Room Number 104 - 11 in Gujarati Thriller by Meera Soneji books and stories PDF | Room Number 104 - 11

Room Number 104 - 11

પાર્ટ ૧૧
અભયસિંહ સુરેશ સાથે વાત કરીને ફોન કટ કરે છે અને કંઈક ઊંડો વિચાર કરતાં કરતાં તેમની નજર અચાનક જ મુકેશ હરજાણી તરફ પડે છે. મુકેશ હરજાણી નિલેશ ચૌધરી ની લાશ જોઇને એકદમ જ અચંબિત થઈ ગયો હોય છે. નિલેશ ચૌધરી ની લાશ જોતા તેના આખા શરીરે પરસેવો વળી ગયો હોય છે. તેની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હોય છે. તે એક ધારી નજરે નિલેશ ચૌધરીની લાશને જોઈને કંઈક વિચારી રહ્યો હતો. આ જોઈને અભયસિંહ મુકેશ હરજાણી પાસે જઈ ને તેના ખભા પર હાથ મૂકે છે. આમ અચાનક કોઈનો હાથ પોતાના ખભા પર આવતાની સાથે જ મુકેશ હરજાણી એકદમ જ ડરી જાય છે અને તેના મોઢામાંથી ચીસ નીકળી જાય છે. આ જોતા અભયસિંહ મુકેશ હરજાણીને પૂછે છે " અરે mr મુકેશ કેમ ડરી ગયા? તમે તો કહેતા હતા ને કે આ રૂમ ની ચાવી ફક્ત તમારી પાસે જ હોય છે. અને તમે તો એક મિટિંગ માટે દુબઈ ગયા હતા તો પછી આ નિલેશ ચૌધરી ની લાશ અહીંયા આવી કેવી રીતે?

મિસ્ટર મુકેશ હરજાણી પોતાના માથા ઉપરથી પરસેવો લુછતા કહે છે કે" સર મને કંઈ જ ખબર નથી આ લાશ વિશે.

અભયસીંહ:- પણ તમે કહેતા હતા કે ચાવી તમારી પાસે જ હોય છે. તો પછી લાશ શું જમીન માંથી પ્રગટ થઈ હશે? સાચું કહેજો mr મુકેશ હરજાણી રોશનીનું ખૂન થયું તે રાતે તમે ક્યાં હતા? અને આ વખતે મારે સત્ય જ સાંભળવું છે નહિ તો મારી પાસે સત્ય કાઢવાના બીજા પણ ઘણા રસ્તા અપનાવવા પડશે.

એટલામાં મુકેશ હરજાણી ના ફોનની રીંગ વાગે છે. મુકેશ હરજાણી ફોનની સ્ક્રીન પર જુવે છે તો કોઈ અજાણ્યા નંબર પર થી કોલ હોય છે એ જોતા જ મુકેશ હરજાણી ભયથી ધ્રુજી ઉઠે છે. તેનો પરસેવાથી લથબથ થયેલો ચેહરો કંઈક ભેદી રાઝ છુપાયેલું હોય તેવી ચાડી ખાતો હતો. મુકેશ હરજાણી કાઈ પ્રતિક્રિયા કરે તે પહેલા જ અભયસીંહ તેના હાથ માંથી ફોન લઈ લે છે પરંતુ ફોન ઉપડે તે પહેલાં જ કોલ કટ થઇ જાય છે. અભ્યસિંહ પોતાની સાથે આવેલા એક કોન્સ્ટેબલને ફોન ચકાસવાનું કહે છે. એટલામાં સુરેશ પણ આખી ફોરેન્સિક ટીમને લઈને ત્યાં હાજર થઈ જાય છે.

