્યું કાલે વાત કરીશું બસ ! પછી હું કાવ્યાને ઘરે મુકીને આવ્યો ત્યારબાદ ઘરે આવીને સુઈ ગયો.

બીજા દિવસે બધુ કામ પતાવીને હું કોલેજ જવા માટે નીકળ્યો, કોલેજમાં પહોંચ્યો ત્યાં રાહુલ ઉભો જ હતો અમે બંને જણા સાથે ક્લાસમાં પહોંચ્યા. અમે પાટલીએ જઈને બેસ્યા આજે સાગર અમારી પાસે નહોતો બેસ્યો એ આગળ મિલનની પાસે બેસ્યો હતો પછી લેકચર શરુ થયું.

ચોથું લેકચર આવ્યું અને ત્યાં જ અમારા વિભાગના હેડ નવીન સર આવ્યા અને કહ્યું કે વિધાર્થીમિત્રો અમુક કારણોસર આપણા પ્રવાસની તારીખ બદલવામાં આવી છે તેથી ઠીક ૧૦ દિવસ બાદ પ્રવાસમાં જવાનું છે ઓકે ! અમે કહ્યું ઓકે સર, પછી નવીન સર તેમના કેબીનમાં ગયા.

સરના ગયા પછી રાહુલે તરત જ મને કહ્યું ભાઈ ! ફાયદો થયો આપણને. મેં કહ્યું ફાયદો ? તો રાહુલ બોલ્યો સાંભળ ૧૦ દિવસ પછી જવાનું થશે તો તું પણ આવી શકીશ પ્રવાસમાં જેથી આપણે બંને સાથે હોઈશુ તો ઘણો ફરક પડશે સમજ્યો અને બીજી વાત ત્યાં સુધી આપણે હકીકત સુધી પણ પહોંચી શકીશું, મેં કહ્યું બરાબર છે ભાઈ.

આમ ને આમ આજનો કોલેજનો સમય પસાર થઈ ગયો પરંતુ સાગર એકદમ બદલાયેલો લાગ્યો મેં એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંઈ જ થઈ ના શક્યું. જતા જતા મેં અને રાહુલે નક્કી કર્યું કે વિજયભાઈની સાથે જે ભાઈ હતો એના વિશે માહિતી મેળવીએ શાયદ કંઈક નવી વાત જાણવા મળે અને અમે બાઈક લઈને નીકળ્યા અને રસ્તામાં હતા ત્યાં જ મારા ફોનની ઘંટડી વાગી અને મેં જોયુ તો સુરજના પપ્પાનો ફોન હતો. મેં કહ્યું બોલો કાકા ત્યાં તો કાકા હરખાતા હરખાતા બોલ્યા કે બેટા ! સુરજ ભાનમાં આવી ગયો છે, એમના શબ્દોમાં એટલી ખુશી હતી ને ! પપ્પા તો પપ્પા જ દોસ્ત.

મેં કહ્યું વાહ ! શું ખુશખબરી આપી છે તમે, અમે હાલ જ આવીએ છીએ. મેં ફોન મુક્યો અને રાહુલને કહ્યું ભાઈ સુરજ ભાનમાં આવી ગયો છે. રાહુલ પણ ખુશ અમે બંને મિત્રો તરત જ હોસ્પિટલ માટે નીકળ્યા.

