Footpath - 12 - last part books and stories free download online pdf in Gujarati

ફૂટપાથ - 12 - અંતિમ પ્રકરણ

આ સાથે વાર્તા ફૂટપાથ આજે પૂરી થાય છે. આપ સૌના સાથ સહકાર વગર મારા માટે આ શક્ય ના બન્યું હોત. આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર.
સ્પેશિયલ આભાર @મીરાસોનજી_મેડમ નો જેમણે એક ટૂંકીવાર્તા ને આગળ વધારવા પ્રેરણા પૂરી પાડી અને @ssndeep_sir નો જેમણે વાર્તાને એક નવી દિશા આપી
-----------------_--------------_---------------_----------


સંદિપ ગામમાં પહોચ્યો ત્યારે માબાપુએ અનેક સવાલો કર્યા હતા પરંતુ સંદિપે તમામ સવાલોના જવાબો આપવાનુ ટાળ્યું હતું અને પોતાની જાતને ખેતરોમાં વ્યસ્ત કરી લીધી હતી. મા અંદરોઅંદર સમજી ગઇ હતી કે સંદિપ અને પૂર્વી વચ્ચે કોઈ મતભેદ થયો હશે, અને આશા રાખતી હતી કે સમય જતાં ગુસ્સો ઠંડો પડી જશે અને ઘીના ઠામમાં ઘી ઢળી જશે.
પૂર્વી ગામે આવી ત્યારે। માબાપુની આશાાવધી રહી કેે
પૂર્વી તેની સમજણ થી બધુુ સંભાળી લેશે.
બે દિવસ પૂૂૂૂૂૂર્વી રોકાઇ તે દરમિયાન માબાપુને કંઇજ છુપાવ્યા વગર બધી વાત કરી અનેે સંદિપ સાથે શહેર પાછા ફરવાની વાત કરી .
માની આંંખો માં પાણી આવી ગયા ,આટલી સહજતાથી
સ્વીકારી શકાય તેમ નથી અને છતા પૂર્વીના વ્યવહાર માં છલકાતી શાલીનતા એમને વિહ્વળ કરી ગઈ.
આ દરમિયાન પૂર્વી સંદિપ સાથે વાતચીત કરી બંનેની સાથે મનોચિકિત્સક દ્વારા મદદ લઇ આગળ વધવા સમજાવવા માં સફળ રહી.
શહેર પાછા ફર્યા બાદ પણ સંદિપ અને પૂર્વી ના રુમ અલગજ રહ્યાં અને કાઉન્સિલરની નિયમિત મુલાકાત ચાલુ રહી, આ સમય દરમિયાન પૂર્વીએ ગામનુ ખેતર સંપૂર્ણ રીતે છોડાવી લીધુ અને ત્યાં આધુનિક ટેક્નોલોજી અને ઓર્ગેનિક ખેતી ની મદદથી સુવ્યવસ્થિત આવક ઊભી કરી દીધી, હવે સંદિપ પણ આ સ્વીકારી રહ્યો હતો અને સાથે સાથે પૂર્વીને ચોખવટ પણ કરી લેતો કે સમય આવે થતી બચત પૂર્વીના નામ પર જ કરાશે .
સમય સરતો રહ્યો અને પૂર્વી અને સંદિપ વચ્ચે એક નવી મિત્રતા બંધાઈ રહી પરંતુ હજી પણ બંનેના રુમ અલગ જ રહ્યાં
પૂર્વીએ પોતાના માતપિતાની સંપત્તિ માંથી પચાસ ટકા સુધીની રકમનું એક ટ્રસ્ટ બનાવ્યું જે NGO ની મદદથી ફૂટપાથ ઉપર રહેતા લાચાર ગરીબોના બાળકોની શિક્ષા, યુવકોને રોજગાર અને યુવતીઓ માટે ગૃહઉદ્યોગ વિકસાવવા કાર્યરત રહે તેવી જોગવાઇ કરવામાં આવી.
