love trejedy - 30 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 30

હવે આગળ,
દેવ અને ભાવેશ પાર્કિંગ માં જતા હોય છે ભાવેશથી હવે સહન થતું નથી એટલે દેવને પૂછી બેસે છે દેવ આ બદલાવ નું કારણ હું જાણી શકું છું ?
દેવ : ભાવેશ તું થોડીવાર શાંતિ નથી રાખી શકતો?
ભાવેશ : ના કાલની તો શાંતિ રાખી છે ક્યાં સુધી તું મારી પરીક્ષા લઈશ ?
દેવ : મારે કોઈ પરીક્ષા નથી લેવી હું તને બધું કહીશ પણ ક્યાંથી વાત શરૂ કરવી તે મને સમજાતું નથી !
ભાવેશ : તારા અને કાજલ વચ્ચે કાઈ થયું છે?
દેવ : ના . કેમ એવું પૂછ્યું?
ભાવેશ : તારું કાલનું બદલાયેલું વર્તન જોઈને કહું છું ?
દેવ : ના કાઈ નથી થયું કાજલ સાથે બસમાં વાત થઈ .કાજલના ઘરે ખબર પડી ગઈ છે તેને મને તેની પાછળ ફરીને હું મારું ભવિષ્ય ના બગાડું એવું કીધું છે એટલે હું બધું ભૂલીને ભણવામાં મન લગાવું છું.
ભાવેશ:હા પણ તો તમે બંને કોન્ટેકટ માં તો રહેવાના હસો ને ?
દેવ : ના આજ થી તેના અને મારા રસ્તા અલગ થઈ ગયા છે .
ભાવેશ : પણ કેમ ?
દેવ : તે તેના મમ્મી પાપા નું નામ ખરાબ થાય તેવું તે નથી ચાહતી,તે પોતાની ખુશી માટે તેના મમ્મી પપ્પા ને ધોકો આપવા નથી માંગતી,તે પોતાનું સપનું પૂરું કરવા માટે અહીં કોલેજ કરે છે અને મને દૂર રહેવાની અને તેની પાછળ ના ફરવાનું પણ કહ્યું.
ભાવેશ: હા તો આપણે હવે તેની પાછળ નહીં જઈએ.
દેવ : હા કાલથી હું સવારે વહેલી બસમાં આવીશ ?
ભાવેશ : કેમ ?
દેવ : કેમ કે કાજલ જે બસમાં આવે છે તે બસમાં હું આવવા નથી માંગતો અને તે બસમાં ના એવું તો પણ તે અહીં બસ સ્ટોપ પર મળે તેવું હું નથી ચાહતો.
ભાવેશ : સારું તો તું અમરેલી પહોચવા આવે એટલે મને કૉલ કરી દેજે હું બસ સ્ટોપ પર આવી જઈશ.
દેવ : હા અને કાલથી તું પણ કાજલનું નામ ના લે તો વધુ સારું કેમ કે હું તેને ભૂલવા માંગુ છું અને મારું ભવિષ્ય બનાવા માંગુ છું કાજલને તેનું ભવિષ્ય ના બનાવા માટે પણ આપણે ના રોકી શકીએ એક છોકરીની જિંદગી આપણે ખરાબ ના કરી શકીએ મારા ઘરે પણ બહેન છે એટલે મને ખબર છે .
ભાવેશ : હા મારા ઘરે પણ છે એટલે આપણે તેને હેરાન નહીં કરીએ આપણે આપણું ભવિષ્ય બનાવશું અને પછી બીજી જગ્યા એ ધ્યાન આપશું.
દેવ : હા ભાવેશ આપણે કાલથી કલાસમાં ધ્યાન આપશું અને હવે આપણી જિંદગીમાં કોઈ છોકરીની તરફ ધ્યાન નહીં આપીએ .
બંને એકબીજાના મનની વાત કરે છે અને બાઇક લઈને બસ સ્ટોપ પર પહોંચે છે દેવ ત્યાંથી બસમાં બેસી ઘર તરફ રવાના થાય છે તો બીજી તરફ ભાવેશ પણ દેવને મૂકીને પોતાના ઘર તરફ આગળ વધે છે.દેવ પણ બસમાં બેસીને આજે જે નિર્ણય લીધો છે તેના પર અમલ કરવાનો વિચાર કરે છે તો બીજી બાજુ તે નિર્ણય ભાવેશ પાસેથી પણ અપેક્ષા રાખે છે કે તે પણ આ નિર્ણય માં સાથ આપે અને તે પણ ભણવામાં ધ્યાન આપે તે વિચાર કરે છે અને ક્યારે ઘર આવી જાય છે તે દેવને ખબર પડતી નથી.દેવ બસમાંથી ઉતરી ઘર તરફ ચાલવા લાગે છે આજે તેના ચહેરા પર એક અલગ જ મુસ્કાન તરવરે છે .
શુ દેવ લીધેલા નિર્ણયમાં અટલ રહેશે? શુ દેવ આ નિર્ણય નો અમલ ભાવેશ પણ કરશે? શુ દેવ કાજલને ફરીવાર મળશે? શુ દેવ લીધેલા નિર્ણયમાં કારગર સાબિત થશે? વગેરે માટે વાંચતા રહો લવની ભવાઇ.