Room Number 104 - 8 books and stories free download online pdf in Gujarati

Room Number 104 - 8

પાર્ટ - ૮

હાથના ઇશારાથી જ નીતાને બોલતા અભયસિંહ રોકે છે. અને સંધ્યાનો આવેલો ફોન ઉપાડે છે.

અભયસિંહ :- હા બોલ સંધ્યા શું ખબર છે? (ઉત્સાહ વર્તાતો હતો અવાજમાં.)

સંધ્યા :- સર, અમે પ્રવીણ ના ઘરનું તાળું તોડીને આખું ઘર ફેંદી વળ્યા પણ કંઈ ના મળ્યું સિવાય એક પેન ડ્રાઈવ ને બાદ કરતા.

અભયસિંહ :- શું વાત કરે છે. બીજું કંઈક આ ખૂન ના કેસને લગતું મળવું જ જોઈએ જો પ્રવીણ પેહલે થી ખૂન નહિ કરવાના આયોજને અહી આવ્યો હોય તો.( થોડા નિરુત્સાહી શબ્દોમાં સંધ્યાને કહ્યું.)

સંધ્યા :- અરે સર, તમે સાંભળો તો ખરી. ભલે ખૂનના કેસને લગતી બીજી કોઈ વસ્તુ ના મળી પણ અમને જે પેન ડ્રાઈવ મળી છે એના આધારે જ પ્રવીણ ને જેલ ભેગો કરી શકશું. (થોડા ખુશ થતાં કહ્યું.)

અભયસિંહ :- કેમ! એવું તો શું છે પેન ડ્રાઇવ માં?( થોડા આશ્રર્ય સાથે પૂછ્યું.)

સંધ્યા :- સર, પ્રવીણે કરેલી બધી જ લીલાઓ આ પેન ડ્રાઇવ માં છે. દસેક વીડિયો છે આ પેન ડ્રાઇવ માં. જેમાં પ્રવીણ ના અશ્લીલ વીડિયા છે. પણ સર જોવાની ખૂબી એ છે કે દરેક વીડિયોમાં છોકરીઓ અલગ અલગ છે. પરંતુ આમાંથી એક પણ વીડિયોમાં રોશનીનો વીડિયો નથી.

અભયસિંહ:- વેલ ડન સંધ્યા! ભલે આ પેન ડ્રાઈવમાં રોશનીનો વિડીયો ના હોય પરંતુ આપણી પાસે પ્રવીણની ખિલાફ એક સબૂત તો હાથ લાગ્યા છે. હોઈ શકે એમાંથી જ આ કેસ માટેની કોઈ કડી ઉકેલાઈ જાય. એક કામ કર સંધ્યા એ પેન ડ્રાઈવ લઈને તું અહી આબુમાં આવી જા.

સંધ્યા:- હા સર! પરંતુ એ પહેલા એક કામ પતાવવાનું છે પ્રવીણ ના ડાન્સ કલાસનું તાળુ તોડીને તપાસ કરવાની છે. હોઈ શકે કદાચ ડાન્સ ક્લાસ માંથી પણ કોઇ સબૂત મળી જાય.

અભયસિંહ:- ઓ યસ સંધ્યા! યુ આર રાઇટ! અને હોઈ શકે કદાચ પ્રવીણ ડાન્સ કલાસમાં જ છૂપાઈને બેઠો હોય. સુરેશ પણ નિલેશ નું ઘર તપાસવા માટે નીકળી ગયો છે કદાચ ત્યાંથી પણ કાંઈ સબૂત મળી જાય. સારું તો સંધ્યા ડાન્સ ક્લાસ ની તપાસ કરીને મને ફોન કરજે.

સંધ્યા :- યસ સર!

