PARVARISH books and stories free download online pdf in Gujarati

પુસ્તક સમીક્ષા : પરવરિશ

પરવરિશ: સંપૂર્ણ સમાજ ઉપયોગી પુસ્તક
પુસ્તકનું નામ પરવરિશ લેખક જયદેવસિંહ સોનગરા પ્રકાશક દીવ્યપથ કેમ્પસ darshan trust મેમનગર અમદાવાદ .

કહેવાય છે કે એકલતામાં વાંચન એ ઉત્તમ મિત્ર તરીકે નું કામ કરે છે. મારા પિતાજીએ નાનપણથી મારામાં વાવેલું વાંચનનું બીજ જે આજે સંપૂર્ણ ફૂલ્યું ફાલ્યું છે. એ અર્થમાં પરિવારના સભ્યો કે મિત્રવર્તુળ કે મારરા વિદ્યાર્થીઓને પ્રસંગોપાત અવનવા પુસ્તકોની ભેટ આપતી રહું છું અને મેળવતી રહું છું.આ દિવાળી વેકેશનમાં મારા દીદી તરફથી મળેલ પુસ્તક : 'પરવરિશ'દિવાળીની જ નહિ,પણ જિંદગીની યાદગાર ભેટ બની રહી.
અમદાવાદ શહેરની શ્રેષ્ઠ શાળા નું એવોર્ડ મેળવનાર આ પુસ્તકના લેખક શ્રી જયદેવસિંહ સોનગરા સાબરકાંઠા જિલ્લાના વતની છે. વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં થી ઘણું શીખી જાણીને આવ્યા છે,તેમના સંચાલન હેઠળની શાળાઓમાં 0% માંથી ૧૦૦ ટકા પરિણામ મેળવવામાં સફળતા હાંસલ કરેલ છે ,તો ૨૦૧૧માં દિલ્હી iit ઇફેક્ટિવ સોલ્યુશન પર વિશ્વના 600 આચાર્ય સામે પેપર પ્રેઝન્ટેશન કરેલ છે. છેલ્લા ૩૦ વર્ષના સતત શૈક્ષણિક અનુભવમાં આદર્શ શિક્ષક, આચાર્ય અને કુશળ નિયમ તરીકેના પદ શોભાવતા, આ બધાના અનુભવોના નિચોડરૂપે તેઓએ લખેલ પુસ્તક ખરેખર સંપૂર્ણ સમાજ ઉપયોગી પુસ્તક છે.
આજના જમાનામાં બાળઉછેર કેમ કરવું, સફળ માતા પિતા કેમ બનવું, શિક્ષક તરીકે શું કરવું, આચાર્ય કે નિયામક તરીકે સંસ્થા ચલાવવા જેવી બાબતોના અલગ-અલગ વિવિધ પુસ્તકો આપણે વાંચતા હોઈએ છીએ, પણ આ બધા પાસા ને એક જ પુસ્તકમાં સરળ, સુંદર રીતે સમજાવાની રીત ગાગર માં સાગર સમાન છે.
ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાની આદર આપવો અને તેનું સન્માન જાળવવું, સેવા કરવી એ સ્વાભાવિક છે. એવી સંસ્કૃતિમાં ઉછરેલા બાળકો પણ આજે મોટા થઈને વૃદ્ધ,પરવશ માબાપને છોડી દેતાં અચકાતા નથી, ત્યારે આ પરિસ્થિતિ કઈ રીતે અટકાવવા તથા સંયુક્ત કુટુંબની ભાવના કઈ રીતે જાળવી રાખવી અને બાળકનો ઉછેર કઈ રીતે કરવો તે બાબતનું માર્ગદર્શન પણ અહીં આપણને મળી રહે છે.. તો આચાર્ય દેવો ભવ ની ,,,જેમ છાત્ર દેવો ભવ નું આદર્શ પણ શિક્ષણ જગતમાં હોવું જરૂ રી છે, ' પરસ્પર દેવો ભવ'ની ભાવના થી કલ્યાણ થાય છે. આવી ભાવના શિક્ષક તરીકે કેળવવી જોઇએ અને વિદ્યાર્થી એ ભા વ કઈ રીતે કેળવે તે જોવાની શિક્ષકની ફરજ છે ,આ બધી બાબતો ઊંડાણપૂર્વક સુંદર રીતે સમજાવવામાં આવી છે.તો આચાર્ય તરીકે એક સાચા નેતા કેવા હોવા જોઈએ અને વિદ્યાર્થી, શાળા ,સંસ્થા ,શિક્ષકો અને સમાજ સાથે દેશનો ઉત્તમ ઘડતર નિર્માણમાં ફાળો આપવા માટે પણ આ પુસ્તક ખૂબ ઉપયોગી બની રહે છે.
પરવરિશ નામનો અર્થ સાર્થક કરતું આ પુસ્તક બાળક શું કહે છે એટલે કે આપણી પાસેથી બાળક શું ઇચ્છે છે તે બાબતથી બાળકના ક્રમશઃ વિકાસ ના તબક્કા, શાળા પસંદગી, માધ્યમ અંગે વાતો ની ચર્ચા, એક સાચા અને સારા વાલી બનવામાં મદદરૂપ થાય તેમ છે. શિક્ષક વિદ્યાર્થી સાથે કઈ રીતે વર્તવું આદર્શ શિક્ષક તરીકે કઈ રીતે કામ કરવું અને કઈ રીતે કામ લેવું તેની વિશદ છણાવટ ખરેખર દાદ માંગી લે તેવી છે અને છેલ્લે દરેક વ્યક્તિને ઉપયોગી થાય તેવી કેળવણીની એબીસીડી આખા પુસ્તક માટે શિરમોર સમાન છે. ખરેખર આવું પુસ્તક શિક્ષણના ત્રણે ઘટક વાલી/ શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ પર મોટો ઉપકાર બની રહે છે એમ કહીશ તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય.
અહીં કિશોરલાલ મશરૂવાળા ના શબ્દો યાદ આવે છે કે ભવિષ્યના નવા ઉજજવલ ચિત્રો નિર્માણ કરવા અને તેને ધ્યેય રૂપ કરવા એ કેળવણી નો પાયાનો પ્રયત્ન હોવો જોઈએ.એવો પ્રયત્ન સાચા અર્થમાં કરનાર કેળવણીકાર જયદેવસિંહ સોનાગરા ને અભિનંદન.
સૌ વ્યક્તિ.. પછી તે વિદ્યાર્થી, કોઈ શિક્ષક હોય ,ભાવિ શિક્ષકો હોય, વાલી, આચાર્ય હોય કે નિયામક હોય ..સહુ કોઈને વાંચવાલાયક આ પુસ્તક છે.
વાલીઓ માટે તો એક જીવંત સંપર્ક સૂત્ર છે તેમાંથી આપ રોજબરોજના પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો.