Hakikat - 3 books and stories free download online pdf in Gujarati

હકીકત - 3

Part :- 3


વંશે ઘડિયાળમાં જોયું સાંજના સાડા સાત જેવું થવા આવ્યું હતું. તે રેસ્ટ રૂમમાં આવી બેઠો. આજની તેની ડ્યુટી હવે પૂરી થઈ ગઈ હતી. તે સોફા પર બેઠો અને માથું થોડું સોફા પર લંબાવ્યું ત્યાં જ ફોનની રીંગ વાગી. વંશ ઊભો થયો અને ઇન્ટરકોમ પર ફોન ઉઠાવ્યો.
"હેલ્લો ડૉ.વંશ, રૂમ નંબર ૩૦૩ માં નવો કેસ આવ્યો છે. બીજા ડોક્ટર્સ ની ડ્યુટી હજુ પૂરી નથી થઈ એટલે સર એ તમને
ચેક કરવા માટે કહ્યું છે." રિસેપ્શન પરથી નર્સે કોલ કરી જણાવ્યું.
" ઓકે" વંશે ફોન મૂકી થોડું પાણી પીધું અને સ્ટથોસ્કોપ લઈ રૂમનંબર ૩૦૩ માં ગયો.
"હેલ્લો ડૉ., આઈ એમ સીમા એન્ડ હિ ઇઝ માય સન પૂર્વ." દસ વર્ષનો પૂર્વ બેડ પર સૂતો હતો.
" હેલ્લો, મિસ.સીમા એન્ડ ચેમ્પ..!" વંશ આખા દિવસના થાક પછી પણ એકદમ તાજગી ભર્યા અવાજ સાથે સીમા અને પૂર્વ સામે સ્મિત કરતા બોલ્યો.
"ડોન્ટ માઈન્ડ, પ્લીઝ કોલ મી સીમા." સીમા કોર્પોરેટ સેક્ટરમાં વર્ક કરતી હતી.
" શું થયું ચેમ્પને??" વંશે પૂર્વની તપાસ શરૂ કરતાં કહ્યું.
" આજ સવારનું તેને પેટમાં દુઃખે છે. અને અત્યારે તો થોડું વધારે જ દુખવા લાગ્યું છે." સીમા એ જણાવ્યું.
" શું જમ્યું હતું??" વંશે પૂર્વનું પેટ દબાવતા પૂછ્યું.
" આજે તો સવારનું કાઈ જમ્યુ જ નથી. બપોરે એક રોટલી ખાધી હતી પણ થોડીવાર પછી વોમિટ થઈ અને એ પણ બહાર નીકળી ગઈ." સીમા પૂર્વના માથા પર હાથ ફેરવતા બોલી.
" તમે આજે રાત્રે અહી જ રોકાય જાવ.હું અત્યારે દવા આપી દઉ છું. કાલે સવારે સોનોગ્રાફી કર્યા પછી સાચી ખબર પડે." વંશે પૂર્વની આંખ અને જીભને એવું બધું ચેક કર્યા પછી કહ્યું.
" આજે રાત્રે અહી........" સીમા થોડી ચિંતા સાથે બોલી.
" ડોન્ટ વરી સીમા, એવી કાઈ ખાસ વાત નથી પરંતુ આજે સવાર થી એને દુખાવો છે તો કદાચ તેને રાત્રે વધી પણ જાઈ એટલે રાત અહી રોકાય જાવ અને સવારે સોનોગ્રાફી કરી લીધા પછી સાચી માહિતી મળી જશે." વંશ એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું.
" બટ ડૉ. પૂર્વ ને પેટમાં દુખાવો છે એ શેનો હોય શકે? તમે અત્યારે કાઈ કહી શકો??" સીમા હજુ પૂર્વને લઈને ચિંતામાં હતી.
"તેના દુખાવાને જોતા થતા તેના લક્ષણોને જોતા તો મને એપેન્ડીસાઇટીસ હોય એવું લાગી રહ્યું છે પણ સોનોગ્રાફી કર્યા વિના કાઈ પણ ચોક્કસ કહી શકાય નહિ. અત્યારે હું દવા આપી દઉ છું સવારે હું ફરી ચેક કરવા આવીશ." વંશે પ્રિસ્ક્રીપ્શન પેપર પર મેડીસિન લખી આપી.
" ગુડ નાઈટ ચેમ્પ... ટેક કેર!!" વંશે પૂર્વ સામે હાથ ઊંચો કરી આવજો કહેતો નીકળી ગયો.
સવારે ડૉ.અગ્રવાલ વંશ અને શિખા તેમજ બીજા ઇન્ટર્ન ડોક્ટર્સ સાથે પૂર્વને ચેક કરવા આવ્યા.
" શું થાય છે?" ડૉ.અગ્રવાલે પ્રિસ્ક્રીપશન પેપર ચેક કરતા પૂછ્યું.
"સર, એપેન્ડીસાઇટીસ હોય એવું લાગી રહ્યું છે." વંશે પોતાનો અંદાજ જણાવતા કહ્યું.
"ડૉ.વંશ સોનોગ્રાફી કર્યા વગર તમે કઈ રીતે કહી શકો કે એપેન્ડીસાઇટીસ જ છે ?" ડૉ.અગ્રવાલ કોઈ પણ હાવભાવ આપ્યા વગર બોલ્યા.
"સર, તેના બધા લક્ષણો એ જ બતાવે છે." વંશ પોતાની વાત પર ચોક્કસ હતો.
ડૉ.અગ્રવાલે પોતાની રીતે ચેક કર્યું.
" યુ આર રાઇટ,ડૉ.વંશ!! ગુડ જોબ!!" ડૉ.અગ્રવાલે જાતે ચેક કરી જાણ્યું કે વંશ જે કહી રહ્યો હતો એ સાચું જ હતું.
"ડૉ.વંશ પેટનો સિટી સ્કેન કરી મને રીપોર્ટ કરો." ડૉ.અગ્રવાલ વંશને ઇન્સ્ટ્રક્શન આપી નીકળી ગયા.
શિખા તો ખુશ થઈ ગઈ કારણ કે થોડા દિવસ પેહલા જે વંશ તથા ડૉ.અગ્રવાલ વચ્ચે જે થઈ ગયું એ થી શિખાને થોડી વંશની ચિંતા હતી પરંતુ અત્યારે જે રીતે ડૉ.અગ્રવાલે વંશના વખાણ કર્યા એ જોઈ શિખાને થોડી શાંતિ થઈ.

