Mind: Relationship Friendship No - 24 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 24

નિયા આજે એની જ લખેલી ડાયરી વાંચતી હતી.

હાઈ યાર તને ખબર છે આજે મારું 4th સેમ નું રીઝલ્ટ આવ્યું. 7.5 આવ્યા પણ આજે આંખ માથી એક આંશુ નાં આવ્યું. ખબર નઈ કેમ. મમ્મી બોવ બોલ્યા મને આજે. અને એવું પણ કીધું તું લાઈફ માં કંઇ નઈ કરી શકવાની?

સાચે યાર તને એવું લાગે છે હું કંઇ નઈ કરી શકું? યાર કોઈ હોય કે નાં હોય તું હસે મારી જોડે એ તો મને ખબર છે. મમ્મી ને મારા 9.5 આવશે ને તો પણ ઓછા જ લાગશે. એટલે મેં નક્કી કર્યું છે બોવ વિચારવાનું નહિ. બિન્દાસ એક્ઝામ આપી દેવાની.

યાર તને ખબર છે મને બધા ની જેમ ગુજરાત ની બહાર ફરવા જવું છે. અરે તને શું લાગ્યું ઇન્ડિયા ની બહાર 😝😝. નાં નાં હજી તો હું ગુજરાત ની બહાર પણ નઈ ગઈ. ઇન્ડિયા બહાર તો દૂર ની વાત છે.

નિયા એનું જ લખેલું વાંચી ને હસવા લાગી. પછી ક્યારે એ બહાર જસે એ વિચારતી હતી.

થોડા દિવસ પછી Freshers પાર્ટી હતી. નિયા , નક્ષ, ભૌમિક, આદિ, તેજસ, મનન, નિશાંત, માનિક બધા આજે canteen માં બેસી ને વિચારતા હતા આ ટાઈમ પર કંઇ નવું કરીએ.

નિયા સિવાય નાં બધા જ આ વાત પર વિચારી રહ્યા હતા અને જે માઈન્ડ માં આવે એ બોલતા હતા. લોકસભા માં જેમ બધા સદસ્યો બેસી ને મોટે મોટે થી બોલતા હોય એમ બોલતા હતા.

આદિત્ય ટેબલ પર હાથ પછાડી ને ચૂપ થાવ. ધીમે બોલો એમ કહેતો હતો. પણ એ બિચારા ની સાંભળે કોણ.😅 બધા તો એમના બોલવામાં ધ્યાન આપતા હતા. નિયા શાંતિ થી આ બધા ને જોતી હતી.

થોડી વાર પછી,

અત્યાર સુધીમાં ચુપચાપ બેસી નિયા બોલી. "બસ..."

"શું છે તારે" માનિક બોલ્યો.

"તમારું પત્યું હોય તો કંઇ બોલું હું" નિયા બોલી.

"હા બોલ ને " મનન બોલ્યો.

મનન બોલ્યો એટલે માનિક નિયા ને ઈશારા માં કંઇ કહ્યું પણ નિયા એને ઈગનોર કરતા બોલી,

"તમારા બધા નું બોલવાનું પતી ગયું હોય તો હું કંઇક બોલું."

"હા બોલ ને પણ" માનિક બોલ્યો.

"હવે તારે તારું બોલવાનું બંધ રાખવું હોય તો બેસ અહીંયા નઈ તો જા" નિયા બોલી.

"હું કેમ જાવ " માનિક ને તો આમ પણ બોલવાનું વધારે જોઈએ એટલે એ બોલ્યો.

"ચૂપ બેસ ને યાર થોડી વાર" આદિત્ય બોલ્યો.

"કોઈ સ્ટોરી પર કરીએ. મતલબ અત્યારે મોસ્તલી બધા લવ કરે જે લવ હોતો જ નથી આકર્ષણ હોય છે અને પછી છોડી દે છે. અને આને લીધે અમુક લોકો સુસાઈડ કરવાની ટ્રાય કરે છે. "

"ઓહ interesting થીંક" આદિત્ય બોલ્યો.

"હા પણ આમાં આપડે ડાન્સ કેમનો કરી શકીએ?" નક્ષ બોલ્યો.

"હા નિયા આમાં ડાંસ કેમનો થશે?" તેજસ બોલ્યો.

"2 ફેસ માં. એટલે કે 1 માં આખી લવ સ્ટોરી બતાવવાની. એમાં ફેસ નઈ દેખાય. એટલે વ્હાઈટ પડદા ની પાછળ ડાન્સ કરવાનો. અને 2nd માં પડદો નીકળી જસે. એમાં છોકરો હોય એને પેલી ને છોડી દીધી હોય ને પછી છોકરી એ સુસાઈડ કર્યું હોય એ છોકરી અને છોકરો એટલે કે છોકરો રૂહ(સુસાઈડ કરેલી છોકરી) સાથે ડાન્સ કરશે." નિયા બોલી.

"થોડી સમજ પડી ગઈ પણ પોસીબલ છે ?" નક્ષ બોલ્યો.

"હા નિયા આ અહીંયા કેમનું થશે?" નિશાંત બોલ્યો.

"પેહલા તો આ ત્રણ જન માં નઈ થાય. કેમકે અમુક situations બનાવવા માટે બીજા person જોઈએ." નિયા બોલી.

"નિયા બીજા ને ક્યાંથી લાવવા?" ભૌમિક બોલ્યો.

"આ લોકો છે ને?" નિયા એ આદિત્ય નિશાંત બાજુ જોતા કહ્યું.

"નિયા અમને તારા જેટલો ડાન્સ નથી આવડતો. " તેજસ બોલ્યો.

"હા નિયા " આદિત્ય અને નિશાંત બંને બોલ્યા.

"અરે થઈ જસે પ્રેક્ટિસ કરશો તો. પણ પેલા રેહસો કે નઈ એ બોલો?" નિયા બોલી.

"હા " આદિત્ય બોલ્યો.

"નાં મારાથી નઈ થાય હું નઈ રહું" માનિક બોલ્યો.

"સરસ" નિયા ખુશ થતી હોય એમ બોલે છે.

"નિયા શું થયું?" નક્ષ ને તે દિવસ વાળી વાત યાદ આવતા બોલ્યો.( આંખ માં જોઈ ને બર્ગર ખાવાની😝😝)

"કંઇ નઈ"

"મનન શું કરશે તો?" તેજસ બોલ્યો.

"એ ડાયરેક્ટર છે " નિયા બોલી અને બધા હસવા લાગ્યા. પણ માનિક ને નાં ગમ્યું હોય એવું લાગ્યું એ નાં હસ્યો.

"પણ નિયા તું કહે છે બીજા માં રૂહ હસે છોકરી ની તો એ કેમનું થશે?" આદિત્ય બોલ્યો.

"અરે હું પણ એજ વિચારતો હતો" મનન બોલ્યો.

"આવો મેક અપ કરવો પડશે. છોકરી અને છોકરા ને" નિયા એના ફોન માં પિક બતાવતાં બોલી.

"રાપચિક લાગે છે આ તો " આદિ બોલ્યો.

"હા યાર osm છે પણ આવો કેમનો થશે?" ભૌમિક એ પૂછ્યું.

" એ બધું થઈ જસે પણ પ્રેક્ટિસ વધારે કરવી પડશે." નિયા બોલી.

"નિયા પ્લાનિંગ કરેલો છે એટલે તે બધું વિચારી ને રાખ્યું છે. રાઈટ? " નક્ષ બોલ્યો.

"બધું નઈ પણ હા mostly" નિયા બોલી.

બસ પછી તો બધા પ્રેક્ટિસ કરવા માં લાગી ગયા. મસ્તી મઝાક પણ બોવ થતી હતી પ્રેક્ટિસ નાં ટાઈમ પર. ભૌમિક ને ફેમિલી ફંકશન હોવાથી એ પ્રેક્ટિસ ટાઈમ પર નઈ હતો એટલે નક્ષ નિયા સાથે બીજુ કોઈ ડાન્સ માટે જોઈતું હતું.

