Hakikat - 2 books and stories free download online pdf in Gujarati

હકીકત - 2

Part:-2

સવારના પાંચ વાગવા આવ્યા હતા પણ વંશની આંખમાં ઊંઘ નહતી અને હોય પણ ક્યાંથી આજે ઈન્ટરનશીપ માટેનું મેરીટ જાહેર થવાનું હતું.વંશને પોતાની પર વિશ્વાસ જ હતો પરંતુ છતાં પણ આ માનવ મન કેહવાય ને એટલે તેને આખી રાત નીંદર આવી નહોતી. મેરીટ સવારે આઠ વાગે વેબસાઇટ પર મૂકાવાનું હતું.એટલે આઠ વાગ્યા સુધી તો રાહ જોવાની જ હતી.

" વંશ, આઠ થવા આવ્યા છે,ભાઈ ઊભો થા હવે!!" વંશ
કયારેય પણ આટલા મોડે સુધી સૂતો નહિ એટલે તેના રૂમમેટ્સ ને થોડી નવાઈ લાગી.
વંશને સવાર પડતાં પડતાં થોડી આંખ મળી ગઈ હતી.તેને ઘડિયાળમાં જોયું તો આઠ થઈ ગયા હતા.એ ઊભો થયો અને ફ્રેશ થઈ કેન્ટીનમાં જઈ બેઠો.હજુ સુધી તેને પોતાનું મેરીટ જોયું નહતું. વંશે પોતાનો મોબાઇલ હાથમાં લીધો અને પછી કાઈક વિચારી મોબાઇલ બંધ કરી મૂકી દીધો. ખબર નહિ પણ વંશ ને મેરીટ જોવામાં ડર લાગી રહ્યો હતો. વંશ હજુ મનમાં આવા બધા વિચાર કરી રહ્યો હતો ત્યાં શિખા એ પાછળ થી આવી વંશ ની આંખો પર પોતાની હથેળી મૂકી આંખો બંધ કરી દીધી.
" શિખા....શિખા..આ શું કરી રહી છે??" વંશને અચાનક કાઈ સમજાયું નહિ.
"સરપ્રાઈઝ............."શિખા એ વંશની આંખો પરથી જેવો હાથ લીધો કે તરત જ શિખા અને બીજા તેના ફ્રેઇન્ડ્સ જોરથી બોલી ઉઠ્યા.
વંશ એ જોયું તો ટેબલ પર કેક હતી અને તેના બધા ફ્રેન્ડ્સ સામે ઊભા હતા.
" કોંગ્રરેચ્યુલેશન..... વંશ!!!!!! યુ આર સિલેક્ટેડ....!!!" શિખા તો એકદમ ખુશીથી બોલતી હતી.
"સાચે???????"હજુ તો વંશના માન્યામાં નહોતું આવતું.
"હા...."
" વોટ અબાઉટ યુ??" વંશે શિખાને પૂછ્યું.
"આઈ એમ ઓલવેઝ વિથ યુ." શિખા હસતા હસતા બોલી.
વંશે આટલું સાંભળતા તો શિખાને તેડી લીધી.શિખા પણ સિલેક્ટ થઈ ગઈ એટલે વંશની ખુશી તો જાણે સાતમે આસમાને પહોંચી ગઈ.વંશે ઘરે ફોન કરી પેહલા તેમને આ ખુશીના સમાચાર આપ્યા અને પછી બધા ફ્રેન્ડ્સે ભેગા થઈ આ ખુશી ને સેલિબ્રેટ કરી.
*

વંશ અને શિખા બીજા તેના ઇન્ટર્ન ડોક્ટર્સ સાથે મેક્સ હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં બેઠા હતા.થોડીવારમાં ડૉ.અગ્રવાલ અને બીજા ગેસ્ટ સ્ટેજ પર આવી ગયા.ડૉ.અગ્રવાલ ખુદ જ મેક્સ હોસ્પિટલના ઓનર હતા.ડૉ.અગ્રવાલે ખૂબ જ ટૂંક માં પોતાના વિશે તથા હોસ્પિટલ વિશે ઇન્ટ્રો આપ્યો.અને પછી એક ખૂબ જ મહત્ત્વના કામ માટે એટલે કે બધા જ ઇન્ટર્ન ડોક્ટર્સને શપથ લેવા માટે ઊભા કર્યા. વંશ તો આજે પોતાને ખુદને જ જોઈ રહ્યો હતો. સફેદ એપ્રોન સાથે પોતાનો એક હાથ આગળ કરી ડૉ.અગ્રવાલ જે શપથ લેવડાવતા હતા તે લઈ રહ્યો હતો.તેને લાગ્યું આજે આટલા વર્ષની મેહનત પછી ડૉ.અગ્રવાલ જેવા ડોક્ટર બનવાનું જે એનું સપનું હતું એનું પેહલું શિખર તેણે સર કરી લીધું અને હવે આવી જ રીતે ડૉ.અગ્રવાલના માર્ગદર્શન નીચે એ બહુ ઝડપથી જ પોતાની મંઝીલ સુધી પણ પહોંચી જશે. આજે વંશના મોં પણ એક અલગ જ ખુશી હતી કારણે કે આજે તે પોતાના ભગવાન ને આટલી નજીકથી જોઇ રહ્યો હતો અને હવે એમની સાથે જ કામ કરવાનો હતો.

