Baani-Ek Shooter - 51 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 51

બાની- એક શૂટર

ભાગ : ૫૧



કાળા રંગની મસડીઝ મોટા ગેટમાંથી અંદરની તરફ પ્રવેશી.

જાજરમાન લાગતા મોટા બંગલાના કમ્પાઉન્ડમાં કાળી મસડીઝ પાર્ક થઈ. બાની ઉર્ફ મિસ પાહી કાળા રંગના ગોગલ્સ તેમ જ કાળી લેધરની જેકેટમાં સજ્જ, મસડીઝમાંથી બહાર નીકળી. બંગલો બાની માટે પરિચીત હતો. એ પહેલાં પણ કેટલીવાર અહીં આવી ચૂકી હતી. પોતાના દોસ્તો યારો સાથે તેમ જ મિસ પાહી અભિનેત્રી તરીકે પણ એ અહીં આવી ચૂકી હતી.

બાની ઉર્ફ મિસ પાહી ડાબી બાજુની દિશા તરફ એકલી વિશ્વાસથી આગળ વધતી જતી હતી જ્યાં સફેદ રંગની ચાર નેતરની ખુરશીઓ લીલા ઘાસની લોન પર ગોઠવાયેલી હતી.

"આવો છોકરી...બેસો..!!" સફેદ ઝબ્બામાં સજ્જ નેતરની ખુરશી પર વિરાજમાન પચાસેકની ઉંમર વટાવી ચૂકેલા પુરુષે કહ્યું.

"થેંક યુ અંકલ." બાની ચેર પર આરામથી ગોઠવાઈ.

"છોકરી તમને કયાં નામથી મારે પુકારવું જોઈએ!! બાની કે પછી બાની-એક શૂટર ફિલ્મથી પ્રચલિત થયેલી અભિનેત્રી મિસ પાહી??" થોડુંક હસી લેતાં અંકલે કહ્યું.

"હું બાની છું અંકલ. ફિલ્મનું નામ પણ બાની-એક શૂટર છે અંકલ...!!" બાનીએ ધૈર્યથી કહ્યું.

"તો પાહીનો મુખવટો કેમ દૂર નથી કરતી છોકરી??" ખંદાઈથી હસતા અંકલે કહ્યું.

"અંકલ એ તો હું દૂર કરીશ જ. પણ તમારે પણ તમારો મુખવટો દૂર કરવો પડશે. રાજ્યના મંત્રી બનીને ફરો છો ને!?" કટાક્ષથી બાનીએ કહ્યું.

"તમારી હિંમતને સલામ કરવી પડે. તમે મારા સુધી આખરે પહોંચી ગયા..!! બોડીગાર્ડ વગર...!!" અંકલે કહ્યું.

"પહોંચી તો તમે ઉપર જવાના છો અંકલ...!!" બાનીએ સીધી રીતે કહ્યું.

"મિસ પાહી ઉર્ફ બાની તું મારા પુત્રની ઉંમરની છો તેમ જ મારા પુત્રની ફ્રેન્ડ પણ છો. સજેશન મારું એટલું જ રહેશે કે આ બધી ઝંઝટમાં પડવાના બદલે તારી સુખેથી જિંદગી જીવ.. તું બચ્ચી છો હજું...!!" નરમાશથી અંકલે કહ્યું.

"અંકલ હું ચાહું તો તમને અહીં જ અત્યારે જ શૂટ કરી શકું છું. મને સુખેથી જિંદગી જીવવાની જ ઈચ્છા હોત તો આ બધા જ ઝંઝટમાં તો પહેલેથી જ નહીં પડતે." બાનીએ પણ એટલી જ નરમાશથી કહ્યું.

"છોકરી હજી પણ સમય છે. પીછે હટી જજો." અંકલે ગુસ્સામાં કહ્યું.

"મિસ્ટર કે.કે.રાઠોડ..!! તમને મળવાનું ઈન્ટરેસ્ટ એટલે જાગ્યું કે તમે રાજ્યના મંત્રી છો. હું ચાહું છું કે તમે તમારો ગૂનો જનતા સમક્ષ કબૂલ કરો. જાસ્મિન અને મીરાનું ખૂન તમે જ કર્યું એ કબૂલી નાંખો...!! હું મોકો આપી રહી છું અંકલ ફક્ત મારા દોસ્તના ડેડના હેસિયતથી...!!" બાનીએ સચોટ શબ્દોમાં કહ્યું.

"છોકરી એવું બની જ નહીં શકે એ તું પણ સારી રીતે જાણે જ છે. મારા ખિલાફના સબૂત તું પોલીસમાં કેમ નથી આપી દેતી??"અંકલે ચાલાકીથી કહ્યું.

