Room Number 104 - 2 books and stories free download online pdf in Gujarati

Room Number 104 - 2

પાર્ટ:-2

ઇન્સ્પેક્ટર અભયસિંહ રાજપૂત અને તેના સહ અધિકારી ઓફિસરો પહેલા માળ પર આવેલો રૂમ નંબર 104 ની લોબીમાં પહોંચે છે. રૂમની બહાર લોબીમાં ઉભેલા રાજુ અને રાજકુંવરને જોઈને ઇશારાથી પૂછે છે કે લાશ ક્યાં છે ?. મેનેજર રાજકુંવર રૂમનું બારણું ખોલતાં લાશ તરફ ઇશારો કરે છે. લાશ ખૂબ જ ભયંકર હાલતમાં પડી હોય છે. લાશ પર એક માત્ર ચાદર ઓઢાડેલી હતી. લાશ ના માથા પાસે લોહી નું ખાબોચ્યું ભરાઈ ગયું હોય છે. લાશ માંથી ખુબજ વાસ પણ આવી રહી હોય છે.લાશ જોઈને ઇન્સ્પેક્ટર અભયસિંહ એ તેની સાથે આવેલી લેડી કોન્સ્ટેબલ સંધ્યા મહેશ્વરી ને ઈશારો કરીને લાશને તપાસવાનું કહ્યું. અને સાથે આવેલા પોલીસ ઓફિસર સુરેશ ચૌહાણ ને પણ રૂમની તપાસ કરવા અને ઘટના સ્થળ ના અલગ અલગ ફોટા લેવા માટેનો આદેશ આપે છે. અને અભયસિંહ રાજકુંવર અને રાજુ સાથે એ યુવતી વિશે પૂછપરછ કરે છે.

અભયસિંહ:- રાજકુંવર કોણ છે આ યુવતી. તમે કોઈ શું જાણો છો આના વિશે એ ક્યાં થી આવી છે શું નામ છે એનું? એ જ્યારે અહીંયા આવી ત્યારે એને કોઈ આઈડી પ્રૂફ આપેલું હતું?

રાજકુંવર:- જી આ કપલ મારી હોટલમાં આવ્યું ત્યારે હું તો અહીં હાજર નહોતો પરંતુ અહીંયાની રિસેપ્શનિસ્ટ કવિતા શર્મા એ વખતે અહીં હાજર હતી. એ આ કપલ વિશે તમને બધું જણાવશે.

અભય સિંહ:- ઓહ! તો અહીંયા કોઈ કપલ રહેવા આવ્યું હતું. તો ક્યાં છે આ યુવતીનો પતિ? ને આ કવિતા શર્મા ને અહીંયા બોલાવો મારે એમની સાથે વાત કરવી છે.

રાજકુંવર:- જી એના પતિ વિશે તો ખબર નથી કે એ ક્યાં છે મને આજે મારા વેઇટર રાજુ એ સમાચાર આપ્યા કે રૂમ નંબર 104 માં ભયંકર વાસ આવી રહી છે. ત્યારે મેં અને રાજુએ મળીને આ એક્સ્ટ્રા ચાવી લઈને 104 નંબરનો રૂમ ખોલ્યો અને અંદર જોયું તો આ યુવતીની લાશ પડી હતી.

આટલું કહેતા રાજકુંવર એ રાજુ ને ઇશારાથી કવિતાને બોલાવાનું કહે છે ને રાજુ જી હા સાહેબ કહેતો કવિતા શર્મા ને બોલવા નીચે જાય છે. રાજકુંવર સવારે કવિતા એ કપલ વિશે કહેલી દરેક વાત વિગત સર અભયસિંહને જણાવે છે. થોડી જ વારમાં કવિતા શર્મા રૂમ નંબર 104 પાસે આવીને અભય ને મળે છે. અભય સિંહ તેને પૂછપરછ કરતા કહે છે કે આ કપલ અહીંયા ક્યારે અને કેટલા વાગે આવ્યું હતું એ લોકો ક્યાંથી આવ્યા છે? એ બધી વિગતવાર માહિતી જણાવો.

