Mind: Relationship no friendship - 16 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 16

ડિસેમ્બર પતવા આવ્યો હતો અને એક વર્ષ પણ.

નિયા નો બર્થડે પણ હવે આવવાનો હતો.

અઠવાડિયા ની વાર હતી નિયા નાં બર્થડે ની હવે,

ત્યારે એક વાર નિયા અને પર્સિસ વાત કરતા કરતા એસાઈમેન્ટ લખતાં હતા. ત્યારે પર્સિસ બોલી,

"મારો એક પણ બર્થડે આજ સુધી એવો નઈ ગયો કે મે કેક કાપી નાં હોય. અને છેલ્લા પાંચ વર્ષ થી તો બે કા ત્રણ કેક કાપુ છું. અને ગિફ્ટ પણ હમણાં થી તો સારી આવી જાય છે. તે કેટલી વાર કેક કાપી અત્યાર સુધી માં?"
પર્સિસ એ પૂછ્યું.

"એક એ પણ યાદ નથી મને નઈ ગમતું આમ બર્થડે ઉજવવાનું. ગિફ્ટ થી પણ કોઈ મતલબ નથી." નિયા એ કહ્યું.

"નિયા સાચું કહું ને તો તારી જોડે મગજ જ નથી. કેમની લાઈફ જીવાય એ તો તને ખબર નથી. " પર્સિસ બોલતી હતી અને જેનિસ નો ફોન આવ્યો એટલે એ બહાર જતી રહી નિયા લેપટોપ માં કંઇ કરતી હતી.

બે દિવસ પછી,

નિયા કોલેજ થી આવી ને નાસ્તો કરતી હતી ત્યારે માનિક નો ફોન આવ્યો.

"બોલ" નિયા બોલી.

"શું કરે છે?"

"નાસ્તો "

"એ વાત કહું ?" માનિક એ પૂછ્યું.

"હા બોલ ને"

"તું મારા માટે બોવ સ્પેશિયલ છે. મારી લાઈફ ચેન્જર છે. "

"ઓહ thank you"

"હું તારી સાથે બધી વાત બિન્દાસ બોલી શકું છું. તું એક જ ફ્રેન્ડ છે મારી "

"ઓકે"

" મને બોવ ખરાબ લાગ્યું તારી બુક વાંચી તારી"

"ઓકે" નિયા ને જે ભૂલવું હતું એ યાદ આવી ગયું.

" કેમનું કોઈ ની લાઈફ માં આવું પણ થઈ શકે?"

"એ બધું મારી સામે નાં બોલે તો સારું " નિયા વાત બદલાવવાની વાત કરી

"સારું નઈ બોલું. મારે માટે તું ખુશ રે એ જ જરૂરી છે"

"કેમ હું લાગુ છું કઈ તારી" નિયા બોલી.

"હા ફ્રેન્ડ છું મારી એટલે."

"ઓકે હસે"

"હસે નહિ છે જ " માનિક બોલ્યો.

"ઓકે બાય" નિયા કહી ને ટેરેસ પર જાય છે.

ત્યાં ખૂણા માં ઉભી હોય છે ત્યાં કોઈ બોલ્યું,
"નિયા કેમ અહીંયા "

"ઓહ હાઈ" નિયા પાછળ ફરતા બોલી.

"હાઈ કેવું ચાલે "

"મસ્ત તું કેમ છે દેખાતી નથી હમણાં થી" નિયા બોલી.

" ઘરે ગયેલી. "

"હમ "

"નિયા કેવું ચાલે કાર્ડ નું"

"મસ્ત "

" દરરોજ આવે છે તું ટેરેસ પર"

"નાં કોઈ વાર મન થાય તો આવું."

"ઓકે કેવી ચાલે સ્ટડી ?"

"ચાલ્યા કરે તારે "

"સમજ્યા હવે "

નિયા અને ઈશા વાત કરતા હતા ત્યારે પૂજા દીદી આવ્યા, "નિયા તું કેમની આજે અહીંયા. "

"અહીંયા એટલે શું?"

"કોઈ દિવસ નહિ ને આજે ટેરેસ પર એ પણ ઈશા સાથે" પૂજા દીદી એ પૂછ્યું.

"એ તો આવેલી હતી પણ હું આવી એટલે વાત કરતા હતા." ઈશા બોલી.