"ડૉ. પૂર્વનેં કાઈ વધારે પ્રોબ્લેમ છે??" સીમા થોડી ચિંતા સાથે બોલી.
" અરે ના! એપેન્ડીસાઇટીસ એટલે સામન્ય ભાષામાં કહીએ તો અપેંડીક્સ. અને એ કોઈ મોટી બીમારી નથી. ઘણા માં એ જોવા મળે પરંતુ ઓપરેશન કરી એ કાઢી નાખવામા આવે એટલે પછી કાઈ પ્રોબ્લેમ રેહતો નથી." વંશ સીમાને બીમારી વિશે સમજાવ્યુ.
"પૂર્વ મને ઘણા ટાઈમ થી કહેતો કે તેને પેટમાં દુઃખે છે પરંતુ મને થતું એ સ્કૂલે ના જવા માટે ખોટા બહાના કરતો હશે." સીમાની આંખમાં આંસું આવી ગયા એ પૂર્વનો હાથ પોતાના હાથમાં લઈ બેઠી હતી.
" મમ્મી! ડૉ.અંકલે કહ્યું ને હું જલ્દી ઠીક થઈ જઈશ.તુ ખોટી ચિંતા ન કર." નાનકડો પૂર્વ પોતાની મમ્મી ને ચિંતામાં જોઈ તેને સાંત્વના આપતા બોલ્યો.
"વાહ ચેમ્પ!! બ્રેવ બોય!! સારું ચાલ હવે સિટી સ્કેન માટે રેડી થઈ જા." વંશ પૂર્વને સીટી સ્કેન માટે લઈ ગયો.