બાઈક પાર્ક કરીને તરત જ અમે સુરજના રૂમમાં પહોંચ્યા, ત્યાં પહેલાથી સુરજના પપ્પા અને ડોક્ટર હાજર જ હતા. ડોક્ટર ચેકઅપ કરતા હતા પછી મેં પૂછ્યું સર તમારો ખુબ ખુબ આભાર. ડોક્ટરે કહ્યું તમારા મિત્ર એ સારી લડત આપી જેને જીવવું હોય ને એ કોમામાંથી પણ બહાર આવી જાય છે. અને હા દર્દીને ભાન તો આવી ગયું છે પરંતુ એને બોલવાની મનાઈ છે અને શરીરમાં અશક્તિ પણ છે જેથી એ થોડા દિવસ આરામ કરે તો સારું રહેશે. જેને પણ દર્દીને મળવું હોય એ ૪-૫ દિવસ પછી આવે તો જ સારું કારણ કે દર્દીને આરામની અંદર ખલેલ ના પડે. મેં કહ્યું વાંધો નહીં સર, પછી ડોક્ટરસાહેબ બહાર ગયા. અમે જોયુ તો સુરજ અમારી સામે જોઈ રહ્યો હતો, મેં એનો હાથ પકડયો અને કહ્યું કેટલો યાદ કરતા હતા તને ! અને મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા. અમે થોડીવાર ત્યાં બેસ્યા ત્યારબાદ કાકાને કહ્યું અમે ૪-૫ દિવસ પછી આવીશું બધા મિત્રોની સાથે. પછી અમે હોસ્પિટલમાંથી નીકળ્યા.

અમે બહાર પહોંચ્યા ત્યાં જ રાહુલે કહ્યું ભાઈ ! સુરજ ભાનમાં આવી ગયો છે હવે આપણે એને પૂછી શકીશું કે એ સરલ વિશે શું વાત કરવાનો હતો. મેં કહ્યું હા મારા ભાઈ ! તોપણ આપણે આપણી રીતે તપાસ તો ચાલુ જ રાખીશું. સુરજ જોડે માહિતી લઈએ એની પહેલા મારી પાસે એક સરસ યોજના છે એનાથી ઘણો ફરક પડશે અને આપણે એ જાણતા જ નથી કે સુરજ સરલ વિશે શું વાત કરવાનો છે જો આ યોજના સફળ થાય અને એની કડી સુરજની વાતમાં જોડાય તો આપણે એક નિષ્કર્ષ પર આવી શકીએ.

આમ ને આમ ચાર દિવસ વીતી ગયા

૪ દિવસ બાદ..............

ચોથા દિવસે બપોરે સુરજના પપ્પાનો ફોન આવ્યો. મેં કહ્યું બોલો કાકા ! તો કાકાએ કહ્યું બેટા જલ્દી આવી જા સુરજ તને કંઈક કહેવા માંગે છે. મેં કહ્યું હા કાકા ! હું હાલ જ નીકળ્યો કાકા થોડા ચિંતામાં જણાતા હતા. મેં રાહુલને ફોન કર્યો અને તરત જ હોસ્પિટલમાં આવવાની વાત કરી.

હું અને રાહુલ હોસ્પિટલમાં પહોંચ્યા, રૂમની આગળ કાકા ઉભેલા હતા અને એમને કહ્યું સુરજ એમ કહે છે કે આકાશને બોલાવો મારે વાત કરવી છે. મેં કહ્યું કાકા તમે થોડીવાર શાંતિથી બહાર બેસો અમે અંદર જઈએ છીએ બરાબર. હું અને રાહુલ સુરજના રૂમમાં ગયા, સુરજ બેસવા જતો હતો ત્યાં મેં એને ખભેથી પકડીને ધીમેથી બેસાડયો.

સુરજ બોલવા ગયો ત્યાં જ મેં કહ્યું શાંતિથી ભાઈ ! કંઈ જ ઉતાવળ નથી બરાબર. ત્યાં જ એને રાહુલ સામે જોયુ. મેં કહ્યું બોલ સુરજ ! રાહુલને મેં જ બોલાવ્યો છે.