એ લોકો એ થોડી મસ્તી કરી અને સેલ્ફી પાડી પછી બધા નીચે આવી ગયા અંધારું થતાં.

30 ડિસેમ્બર

રાતે સાડા અગિયાર થયા ત્યારે,

"ઈશા નિયા સૂઈ ગઈ છે એને જગાડવાની છે. અને પેલી ને ખબર ના પડે એમ " પૂજા દીદી બોલ્યા.

"હા પણ દી પર્સિસ ને કેમ નઈ બોલાવવાની અને એ તો એની રૂમમેટ છે તો એ કેમ નિયા નો બર્થડે..." હવે ઈશા આગળ કંઇ બોલે એ પેલા

"ઈશા મે પૂછ્યું હતું પર્સિસ ને નિયા નાં બર્થડે પર કંઇ પ્લાન છે તો એને કીધું નાં એને કંઇ એવું ગમતું નથી એટલે કંઇ નઈ કરવાની. એટલે મેં વિચાર્યું આપડે જ એને સરપ્રાઈઝ આપી એ."

"ઓહ સારો આઈડિયા છે. પણ દીદી આપડે નિયા ને બોલાવીશું તો પર્સિસ ને ખોટું નઈ લાગે." ઈશા એ પૂછ્યું.

" આપડે કેટલા" પૂજા દીદી બોલ્યા.

"નિયા નો ડાયલોગ નઈ બોલવાનો" પછી બંને હસ્યા.

બાર વાગવા માં પાંચ મિનિટ ની વાર હતી.

ઈશા એ નિયા ને ફોન કર્યો.

બે રિંગ પતી પછી નિયા એ ફોન ઉપાડ્યો, "બોલ "

"નિયા જલ્દી રૂમ પર આવ ને પૂજા દીદી ને વાગ્યું છે." આટલું બોલી ઈશા એ ફોન મૂકી દીધો.

"દી નિયા આવશે કે નહીં એ તો બોવ નીંદ માં હતી." ઈશા બોલી.

હા આવશે જોજે.

નિયા ને નીંદ તો બોવ આવતી હતી પણ પૂજા દીદી ને વાગ્યું છે એટલે એ ઉભી થઇ ને એમના ઘરે ગઈ. કેટલો દરવાજો ખખડાવ્યો પણ કોઈ એ ખોલ્યો નહિ એટલે નિયા એ ઈશા ને દરવાજો ખોલવા કીધું.

પણ હજી બાર વાગ્યા માં એક મિનિટ ની વાર હતી એટલે ઈશા એ દરવાજો નાં ખોલ્યો. બાર વાગ્યા અને ઈશા દરવાજો ખોલતા બોલી,
"નિયા આવ"

નિયા પૂજા દીદી હતા એ રૂમ માં ગઈ. ત્યાં અંધારું હતું એટલે નિયા અંદર નાં ગઈ.

પછી ઈશા અને પૂજા દીદી બંને એક સાથે બોલ્યા,. " હેપ્પી બર્થડે નિયા"

"Omg તમને તો વાગ્યું હતું ને પડી ગયેલા તમે ?" નિયા બોલી.

"તું એમજ આવે નહિ એટલે મે જ ઈશા ને કીધું હતું આવું કેહ. ચાલ હવે કેક કાપ મને ભૂખ લાગી છે."

કેક કાપતા કાપતા નિયા ની આંખ માં આંશુ આવી ગયેલા પણ એને કન્ટ્રોલ રાખ્યો હતો.

નિયા, ઈશા અને પૂજા દીદી એ કેક કાપી પછી ફોટો પડ્યા પછી નિયા એના રૂમ માં આવી ત્યારે માનિક નો ફોન આવ્યો,

"હેપ્પી બર્થડે ગર્લ"

"Thank you "

"શું કરે છે."

"આપડે પછી વાત કરીએ " નિયા એ આટલું કહી ને ફોન મૂકી દીધો.

નિયા એ ફોન મૂકી ને સૂઈ ગઈ પણ એ વિચારતી હતી " કાશ આજે તો કાર્તિક ફોન કરે એને વિશ કરવા માટે"

સવારે

નિયા એના રોજ નાં ટાઈમ કરતા જલ્દી ઊઠી ગઈ અને તૈયાર થઈ ને નાસ્તો કરતી હતી. ત્યારે,

"હેપ્પી બર્થડે નિયા " પર્સિસ ઊઠી ને બોલી.