હાજર થયેલી ટીમ નિલેશ ચૌધરીની લાશની આસપાસ રહેલી બધી જ વસ્તુને ઝીણવટ પૂર્વક તપાસ કરે છે. નિલેશ ચૌધરીની લાશની તસવીર લે છે. અભયસિંહ પણ બે કોન્સ્ટેબલ ને મુકેશ હરજાણી પર નજર રાખવાનું સૂચન કરી તપાસમાં મદદરૂપ થાય છે. લાશની ઝીણવટ પૂર્વક તપાસને અંતે ફોરેન્સિક રિપોર્ટર ના ઓફિસરે અભયસિંહ ને સંબોધતા કહ્યું કે લાશની કોહવાયેલી હાલતને જોતા નિલેશ ચૌધરીનું બે દિવસ અગાઉ ખૂન થયેલું હોવું જોઈએ. પેટના ભાગમાં બે ઇંચના કાપા ને જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ ધારદાર ચપ્પુ જેવું હથિયાર એના પેટમાં ખોસવામાં આવ્યું છે જેથી જ એનું મૃત્યુ થયું છે. અને સર રૂમની તપાસ કરતા જાણવા મળ્યું છે કે રૂમમાંથી સીસીટીવી કેમેરા ગાયબ કરી દેવામાં આવ્યો છે અમને પલંગની પાછળની સાઈડ સીસીટીવી કેમેરાના વાયર છૂટા પડેલા મળ્યા છે. અભયસિંહ ફક્ત ઓફિસરની વાતને મોઢું હલાવીને જ જવાબ આપતા હતા. એનો જીવ તો મુકેશ હરજાણી પાસે હતો. અભયસિંહને પાકો વિશ્વાસ હતો કે જો મુકેશ હરજાણી આ કેસમાં ઇન્વોલ હશે તો જરૂર ભાગવાની કોશિશ કરશે. અને થયું પણ એવું જ કે જેવા પેલા બંને કોન્સ્ટેબલ લાશને પલંગ પરથી નીચે ઉતારવા મદદ કરવા ગયા એ મોકાનો લાગ જોઈ મુકેશ હરજાણી દોડીને દરવાજા સુધી પહોંચ્યો જ હતો ત્યાં અભયસિંહ ની ચતુર નજર તેના પર પડી. એ સાથે તેણે ચિત્તાની ઝડપે દોડી મુકેશ હરજાણીને દરવાજાની બહાર પહોંચે એ પહેલાં જ તેને પકડી લે છે.
તને શું લાગતું હતું તું અહીંથી એમ જ ભાગી શકીશ એમ! આ અભયસિંહ છે એના હાથમાં આવેલો શિકાર કોઈ કાળે ભાગી ના શકે. આટલી ત્રાડ નાખીને અભયસિંહે મુકેશ હરજાણી નો કોલર પકડી એક જોરથી મુકેશના ગાલ પર થપ્પડ લગાવી દે છે. ગાલ પર પડેલી થપ્પડ થી મુકેશ પોતાનું શરીર સ્થિર ના રાખી શક્યો અને એક બાજુ ફસડાઈ ગયો. પેલા બે કોસ્ટેબલ પણ ત્યાં દોડતા હાજર થઈ ગયા. બંને એ મુકેશ હરજાણીને પકડી લીધો. પકડી લો સાલાને. લઈ લો પોલીસ સ્ટેશને ત્યાં જ એને બધું ઓકાવિશું. ગુસ્સામાં અભયસિંહે બંને કોન્સ્ટેબલ ને સંબોધતા કહ્યું.

મુકેશ હરજાણી:- સર પણ મારો વિશ્વાસ કરો હું આ ખૂન માં ઇન્વોલ નથી.

અભાયસિંહ:- તો પછી આમ છટકવાનું કોઈ કરણ?( જોર થી ત્રાડ નાખતા કહે છે) આ રૂમની ચાવી ફક્ત તમારી પાસે જ હોય છે હોટેલના કોઈ સ્ટાફને આ રૂમની જાણ પણ નથી. તો પછી આ લાશ અહીંયા આવી કેવી રીતે?

મુકેશ હરજાણી:- પરંતુ સાહેબ તમે એ તો વિચારો કે જો આ લાશ મે અહીંયા રાખી હોત તો હું તમને આ રૂમ સુધી પહોંચવા દેત! હું પેલા જ ફરાર ના થઈ ગયો હોત. તમે મારો વિશ્વાસ કરો હું આ આ વિશે કાંઈ જાણતો જ નથી.( આજીજી કરતાં રડી પડે છે)..

અભયસિંહ:- હા વાત તો તમારી ૧૦૦% ખરી પરંતુ કંઈક તો એવું છે જ જે આ ખુફિયા રૂમને લાગતું વળગતું જેથી તમારે આમ ભાગવાની નાકામિયાબ કોશિશ કરવી પડી. હવે એ સત્ય કેમ ઉકેલવું એ અમારું કામ છે mr મુકેશ. અને એક વાત યાદ રાખજો આ કેસનો ઉકેલ ના આવે ત્યાં સુધી જો હવે આમ ભાગવાની કોશિશ કરી છે ને તો સીધું એન્કાઉન્ટર જ થશે..