હવે સંદિપ પણ આ બધાં કામમાં સાથ આપતો અને નોકરી પછીનો બધો સમય તેમાંજ વ્યસ્ત રહેતો.
સમય પસાર થતો રહ્યો ,આજે પૂર્વી સવારથી થોડી અસ્વસ્થ લાગી રહી હતી, સંદિપે બે ત્રણ વાર પૂછ્યું પણ ખરુ, પરંતુ પૂર્વી વાત ટાળી રહી. આખરે રાતે ડીનર પછી પૂર્વી બોલી, "સંદિપ આજે ફરીથી તારી સાથે થોડીક સ્પષ્ટતા કરવા માંગુ છું, આશા રાખુ કે તું મને સમજી શકીશ
સંદિપનુ હૃદય એક સેકન્ડ ધબકવાનુ ચૂકી ગયું અને પૂર્વી આગળ બોલી "અત્યાર સુધી માત્ર તારીજ નહીં પરંતુ મારી પણ માનસિક સારવાર ચાલુ જ હતી, પૂરતા પ્રયત્નો કર્યા પછી પણ હું એ રાત નથી ભૂલી શકતી, તને નહોતી ખબર પણ ત્યારે હું પ્રેગન્નટ હતી અને એ રાત્રે મેં માત્ર તારા પ્રત્યે ની લાગણિઓ જ નહીં પરંતુ આપણુ બાળક પણ ગુમાવી ચૂકી. ઘણા પ્રયત્નો કર્યા છતાં મારા દિલોદિમાગ માંથી એ રાત ભૂલાતી નથી, ખૂબ પ્રેમ કરું છું તને પરંતુ હવે કદાચ પતિપત્નિ તરીકે તારી સાથે ક્યારેય નહીં રહી શકું, થાકી ગઈ છું જાત સાથે લડતા લડતા અને એટલેજ હું મારા ભાઈ અપૂર્વ પાસે ઓસ્ટ્રેલિયા જઇ રહી છું આવતીકાલ સાંજના ફ્લાઈટ છે, થોડો સમય દૂર રહેવાથી કદાચ વધુ સ્પષ્ટ વિચારી શકાય. તારી પાસે અપેક્ષા રાખીશ કે તું આ ઘરમાંજ રહે અને NGO ના કામની દેખરેખ રાખે"
એક લાંબી શાંતિ બાદ સંદિપ બોલ્યો, "તારા દરેક નિર્ણય મંજૂર છે મને, આજ કદાચ સજા હશે મારી, પરંતુ હવે એક વાત ખાતરીપૂર્વક કહી શકું કે હું તારી રાહ જોઇશ અને પતિ પત્ની ના સબંધો ભલે ના હોય, હું તારો મિત્ર બનીને રહેવામાં પણ ધન્યતા અનુભવીશ, અંહીના તારા દરેક કામ હું શ્રેષ્ઠ રીતે કરવા સતત પ્રયત્નશીલ રહીશ અને હા! આખરી વાત હું જીંદગીના છેલ્લા શ્વાસ સુધી તારી રાહ જોઇશ. "

પાંચ વર્ષ પછી :
પૂર્વી દર વર્ષે ભારત આવે છે અને ગામમાં રહેતા માબાપુ સાથે થોડાક દિવસ રોકાય છે, શહેરમાં NGO ના કામ ઉપર એક નજર કરી ,ઓસ્ટ્રેલિયા પાછી ફરે છે.
સંદિપ આજે પણ પૂર્વીના ફ્લેટ પરજ રહી પૂર્વીના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે. ગામડે માબાપુ પણ એકવાર ફરી બધુ સારુ થઈ જશે અને પૌત્ર પૌત્રી ને રમાડી શકાશે એવી આશાએ દિવસો પસાર કરી રહ્યા છે. પૂર્વી સારી અને નરસી બંને યાદો સાથે જીવવાનો પ્રયત્ન હજી પણ કરી રહી છે.