"Thank you"

પછી નિયા નાસ્તો કરી ને એના ઘરે થી ફોન આવ્યો એટલે એમની જોડે વાત કરતી હતી અને પછી ફોઈ ખુશી લોકો જોડે.

ફોન મૂકી ને કઈ કરે એ પેલા પર્સિસ બોલી,

"નિયા સવાર માં 5 વાગે કોની જોડે વાત કરતી હતી."

"પેલા સુરત વાળા ફ્રેન્ડ છે ને એમની સાથે"

"ટ્વિન છે એ ને"

"હા એજ"

"લાગ્યું મને તું બોવ ખુશ હોય એ લોકો સાથે વાત કરે ત્યારે એટલે"

"હમ"

"નિયા ચાલ આંખ બંધ કર " પર્સિસ નિયા ની આંખ પર પટ્ટી બાંધતા બોલી.

"ઓય શું કરે છે તું આ "

"ચૂપ રે ને પણ થોડી વાર"

પર્સિસ એ નિયા ને પટ્ટી બાંધી ને બેડ પર બેસાડી અને પછી બોક્સ ખોલ્યું અને એની આંખ પર બાંધેલી પટ્ટી પણ.

"સરપ્રાઈઝ મેરી છોટુ નિયા કે લિયે છોટુ સા કપકેક " પર્સિસ બોક્સ માંથી કપકેક કાઢતાં બોલી.

"ઓહ thank you so much "

"Thank you નઈ ચાલે મંચૂરિયમ ખવડાવવું પડશે"

પર્સિસ ને ચાઈનીઝ બોવ જ ભાવતું અને એમાં પણ ડ્રાય મંચુરિયમ મલે એટલે ભગવાન મળ્યા.

"હા જઈશું રાતે "

"ઓકે નિયા વિશ કર્યું કે નહિ ડાન્સ પાર્ટનર એ "

"નાં એને નઈ ખબર કદાચ "

"ઓકે ચાલ હવે કોલેજ જઈએ આજે તો પાર્ટી છે 31st ની "

બંને કોલેજ જાય એ પેલા નક્કી થયું હતું રાતે નિયા , પર્સિસ, ઈશા અને પૂજા દીદી બહાર જસે.

નિયા આજે બધા ને thank you કેહવામા જ વ્યસ્ત હતી.

12 વાગે લેક્ચર પત્યા હવે થોડી વાર પછી કોલેજ માં 31st ની પાર્ટી હતી નિયા ને એમાં કોઈજ રસ નઈ હતો પણ બધી ક્લાસ ની ગર્લ્સ સાથે બેસેલી હતી.

થોડી વાર પછી,

Dj સ્ટાર્ટ થયું બધા ત્યાં ગયા નિયા ને એમાં કોઈ રસ હતો નહિ એટલે એ ત્યાં જ શાંતિ થી બેસેલી હતી.

ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સ એપ, હાઈક જેટલાં સોશીયલ મિડીયા નિયા વાપરતી હતી એ બધા માં એક પછી એક નિયા એને વિશ કર્યું હતું એને thank you kehti હતી.

થોડી વાર પછી,

"બર્થડે ગર્લ કેમ અહીંયા એકલી"

"મને નઈ ગમતું આ બધું"

"ઓહ બાય ધ વે હેપ્પી બર્થ ડે "

"Thank you નિશાંત"

"પાર્ટી ક્યારે આપે છે "

"જ્યારે તું કેહ ત્યારે આપી દેવા. "

બસ આમ આજે નિયા નો બર્થડે એનો ફોન પર જ ગયો હતો અને રાતે એ ચાર જણ ગયા હતા બોવ બધી મસ્તી કરી હતી અને સેલ્ફી ની તો કોઈ લિમિટ જ નહિ.

નિયા રાતે આવી ને એની દાદી સાથે આજે શું થયું એ બધું કહી ને ડાયરી લખતી હતી. પણ આજે એને નક્ષ અને ભૌમિક ની યાદ આવેલી કેમકે એ લોકો સુરત ગયેલા હતા એટલે.