મુકેશ પોતાના પર ભોંઠપ અનુભવતા નજર નીચી કરી લે છે. મુકેશને ખાતરી થઈ જાય છે કે હવે એ આ સકંજા માંથી નહિ નીકળી શકે. અભય સિંહ સુરેશને આદેશ આપતા કહે છે કે"સુરેશ તું એક કામ કર આ નીલેશની બોડીને પોસ્ટ મોર્ટમ માં મોકલી દેજે. હું બંને કોસ્ટેબલની સાથે મુકેશ હરજાણીને લઇ ને પોલીસ સ્ટેશન લઈ જાવ છું. મુકેશ હરજાણી બહુ પહોંચેલી ચીજ લાગે છે એટલે હવે એ ભાગી જશે તો પછી પકડવો મુશ્કેલ થઈ જશે માટે મારે એની સાથે જ જવું પડશે. આટલું કહી અભયસિંહ બહાર નીકળવા જતા જ હતો ત્યાં સુરેશે તેમને સંબોધતા કહ્યું કે "એક મિનિટ સર".

અભયસિંહ :- હા બોલ શું થયું?

સુરેશ :- મુકેશ હરજાણીના ફોનમાં જે unknown નંબર પરથી જે ફોન આવ્યો હતો. એ નંબર પર મે ઘણા ફોન કર્યા પણ ફોન લાગતો નથી. પરંતુ તપાસ કરતા ખબર પડી કે એ સમશેરનો નંબર છે. આ એજ સમશેર તો નહિ હોય ને જેણે આપણને ફોન કરીને ગુમરાહ કર્યા હતા.

અભયસિંહ :- હા એ તેજ સમશેર હોવો જોઈએ. મતલબ કે આ કેસમાં મુકેશ હરજાણી નો પુરે પુરો હાથ હોવો જોઈએ. એક કામ કર આ નંબરનો સર્વેલાઇન્સ પર મુકાવી દે એ ફોન શરૂ કરશે એટલે એનું લોકેશન ખબર પડી જશે....

સુરેશ :- ઓકે સર.

અભયસિહ:- અને હા આ રૂમને સિલ કરી દે જે અને આપડા ૨ પોલીસ કોન્સ્ટેબલ ને અહીંયા પહેરો કરવા માટે રાખી દો. જેથી કરી ને જો પ્રવીણ પણ આ નિલેશ ખૂનમાં સામેલ હશે તો અહીંયા જરૂર આવશે..

સુરેશ:- ઓકે સર! સર આ રૂમનું ઇન્ટિરિયર જોઈને તો એવું લાગે છે કે મુકેશ હરજાણી એ આ રૂમ પોતાની ઐયાશી માટે જ બનાવ્યો હશે..

અભય સિંહ ફક્ત માથું હલાવીને હમમ કહેતા મુકેશ હરજાણીને લઇને હોટેલની બહાર નીકળવા જાય છે. ત્યાં જ અભયસિંહ ના ફોનની રીંગ વાગે છે. અભયસિંહ ફોનની સ્ક્રીન જોવે છે તો સંધ્યા નો ફોન હોય છે એકદમ જ ઉત્સુકતા સાથે સંધ્યા નો ફોન ઉપાડે છે" હા સંધ્યા સમજ કે હવે આપડે આ કેસમાં ઉકેલથી વધારે દૂર નથી. એક મહત્વની કડી હાથ લાગી છે..

સંધ્યા :- હા સર અને પ્રવીણ પણ પકડાઈ ગયો છે? એ હરામિ એના ડાન્સ ક્લાસમાં છૂપાઈને બેઠો હતો.

અભયસિંહ:- શું? વેલ ડન સંધ્યા! તું જલ્દીથી પ્રવીણ ને લઇ ને અહીંયા આબુમાં આવી જા. હવે તો આ નરાધમોને ફાંસીના માચડે જ ચઢાવવા પડશે. હવે તો આ એક નહિ બે ખૂન નો કેસ છે..

સંધ્યા:- જી હા સર હું હમણાં જ નીકળું છું ત્યાં આવવા માટે પણ હું કઈ સમજી નહી બે મર્ડર એટલે બીજું કોનું મર્ડર થયું છે?..

અભયસિંહ:- તું અહીંયા આવીજા પછી વાત કરીએ. ને હા સંધ્યા થોડી સાવધાન રહેજો ક્યાંક પ્રવીણ ભાગવાની કોશિશ ન કરે..

સંધ્યા:- ઓકે સર!

ક્રમશ...

Rate & Review

Vijay

Vijay 11 months ago

Manoj Navadiya

Manoj Navadiya Matrubharti Verified 12 months ago

Pravinbhai to gaya have... 😂

Sheetal

Sheetal 1 year ago

Amrutbhai makwana
Heena Suchak

Heena Suchak 1 year ago