CHECK MATE. - 12 books and stories free download online pdf in Gujarati

ચેકમેટ - 12


મિત્રો ચેકમેટના આગળના પાર્ટમાં આપણે જોયું કે મોક્ષાએ આરતી સાથે થોડી ઔપચારિકતા સાથે આલય અને સૃષ્ટિ અંગેની વાત કરી.અચાનક આરામની પળોમાં આલયની હાજરીનો અનુભવ મોક્ષાને વિચલિત કરી દે છે
હવે આગળ....

મિ. રાજપૂતની ધીરજની હદ આવી ગઈ હતી.ટ્રેનિંગ કોચ રાજેશ ત્રિપાઠી હજુ આવ્યા નહોતા તેથી તેઓ ફરીથી તેમને કૉલ કરે છે પરંતુ સામે છેડેથી કોઈ રિસ્પોન્સ મળતો નથી.તેથી બંને ઇન્સ્પેક્ટર મેનેજરને શેકહેન્ડ કરી બીજા દિવસે ફરીથી મળવાનું કહીને નીકળે છે.

ઇન્સ્પેક્ટર મોહિત્રે બીજા કેસની તપાસ માટે બહાર જવાના હોય છે.વળતા સંજોલી એરિયામાં આવેલી એક હોસ્પિટલમાં પણ જવાના છે ત્યાંના ડિનને મળવા માટે એવી વાત સાંભળતા જ મિ. રાજપૂત સાથે આવવાની વાત કરે છે.
પરંતુ તેઓ તેમને ના પાડે છે અને મોક્ષા તથા તેમના પિતાને મોલ રોડ ફરવા લઈ જવા માટે આગ્રહ કરે છે.
"મિ. રાજપૂત આપ ઘર જાઓ.વો લોગ અકેલે હે,તો ઉનકો કુછ સમયકે લિયે બહાર લે જાઈએ."
"ઓકે,થેન્ક્સ મિ. મોહંત્રે.કલ મિલતે હે. બાય"
રાજપૂત પોતાની કાર સ્ટાર્ટ કરે છે ત્યાં જ મોબાઇલની રિંગ વાગે છે.રાજેશ ત્રિપાઠીનો નંબર જોઈને તરત જ મોહંત્રેને ઉભા રહેવા ઈશારો કરે છે.
"હેલો સર, રાજેશ ધિસ સાઈડ.... સોરી કાર ડ્રાઇવ કર રહા થા.બોલીએ કહાઁ પે મિલના હે."

"મેં ગેસ્ટ હાઉસસે નિકલ ચુકા હું ઓર મોહંત્રે સાહબ ભી નિકલ ગયે તો એક કામ કિજીયે આપ કલ સુબહ પોલીસ સ્ટેશન આ જાઈએ.

"યા શ્યોર સર કલ સુબહ દસ બજે મેં આ જાઉંગા.હેવ આ નાઇસ ડે સર".

રાજેશ ત્રિપાઠી સાથે વાત કરીને મિ. રાજપૂત કોટેજ તરફ પાછા આવે છે.કોટેજમાં આવતા જુએ છે તો મનોજભાઈ અને મોક્ષા પોતપોતાના રૂમમાં આરામ કરતા હોય છે તેથી તેથી તેઓ પોતાના રૂમમાં જઈને આરામ કરે છે.
મોડી સાંજે એકદમ જ એમની આંખ ખુલી જાય છે.ઘડિયાળમાં જુવે છે તો સાંજ પણ ઢળવા આવી હોય છે.મોડું થઈ ગયા હોવાની જાણ થતાં જ બહારના ડ્રોઈંગ રૂમમાં આવે છે.મનોજભાઈ બેસીને વનિતાબેન સાથે વાત કરતા હતા તેથી ચૂપચાપ તેમને ખલેલ ના પહોંચે એ રીતે બહારના ગાર્ડન એરિયામાં આવે છે મોક્ષા ગાડેનમાં ઉગેલા સુંદર ફૂલો સાથે ખૂબ જ સરસ ટાઈમ વિતાવતી હોય છે.

"સાંજના સમયે ફૂલ ના તોડાય મોક્ષા"
અચાનક પાછળથી આવેલ દિશામાં ચમકીને જુવે છે મોક્ષા અને એ ઉતાવળમાં ગુલાબમાં રહેલો કાંટો વાગી જાય છે.
"અરે તમે સર ઉઠી ગયા તમે?" લોહી વાળી આંગળી મોઢામાં મુકતા બોલી.

"ગુલાબ ગમે છે તો કાંટાની દોસ્તી પાળવી પડશે"...કહીને લુચ્ચું હસીને ગાર્ડન ચેરમાં બેસે છે.અને થર્મોસમાં રાખેલી ચા ને અલગ અલગ બે કપમાં કાઢે છે.
"સાહેબ કાંટા સાથે દોસ્તી છે તો ગુલાબ તો મળવાના જ સાચું ને?"કહીને સામેની ચેરમાં બેસીને ચા નો કપ હાથમાં લેતા મોક્ષા રીપ્લાય આપે છે અને બંને જણા ચા નો ઘુંટ ભરતા એકબીજા સામું જોઈ ખડખડાટ હસી પડે છે.
"સર એક વાત કહેવાની હતી.અત્યારે હવે ફ્રી જ છો ને?"
"હા હવે અહીં જ છું કોચ કાલે મળવા આવશે.તો બોલો શુ કહેવા માંગો છો.
"સર આજે મૃણાલિની આંટી સાથે વાત થઈ.તમે સાચા હતા .
આલય અહીંયા આવ્યો હતો".