પેલા તો ફિક્સ હતું પેલા માં નક્ષ અને બીજા માં ભૌમિક હસે પણ ભૌમિક ને સુરત જવાનું હોવાથી એ તો પ્રેક્ટિસ ટાઈમ પર નાં આવ્યો. નિશાંત અને આદિત્ય માંથી કોને લેવા એ સમજ માં નઈ આવતું હતું.

હજી એ લોકો ની ફિક્સ નઈ હતું. કોને લેવા એ વિશે વિચારતા હતા ત્યારે એ લોકો નાં સર એટલે કે જે સર કૉલેજ ની કલ્ચર activity નાં મેઈન હતા એ સર આવ્યા.

"કેમ છો છોકરાઓ? કેમ આટલી ચિંતા માં છો? " જીતેન સર આવતા ની સાથે બોલ્યા.

"શું સર ભૌમિક નથી તો એની જગ્યા એ નિશાંત યાં તો આદિ છે બંને નો ડાન્સ મસ્ત છે પણ કોણ ફાઇનલ હસે એ ફિક્સ નથી થતું?"

"એક કામ કરો બંને એક પછી એક ડાન્સ કરો જેના મુવ સારા હસે એ ફાઇનલ ." સર બોલ્યા.

"હા સર"

"જાડિયા તું શું કરવાનો ?" તેજસ ને સર એ પૂછ્યું.

"બોવ હાઈ લેવલ નું કામ છે મારું. ડાન્સ માં જોઈ લેજો. " તેજસ બોલ્યો.

પેલા નિયા એ નિશાંત સાથે જે ડાન્સ કરવાનો હતો એના સ્ટેપ કર્યા અને પછી આદિત્ય સાથે.

બંને નાં ડાન્સ પત્યા પછી સર બોલ્યા, "નિશાંત ડાન્સ કરતો હતો ને ? નિયા કેટલી વાર કીધું આમ જો એમ?"

પછી બધા હસવા લાગ્યા.

"આદિત્ય ડાન્સ કરશે એ ફાઇનલ " સર એ કીધું.

"સર પેલા વ્હાઈટ પડદા નું શું થયું?" નિયા એ પૂછ્યું.

એનું તું ટેન્શન નાં લઈશ થઈ જસે બધું.

આમ હવે 3 દિવસ ની વાર હતી Freshers પાર્ટી ની.

નિયા પ્રેક્ટિસ કરી ને આવી ને ફ્રેશ થઈ ને ટેરેસ પર ગયેલી. ઈશા સાથે બધી વાત કરતી.

"નિયા કંઇ વિચારે છે તું?" ઈશા એ પૂછ્યું.

"હા યાર આદિ જોડે ડાન્સ કરતી હતી આજે મતલબ પ્રેક્ટિસ ત્યારે માનિક આવેલો. અને એ એવી રીતે મને જોતો હતો કે હમણાં મારું ખૂન કરી નાખશે."

"કેમ તે કીધું નઈ હતું એને?" ઈશા એ પૂછ્યું.

"એને ખબર છે તો પણ. મને અમુક વાર એવું થાય છે કે એ લોકો બધા જોડે હોય ત્યારે કહી દેવ . આવું કેમ કરે છે."

"હા તો કહી દે ને "

"ઈશા મારી પાસે કોઈ પ્રૂફ નથી ને "

"હા મૂક બેસ્ટ ફ્રેન્ડ છે ને તો સમજાઈ દેજે તું એને " ઈશા બોલી.

રિયા અને રિયાન નાં ઘરે
સુરત

"મમ્મી ભાઈ કેમ આજે જમી ને ડાયરેક્ટ રૂમ માં જતો રહ્યો. કંઇ થયું છે.?" રિયા એ પૂછ્યું.

"મને ક્યાં એ કંઇ કેહ છે. પૂછ્યું હતું મે એને કાલે તો કે કંઇ નઈ ફાઇનલ યર નાં પ્રોજેક્ટ નું ટેન્શન છે. "

"ઓકે"

રિયા રિયાન નાં રૂમ માં જાય છે. પણ રિયાન દેખાતો નથી.
હજી કંઇ શોધે એ પેલા,
"રિયા હું અને તારા પપ્પા નીચે ચાલવા જઈએ છે દરવાજો બંધ કરી દે" રિયા ના મમ્મી બોલ્યા.