આમ આજે નિયા ની બર્થડે પણ પતી ગઈ અને એની સાથે એક વર્ષ પણ.

બધા લોકો બહાર એમના ફ્રેન્ડ સાથે નવા વર્ષ ને ઉજવવા માં વ્યસ્ત હતા ત્યારે નિયા એની ડાયરી સાથે આખા વર્ષ ની યાદો ને જીવા માં વ્યસ્ત હતી.

હવે જાન્યુઆરી સ્ટાર્ટ થઈ ગયો હતો. અને ઉત્તરાયણ આવવાને બસ 2 દિવસ બાકી હતા.

નિયા આ ઉત્તરાયણ પણ ફોઈ નાં ઘરે જવાની હતી એટલે બેગ પેક કરી ને સુઈ ગયેલી.

જે દિવસે નિયા અમદાવાદ જવાની હતી એ દિવસે સવારે ,

માનિક એ ફોન કર્યો , "નિયા ધ્યાન રાખજે ટ્રેન માં કોઈ ની સાથે બોલતી નહિ અને પોહચી ને ફોન કરી દેજે."

"અરે મે પેલી વાર ટ્રેન માં નથી જતી"

"હા ખબર છે પણ ફ્રેન્ડ ની ચિંતા તો થાય ને"

"હા સારું ફોન મૂક મને મોડું થાય છે."

નિયા અમદાવાદ પોહચી ગઈ હતી અને ખુશી એને લેવા સ્ટેશન પર આવી ગઈ હતી.

"હાઈ મેરી સોના કિસી હે તું"

"કામ શું છે એ બોલ બટર નાં લગાવ" નિયા બોલી.

"તને કેમની ખબર મને કામ છે"

"આવું બટર લગાવે એટલે ખબર પડી જ જાય ને."

"ઓકે મારે હેર કટ કરાવવાના છે તો તારા ફોઈ સામે મને સપોર્ટ કરજે."

"ઓકે"

બંને ઘરે પોચી ને જમી લીધું. ખુશી સૂઈ ગઈ અને નિયા અને એની ફોઈ ટીવી જોતા હતા.

સાંજે ,

"નિયા ખુશી હેર કટ કરાવવા જવાની છે તો તું પણ કરાવી આવ." નિયા નાં ફોઈ એ કીધું

"હા નિયા એમ પણ તને શોર્ટ હેર નો શોખ છે તો એક વાર પૂરો કરી લે."

"હા મને શોર્ટ હેર ગમે તો છે પણ મમ્મી"

"પૂછી લે ને મામી ને ફોન કરી ને" ખુશી બોલી.

નિયા એ ફોન કર્યો અને એના મમ્મી એ હા પાડી. નિયા અને ખુશી બંને હેર કટ કરવી ને ઘરે આવી ગયા.

"નિયા મસ્ત લાગે છે તું નાની ઢીંગલી જેવી" નિયા નાં ફોઈ બોલ્યા.

"ઢીંગલી જ છે હાઇટ પણ એના જેવી જ છે." નિયા નાં ફુઆ એ કીધું.

બસ આમ મસ્તી મઝાક માં નિયા એ ઉત્તરાયણ એના ફોઈ નાં ઘરે ઉજવી.

બે દિવસ પછી નિયા પછી એના ઘરે એટલે પીજી માં ગઈ.

આવી ને થોડી ફ્રેશ થઈ પછી એને ફોન કર્યો.

ફોન મુક્યા પછી નિયા થોડી રડી હોય એવું લાગતું હતું. પણ એને એક આંશુ ને બહાર આવવા નાં દીધા.

એને ડાયરી લખવાની સ્ટાર્ટ કરી.

"હાઈ
મને નઈ સમજાતું શું કરી એ?
શું હું મારી આખી લાઈફ બીજા નાં સપનાં જ પૂરા કરવામાં કાઢીશ?

યાર તું જ મને કે મે શું ખોટું કર્યું?

હું કોઈ દિવસ કોઈ ની પણ સામે જૂઠું બોલી છું?"

બસ આમ નિયા ડાયરી લખી ને સૂઈ ગઈ.

કેમ નિયા રડી હસે?

એને કોને ફોન કર્યો હતો કે એ પછી એ રડી?

નિયા નાં સપનાં શું હસે?