કવિતા શર્મા:- જી સર! આ કપલ અહીંયા બે દિવસ પહેલા સાંજના સમયે આવ્યા હતા. યુવતીના હાથમાં એક નાની બેગ હતી અને બન્ને જણા ખૂબ સાદા કપડામાં આવ્યા હતા એવું લાગતું જ નહોતું કે બંને ન્યુ મેરીડ કપલ હશે. બંનેની ઉંમર માં પણ ખાસ્સો ફરક દેખાતો હતો. છોકરી છોકરા કરતા ખૂબ નાની દેખાતી હતી. બંને વચ્ચે આશરે આઠ-નવ વર્ષનો ફરક હોય એવું લાગી રહ્યું હતું.

અભય સિંહ:- એ લોકો ના નામ તો રજીસ્ટર માં નોધ્યા હશે ને?

કવિતા શર્મા:- હા સર યુવકે તેનું નામ પ્રવીણ સિંહ કહ્યું હતું અને એના વાઇફનું નામ રોશની સિંહ લખાવ્યું હતું. એ લોકો ઉદયપુર થી અહીંયા આવ્યા હતા. સર બંને વચ્ચેની કેમેસ્ટ્રી કંઈ જામતી હોય એવું લાગતું નોહતુ. છોકરીના હાથમાં ન તો મ્હેંદી હતી કે ના માંગમાં સિંદૂર અને ના તો ગળામાં મંગળસૂત્ર હતું. સર છોકરી થોડી ડરી ડરી હોય એવું લાગી રહ્યું હતું. કદાચ બંન્ને જણા ભાગી ને આવ્યા હોય એવું લાગી રહ્યું હતું.

અભય સિંહ:- તો તમને કેવી રીતે ખબર પડી કે એ લોકો ન્યુ મેરીડ કપલ છે?...

કવિતા શર્મા:- સર મે જ્યારે પ્રવિણસિંહ પાસે એમના વાઇફ ની આઈડી માંગ્યું ત્યારે એમને જ કહ્યું કે એમના હમણાં જ ન્યુ મેરીડ થયા છે ને એમના વાઇફ પાસે આઈડી નથી..
અભાયસિંહ:- તો યુવતી ના આઈડી વગર રૂમ કેમ આપ્યો?

કવિતા શર્મા:- સર મારી ડ્યુટી સવારના ના આઠ વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધી હોય છે પછી થી રાતની ડ્યુટીમાં નિલેશ ચૌધરીની હોય છે. જ્યારે આ કપલ અહીંયા આવ્યું ત્યારે નિલેશ ચૌધરી અહીંયા હજાર હતા ને તેમને જ મને યુવતી ના આઈડી વગર રૂમ આપવાનું કહ્યું એટલે જ મેં રૂમ આપ્યો..

અભય સિંહ:- અચ્છા તો નિલેશ ચૌધરીને અહીંયા બોલાવો ને પ્રવિણસિંહ ના આઈડી પ્રૂફ ની copy તો તમારી પાસે હશે જ ને એ મારી પાસે જમા કરાવી દો અને રજીસ્ટરમાં એડ્રેસ લખાયેલું હોય એ મોબાઇલ નંબર બધું જ મારા પોલીસ કોન્સ્ટેબલને લખાવી દો. તેમના પતિને તમે અહીંયા થી બહાર જતાં જોયા છે?

કવિતા શર્મા:- જી ના સર!

અભયસિંહ નીલેશ ચૌધરીને અહીંયા બોલવાનું કહે છે અને સાથે પોતાના એક પોલીસ કોન્સ્ટેબલને હોટલના સીસીટીવી કેમેરા ચેક કરવાનું કહે છે. સંધ્યા અને સુરેશ પણ લાશ અને રૂમ તપાસી ને અભય સિંહ ને રિપોર્ટ આપે છે.