રિયા દરવાજો બંધ કરી ને રિયાન ની ગેલેરી માં ગઈ. રિયાન ફોન માં કંઇ જોતો હતો.

"ભાઈ "

રિયાન એ કંઇ જવાબ નાં આપ્યો. એટલે રિયા ને મસ્તી સૂઝી. એને પાછળ થી રિયાન ને પાછળ થી મારવાનું ચાલુ કર્યું. નાના છોકરા મારે ને એવું😜😜

"શું છે તારે?" રિયાન બોલ્યો. એટલે રિયા ભાગી ને અંદર જતી રહી.

"શું હતું બોલ તો તારે?" રિયાન અંદર આવી ને બોલ્યો.

"શું કરતો હતો બહાર? ભાભી ના સપનાં જોતો હતો કે પછી બીજું કંઈ ટેન્શન છે?" રિયા એ પૂછ્યું.

"નિયા " રિયાન બોલતો બોલતો અટકી ગયો.

"શું થયું. બોલ તો ?" રિયા બોલી.

પણ રિયાન કંઇ નાં બોલ્યો. થોડી વાર પછી રિયા એ કીધું,
"નિયા ની યાદ આવે છે કે પછી ચીઝ મેગી ની"

"રિયા જલે પે નમક મત છીડક"

"શું થાય છે બોલ તો તું મને " રિયા બોલી.

"રિયા એ દરરોજ મને ઉઠાડવા ફોન કરે છે. કંઇ વાત નથી નથી બસ. ઊઠી ગયો . અને જો નાં ઉઠ્યો હોવ તો પેલી જીમ વાળી નો મેસેજ આવ્યો છે એનો જાનેમન નથી આવ્યો હજી. તો જા જલ્દી હવે."

"ઓહ મને તો કોઈ દિવસ નઈ ઉઠાડતી 🤨" રિયા એ આંખ ઉંચી કરી ને પૂછ્યું.

"હું જીમ નઈ જતો હતો એટલે."

"સારું એક કામ તો તું કરે છે "

"રિયુ નિયા હવે પેલા જેવી નઈ રહી. પેલા કેટલું રડતી હતી એ. સુરત આવી ત્યારે. અત્યારે 10 પછી મે એને કોઈ દિવસ રડતા નઈ જોઈ. બોવ બદલાઈ ગઈ છે એ. "

"હા ભાઈ એ તો છે. પણ એની લાઈફ માં થાય છે જ એવું કે એને સ્ટ્રોંગ બનવું પડે છે"

"હા એ સવારે ફોન કરે તો અમુક વાર એવું થાય. હું એને કેટલું ખરાબ બોલ્યો હતો તો પણ એને મને સોરી કીધું હતું. અને અત્યારે કંઇ પણ લેવા દેવા વગર મને સવાર માં ફોન કરે છે. "

"ભાઈ એ દોસ્તી સાચી નિભાવે છે. અને આપડે?"

"જ્યારે કામ હોય ત્યારે જ એને યાદ કરીએ છે. આપડે મમ્મી પપ્પા આટલી બધી જીદ પૂરી કરીએ છે તો પણ અમુક વાર એમને બોલીએ છે."

"હા ભાઈ એના સપનાં ખબર નઈ ક્યારે પૂરા થશે"

"રિયા મને એક વાત નો બોવ ગુસ્સો આવે છે " રિયાન બોલ્યો.

"કંઇ વાત નો"

"આંટી એને દર વખતે રિઝલ્ટ માટે બોલતા હોય છે. આ ટાઈમ બોલ્યા ત્યારે હું ત્યાં જ હતો મને તો રડું આવી જાય. એટલું બોલ્યા હતા. "

"હા એતો છે અને ખબર આપડે ગયા હતા એમના ઘરે જમવા ત્યારે ફેશન ની વાત આવી ત્યારે બોલ્યા હતા. નિયા તો હવે હાથ માં નઈ રહી. એના ફોઈ બોવ લાડ કરે છે એમાં બગડી ગઈ છે. હેર કેવા કરાવી ને આવી હતી." રિયા બોલી.

