Premi pankhida books and stories free download online pdf in Gujarati

પ્રેમીપંખીડા - ભાગ 14

પ્રકરણ ૧૩ આપણે જોયું કે માનવી રિયા સાથે ખરાબ વર્તન કરે છે અને તેને ધક્કો આપી દે છે અને તેને પોતાની ભૂલ માટે પસ્તાવો પણ થાય છે. તે નક્કી કરે છે કે , તે બીજા દિવસે રિયા પાસે માફી માંગશે હવે આગળ...........

_______________________________________

સવારે માનવી કોલેજ આવે છે અને આજે માનવી કોલેજ પણ વહેલી આવી હોય છે કારણ કે તેને પોતાની ભૂલ માટે માફી માંગવાની હોય છે . તે કોલેજમાં આવીને રિયા ને શોધવા લાગે છે,પરંતુ આજે રિયા કોલેજ આવી જ નથી હોતી તેથી તે રિયા ના મિત્રો ને પૂછે છે કે તમે રિયા ને ક્યાંય જોઈ છે? તેના મિત્રો ના પાડે છે.

એટલામાં મન પણ ક્લાસરૂમમાં આવે છે, અને તે માનવીને પ્રેમથી સમજાવે છે કે , માનવી તે જે કાલે રિયા સાથે કર્યું એ તે ખોટું હતું.

માનવી કહે છે કે મને ખબર છે એટલે હું રિયા જોડે માફી માંગવા માંગુ છું,પણ એ તો આવી જ નથી.
મન કહે છે કે સારું તે આવે ત્યારે તેને સોરી કહી દેજે.

માનવી પણ હા કહે છે,અને બધા લેક્ચર ભરવા બેસે છે.

કોલેજનો સમય પૂરો થઈ જાય છે છતાં પણ રિયા આજે કોલેજ નથી આવી હોતી . માનવીને તેના કર્યા પર પસ્તાવો હોય છે, તેથી તે નક્કી કરે છે કે તે રિયા ના ઘરે જઈને તેની સાથે વાત કરીને તેની માફી માગશે . માનવી રિયાની એક મિત્ર પાસેથી રિયાના ઘર નું એડ્રેસ લે છે અને રિયાના ઘરે પહોંચે છે.

માનવી રિયાના ઘરની બહાર ઊભી હોય છે અને તેના ઘરની બેલ વગાડે છે. તે જોવી છે કે રિયાએ જ દરવાજો ખોલ્યો .

રિયા માનવીને અંદર આવવા કહે છે . માનવી રિયા સાથે અંદર જાય છે. રિયા અને માનવી બંને ઘરમાં બેસે છે. રિયા માનવી માટે પાણી લાવે છે. માનવી પાણી પીવે છે.

માનવી રિયાની કહે છે કે, કાલના વર્તન માટે હું તારી માફી માંગું છું. મને ખબર નથી કે મે તારી જોડે આવું કેમ કર્યું. સો સોરી રિયા.મને ખબર છે કે મારે તારી સાથે આવી રીતે વર્તન ન કરવું જોઈએ તેથી મને એ વાતનું પસ્તાવો પણ છે બને તો મને માફ કરી દે.

રિયા કહે છે કે, મેં તો તને ક્યારની માફ કરી દીધી છે. પણ હું તને એક વાત કહેવા માગું છું જો તને ખોટું ન લાગે તો.

માનવી કહે છે કે હા કે રિયા.

રિયા કહે છે કે મને લાગે છે કે, તને મન જોડે પ્રેમ થઈ ગયો છે.

માનવી તેને ત્યાં જ અટકાવે છે અને કહે છે કે આ તુ શું કહી રહી છે. એવું કંઈ પણ નથી .

રિયા એ પણ કહ્યું એવું જ છે . તારું આ મન પ્રત્યેનું વર્તન આની સાબિતી આપે છે . હું તને એમ નહીં કહું કે તું આ વાત માની જ લે પરંતુ તારા મનને પૂછ આ વાત.

માનવી રિયાને વધારે કંઈ કહ્યા વગર ત્યાંથી જતી રહે છે અને પોતાના ઘરે જઈને જમી ને આરામ કરતી હોય છે.

એટલામાં તેના ઘેર તેની બેસ્ટ ફ્રેન્ડ રોશની આવે છે અને તે માનવીને થોડા વિચારોમાં ડૂબેલી જુએ છે , તેથી તે માનવી ને પૂછે છે કે , શું થયું ? તું કેમ આમ વિચારોમાં ડૂબેલી છે.

માનવી કહે છે કે, કંઈ જ નથી થયું.

રોશની માનવીની ખાસ મિત્ર હોય છે . તેથી તે સમજી જાય છે કે, કંઇક તો વાત છે . જે માનવી તેને કહેતી નથી .રોશની પછી કહે છે કે માનવી તારા મનમાં જે પણ હોય તું મને કહી શકે છે આપણે બંને સારા મિત્રો છીએ.

માનવી પછી રિયા સાથે થયેલી બધી વાતો રોશનીને કહે છે, અને તે કહે છે કે રિયા મને કહે છે કે તેને એમ લાગે છે કે , મને મન સાથે પ્રેમ થઈ ગયો છે પરંતુ મને એવું નથી લાગતું અમે બંને તો સારા મિત્રો છીએ . અમે આટલા સમયથી સાથે છીએ અમારા વચ્ચે માત્ર મિત્રતા છે એવું મને લાગે છે.