સંધ્યા મહેશ્વરી:- સર લાશને તપાસતા એવી જાણ થાય છે કે યુવતી ની ઉંમર 20 આસપાસ હશે. યુવતી સાથે પહેલા શારીરિક સંબંધ બાંધીને પછી તેને તકિયા થી તેનો શ્વાસ રોકી ને તેનું ખૂન કરી નાખવામાં આવ્યું છે. અને સર યુવતી સાથે શારીરિક હિંસા પણ કરવામાં આવી છે. તેને ધક્કો લગતા કોઈ ધાર દાર વસ્તુ સાથે તેનું માથું ભટકાતાં માથા પરથી લોહી વહી ગયું છે. યુવતી ના શરીર પર સિગારેટ ના દામ પણ દેવામાં આવ્યા. કદાચ એને દોરડા થી બાંધી ને રાખી હોય એમ હાથે ને પગે નિશાન પણ મળી આવ્યા છે..

સુરેશ ચૌહાણ:- હા સર યુવતીના પતિને સિગરેટનો ખૂબ જ શોખ હોય એવું લાગે છે રૂમના ડસ્ટબીનમાં પણ બે સિગરેટના ખાલી પેકેટ અને ટેબલ પર એક અડધું સિગરેટનું પેકેટ મળી આવ્યું છે. અને આ દોરડું પણ મળી આવ્યું છે જેના થી આ યુવતી ને બાંધી હશે. એવું લાગે છે કે એ લોકો થોડું ઘણો સુકો નાસ્તો ને થેપલા પણ સાથે બેગ મા લઇ ને આવેલા હતા જેથી બહાર થી જમવાનું મંગાવું ના પડે. ને યુવક નો સમાન રૂમ માંથી ગાયબ છે ને યુવતી ના સમાન માંથી તેના ૩ જોડી કપડાં ને આ પર્સ હતું જેમાં યુવતી નો મેકઅપ નો સમાન ને તેનું આધાર કાર્ડ મળ્યું છે. જેમાં એડ્રેસ ગુજરાત અમદાવાદનું લખ્યું છે. ને નામ રોશની પટેલ લખ્યું છે. એટલે કે યુવતી ગુજરાતી હતી.

અભયસિંહ:- અચ્છા તો છોકરી ગુજરાતની હતી અમદાવાદની ને છોકરો ઉદયપુરનો તો કોઈ પ્રેમ લગ્ન નું પ્રકરણ લાગે છે!. પણ યુવતી નું આઇડી એની પાસે હતું છતાં તેને આઇડી બતની ના કેમ પાડી હશે?. સુરેશ હમણાં જ અમદાવાદમાં ગુજરાત પોલીસને જાણ કરી ને આ એડ્રેસ આપો અને આ યુવતીના પરિવારમાં તપાસ કરવા માટે મોકલી દો.અને યુવતી ની લાશ અને રૂમ ની તમામ વસ્તુ ને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપો. રૂમ માં થી મળેલા ફીંગર પ્રિન્ટની પણ તપાસ કરવા મોકલી આપો.ને આ રૂમ ને પણ સિલ કરી દો જેથી કોઈ રૂમ માં ના આવી શકે.ને સંધ્યા તું ને સાથે એક પોલીસ કોન્સ્ટેબલ ને લઈને પ્રવિણસિંહ એ લખાવેલા ઉદયપુર ના એડ્રેસ પર જઈને પ્રવિણસિંહ વિશે પૂરેપૂરી ડિટેલ્સ તપાસ કરી આવો.

એટલામાં એક પોલીસ કોન્સ્ટેબલ જે સીસીટીવી કેમેરા ચેક કરવા ગયો હોય છે તે આવીને જણાવે છે કે સર બે દિવસ પહેલા એક કપલ હોટેલ માં પ્રવેશવું તો હતું પણ બંને માંથી કોઈ બહાર ગયું જ નથી..

અભય સિંહ:- તો તો સુરેશ નક્કી એ અહીંયા જ ક્યાંક હોટેલ મા છૂપાઇ ને બેઠો હશે આખી હોટેલમાં તપાસ કરો એક પણ ખૂણો બાકી ના રહેવો જોઈએ..

ક્રમશ....



મારી વાર્તા વાંચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏 મારા લખવામાં જો કોઈ ઉણપ રહી ગઈ હોય તો જણાવવા વિનંતી. તમારા કીમતી પ્રતિભાવ ને રેટિંગ આપવાનુ
ભૂલશો નહિ....