Room Number 104 - 7 in Gujarati Thriller by Meera Soneji books and stories PDF | Room Number 104 - 7

Room Number 104 - 7

પાર્ટ -૭

નીતા રોશની અને પ્રવીણ ના પ્રથમ મિલનની વાત અભય સિંહને જણાવે છે ત્યાં જ એક પોલીસ કોન્સ્ટેબલ હાથમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ લઈને કેબિનમાં પ્રવેશે છે. અને અભયસિંહ ને સેલ્યુટ કરીને જણાવે છે કે " સર આ રોશની મર્ડર કેસનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું છે કે રોશનીને પ્રથમ માથામાં કોઈ ધારદાર વસ્તુ વાગવાથી તે બેહોશ થઈ ગઈ હશે. ત્યારબાદ તેને તકિયા વડે તેનું મોઢું દબાવવાથી શ્વાસ રૂંધાવા થી તેનું મૃત્યુ થયું છે. સર રૂમમાં મળેલા ફિંગર પ્રિન્ટ ત્રણ અલગ-અલગ વ્યક્તિના છે જેમાં એક ફિંગર પ્રિન્ટ તો રોશનીના છે જ્યારે બીજા ફિંગર પ્રિન્ટ કદાચ પ્રવીણ ના હોય શકે".
અને ત્રીજા ફિંગર પ્રિન્ટ કદાચ નિલેશ ચૌધરી ના જ હશે.(અભયસિંહ પોલીસ કોન્સ્ટેબલની વાત વચ્ચેથી જ કાપતાં કહે છે)

પોલીસ કોન્સ્ટેબલ:- હા સર અત્યારે તો શક નીલેશ ચૌધરી ઉપર જ જાય છે.

અભયસિંહ:- હા શક નહિ મને પૂરો યકીન છે કે ત્રીજા ફિંગર પ્રિન્ટ નિલેશ ચૌધરીના જ હોવા જોઈએ. કદાચ રોશનીનું ખૂન નિલેશ ચૌધરી અને પ્રવીણ બંનેએ મળીને જ કર્યું હશે. પણ નીલેશે પ્રવીણ ને રોશનીના ખૂન કરવામાં સાથ કેમ આપ્યો હશે? એમાં એનો શું સ્વાર્થ હોય શકે? અને જે ટેરેસ પર જવાની સીડી પર અને કિચન તરફ જવાના રસ્તા પર જે ફિંગર પ્રિન્ટ મળી આવ્યા હતા એ શું આ ફિંગર પ્રિન્ટ સાથે મેચ થાય છે?

પોલીસ કોન્સ્ટેબલ:-હા સર ત્યાં ઘણા ફિંગર પ્રિન્ટ મળી આવ્યા હતા અને તેમાંથી બે વ્યક્તિના ફિંગર પ્રિન્ટ રૂમ માં મળેલા ફિંગર પ્રિન્ટ સાથે મેચ થાય છે.

અભયસિંહ:- તો તો નક્કી એ પ્રવીણ અને નીલેશના જ હોવા જોઈએ. હમમ સુરેશ હવે આ નિલેશ ચૌધરી ના ઘરનું તાળું પણ તોડવું જ પડશે. તું સાથે એક કોન્સ્ટેબલને લઈને જા અને નિલેશ ના ઘરનો એક એક ખૂણો તપાસ કરો કઈક તો એવું મળી જ આવશે જે આપણને આ કેસ ઉકેલવામાં મદદ કરશે.

અભયસિંહ થોડીવાર કઈક ઊંડા વિચારોમાં ડૂબકી લગાવીને ફરી નીતાને પૂછપરછ કરતા પૂછે છે કે" હા તો નીતા હવે કહે કે આ મિલન પ્રેમમાં કેવીરીતે પાંગર્યું?

નીતા થોડો વિચાર કરીને પોતાની વાતને આગળ વધારે છે.
નીતા :- સર પ્રવીણ નો મેસેજ જોતા જ મે રોશની ને કહ્યું કે" સારું તો તું તારું પ્રેમ પ્રકરણ આગળ ચલાવ ત્યાં સુધીમાં હું થોડું કામ પતાવીને આવું.

રોશની :- અરે હજુ hi નો મેસેજ આવ્યો એમાં ક્યાં પ્રેમ પ્રકરણ આવી ગયું. (મોઢું મચકોડતા રોશનીએ જવાબ વાળ્યો).