"અંકલ સમય આવવા પર હું બધું જ કરી છૂટીશ. આ તો ફક્ત હું તમને સમજાવા આવી છું. તમારો દીકરો ક્રિશ મારો સારો મિત્ર છે. અત્યારે પણ એ મારી પાસે જ છે. તારો સાગીરત અમન એ પણ બાનમાં છે. સબૂત એવા ઘણા છે મારી પાસે અંકલ...!!" બાનીએ કે.કે રાઠોડની આંખમાં આંખ પરોવતા કહ્યું અને એ જવા માટે ઉભી થઈ. કે.કે રાઠોડ આ બધું જ સાંભળીને અકળાઈ ઉઠ્યો. એના ગુસ્સાની સીમા વધી ગઈ.

"તો જાઓ છોકરી. પણ એક વાત કાન ખોલીને સમજી લે. તું તો મારું કશું બગાડી ન શકીશ. પણ તારી જાન એક વાર બચી છે. કેમ કે મોનું કમબખ્તનો નિશાનો ચુક્યો. પણ ફરી નહીં બચી શકશે....!!" રાડ પાડતા કે.કે રાઠોડે ઈશારો કર્યો. ત્યાં જ સામેથી કાળા સજ્જ કપડામાં એક બોડીગાર્ડ પિસ્તોલ લઈને બાની સમક્ષ ખડો થઈ ગયો. બાની આગળ કશું પગલું લે એ પહેલાં જ પાછળથી બીજો એક બોડીગાર્ડે બાનીના બંને હાથ પાછળથી પકડી દીધા.

"વિરેન સિંગ આ છોકરીને અહીં જ ગોળીથી ધરબી નાંખ." દાંત કચકચાવતા કે.કે રાઠોડે કહ્યું.

વિરેન સિંગે પિસ્તોલનું નાળચું બાનીના કપાળ પર મૂક્યું. બાની ડરના મારે જરા પણ વિચલીત થઈ ન હતી. એનો વિશ્વાસ એવો જ કાયમ હતો.

"કે.કે.રાઠોડ...!! બાનીનું મૌત એટલું સહેલું નથી. મને ડરાવાની ધમકાવાની નકામી કોશિશ ના કરો. અરે તમે જાસ્મિન મીરાનું ખૂન સરેઆમ નથી કર્યું તો શું બાની-એક શૂટર ફિલ્મની અભિનેત્રીને સરેઆમ ગોળીથી ઉડાવશો!?" બાની અટહાસ્ય હસી.

"વિરેન સિંગ એને સહીસલામત છોડી દો." કે.કે રાઠોડે ગુસ્સાથી હુકમ કર્યો.

બાનીને છોડી દેવામાં આવી. બાનીએ પોતાનું જેકેટ સરખું કર્યું. ગોગલ્સ સરખા કર્યા. એ ધીરેથી અક્કડ ચાલમાં કે.કે રાઠોડના સામે આંખ મિલાવીને ઊભી રહી. એને પોતાના ગોગલ્સ કાઢ્યા. એ થોડી નીચે વળી. એના છુટા વાળો પણ નીચે લેહરાયા. તે જ સમયે ધીમેથી પરંતુ સલુકાઈથી પોતાનો પાહી વાળો માસ્ક ઉતાર્યો અને ચહેરો ઉપર કર્યો, " કે.કે રાઠોડ....!! લો મેં તો મારો મુખવટો દૂર કર્યો. તમે પણ તમારો મુખવટો દૂર કરી દેજો જનતા સમક્ષ...!! સમજદારીમાં જ તમારી ભલાઈ છે." કહીને બાનીએ પોતાનો ગોગલ્સ પહેર્યો. એક હાથમાં પાહીના ચહેરાવાળું માસ્ક પકડીને એ અક્કડ ચાલમાં ઝડપથી પોતાની મસડીઝમાં ગોઠવાતા બ્લુ ટૂથમાં કહ્યું, " કેદાર તૈયાર છે ને...!!"

"જી દીદી...!!" સામેથી કેદારે ફોન પર કહ્યું.

બાનીએ ઝડપથી બંગલામાંથી પોતાની મસડીઝ કાઢી. જે રસ્તેથી એ આવી હતી એની વિરુદ્ધ દિશામાં એને કારને રફતારમાં ભગાવી. એને જે વિચાર્યું હતું એવું જ થયું. એના પાછળ કે.કે રાઠોડના સાગીરતોની કાર પૂર ઝડપે આવી રહી હતી. પરંતુ બાનીએ સ્પીડમાં કાર ભગાવી મૂકી. કે.કે રાઠોડના સાગીરતો પાછળ છૂટી ગયા હતાં.

બાનીએ શહેરથી દૂર એક મોટું મેદાન જેવી અવાવરું જગ્યે અંદર સુધી જઈને પોતાની મસડીઝ પાર્ક કરી. બાની ઝડપથી કારમાંથી ઉતરી. કેદારે તૈયાર રાખી હતી એ કારમાં જઈને બેસી ગઈ અને કાર ઝડપથી બીજે રસ્તેથી ત્યાંથી રવાના થઈ ગઈ.