પૂર્વને સ્ટ્રેચર પર સુવડાવી સિટી સ્કેન ના મશીન માં રાખવામાં આવ્યો હતો અને વંશ મોનીટર પર બધું મોનીટરીંગ કરી રહ્યો હતો.
"અંકલ, હજુ કેટલી વાર??" પૂર્વ એ સુતા સુતા પૂછ્યું.
"ડોન્ટ વરી બેટા! હવે થોડી જ વાર!!" વંશે મોનીટર પરથી નજર હટાવી પૂર્વે ને જોઇને કહ્યું.
" મને ડર નથી લાગતો અંકલ. હું તો જસ્ટ પૂછી રહ્યો હતો." પૂર્વ એકદમ બહાદુર બની બોલી રહ્યો હતો.
"અરે વાહ! યુ આર રિયલી બ્રેવ બોય!" વંશ પૂર્વના વખાણ કરી રહ્યો હતો.
"અંકલ,એક વાત પૂછું??" પૂર્વ એ કાઈક વિચારી પૂછ્યુ.
" હા, બેટા!" વંશની નજર તો મોનીટર પર જ હતી.
"અંકલ, હું મરી તો નહિ જાવ ને ???" પૂર્વના મનમાં જે ચાલી રહ્યું હતું એ વંશને પૂછી લીધું.
" અરે તું ચિંતા ન કર બેટા! આ એક સામાન્ય ઓપરેશન છે અને આ બિમારીથી કોઈ ક્યારેય મરે નહિ." વંશે એકદમ શાંતિથી નાના પૂર્વના મનનો ડર દૂર કરતા કહ્યું.
"અંકલ મને કાઈ મોતનો ડર નથી." પૂર્વ અત્યારે એક વયસ્ક વ્યક્તિ જેમ બોલી રહ્યો હતો.
" તો આવું કેમ પૂછી રહ્યો છે?" વંશને પૂર્વની વાત થોડી અજીબ લાગતી હતી.
"કારણકે મારે હજુ જીવવું છે. મારી મમ્મી માટે મારે જલ્દી મોટા થઈ તેને માટે બહુ બધા રૂપિયા કમાવા છે. મમ્મી ને એમ લાગે છે મને કાઈ ખબર નથી પડતી.પરંતુ હું બધું જાણું છું કે મારા પપ્પા અમને છોડી ને ચાલ્યા ગયા છે અને એ હવે ક્યારેય ઘરે નથી આવવાના. મારી મમ્મી રાત દિવસ મારા માટે કામ કરે છે જેથી હું સારી રીતે જીવી શકું. ઘણી વાર મે તેને રાતે તેના રૂમમાં એકલી રડતા જોઈ છે. પરંતુ જ્યારે મારી સામે આવે ત્યારે હંમેશા તેનો ચહેરો હસતો જ હોય. પરંતુ હું તેની હસી પાછળનું દુઃખ જોઈ શકું છું. હું ફક્ત મારા મમ્મી માટે જ જીવવા માંગુ છું." પૂર્વ છત સામે સ્થિર નજર રાખી બોલ્યે જ જતો હતો.
વંશ તો દસ વર્ષના બાળકને જોઈ જ રહ્યો. જે બાળકની રમવાની ઉંમર હોય એ બાળક ભવિષ્યની ચિંતા કરતો હતો તે પોતાની માતાના સુખનો વિચાર કરી રહ્યો હતો. વંશ તો પૂર્વ ને જ ટિકી ટીકી ને જોઈ રહ્યો હતો.
"અંકલ...અંકલ....મને કાઈ નહિ થાય ને ?? મને બચાવી લેશો ને??" પૂર્વ એ વંશને ફરી એ જ સવાલ કર્યો.
વંશ પોતાના વિચાર માંથી બહાર આવ્યો અને પૂર્વ સામે જોઈ ને કહ્યું," ડોન્ટ વરી બેટા!! હું તને કાઈ જ નહિ થવા દઉં."
"પીન્કી પ્રોમિસ...??" સુતા સુતા પૂર્વ એ પોતાની ટચલી આંગળી વંશ સામે ઊંચી કરી.
" પીન્કી પ્રોમિસ!!" વંશે પણ સ્મિત સાથે ટચલી આંગળી ઊંચી કરી પ્રોમિસ કર્યું.





વંશને જે ડૉ.અગ્રવાલ વિશે જે શંકા ઉદ્દભવી હતી એ શું વંશે સાવ નજઅંદાજ કરી દીધી હતી?? શું ડૉ.અગ્રવાલ વંશને હવે ઓપરેશન થિયેટરમાં આવવાની મંજૂરી આપશે ખરા?? શું વંશએ જે એક નાના બાળકને વચન આપ્યું હતું એ પૂરું કરવામાં સફળ થશે ખરો??
(ક્રમશઃ)
Thank you
*****