નીતા :- એ તો તારા ચેહરાના ભાવો ઉપર થી જ ખબર પડે છે કે તને એના પ્રત્યે કેવી લાગણી છે. તું આગળ વધે એમાં કાંઈ વાંધો નથી પણ ધ્યાન રાખજે. હું આવું થોડું કામ પુરૂ કરીને.( નીતાએ કટાક્ષ કરતા પલંગ પરથી ઉભા થતા કહ્યું).

રોશની :- હા કામ પૂરું કરી આવ.

ત્યાં જ રોશનીના મોબાઈલ માં પ્રવિણનો મેસેજ આવે છે

પ્રવીણ :- તમારો ડાંસ ખરેખર અદભૂત હતો અને ...... (જાણી જોઈને પ્રવીણે મેસેજ અધૂરો છોડ્યો).

રોશની :- અને શું? (અધૂરા મેસેજનો જવાબ જાણવા સામો પ્રશ્ન કર્યો).

પ્રવીણ :- અને તમે પણ.

જવાબ વાંચતા જ રોશનીનો ચેહરો મલકી ઉઠ્યો.

રોશની :- એવું તો શું છે મારામાં કે હું તમને અદભૂત લાગી? ( જાણે રોશની હજુ થોડા વધારે વખાણ સાંભળવા ઈચ્છતી હોય એ માટે જ આવો પ્રશ્ન પૂછ્યો)

પ્રવીણ :- તમારી ખૂબસૂરતી ખરેખર અદ્ભુત છે અને એમાં પણ તાલબદ્ધ રીતે ધિરકતું તમારું જોબન કોઈ સ્વપ્નોની પરીને પણ શરમાવે એવું હતું.

રોશની :- બસ હવે, એવા ખોટા મસ્કા ના મારો તો સારું. જો કે તમારો ડાંસ પણ ખૂબ સરસ હતો.

પ્રવીણ :- ના ના ખોટા મસ્કા નથી મારતો હું કાંઈ. જે કહ્યું તે સાચું કહ્યું છે. અને મને ડાંસ તો આવડે જ ને મારું પોતાનું ડાંસ ક્લાસિસ છે.

રોશની :- ઓહો તો તો મારે આવવું પડશે ડાંસ શીખવા. તમને મારી આ આઇ.ડી. કેવી રીતે મળી?

પ્રવીણ :- શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે તો પછી તમારી આઇ. ડી. શોધવી તો મારા માટે રમત વાત છે.

રોશની :- ઓહ એવું છે એમ ને. પણ મારી આઇ. ડી. ગોતાવાનું કોઈ કારણ?

પ્રવીણ:- હા! તમારો અદભુત ડાંસ. શું આપણે મિત્ર બની શકીએ?..

ત્યાજ રૂમમાં નીતા પ્રવેશે છે. આવતા જ મજાકના સ્વરમાં કહે છે કે "ક્યાં સુધી પહોંચ્યું તમારું પ્રેમ પ્રકરણ"

અરે યાર તે તો બોઉં કરી હો. આ લે તુજ જોઈ લે શું મેસેજ આવ્યા છે એ. રોશનીએ મોબાઈલ નીતા સામે લંબાવતા થોડા મીઠા ગુસ્સા સાથે કહ્યું.
ઓહો આમાં તો ભરપૂર વખાણ કર્યા છે ને પ્રવીણે તારા. પ્રેમ તો વખાણ થીજ શરૂ થાય ને. એક એક મેસેજ વાંચ્યા પછી નીતાએ રોશનીની બાજુમાં સૂતાં કહ્યું.

એવું કાંઈ નથી નીતા. વાત પૂરી કરવાના આશયથી પ્રત્યુતર વાળ્યો રોશનીએ. સારું તું પ્રવીણ સાથે વાત નો સિલસિલો શરૂ રાખ હું તો પોઢી જાવ છું આમેય બહુ થાક લાગ્યો છે મને. આટલું કહી નીતા સૂઈ જાય છે અને રોશની પ્રવીણ સાથે મેસેજ થી વાતો કરવા લાગે છે.

સાહેબ રોશની એ શરૂ કરેલી મિત્રતા ધીરેધીરે પ્રેમમાં રૂપાંતર થઈ ગઈ હતી. જો કે રોશની તો મારી દિદીના લગ્ન માં જ પ્રવીણ ને દિલ દઈ બેઠી હતી. પ્રવીણ પણ રોશનીને સોશીયલ મીડીયા થકી સમય આપ્યા કરતો. રોશની પ્રવીણ ના પ્રેમ મા એટલી ગળાડૂબ થઈ ગઈ હતી કે મને મળવાની વાત તો દૂર પણ મેસેજ કે ફોન પણ ના કરતી. રોશનીના પ્રેમના કારણે એને એના અભ્યાસમાં પણ અસર થઈ હતી.