બાનીની મસડીઝનો પીછો કરતાં કે.કે રાઠોડના આદમીઓ કાર લઈને એ અવાવરું જગ્યે આવી પહોંચ્યા. ટિપેન્દ્રના આદમીઓને ત્યાં પહેલાથી જ ચોરીથી તૈનાત કરાયા હતા.

મસડીઝ ઊભી રહેલી જોઈને વિરેન સિંગ પિસ્તોલ લઈને તપાસ કરવા આવ્યો. પરંતુ બાની એમાં ઉપસ્થિત ન હતી. લાગ જોઈને ટિપેન્દ્રના આદમીઓ વિરેન સિંગને પિસ્તોલથી ઘેરી વળ્યાં. વિરેન સિંગના સાગીરતો કશા પણ પ્રકારનો વાર કરે એના પહેલા જ વિરેન સિંગના માથે પિસ્તોલ મૂકીને બાનમાં લીધો.

****

"મેડમ કામ થઈ ગયું છે. વિરેન સિંગને કબજામાં લઈ લીધો છે. અડ્ડા પર પહોંચીએ છીએ." બાનીને ફોન પર સૂચના આપતાં જોનીએ કહ્યું અને ફોન કટ થયો.

"કેદાર, કાર ઝડપથી ભગાવ. જે કામ કરવા ગયેલી એ સફળ થયું છે. વિરેનસિંગ બાનમાં આવ્યો છે." બાનીએ કહ્યું.

"પણ દીદી...!! મોકો હતો. તે કે.કે રાઠોડને ત્યાં જ શૂટ કેમ ના કર્યો? વિરેનસિંગને બાનમાં લેવા તમને ત્યાં સુધી જાનનું જોખમ વહોરી જવું પડ્યું...!!" કેદારે કાર ચલાવતાં કહ્યું.

"કે.કે તો એમ પણ મરવાનો જ છે મારી પિસ્તોલથી કેદાર...!! પણ એનો બોડીગાર્ડ ઘણું રહસ્ય છતું કરશે. એટલે એને બાનમાં લેવું જરૂરી હતું." બાનીએ કહ્યું.

****

બે દિવસ થઈ ગયા હતાં પરંતુ વિરેનસિંગે પોતાનું મોઢું ખોલ્યું ન હતું.

"કેદાર આ તો પાક્કો ઈમાનદાર સાગીરત નીકળ્યો...!! શું ઠુસતો હતો કે.કે તારા મોઢામાં??" બાનીએ વિરેનસિંગના માથાના વાળ પકડીને હચમચાવી દેતા ગુસ્સાથી પૂછ્યું.

પણ વિરેનસિંગના ચહેરા પર શાંતિ છવાયેલી હતી.

"કેદાર.... આનું મોઢું આજે ઉઘડવા જ જોઈએ !!" બાની કહીને જતી રહી.

****

બાની ન્યૂઝ સાંભળીને હચમચી ગઈ. એ તરત જ ટિપેન્દ્ર પાસે ગઈ. ટિપેન્દ્ર સાથે એ બાઝી પડી. ટિપેન્દ્રના મોઢા પર જોરથી લાફો માર્યો, " કેમ.... કેમ....!! કે. કે રાઠોડ પર ગોળી કેમ છોડાવી...!! ના પાડેલી મેં તને...!! એ મારો પ્રતિશોધ હતો. કેમ એને મરાવી નાંખ્યો....!!" બાનીનો આક્રોશ શમતો ન હતો.

"બાની....!! મારી વાત તો સાંભળ...!!" ટિપેન્દ્ર બાનીને સમજાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

"શું સાંભળું....!! કે પછી તું પણ આ બધી રહસ્ય જાળમાં છુપાયેલો છે." બાનીએ આખરે કહી જ દીધું.

"બાની તું મારા પર શક કરી રહી છે." ટિપેન્દ્રએ કહ્યું.

"હા કેમ કે મારો એક પણ દુશ્મન મારા હાથમાં આવતો નથી. બાઝી મારા જ હાથમાં આવેલી હોય છે અને તરત જ સરખી જાય છે. એવું કેમ બની રહ્યું છે???? તું આ બધા જ ષડ્યંત્રનો હિસ્સો છે. મને પહેલાથી જ તારા પર શંકા તો હતી જ...!! પણ આજે સચ્ચાઈ પણ સમજાઈ ગઈ...!!" બાનીએ કહ્યું.

"બાની....!!" હંમેશા શાંત રહેનારો ટિપેન્દ્ર ચિલ્લાવી ઉઠ્યો.

"ચિલ્લાવાથી ખોટું સાબિત નથી થઈ જવાનું મિસ્ટર ટિપેન્દ્ર...!!" બાનીએ ટિપેન્દ્રની આંખમાં આંખ પરોવતા કહ્યું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)