love trejedy - 33 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 33

હવે આગળ,
દેવ બસની રાહ જોવા લાગે છે તો બીજી તરફ ભાવેશ પણ બાઇક લઈને ઘરે નીકળી ગયો આજે દેવ બસની રાહ જોવે છે પણ બસ આવતી નથી તે 10 મિનિટ સુધી રાહ જોયી પણ બસ ના આવી તો તે પૂછપરછ બારી પાસે જઈને પૂછવા લાગ્યો તો દેવને જાણવા મળ્યું તે બસ આજે મોડી હતી તે ફરી બસસ્ટોપ થી બહાર નીકળીને પ્રાઇવેટ બસ માં જવા માટે પૂછપરછ કરી પણ દેવને આજે ભાગ્ય સાથ આપતા ના હોય તેવું લાગ્યું ત્યાં પૂછ્યું તો જાણવા મળ્યું કે બસ 10 મિનિટ પેલા જ નીકળી ગઈ તો હવે બીજી બસ 5 વાગ્યે જ આવશે.દેવ હતાશ થઈને ફરી બસસ્ટોપ તરફ પોતાના પગ ઉપડીને ફરી પ્લેટફોર્મ 5 પર આવીને બેસી જાય છે તે આજે મોબાઈલમાં મથવા લાગે છે અને સાથે સાથે સોન્ગ પણ સાંભળવા લાગે છે .
થોડીવાર રહીને દેવ ફરી મોબાઇલમાંથી માથું ઊંચું કરીને પ્લેટફોર્મ પર નજર કરે છે પણ હજી બસ આવી ન હતી તે ફરી મોબાઈલમાં મથવા લાગે છે સાથે સાથે મોબાઈલમાં વાંચવા લાગે છે .એક કલાક સુધી એમ જ સ્ટોપ પર બેસી નોવેલ વાંચે છે હવે બસનો સમય થતા તે મોબાઈલ મૂકી બસની રાહ જોવા લાગે છે પણ આજે બસ પણ દેવને તડપાવે છે .
શુ દેવને બસ મળશે? શુ દેવ ઘરે સમયસર પહોંચી શકશે? શુ દેવ કાજલને યાદ કર્યા વગર રહી શકશે? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ.
આગળ જોયું આપણે ક દેવને આજે બસ પણ તડપાવી જાય છે પણ એક કલાક ઉપર રાહ જોતા આખરે બસ આવી અને દેવ બસમાં જોવે તો બસ આખી ઉપરથી જ ભરેલી આવી છે બસમાં બેસવાની જગ્યા મળતી નથી દેવ આજે કોઈ પણ ભોગે હેરાન થયા જ કર્યો દેવ હિમ્મત કરીને બસમાં ચડી જાય છે ઘડિયાળ માં જોયું તો 4 વાગવા આવ્યા હતા આજે બસના લીધે મોડું થયું દેવ પણ આજે આરામ નહીં થઈ શકે ને શોપ પર જવું પડશે તેમ વિચારીને બસમાં ઉભો ઉભો મુસાફરી કરવા તૈયાર થઈ જાય છે .
આ બાજુ દેવના વિચાર દોડતા હોય છે તો બીજી બાજુ બસનો ડ્રાયવર પણ બસ સ્ટોપ પર થી નીકળી રસ્તા પર દોડવા લાગે છે નાના બસ સ્ટોપ પર બસ પહોચે છે તો ત્યાંથી પણ લોકો ધક્કા મુક્કી કરીને પાંચ થી સાત્ત લોકો બસમાં ચડી ગયા . બસમાં ચડતા વધુ ઉભુ રહેવાની તકલીફ થવા લાગી પણ દેવ આજે મોડો હતો તો બધું સહન કરીને પણ શાન્ત ઉભા ઉભા મુસાફરી કરવા લાગ્યો.બંને કાનમાં ઈયર ફોન લગાવી પોતાની ધૂનમાં મસ્ત રહેતો દેવ આજે થોડો અકળાય જાય છે કોઈ દિવસ તે બસમાં ઉભો ઉભો ગયો નથી એક વર્ષ થવા આવ્યું પણ આજે દેવને ઉભા ઉભા મુસાફરી કરવી પડી.
જેમ જેમ બસ આગળ વધી એમ એમ બારીમાંથી આવતો પવન પણ દેવને ઠંડક આપવા લાગ્યો.દેવ પણ હવે પહેલા કરતા થોડો શાંત થયો ને હજી પોતાની ધૂનમાં જ મસ્ત રહ્યો. અડધી કલાક ની મુસાફરી બાદ દેવનું ગામ આવતા દેવ નીચે ઉતરી ઘર તરફ ચાલવા લાગ્યો.
શુ દેવ પોતાની જિંદગીમાં પોતાના કરેલા ગોલ અચિવ કરી શકશે ? દેવ અને કાજલ ફરી મળશે? શુ દેવ પોતાની જિંદગીમાં આગળ વધી શકશે ? શુ દેવ ભણવામાં અવ્વલ આવી શકશે ? શુ દેવ અને કાજલ એકબીજાને ભૂલી શકશે? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ .