Hakikat - 8 books and stories free download online pdf in Gujarati

હકીકત - 8

Part :- 8

"તમે જેની અગેન્સ્ટ કેસ ફાઈલ કરવા માંગો છો તેનું નામ તમે જાણો છો ને??" એડવોકેટ ગરિમા આશ્ચર્ય સાથે ત્રણેય સામે જોઇને પૂછી રહી હતી.
"હા, ડૉ.અગ્રવાલને તો હવે હું બરાબર ઓળખું છું.મારાથી બેહતર તો તેમને કોઈ ઓળખી પણ ન શકે." વંશ ડૉ.અગ્રવાલને યાદ કરતા બોલ્યો.
"છતા પણ તમારે વિચારવા માટે સમય લેવો હોય તો લઈ લ્યો. કારણકે એકવાર આ કેસમાં ફસાયા પછી તમારે આમાંથી બહાર આવતા સમય લાગી જશે. ડૉ.અગ્રવાલ એ કોઈ નાનું નામ નથી!!!!!"ગરિમા ડૉ.અગ્રવાલ ની પહોંચ વિશે બધાને વાકેફ કરતા બોલી.
"મિસ.ગરિમા હું હન્ડરેડ પર્સેન્ટ શ્યોર છું.ડૉ.અગ્રવાલ અગેન્સ્ટ કેસ ફાઈલ કરવા માટે...."સીમા એકદમ મક્કમતાથી બોલી.
"ઓકે, તો પછી મને કાઈ જ વાંધો નથી ડૉ.અગ્રવાલ સામે કેસ લડવામાં" ગરિમા ડૉ.અગ્રવાલ સામે કેસ ફાઈલ કરવા તૈયાર થઈ ગઈ હતી.
ડૉ.અગ્રવાલને કેસ ની નોટિસ મળી ગઈ એટલે ડૉ.અગ્રવાલ ગુસ્સાના માર્યા ધુઆપુઆ થઈ રહ્યા હતા.ડૉ.અગ્રવાલે પણ દિલ્હીના બેસ્ટ લોયરને કેસ લડવા માટે હાયર કરી લીધા.
"હોસ્પિટલમાં કોઈ એવું કે જે વંશનો સાથ આપી શકે?" એડવોકેટ મિ.સેન અને ડૉ.અગ્રવાલ બન્ને ડૉ.અગ્રવાલની કેબિનમાં બેઠા હતા.
"હા, શિખા !! વંશની ગર્લફ્રેન્ડ........" ડૉ.અગ્રવાલ જવાબ આપ્યો.
"તો પછી એનું કાઈ થઈ શકે એમ કે................." મિ.સેન એ અડધું વાક્ય છોડી દીધું.
" ડોન્ટ વરી, શિખાને તો હું સાંભળી લઈશ." ડૉ.અગ્રવાલ હસતા બોલ્યા.અને રિસેપ્શન પર કોલ કરી શિખાને બોલવા કહ્યું.
શિખા એ આવી ડૉ.અગ્રવાલની કેબીનનો ડોર નોક કર્યો.
" કમ ઇન......" ડૉ.અગ્રવાલ જાણતા હતા શિખા જ હશે.
" યસ સર..." શિખા ડૉ.અગ્રવાલ સામે આવી ઊભી રહી ગઈ.
"ડૉ.શિખા, પ્લીઝ સીટ.." ડૉ.અગ્રવાલે ચેર સામે હાથ કરી શિખાને બેસવા કહ્યું.
"ડૉ. શિખા, આ મિ.સેન છે.બેસ્ટ લોયર ઓફ ધી દિલ્હી." ડૉ.અગ્રવાલે મિ.સેનની ઓળખાણ આપતા કહ્યું.
"હેલ્લો સર, આઈ એમ શિખા, ઇન્ટર્ન ડોક્ટર!!!" શિખા એ પણ પોતાની ઓળખાણ આપી.
"વંશે જે પૂર્વ માટે મારી અગેન્સ્ટ કેસ કર્યો છે તે મિ.સેન લડવાના છે."ડૉ.અગ્રવાલ એ આટલું કહેતા શિખા સામે જોયું.
શિખા કાઈ પણ બોલ્યા વગર એમનામ જ બેસી રહી. શિખા ગભરાઈ ગઈ હતી.તે વિચારી રહી હતી કે તે ડૉ.અગ્રવાલને શું જવાબ આપશે.
"ડૉ.શિખા તારે ગભરાવાની બિલકુલ જરૂર નથી.હું તને પ્રોમિસ કરું છું કે તારા કરિયર પર આની કાઈ જ અસર નહિ થાય.મારી સાથે તુ પણ ઓ ટી માં તે દિવસે હતી જ.પરંતુ તુ એક નહિ પરંતુ જે કોઈ પણ ત્યાં હાજર હતું એ બધા જ તેના માટે જવાબદાર છે. પરંતુ જો તમે બધા મારો સાથ આપો તો તમારે ડરવાની કાઈ જ જરૂર નથી. બધું જ હું સંભાળી લઇશ." શિખા કાઈ બોલી નહિ એટલે ડૉ.અગ્રવાલે બોલવાનુ ચાલુ જ રાખ્યું.
શિખા ને જે પણ કાઈ ઓ ટીમાં થયું હતું એ યાદ આવી ગયું એટલે એ કાઈ પણ જવાબ આપ્યા વગર રડમસ ચહેરે નીચું મોં કરી બેઠી હતી.
"ડૉ.શિખા હું શું કહેવા માંગુ છું એ તુ બરાબર સમજતી જ હશો." ડૉ.અગ્રવાલ શિખાને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
શિખા એ જવાબમાં ફક્ત તેનું માથું હલાવ્યું.
"વંશ નથી જાણતો કે તેણે કોની સામે ટક્કર લેવાની કોશિશ કરી છે. હવે વંશને મારી ખબર પડશે કે હું શું ચીજ છું." ડૉ.અગ્રવાલ શિખાને ડરાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા.
"નાઉ યુ શુડ કંટીન્યું વિથ યોર વર્ક..............એન્ડ રીમેમ્બર માય વર્ડ્સ એન્ડ થીંક અબાઉટ ઇટ." ડૉ.અગ્રવાલે શિખાને જવા માટે કહી દીધું.
શિખા કાઈ પણ બોલ્યા વગર બહાર નીકળી ગઈ અને દોડાદોડ વોશરૂમ માં જતી રહી.
"વ્હાઈ વંશ, વ્હાઇ...........?? તે મને કયાયની રેહવાં નથી દીધી. કેટલા સપના જોયા હતા તારી સાથે આખી જિંદગી વિતાવવાના..... અને તે એક ઝાટકે બધા સપના તોડી નાખ્યા." શિખા અરીસા સામે ઉભી રહી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી.
થોડીવાર રડ્યા પછી પોતાનો ચહેરો ધોઈ અને સ્વસ્થ થઈ શિખા ફરી પોતાની ડ્યુટી પર લાગી ગઈ.
*
કોર્ટમાં કેસ શરૂ થઈ ગયો હતો. બે હિરિંગ પણ થઈ ગઈ હતી. અને સામ સામે બન્ને કાબિલ વકીલ કેસ લડી રહ્યા હતા એટલે હજુ કોર્ટ કોઇ પણ ચુકાદા સુધી પહોંચી શકે એમ હતું નહિ. એટલે કોર્ટે ગરિમાને કાઈક ઠોસ સબૂત રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
*
ગરિમા ના ઘરની ડોર બેલ વાગી એટલે ગરિમા દરવાજો ખોલવા ગઈ.
"ઓહ, મિ.સેન.... વેલકમ..."ડૉ.અગ્રવાલના વકીલને જોઈ કહ્યું.
"થેંક યુ, મિસ.ગરિમા...." મિ.સેન હસતા હસતા બોલ્યા અને સોફા પર બેસી ગયા.
"હા, તો તમારે મારું કાઈ કામ હતું, મિ.સેન?" ગરિમા એકદમ નજીક જઈ મિ.સેનની બાજુમાં બેસી ગઈ અને તેનો હાથ પોતાના હાથમાં લેતાં બોલી.
"તને જોવું એટલે મારા બધા જ કામ અટકી જાય છે" મિ.સેન પોતાનો હાથ ગરિમા ના હાથ પર રાખતા બોલ્યા.
"તો કોર્ટમાં મારી ઍક્ટિંગ કેમ હોય છે??" ગરિમા પોતાના નેણ નચાવતા પૂછી રહી હતી.
"સુપર્બ, બસ આમ જ તેમના વિરૂદ્ધ બોલ્યા રાખ.આમ પણ ડૉ.અગ્રવાલ એ બહુ ઊંચી નોટ છે એટલે, જેટલો કેસ લાંબો ચાલશે તેટલો આપણ ને જ ફાયદો થવાનો છે. એટલે જેમ બને ત્યાં સુધી કેસ લાંબો ખેંચે જ રાખજે." મિ.સેન જાણતા હતા ડૉ.અગ્રવાલ પોતાનું નામ બચાવવા માટે ગમે તેટલી રકમ આપવા તૈયાર થવાના જ હતા.
મિ.સેનના ફોનમાં કોઈનો ફોન આવ્યો.
"સારું, હવે મારે જવું પડશે." મિ.સેન ફોન મૂકી બોલ્યા.
" થોડીવાર તો રોકાય જા" ગરિમા મિ.સેન ને રોકવા માંગતી હતી.
"તુ કેમ ભૂલી જાય છે હું એક છોકરા નો બાપ છું." મિ.સેને પોતાનો હાથ ગરિમા ના હાથમાંથી છોડાવતા બોલ્યા.
" ઓહ, હા....."ગરિમા આટલું બોલી ચૂપ થઈ ગઈ.
"અને બહુ ખાસ વાત, જ્યાં સુધી આ કેસ ચાલુ છે ત્યાં સુધી હવે આપણે નહિ મળીએ. કોઈ ને ખબર પડશે તો આપણે બન્ને મુશ્કેલીમાં મુકાઇ શકીએ છીએ એટલે ધ્યાન રાખજે.ટેક કેર....!! આટલું બોલી મિ.સેન ગરિમા ના ઘરની બહાર નીકળી ગયા.
*
થોડા દિવસો આમ જ વીતી ગયા કોર્ટમાં ગરિમા કાઈ ઠોસ સબૂત રજૂ કરતી નહિ અને જેમ બને એમ કેસ લાંબો ખેંચવાની કોશિશ કરતી હતી.
"હેલ્લો, સેન હું તને મળવા માંગુ છું."ગરિમા એ મિ.સેનને કોલ કરી કીધું.તેને ઘડિયાળમાં જોયું તો સાંજના નવ જેવું થયું હતું.
"મે તને કહ્યું છે ને જ્યાં સુધી આ કેસ ચાલુ છે ત્યાં સુધી આપણે મળી નહિ શકીએ.જે કામ હોય એ ફોન પર જ કહે..." મિ.સેન ધીમે ધીમે વાત કરી રહ્યા હતા.
"આ વાત ફોન પર થઈ શકે એમ નથી. એસ.જી. રોડ પર દસ વાગે હું તારો વેઇટ કરું છું." ગરિમા આટલું કહી ફોન મૂકી દીધો.
" આ કોઈ વાત માં નહિ સમજે...." મિ.સેન ગુસ્સા સાથે બોલ્યા.

