March towards Ram Rajya, A.I. The wonder of books and stories free download online pdf in Gujarati

રામ રાજ્ય તરફ કુચ , એ.આઇ. ની કમાલ

કાલ્પનિક લઘુ વાર્તા

રામ રાજ્ય તરફ કુચ , એ.આઇ. ની કમાલ !
બાહોશ પોલીસ કમિશ્નર તેમજ મનોવિજ્ઞાન ક્ષેત્રમાં પણ ઉંચ ડીગ્રી પ્રાપ્ત કરનાર અને આ સિવાય પણ આ ક્ષેત્રને બારીકાઈથી જોનાર, સમજનાર, જાણનાર માહેર મોજપતિએ એક એવું એ.આઇ. મતલબ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ વર્ઝન તૈયાર કર્યુ હતું કે જેને જોઈને જ બળાત્કારીઓ ધ્રુસકે- ધ્રુસકે રડી પડતાં હતા ! પસ્તાવાના દરિયામાં ડૂબી જતાં હતા , સામેથી જ ફાંસીની સજાની માંગણી કરતાં હતા ! પોલીસ કમિશ્નર માહેર મોજપતિએ પોતાની કોઠા સૂઝથી , સાયકોલોજિકલ થિયરીથી , મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક અલગ જ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ થીમ આધારિત એક એવું વર્ઝન તૈયાર કર્યુ હતું કે તેને જોઈને જ બળાત્કારીઓ પોતાનો ગુનો સામેથી કબુલી લેતા હતા અને સામેથી જ સજાની પણ માંગણી કરતાં હતા ! આ આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ થીમ મુજબ એક ખાસ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો હતો ! આ સ્ટુડિયોમાં આ બધા બળાત્કારીઓને બોલાવવામાં આવતા હતા અને પછી એ.આઇ. મતલબ આર્ટીફિશયલ ઇન્ટેલીજન્સ ની દુનિયામાં ડૂબાડી દેવામાં આવતા હતા ! આ વર્ઝનની ખાસ થીમ મુજબ બળાત્કારના દ્રશ્યો આ બધા આરોપીઓને દર્શાવવામાં આવતા હતા , જેમાં રેપિસ્ટ 5/7 કે પછી વધારે સંખ્યામાં હોય અને ગેંગ રેપ કરતાં હોય તેવું દર્શાવવામાં આવતું હતું , દરેક આરોપી પોતે જ પીડિતા હોય તેવું દ્રશ્ય અનુભવતો હતો !
આ દસ મિનિટની એ.આઇ. ની થીમ દરમિયાન રેપિસ્ટ એટલે કે આરોપીઓ પોતે જ પીડિતાના રોલમાં આવતા આરોપીઓ તોબા-તોબા પોકારી જતાં હતા અને રાડો-રાડ કરી મુક્તા હતા ! આરોપીને કંપારી છૂટી જતી હતી ! ધ્રુજી ઉઠતાં હતા , બચાવો , બચાવોના પોકારો દ્વારા આમાથી છૂટવાની કોશિશ કરતાં હતા પરંતુ દરેક આરોપીને થીમ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ હાલી ન શકે તે રીતે તેઓને ખુરશી ઉપર જકડી રાખવા માં આવ્યા હતા ! થીમ પુરી થતાં જ આરોપીઓ ચોંધાર આંસુઓએ રડી પડતાં હતા , પરસેવે રેબ-જેબ થઈ જતાં હતા ! પોતાની ભૂલ બદલ ક્ષમા- યાંચના કરતાં નજરે પડતાં હતા અને બોલતા હતા કે અમે જે રીતે જ્યારે પેલી મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હશે , કર્યુ હશે ત્યારે તેઓની શી હાલત થઈ હશે ? આ જ વસ્તુનો અમોને ફક્ત કૃત્રિમ 10 મિનિટ માટે અનુભવ થતાં ખ્યાલ આવી જાય છે કે અમોએ કેટલું ખરાબ કૃત્ય કર્યુ છે ! અમે લોકો માફીને કોઈપણ સંજોગોમાં લાયક નથી ! અમોને આની જે કોઈપણ સજા મળશે તે અમે લોકો ભોગવવા તૈયાર છીએ , આજ અમોને હવે સમજાય છે કે હેવાનિયત શું છે?! આ રીતે મોટા ભાગના આરોપીઓ પોતાનો ગુનો કબુલી , પસ્તાવાના દરિયામાં નાહિને સામેથી સજાની માંગણી કરતાં હતા , એ પણ ફાંસીની !
પોલીસ કમિશ્નર માહેર મોજપતિની મનોવૈજ્ઞાનિક આર્ટીફિશ્યલ થીમ પુરી રીતે કામયાબ થઈ હતી ! પોલીસ કમિશ્નર માહેર મોજપતિનું નામ એવોર્ડ માટેની ભલામણ કમિટીમાં મોકલવામાં આવ્યું હતું અને કમિટી દ્વારા સર્વાનુમતે સ્વીકારી લેવામાં આવ્યું હતું ! પોલીસ કમિશ્નર માહેર મોજપતિની થીમની ચર્ચા દેશ-દુનિયામાં થવા લાગી હતી અને ગુનેગારોમાં સોંપો પડી ગયો હતો ! બીજે જ વરસે દુષ્કર્મના કેસમાં 100 ટકા ઘટાડો નોંધાયો હતો ! પોલીસ કમિશ્નર એક્સપર્ટ મનોવૈજ્ઞાનિક માહેર મોજપતિનું આગલું મિશન ગરીબી , બેકારી , ભુખમરો , દારૂ- ડ્રગ્સ ને લગતી સમસ્યાઓ તેમજ બીજી ઘણી બધી સામાજિક ,આર્થિક સમસ્યાઓનો આમાં સમાવેશ કરી આર્ટીફિશ્યલ થીમ બનાવીને નેતાઓ તથા જવાબદાર અધિકારીઓને બતાવાનું હતું ! આ થીમ નેતાઓ તથા જવાબદાર અધિકારીઓ સુધી પહોંચે તે પહેલા આ બધી સમસ્યાઓને દૂર કરવાના પગલાં ધડા-ધડ લેવાવાના ચાલુ થઈ ગયા હતા ! આખો દેશ પુનઃ રામ રાજ્યની નજીક સરકી રહ્યો હોય તેવો અનુભવ , અહેસાસ દરેક લોકોને થઈ રહ્યો હતો !!!
લિ. બિપિન આઇ ભોજાણી ( લઘુ વાર્તા અને હાસ્ય કટાક્ષ કથા ના લેખક )