એક વાર મારી દીદી મારા ઘરે રોકાવવા આવી હતી ત્યારે એણે પ્રવીણ વિશે જે વાત કરી એ જાણી ને મને ખૂબ જ આઘાત લાગ્યો. મે તરત જ આ વાત રોશનીને જણાવવા રોશનીના ઘરે પહોંચી ગઈ. રોશનીને મે ખૂબ સારી રીતે સમજાવી કે પ્રવીણ ના લગ્ન થઈ ગયેલા છે અને એક છોકરો પણ તેને છે. તારે એની સાથે હવે આગળ સબંધ ના રાખવો જોઈએ. રોશનીએ મને બહુ સહજતાથી ઉતર આપ્યો કે "નીતા તું આટલું બધું ટેન્શન ના લે મને પ્રવીણે પહેલા જ કહી દીધું હતું કે પોતે પરિણીત છે અને એક દીકરાનો બાપ છે. પ્રવીણે અત્યાર સુધી એની કોઈ બાબત મારાથી છુપાવી નથી. એ ખૂબ જ નિખાલસ માણસ છે. કદાચ એટલે જ હું એને મારું દિલ દઈ બેઠી છું. તે પણ મને ખૂબ જ ચાહે છે.

નીતા:- બધું જાણતી હોવા છતાં પણ તું કેમ આટલી આગળ વધી ગઈ. (ચિંતાના ભાવો વર્તાતા હતા નીતાના શબ્દોમાં).

રોશની:-પ્રેમ એવો જ હોય છે નીતા એકવાર થઈ જાય પછી એના સિવાય કશું દેખાતું જ નથી. મારી સાથે પણ એવું જ થયું છે. મને કોઈ કામમાં કે અભ્યાસમાં દિલ નથી લાગતું જ્યારથી હું પ્રવીણ ને મળી છું.

નીતા:- "એટલે તમે ફરી પાછા મળ્યા હતા?" (તંગ ચહેરા પર આશ્ચર્યમાં મુકાઈ ગઈ નીતા).

રોશની:- હા, અમે એક મહિના પહેલા જ એક હોટેલમાં મળ્યા હતા. ત્યારે મેં પ્રવીણ સામે બધી મર્યાદાઓ તોડી નાખી. આજે પણ મને એનો એક એક મુલાયમ સ્પર્શ એની યાદોની ઝાંખી કરાવે છે. એની સાથેનું આલિંગન, એનું હળવું ચુંબન અને એની મીઠી મધુર વાણી મારી રાતોની ઊંઘ ઉડાડી દે છે નીતા. હું એના વગર નથી રહી શકતી.( બધી જ લાગણીઓને વાચા આપી દીધી હતી રોશનીએ).

નીતા:- એ વાત સાચી છે કે તું પ્રવીણ ને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ પ્રવીણ પરિણીત છે એ કઈ રીતે તારા પ્રેમ ને જિંદગીભર નિભાવી શકશે? મને તો આ જ વાતની સૌથી વધુ ચિંતા છે. (નીતાના શબ્દોમાં રોશનીના ભવિષ્યની ચિંતા સ્પષ્ટ કળાતી હતી)

રોશની:- મને પ્રવીણ પર પૂરો વિશ્વાસ છે કે એ મારો જિંદગીભર નો સથવારો બની ને સાથે ઊભો રહશે કદાચ એટલે જ આ વિશ્વાસ એની સાથે સબંધ પૂર્ણ કરવા મને રોકે છે. પણ તું ચિંતા ના કર બધા સારા વાના થઈ જશે.

એટલામાં જ અભયસિંહના ફોન પર સંધ્યા નો ફોન આવતા નીતાની વાતમાં ખલેલ પહોંચે છે....

ક્રમશ....

Rate & Review

Mukeshbhai Thakor

Mukeshbhai Thakor 11 months ago

Vijay

Vijay 11 months ago

Manoj Navadiya

Manoj Navadiya Matrubharti Verified 12 months ago

joye have kevo prem che... 😂

Sheetal

Sheetal 1 year ago

Trupti Ashara

Trupti Ashara 1 year ago