સંધ્યાની પેન ડ્રાઈવ વાળી વાત સાંભળીને અભયસિંહ એકદમ અવાચક નજરે નીતા ને જોઇને વિચારવા લાગે છે કે" સંધ્યાના કહેવા મુજબ પેન ડ્રાઈવ માં પ્રવિણના અશ્લીલ વિડિયો મળી આવ્યા છે. પરંતુ તેમાંથી એક પણ વીડિયો રોશની સાથે નથી. અને નીતાનું કહેવું છે કે પ્રવીણ અને રોશનીએ બધીજ સીમાઓ પાર કરી લીધી હતી તો પછી પ્રવીણે રોશન સાથે અશ્લીલ વિડિયો બનાવેલો હોવો જ જોઈએ. કદાચ રોશનીના ખૂન પાછળ નું કરણ પણ આ જ હોય શકે. આવા અનેક વિચારો અભયસિંહ ના મસ્તિષ્ક ને ઘેરી વળ્યા હતા. અચાનક જ જાણે કઈ યાદ આવતા અભયસિંહ નીતાને પૂછે છે કે" નીતા તને તો ખબર જ હતી પ્રવીણ પહેલાથી જ મેરીડ હતો. રાઇટ! માન્યા કે રોશની તેના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી પણ જ્યારે તને ખબર પડી કે પ્રવીણ મેરીડ છે તો તે રોશની ને સમજાવી છતાં તે ના માની તો પછી તે રોશનીના માતા પિતા ને કહેવાનું જરૂરી ના સમજ્યું? તે શા માટે આવા સંબંધમાં રોશનીનો સાથ આપ્યો?

નીતા:- સર મે રોશનીને ખૂબ સમજાવી હતી તેને ધમકી પણ આપી હતી કે જો એ પ્રવિણ નો સાથ નહિ છોડે તો હું તેના માતાપિતાને કહી દઈશ. પરંતુ રોશનીના પપ્પા હાર્ટ પેશન્ટ છે. એટલે આ બાબતે હું ચૂપ રહેવાનું જ યોગ્ય સમજતી. હું એવું વિચારતી કે અત્યારે આ ઉંમરે દરેકને કોઈ પ્રત્યે આકર્ષણ હોય જ પરંતુ સમય જતાં આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો તફાવત સમજાય જાય. પરંતુ રોશની સાથે આવી ઘટના ઘટી જશે એવી તો કલ્પના પણ નહોતી કરી. અને હું તો હંમેશા આ સંબંધને ખિલાફ જ હતી.

અભયસિંહ:- તો પછી રોશની તારી સાથે ટ્રેકિંગ કેમ્પમાં જાય છે તેવું જૂઠું બોલીને કેમ આવી આ તો તારા સાથ વગર શક્ય બને જ નહીં ને?

નીતા:- હા સર મે જ રોશની ને આબુ માં આવવા માટે સાથ આપ્યો હતો કારણ કે તેણે મને કહ્યું હતું કે એ અને પ્રવીણ બંને જલ્દી લગ્ન ગ્રંથી માં જોડાવાના છે. અને પ્રવીણ તેની પત્ની સાથે ડિવોર્સ લઈ રહ્યો છે. તેને મને કહ્યું કે પ્રવીણ તેને ખૂબ ચાહે છે અને બન્ને એકબીજા વગર રહી નથી શકતા. પરંતુ હું પ્રવીણના આવા ઈરાદા થી તદ્દન અજાણ હતી. હું તો ખાલી એક પ્રેમી પંખીડાઓને એની મંઝિલ પાર કરવામાં મદદ કરતી હતી મેં ક્યારેય સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે રોશની સાથે આવું ઘટી જશે. (આટલું કહેતા નીતા હીબકે હીબકે રડી પડે છે)

થોડી જ વારમાં સુરેશ પણ નિલેશ નું ઘર તપાસીને આવે છે અને અભયસિંહ ને રિપોર્ટ કરે છે." સર અમે નિલેશ નું આખું ઘર ફેંદી વળ્યા પરંતુ તેના ઘરમાં કોઈ ખાસ સબૂત નથી મળી આવ્યા. નિલેશ ઘરમાં એકલો રહેતો હોવાથી ફક્ત તેનો પોતાનો સામાન મળ્યો છે. પરંતુ તેના કપડા અને ઘરમાંથી મળી આવેલી ખાલી શરાબની બોટલ ઉપરથી અંદાજ લગાવી શકાય કે તે ઘણો શોખીન મિજાજનો માણસ છે. અને હા આજુબાજુમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે નિલેશ ઘણીવાર અલગ-અલગ છોકરીઓ સાથે પણ જોવા મળ્યો છે.