રોશનીએ કહ્યું છે કે મને પણ રિયાની વાત સાચી લાગે છે.

માનવી કહે છે કે તું પણ શું કંઈ પણ કહે છે .એવું નથી યાર.

રોશની કહે છે કે એવું નથી તો તેના બર્થ ડે પર તે એનું ફેવરીટ ડ્રેસ અને પાછું એનું ફેવરિટ કલર કેમ પહેર્યું . તેના માટે કેક લાવી અને પાછું જ્યારે રિયાએ મન સાથે ડાન્સ કરવાનો પ્રયત્ન કર્યો તો તેને ધક્કો મારી દીધો અને તું અત્યારથી વધારે સમય મન સાથે જ વિતાવે છે હવે આ બધી વસ્તુને શું માનવું.

માનવી રિયા ને કહે છે કે એવું કશું નથી તું પણ તારા મનમાં જે આવે છે તે બોલી જાય છે.અમે સારા મિત્રો છીએ.

રોશની કહે છે કે તું કેટલો સમય મારી સાથે ખોટું બોલીશ કે પોતાની સાથે ખોટું બોલીશ . તું મનને પ્રેમ કરે છે એ વાત સાચી છે.

માનવી રોશની ચૂપ કરાવે છે અને કહે છે કે મારી સાથે કોઈ વાત જ નથી કરવી. ત્યારે રોશની કહે છે કે સારુ ચાલ આપણે બીજી વાત કરીએ છોડ આ બધું એમ કહી બંને વાતો કરે છે.

રોશની માનવી સાથે વાતો કરીને પોતાના ઘરે જાય છે. માનવી રોશની ના ગયા પછી પણ મન વિશે વિચારે છે અને તે વિચારે છે કે સાચે મને મન સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને ? પછી પાછી વિચારે છે કે એવું નથી અમે બંને તો મિત્રો જ છીએ રોશની અને રિયા વધારે પડતું વિચારવા લાગી એમ વિચારીને તે પોતાને કામે લાગી જાય છે.

થોડીવારમાં મનનો ફોન માનવી પર આવે છે અને માનવી મનનો ફોન જોઈને ખુશ થઈ જાય છે અને તેની સાથે વાત કરે છે. મને પૂછે છે કે , તે રિયા પાસે જઈને એની માફી માંગી?

માનવી કહે છે કે તેણે રિયાના ઘરે જઈને તેની માફી માંગી અને તને સોરી પણ કહ્યું કે હવે આવું બીજીવાર નહીં થાય એમ પણ કહ્યું.

મન કહે છે કે સારું કર્યું . આટલી વાત કરી મન ફોન મૂકી છે, અને માનવી પછી મનના વિચારો માં ખોવાઈ જાય છે અને બેઠા-બેઠા મન સાથેના તેના ફોટો જોવે છે અને પાછો વિચાર કરવા લાગે છે કે આ બધું હું શું કરી રહી છું. મને સાચે તો મન સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને! તેના મનમાં આ વાતને લઈને બેચેની થવા લાગે છે અંતે વિચારે છે કે તે કાલે કોલેજ જઈ ને રોશની સાથે વાત કરશે અને તેને પોતાના મનનું હાલ જણાવ -શે.

માનવી બીજા દિવસે કોલેજ આવે છે.આજે મન કોઈ કામથી બહાર ગયેલ હોય છે. તો માનવી માટે મેસેજ છોડતો જાય છે કે તે આજે કોલેજ નથી આવવાનો અને કામના કારણે આજે આખો દિવસ વાત પણ નહીં થાય . તો એ તેની સાથે શાંતિથી કાલે વાત કરીશે . માનવીને આ વાતની ખબર કોલેજ પહોંચ્યા પછી થાય છે . તેને ગમતું નથી કે આજે મન કોલેજ નથી આવ્યો . તેનું મન બેચેન થઈ જાય છે, તેનું ધ્યાન ભણવામાં પણ લાગતું નથી . આ બધુ રોશની જોઈ રહી હતી.

રોશની માનવી ને પૂછે છે કે શું થયું તને માનવી??

માનવી કહે છે કે કંઈ જ નથી થયું મને શું થશે . આમ આખો દિવસ માનવીની મન સાથે વાત નથી થતી . આજે રોશની પણ આખો દિવસ માનવી સાથે જ હોય છે . તે માનવીને મન સાથે વાત ન થવાના કારણે તેની બેચેની જોઈ રહી હોય છે.

રોશની થી રહેવાતું નથી અને તે માનવીને કહે છે કે, હવે તો તું માની લે કે તને મન સાથે પ્રેમ થઈ ગયો છે.

માનવી કહે છે કે એવું નથી તું વધારે જ વિચારે છે તેથી તને એવું લાગે છે.

રોશની કહે છે, એવું નથી તો તું કેમ મન સાથે વાત ન થવાના કારણે આમ બેચેન થઈ ગઈ છે . પહેલા પણ મન ઘણી વાર આવી રીતે કોલેજ નથી આવ્યો ત્યારે તો તું આવી રીતે બેચેન નહતી થતી તો હવે કેમ ?

માનવી વાત ટાળી ઘરે આવે છે ત્યાં પણ તેને કંઈ પણ ગમતું નથી શું માનવીને સાચે પ્રેમ થયો છે કે આ માત્ર વધારે વિચારોનું પરિણામ હતું તે આપણે ભાગ 15 માં જોઈશું.

આભાર

Dhanvanti jumani _Dhanni