"હા પણ એમાં નિયા મસ્ત લાગે છે. નાની બાર્બી જેવી. "

"સાચી વાત ખબર છે એને કેમ હેર કટ કરાવ્યા એની?"

"નાં એક વાર પૂછ્યું ત્યારે કીધું હતું પછી કહીશ." રિયાન બોલ્યો.

"એ ડાન્સ ની પાછળ પાગલ છે એતો તને ખબર છે ને. અને એનું સપનું હતું એ જ્યારે કપલ ડાન્સ કરે ત્યારે એના હેર લોંગ અને સ્ટેટ હોય. પણ આંટી એને એટલું બોલ્યા હતા કે એ સપનું તો તૂટી ગયું. અને ડાન્સ વાળું સપનું બોવ યાદ નાં આવે એટલે એને હેર કટ કરાવી નાખ્યા. " રિયા બોલી.

"Omg મને તો નિયા ને મળવાનું મન થયું છે પણ એ મેગી દિવાળી પેલા આવવાની નથી." રિયાન એ કહ્યું.

"તું જઈ ને મળી આવને "

"હું કેમનો જવાનો."

"ડોબા આવતા મહિને અમદાવાદ જવાનું છે ને આપડે તો આવતા મળતો આવજે." રિયા બોલી.

"ઓહ હા એતો મને યાદ ના આવ્યું."

"એતો ક્યાંથી આવે. મગજ..." આગળ બોલે એ પેલા રિયાન એ પિલો માર્યો.

આમ બંને ભાઈ બહેન એ મસ્તી કરી. પછી પેલા નાં ફોટો જોયા.

આ બાજુ નિયા લોકો ની પ્રેક્ટિસ જોર શોર માં ચાલતી હતી.

એક જ દિવસ ની વાર હતી હવે. નિયા પ્રેક્ટિસ કરી ને ઘરે ગઈ. ત્યાં થોડી વાર માં માનિક નો ફોન આવ્યો.

"ડાન્સ જ કરો છો ને તમે લોકો"

"કેમ" નિયા બોલી.

"તો શું કહું? 6 વાગ્યા સુધી કોલેજ માં હોવ છો એટલે કીધું"

"પ્રેક્ટિસ કરતા હોય "

"શું કરે તારા આશિક" માનિક નાં માઈન્ડ માં શું ચાલતું હતું એ તો ખાલી એને જ ખબર છે.

"કોણ?"

"કોઈ નઈ મૂક એ બધું. કાલે પિક પાડવો છે." માનિક બોલ્યો.

"તો પાડ ને પણ મે ક્યાં નાં પાડી છે. "

"તારી જોડે "

"કેમ મારી જોડે?" નિયા બોલી.

"ફ્રેન્ડ છે એટલે. આપડા સિંગલ પિક નથી. બધા ગ્રૂપ વાળા છે એટલે કહું છું."

"કાલ ની વાત કાલે " નિયા એ કીધું.

"કાલે તો બહાનું જ નઈ મલે તને" માનિક ખુશ થતા બોલ્યો.

"શું?"

"કંઇ નઈ"

"ઓકે બાય" કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

બીજે દિવસે સવારે,

"નિયા ઉઠ ને ક્યારની રાહ જોવ છું તારી. " પર્સિસ નિયા ને ઉઠાડતા બોલી.

"સુવા દેને યાર"

"નિયા 10 વાગ્યા છે " હા ઉઠું છું.

થોડી વાર પછી

"નિયા ક્યું સારું લાગશે બોલ ને " પર્સિસ બોલી.

"પર્સિસ હું ઊઠી ત્યાર ની આજ કામ કરું છું. તને જોવાનું. કેટલા ટ્રાય કર્યા અત્યાર સુધી?"

"દસ કંઇ દેને આમથી"

"હા જો આ સારું છે."

"નાં એ મને નઈ ગમતું" પર્સિસ બોલી.

"હે ભગવાન આ છોકરી ને સમજવો કોઈ " નિયા માંથા પર હાથ મૂકતા બોલી.

"નિયા આ બે માંથી કોઈ એક કહી દે એ ફાઇનલ "

"આ બ્લેક વાળું "

પછી 12 વાગે બંને જમી ને બેઠા હતા. વાતો કરતા હતા. ત્યારે ઈશા આવી.