અભયસિંહ:- ઓહ! સંધ્યા ને પણ પ્રવીણના ઘરમાંથી એક પેન ડ્રાઈવ મળી છે જેમાં પ્રવિણના અશ્લીલ વીડિયો જોવા મળ્યા છે. હોઈ શકે પ્રવીણ અને નિલેશ બંને મળીને આવા કાવતરા કરતા હશે!

સુરેશ:- હોઈ શકે સર! અને બન્ને જણા એક સાથે ગાયબ છે. એટલે હોઈ શકે કે બંને સાથે મળીને રોશનીનું ખૂન કર્યું હશે.

અભયસિંહ:- કર્યું હશે નહિ સુરેશ મને પાકી ખાતરી છે કે આ બન્ને જણાએ જ રોશનીનું ખૂન કર્યું છે. પરંતુ આટલી સફાઈથી ખૂન કરવું અને ભાગી છૂટવું એ તો કોઈ સિરિયલ કિલર નું જ કામ હોઈ શકે. પરંતુ જોવાની ખૂબી એ છે કે બંને જણા માંથી કોઈની પણ હિસ્ટરીમાં કોઈપણ ક્રાઇમ નોંધાયો નથી. નાનો અમથો ચોરીનો કેસ પણ નથી બંને જણા ઉપર.

સુરેશ:- હા સર! ખૂન એટલી સાવધાની થયું છે કે રૂમ ની આજુબાજુની રૂમમાં રહેતા કોઈ પણ પ્રવાસીઓને રોશની ના ચિલ્લવા નો અવાજ પણ નથી સંભળાયો. પરંતુ સર જો બંને આરોપીઓ કોઈ સિરિયલ કિલર હોય તો ક્યાંક તો ગુનો નોધ્યો જ હોય અને બને જણા એ લાશ પણ આમ હોટેલમાં મૂકીને ભાગી ના ગયા હોત.લાશ પણ ક્યાંય ઠેકાણે પાડી દીધી હોત. સર તમારા આદેશ પ્રમાણે બસ અને રેલ્વે સ્ટેશનમાં પણ તપાસ કરવામાં આવી છે પરંતુ કોઈએ પણ આ બંને જણા ને ત્યાં જોયા નથી. મતલબ કે બંનેમાંથી કોઈને પણ બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા જોયા નથી.

અભયસિંહ:- શું? તો શું એ બંને આબુમાં જ ક્યાંક છુપાઇ ને બેઠા છે. કે પછી એ લોકો જમીન માં સમાઈ ગયા. સુરેશ આ બંને મને કોઈપણ હાલતમાં જોઈએ.

સુરેશ:- હા સર એવું લાગે છે કે અહીંયા આબુમાં જ કોઈ તેમને છુપાવા માટે મદદ કરી રહ્યું છે. હોય હોઈ શકે હોટલનો કોઈ માણસ હોય જે પ્રવીણ અને નિલેશને છૂપાવવામાં મદદ કરી રહ્યું હોય.

અભય સિંહ:- હમમ એવું પણ બની શકે છે. એક કામ કર સુરેશ તું ફરી આખી હોટેલ તપાસ કરી આવ કઈક તો એવું હશે જે આપણી નજર ચૂક થઈ ગયું હશે. કઈક તો કડી મળી જ આવશે.

સુરેશ :- જી સર હું હમણાં જ બે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ ને લઈને હોટેલ પોહચું છું. અને હા સર પ્રવીણ અને નિલેશ નો વોન્ટેડ ફોટો ન્યૂઝ પેપર અને ન્યુઝ ચેનલ માં પણ આપી દેવામાં આવ્યો છે જેથી કોઈએ આ બન્ને શખ્સને જોયા હોય તો જાણ કરી શકે.

અભયસિંહ:- ohk! ગુડ

એટલામાં જ અભયસિંહ ના મોબાઈલ ઉપર એક unknown નંબર ઉપરથી ફોન આવે છે. એક ઊંડો નિસાસો લેતા અભયસિંહ ફોન ઉપાડે છે." હેલો સબ ઇન્સ્પેક્ટર અભયસિંહ સ્પીકિંગ" હુ આર યું?

ક્રમશ....

અભયસિંહ ને unknown નંબર ઉપરથી કોનો ફોન આવ્યો હશે?
તે જોઈશું આગળના ભાગમાં....