મિ.સેન એ પોતાની કાર સાઈડ માં પાર્ક કરી અને ગરિમાની કારમાં જઈને બેસી ગયા.
" ફટાફટ બોલ, એવું તો શું કામ છે? જેના માટે તે મને અહી બોલાવ્યો... કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થઈ શકે છે." મિ.સેન ઉતાવળમાં હતા.
" વાત જ એવી હતી જે ફોનમાં થઈ શકે એમ ન હતી." ગરિમા એકદમ શાંતિથી બોલી રહી હતી.
" હવે મૂળ વાત પર આવીશ..??" મિ.સેન ગુસ્સામાં આવી બોલ્યા.
" આઈ એમ પ્રેગનેન્ટ....." ગરિમા થોડી ચિંતા સાથે અને થોડી ખુશી એવા બન્ને મિક્ષ ભાવ સાથે બોલી.
" હા તો........????" મિ.સેન કાઈ પણ હાવભાવ વગર બોલ્યા.
" વ્હોટ હા...?? ઇટ્સ અવર બેબી...." ગરિમા મિ.સેનના હાથ પર પોતાનો હાથ રાખી બોલી.
" હું કાઈ આવા જમેલા માં પડવા માંગતો નથી. આઈ એમ ઓલરેડી મેરીડ." મિ.સેનને પોતાનો હાથ ગરિમાની પકડમાંથી છોડાવી લીધો.
" એટલે.....??? તો હવે હું શું કરું??" ગરિમા રડવા લાગી.
" કોઈ સારા ડોક્ટર ની અપોઇન્ટમેન્ટ લઈ લે. ધેટ્સ ઇટ!! અને જેટલા પૈસા જોઈતા હોય એ મને કહેજે." મિ.સેન ને તો જાણે કાઈ જ ન બન્યું હોય એમ સરળતાથી બોલી રહ્યો હતો.
ગરિમા એમ જ બેસી હજુ રડતી હતી.એને કાઈ સમજાયું નહિ એ શું બોલે. કારણકે પોતે જે કાઈ કર્યું હતું એ તો તેની પોતાની જ ભૂલ હતી.
"અને હા હવે આ બાબતે મને કાઈ જ કોલ ન કરતી. અને જ્યાં સુધી કેસ ચાલુ છે ત્યાં સુધી નો કોન્ટેક્ટ..!!" આટલું કહી મિ.સેન ગાડીમાંથી ઉતરી ચાલ્યો ગયો.
થોડીવાર ગરિમા પણ ગાડીમાં એમ જ બેસી રહી અને પછી તે પણ પોતાની કાર સ્ટાર્ટ કરી ત્યાંથી જતી રહી.જેવી ગરિમાની કાર ત્યાંથી નીકળી કે તરત જ સામે એક ઓટો રિક્ષા ઊભી હતી તેમાંથી વંશ બહાર નીકળ્યો અને ગરિમાની કારને જતી જોઈ રહ્યો..................






શું પૂર્વ નો કેસ એ આમ જ ચાલ્યા કરવાનો હતો કોઈ પણ આખરી ચુકાદા વગર?? શું વંશને ગરિમા પર શક હતો??? શું વંશ ગરિમા અને મિ.સેનના સંબંધ વિશે જાણી ચુક્યો હતો?? હવે ગરિમા મિ.સેન નો સાથ આપશે કે તેની વિરુદ્ધ બોલશે...???


(ક્રમશઃ)
Thank you
*****

Share

NEW REALESED