"શું કરો છો બંને"

"આવને સભા કરીએ છે " પર્સિસ બોલી.

બધા હસવા લાગ્યા.

2 વાગે

"પર્સિસ તું એક કલાક થી બાથરૂમ માં નાહવા ગઈ છે. હવે તો નીકળ મારી માં. કે ત્યાં જ રહેવાનો ઇરાદો છે." નીયા મોટે થી બોલી.

"આવું છું બેટા"

10 મિનિટ પછી,

"ઓહ thanks God તું આવી. મને એમ કે..." નિયા આગળ બોલવા જ્યાં એ પેલા પર્સિસ એ એનું પિલો માર્યું નિયા ને.

"તું જા હવે. પછી તારે તૈયાર થવાનું છે."

4 વાગે,

"નિયા મસ્ત લાગે છે તું તો આજે " પર્સિસ નિયા ને જોતા બોલી.

"ઓહ તું પણ"

"પણ તું કેહતી હતી તારે રૂહ નો મેક અપ કરવાનો છે. " પર્સિસ એ પૂછ્યું.

"હા એ ત્યાં જઈ ને ઈશા કરી આપશે."

"ઓહ સરસ ઈશા આવવાની છે તો તું એની જોડે રીટર્ન માં આવજે. હું જેનિસ સાથે બાર જવાની છું"

"ઓહ ડેટ પર" નિયા બોલી.

"નાં લોંગ ડ્રાઈવ પર "

"ઓહ "

પછી નિયા ઈશા ને લઇ ને કોલેજ ગઈ. ત્યાં બધા જ આવી ગયા હતા.

"હાઈ guy's " નિયા ક્લાસ માં જતા બોલી.

"હાઈ આ કોણ છે" નક્ષ ઈશા ને જોતા બોલ્યો.

"આ મેક અપ વાળી. ઈશા "

"હાઈ" ઈશા બોલી.

"હાઈ" આદિ, નક્ષ, નિશાંત જેટલાં હતા એ બધા એક સાથે બોલ્યાં.

થોડી વાર પછી,

"નિયા હવે તૈયાર થઈ જા સ્ટાર્ટ થશે થોડી વાર માં " નક્ષ બોલ્યો.

"હા"

ઈશા નિયા ને મેક અપ કરતી હતી. નિયા રૂહ જેવી લાગતી હતી. ફેસ પર લોહી નીકળતું હોય, હાથ માં વાગ્યું હોય એવી જ લાગતી હતી.

ઈશા એ નક્ષ ને પણ થોડો એના કેરેકટર પણ રેડી કરી દીધો હતો હવે થોડી જ વાર હતી. એ લોકો નો ડાન્સ સ્ટાર્ટ થવાની.

તેજસ એનું સોંગ પતાવી ને એ પણ ડાન્સ માટે રેડી હતો.
નિશાંત, મનન, તેજસ, આદિ, નક્ષ બધા ત્યાં બેક સ્ટેજ હતા.

ત્યારે ,

"નિયા પગ માં શું થયું?" અચાનક આદિત્ય નું ધ્યાન જતા બોલ્યો.

" મમ્મી લોહી. આ કયાંથી આવ્યું." નિયા બોલી.

નિયા એના સેન્ડલ કાઢ્યા અને જોયું તો કોઈ કાચ જેવું હતું. અને એવી રીતે ચોતાડ્યું હતું કે ચાલે તો વાગે નઈ એ.

"નિયા આ કેમનું ?" મનન બોલ્યો.

"It's okay. એક કામ કરો કોઈ બેન્ડેટ કે પાટો લઇ આવો. " નિયા બોલી.

"પણ આ કાચ આવ્યો ક્યાંથી?" માનિક બોલ્યો.

"મારા બેગ માં બેન્ડેટ છે કોઈ લઇ આવો?" નિયા બોલી.

નિશાંત નિયા નું બેગ લેવા ગયો.

નિયા ની સાથે કોઈએ જાણી જોઈ ને આવું કર્યું હસે?

શું નિયા ડાન્સ કરી શકશે?