ખૂબ જ સહજતાપૂર્વક મોક્ષાની તમામ વાત સાંભળી રહ્યા પછી મિ. રાજપૂત એક જ નિષ્કર્ષ પર આવ્યા હતા.રિધમ મહેતા અને તેમના વાઈફ આલય કેસના ખૂબ જ મહત્વપુર્ણ કિરદાર હતા.

જેમને ખૂબ જ સિફત પૂર્વક સમય આવ્યે કામમાં લેવાના હતા.તેથી જ્યાં સુધી મૃણાલિનીબેન દ્વારા પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી વાતને સીમિત જ રાખવાની હતી.
"ચાલો મોક્ષા થોડું ફરી આવીએ.અંકલનો કૉલ પતી ગયો હોય તો નીકળીએ.."
"હું આવું છું સર પપ્પાને બોલાવીને".
અરે બેટા , પપ્પા જ બહાર આવી ગયા બોલ શું કહેતી હતી?"બોલતા બોલતા મનોજભાઈ પાછળથી આવીને મોક્ષાના માથા પર હાથ ફેરવે છે અને તેની બાજુમાં આવીને બેસે છે.

મોક્ષા પણ પપ્પાના ખભા પર માથું ઢાળીને બેસી જાય છે.
"અંકલ ચાલો ક્યાંક બહાર ફરી આવીએ. હું સિમલા બહુ વર્ષો પછી આવ્યો છું.થોડીક વાર આ માહોલથી થોડા દૂર જઈએ તો માઈન્ડ ફ્રેશ થઈ જાય.પણ તમને વાંધો ના હોય તો જ."

"હા ચોક્કસ સર ચાલો હું તૈયાર થઈને આવું છું.ફ્રેશ થઈને નીકળીએ."
"પણ એક જ શરત છે અંકલ તમે મને સર નહિ કહો. હું મોક્ષા કરતા બે ત્રણ વર્ષ જ મોટો હોઈશ કદાચ.મારી સિનિઓરિટી મારી ઉંમર નહીં પરંતુ મારી કાબેલિયતને કારણે મળી છે.તો પ્લીઝ અંકલ આજથી તમારા દીકરા જેવો જ માનજો."

"દીકરો" શબ્દ સાંભળતા જ મનોજભાઈની આંખો સુજળ થઈ ગઇ અને હાથ જોડી એટલું જ બોલ્યા," સાહેબ મારો દીકરો પાછો લાવી આપો પ્લીઝ."
મિ. રાજપૂત પહેલી વખત ઢીલા પડી જાય છે પણ પછી એકદમ જ સખત થઈને કહી જ દીધું " અંકલ આલય મળી જશે બહુ જલ્દી મારા પર વિશ્વાસ રાખો.એકવાર કાલે રાજેશ ત્રિપાઠીને મળી લઉં પછી બધી વાત.ત્યાં સુધી તમારે ધીરજ જ રાખવાની છે.ચાલો તૈયાર થઈ જાવ આજે ડીનર બહારથી કરીને આવશું."

મોક્ષા,મનોજભાઈ અને રાજપૂત સાહેબ કાર લઈને નીકળી ગયા સિમલા ફરવા...
આ બાજુ રિધમ મહેતા ઘરે આવે છે.વિનુ કાકા રોજની જેમ હાથમાંથી બેગ લઈને અંદર મૂકી આવે છે અને આવતાવેત સોફામાં ફસડાઈ પડેલા રિધમ મહેતાને પાણીનો ગ્લાસ આપે છે.
"મેડમને બોલાવો તો કાકા'" કહીને પોતે જ "મેડમ ઓ મેડમ" નામની બૂમ પાડવા માંડે છે.

મૃણાલિનીબહેન સમજી જાય છે કે આજે સાહેબ ઓફિસમાં પાર્ટી કરીને આવ્યા હશે અને વધુ પડતી ચડી ગઈ છે.તેથી બોલવાનો કોઈ મતલબ જ નથી.
"મેડમ આજે વિનુકાકાને કહી દો ડીનર મસ્ત બનાવે અને હા પેલા ઇન્સ્પેક્ટર અને તેના મળતીયાઓને વહેલા બોલાવો આજે ..મારે એમના સ્ટેટસ જાણવા છે".
મૃણાલિનીબહેન શાંત મુદ્રામાં ડ્રોઈંગ રૂમમાં આવે છે.સમજી જાય છે તેથી ચૂપચાપ આવીને બેસી જાય છે અને રિધમ મહેતાની સુચનામાં સંમતિ આપતા કહે છે તેઓ બહાર ગયા છે અત્યારે અને ડીનર પતાવીને આવવાના છે.

રિધમ મહેતા આ વાતથી ધુંઆપુંવા થઈને એક કૉલ લગાવે છે.
"સાહેબ એકલા જ નીકળી ગયા અમને કીધું હોત તો અમે પણ સાથે આવત અને આખું સિમલા ફેરવત. ધિસ ઇઝ નોટ ગુડ.યુ આર પ્લેયઇંગ અનફેર ગેમ".

મિત્રો રિધમ મહેતાના આ ફોન કૉલનું શું પરિણામ આવશે અને મૃણાલિની બહેન આગળ હવે આલય કેસમાં કેટલી મદદ કરશે અને રાજેશ ત્રિપાઠીનું બયાન શું હશે તે માટે વાંચતા રહો...ચેકમેટ