રાત્રે પોતાના કવાર્ટરમાં સુતા સુતા વંશ આજે એક ડોક્ટર બનતા પેહલા જે શપથ લીધા હતા એના વિશે જ વિચારતો હતો અને તેને યાદ કરી રહ્યો હતો. વંશ હંમેશા સચ્ચાઈ ના રસ્તે જ ચાલવામાં માનતો.તેની ઈન્ટરનશીપ કાલ થી ઓફિસિયલી ચાલુ થવા જઈ રહી હતી. અને એટલે જ વંશ હંમેશા દરેક દર્દી પ્રત્યે એક ઈમાનદાર ડોક્ટર બની જ કાર્ય કરવા માંગતો હતો.
*

ત્રણ મહિના જેવું થઈ ગયું હતું હવે બધા ઇન્ટર્ન ડોક્ટર્સ ની બેઝિક પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ હતી અને હવે તેમને ઓપરેશન થીએટર માં જવાની અનુમતિ મળી ગઈ હતી.બધા ઇન્ટર્ન ની જુદા જુદા વોર્ડમાં ડયુટી રેહતી. વંશ અને શિખા ને હોસ્પિટલમાં તો કાઈ ખાસ ટાઈમ મળતો નહિ એટલે તેઓ રાત્રે ફ્રી હોય ત્યારે બહાર ડિનર માટે જતા.વંશ અને શિખા બન્ને બહુ જ ખુશ હતા. લગભગ હોસ્પિટલમાં પણ વંશ અને શિખા વિશે બધા જાણતા હતા.
*
વંશ અને શિખાં કેન્ટીનમાંથી આવી રહ્યા હતા ત્યાં તેઓ એ જોયું કે હોસ્પિટલના ગેટ પાસે કેટલા બધા મીડિયાવાળા આવી ઊભા હતા.વંશ અને શિખા દોડતા ત્યાં ગયા અને એક વર્ડબોય પાસે માહિતી મળી કે દિલ્હીના ટોપ ફાઇવ માં આવતા બિઝનેસ મેન મિ.ગુપ્તાનું એક્સિડન્ટ થયું હતું અને તેને આ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હતા એટલે જ મીડિયાવાળા તેમની માહિતી મેળવવા અહી પહોંચી ગયા હતા. એટલામાં એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ. મિ.ગુપ્તાની હાલત ખુબ જ ગંભીર જણાતી હતી.એમને ઝડપથી ઓપરેશન થીએટર માં શિફ્ટ કરવામાં આવ્યા.

ડૉ.અગ્રવાલે ફટાફટ ટીમ રેડી કરી.આ ટીમ માં વંશ અને શિખા પણ હતા. તેઓ બન્ને માટે આ પેહલુ જ ઓપરેશન હતું.ઓપરેશન શરૂ થઈ ગયું હતું. મિ.ગુપ્તાના બચવાના ચાન્સીસ બહુ ઓછાં હતા.તેમનું લોહી પણ કેટલું વહી ચૂક્યું હતું અને માથા ના ભાગ પર વધારે ઇજા થઈ હતી.
"ડૉ. પલ્સ ઘટી રહી છે.......... ઑક્સિજ ડિક્રીઝ......... પૂટ અ વેન્ટિલેટર.....ફાસ્ટ....... ગીવ ઇન્જેક્શન.........."ઓપરેશન થિયેટરમાં ડૉ.અગ્રવાલ બીજા ડોક્ટરને ફટાફટ ઇન્સટ્રેકશન આપી રહ્યા હતા. અને બીજા ડોક્ટર્સ તેને ફોલો કરી રહ્યા હતા. ઓ.ટી. માં ક્રિટીકલ સિચ્યુએશન હતી.વંશ અને શિખા પણ કો ઓપરેટ કરી રહ્યા હતા.
અચાનક જ મિ.ગુપ્તાનો શ્વાસ ફૂલાવા લાગ્યો.અને હૃદય ના ધબકારા ઓછા થવા લાગ્યા.
"ડૉ.વંશ, ફટાફટ સીધું હૃદય માં ઇન્જેક્શન લગાવ. ફાસ્ટ......ક્વિક...." પરિસ્થિતિ જોઈ ડૉ.અગ્રવાલે વંશને કહ્યું.
વંશે હાથમાં ઇન્જેક્શન લીધું પરંતુ એ સમયે ખબર નહિ એના મનમાં શું થઈ ગયું એ હાથમાં એમ જ ઇન્જેક્શન લઈ ઊભો રહી ગયો.
" બી ફાસ્ટ........ ઇન્જેક્શન........"ડૉ.અગ્રવાલ બોલી રહ્યા હતા પરંતુ તેની વંશ પર કાઈ અસર થતી નહોતી હજુ પણ તે હાથમાં ઇન્જેક્શન લઈ એમ જ ઊભો હતો.
"ઇડીયટ............ તુ ઓપરેશન થિયેટરમાં શું કરી રહ્યો છે?? ગેટ આઉટ......" ડૉ.અગ્રવાલ એકદમ ગુસ્સા સાથે વંશના હાથમાંથી ઇન્જેક્શન લઈ લીધું અને ઓ.ટી. માંથી બહાર જતા રેહવાનુ
કહ્યું.

મિ.ગુપ્તાની હાલત હવે સ્ટેબલ હતી અને ઓપરેશન સક્સેસ્ફૂલ રહ્યું હતું એ માહિતી મીડિયાવાળા ને આપી ડો.અગ્રવાલ આવી રહ્યા હતા.
"આઈ એમ સોરી સર!!" વંશ ડૉ.અગ્રવાલ પાસે આવી બોલ્યો.
"હવે સોરી નો કાઈ મતલબ નથી ડૉ.વંશ. એમનામ લોકો મને ભગવાન નથી માનતા મારામાં એ આવડત છે એટલે...... હવે પછી તુ ઓપરેશન થિયેટરમાં ના દેખાવો જોઈએ." ડૉ.અગ્રવાલ પોતાનું સ્ટેથોસ્કોપ સરખું કરતા નીકળી ગયા.
વંશે બે ત્રણ વાર સર.... સર....ની બૂમો પાડી પરંતુ ડૉ.અગ્રવાલે પાછું ફરી એકવાર પણ જોયું નહિ.
"વંશ, વોટ્સ રોંગ વિથ યુ???" શિખા એ વંશના ખભા પર હાથ રાખતા પૂછ્યું.ડૉ.અગ્રવાલ વંશ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે શિખા ત્યાં પાછળ જ ઊભી હતી.
" ખબર નહિ... ઓ. ટી.માં મને શું થઈ ગયું હતું? મને કાઈ સમજ માં જ ન આવ્યું." વંશ એ દ્રશ્ય યાદ કરી બોલતો હતો.
"ઇટ્સ ઓકે!! ડોન્ટ થિન્ક ટુ મચ!! બટ ડૉ.અગ્રવાલે ઓ. ટી. માં આવવાની ના પાડી એ........." શિખા હજુ આગળ બોલવા જતી હતી ત્યાં જ વંશે તેને વચ્ચે અટકાવી.
"ડૉ. એ સાચું જ કીધું ને. મને પનીશમેન્ટ તો મળવી જ જોઇને. આફ્ટર ઓલ કોઈક ની જિંદગીનો સવાલ છે એન્ડ આઈ એમ અગ્રી વિથ હિમ!!!" વંશ પોતાની ભૂલ સ્વીકારતા બોલ્યો.
"ઓલરાઈટ...અગિયાર વાગી ગયા છે.ગો ટુ યોર રૂમ એન્ડ ટેક સમ રેસ્ટ!!" શિખા ઘડિયાળમાં જોઈ બોલી.
" હા... ગુડ નાઈટ...ટેક કેર!!" વંશે શિખા ના ગાલ પર હાથ રાખી કહ્યું.

વંશ ફ્રેશ થઈ પોતાના બેડમાં આડો પડ્યો અને આજે જે કાઈ પણ ઓ.ટી. માં થયું એના વિશે વિચારી રહ્યો હતો.એ વિચારતો હતો કે શું તે એક ડોક્ટર બનવા માટે કવોલીફાઇડ હતો કે નહિ? વંશને અચાનક જ ડૉ.અગ્રવાલ યાદ આવ્યાં કે જે એના રોલ મોડેલ હતા.પરંતુ આજે આટલી નજીકથી ડૉ.અગ્રવાલને જોતા ખબર નહિ કેમ પણ વંશને કાઈક અજીબ જ લાગણી અનુભવાઈ હતી.વંશને ડૉ.અગ્રવાલની આંખમાં ક્યાંકને કયાંક અભિમાન છલકતું દેખાયું હતું.







શું વંશ સાચે એક ડોક્ટર બનવા માટે કવોલીફાઈડ નહતો?? આજ સુધી એ જેને પોતાના ભગવાન માનતો આવ્યો હતો એના વિશે અચાનક જ વંશના મનમાં શંકા કેમ ઉદ્દભવી?? ડૉ.અગ્રવાલની સચ્ચાઈ શું હશે?? શું છે ડૉ.અગ્રવાલની હકીકત.......



(ક્રમશઃ)

Thank you
*****