સુરજે કહ્યું આકાશ મારો એક્સિડન્ટ થયો એના થોડા સમય પહેલા મેં તને ફોન કર્યો હતો યાદ છે તને ? મેં કહ્યું હા ભાઈ તો ! સુરજે ઉમેર્યું કે એ વખતે હું સરલ વિશે વાત કરવાનો હતો. તે દિવસે હું બજારમાંથી ઘરે પાછો ફરતો હતો અને નિખિલની સોસાયટીની પાસે પહોંચ્યો ત્યાં એ બાજુ એક રૂમ છે જ્યાં મને બૂમ સંભળાણી અને મને કંઈક અજુગતું લાગ્યું એટલે હું ત્યાં ગયો અને બારીમાં નજર કરી તો ત્યાં સાગર, વિજયભાઈ અને સાથે ત્રીજો એક ભાઈ પણ હતો. મને નવાઈ લાગી કે આ લોકો અહીંયા શું કરે છે હું ત્યાં બારીએ જ ઉભો રહ્યો. પછી જોયુ તો એ બધા એક છોકરીની જિંદગી બરબાદ કરવાની યોજના બનાવી રહ્યા હતા પછી એમની ચર્ચામાં મેં સાંભળ્યું કે સરલ હવે તો તારી જિંદગી બરબાદ !

હું તો આ બધુ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અરે આ લોકો શું કરી રહ્યા છે ? સાગર કેમ સરલની જિંદગી બરબાદ કરવાની વાત કરે છે અને ત્યાંથી હું થોડે દૂર રોડ સાઈડ આવ્યો અને પછી તને ફોન કર્યો. વાત કરતા કરતા તો ફોનની બેટરી પતી ગઈ. અને આ વાત સાંભળીને હું ચિંતામાં હતો અને ત્યાં જ અચાનક મારી તરફ એક ગાડી આવી અને હું બચવા ગયો પરંતુ મને ટક્કર વાગી ગઈ અને ત્યાં જ નિખિલને મેં મારી તરફ આવતો જોયો હું એને કહેવા જ જતો હતો પરંતુ પછી તો મને ખબર જ નહીં કે શું થયું.

સુરજની વાત સાંભળી હું અને રાહુલ તો સ્તબ્ધ જ હતા, મેં સુરજને મારા ફોનમાંથી એક ફોટો બતાવ્યો અને પૂછ્યું કે સાગર અને વિજયભાઈની સાથે જે ત્રીજો વ્યક્તિ હતો એ આ જ હતો તો સુરજે કહ્યું હા ભાઈ આ જ હતો. પછી મેં કહ્યું સુરજ અમને દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા છે પરંતુ હજી ઘણા જવાબ હું ખુદ સાગર જોડે મેળવવાના છે.

ત્યારબાદ મેં સુરજ જોડે એના એક્સિડન્ટ પછી જેટલી પણ ઘટના બની હતી એ જણાવી તેથી અમે આખી વાતથી વાકેફ થઈ ગયા, ફક્ત હવે કારણ અને યોજના જાણવાની બાકી છે.

સાગર ! તને તો હું નહીં છોડું અને રાહુલને કહ્યું હાલ ને હાલ બધાને જ ફોન કરીને જણાવ કે સુરજને ભાન આવી ગયું છે બધા લોકો મળવા આવો.

આજ હોગા તાંડવ !

હવે ટૂંક જ સમયની અંદર અમારા મિત્રોની આખી ટુકડી હોસ્પિટલમાં હાજર થઈ જશે. સાગર જોડે જવાબ લેવાના છે આજે ! હવે આગળ શું થશે એ જોવા માટે તમારે ૨૧ માં ભાગની રાહ જોવી જ પડશે. મને ખબર છે તમને જાણવાની ઉતાવળ છે પરંતુ તમારા કરતા વધારે જાણવાની તીવ્રતા મને છે.

હવે આપણે ૨૧ માં ભાગ મળીશું એના પછી મળવાનું નહીં થાય કારણ કે ૨૧ મો ભાગ એટલે અંતિમ ચરણ !

સ્માઈલ પ્લીઝ
(જીવનના રંગમંચમાં ફક્ત આપણી સ્માઈલ જ આપણો સાથ આપે છે)

વધુ આવતા અંકે...........