Tola .. Tola .. books and stories free download online pdf in Gujarati

ટોલા.. ટોલા..

ટોલા. . ટોલા. .
હા, તમે સાચું જ વાંચ્યું ટોરા ટોરા નહીં
પણ ટોલા ટોલા...
વાત અહીં રમતની નહીં પણ ગમ્મ્તની છે.

અરરરર સાંભળીને જ મોઢું બગડે જો તમે એના વિષે કાંઈ જાણતા હોવ તો!

આજની પ્રજા માટે તો આ શબ્દ 'ટોલા' એ નવો જ શબ્દ લાગે કારણ કે હવે એવા દ્રશ્ય ક્યાંય જોવા નહીં મળતાં કે મમ્મીઓ પોતાના બાળકોના માથામાંથી ટોલા વીણતાં હોય! 😝

હાસ્યાસ્પદ છે છતાં જૂની વાત પર જઈએ તો મમ્મીને નવરાશ મળે અને જાણે જંગ જીતવાની હોય એમ ઓટલા પર આડોશપાડોશની બાયું કુંડાળું કરીને કાંસકી અને દાંતિયા લઈને મોટે મોટે થી વાતો કરતી જાય અને વચ્ચે વચ્ચે પોતાના બાળકને ટાપલી પણ મારતી જાય કે સખણું બેસ ને.. જો એક લિખ છૂટી ગઈ 🤣😅....

ગજબના એ દ્રશ્યો રહેતા જેમણે જોયા હશે એમને યાદ આવી ગયા હશે ખરું ને??😆

આ તો રહી જૂની વાતો શું હજુ એવું થતું હશે?? હા, ટોલા નામનું જીવાણું હશે! 🤔

અનુભવીઓ એટલે જેમને ટોલા થયા હશે એમને કોરાના કરતા પણ વધુ એ ભયાનક લાગે એવા અને સૂગ ચડે એવી અરેરાટી થઈ આવે એવી જીવાત...🤯 કંઈક આ ઈમોજી જેવી જ હાલત થઈ જાય નઈ??😜😝

તમને થશે કે શું આ ટોલા પ્રકરણ ચાલુ કર્યું? તો વાત જાણે એમ છે કે મારી ખાસ સખી રેશ્મા કે જે એના પુત્રની જનોઈના પ્રસંગમાં એ ટોલાનો શિકાર બની! 😳
હા, એના માથામાં ટોલા કોઈના માથામાંથી ચડી ગયા!🤦‍♀️

રેશ્મા.... બિચારી... એ ટીપટોપ તૈયાર થઈ ને પ્રસંગની મજા લીધી હતી એ હવે સોંસરવી ટોલા કાઢવામાં નીકળવાની હતી. શરૂઆતમાં તો એને થયું કે ઠંડીના હિસાબે ખોડો થયો હશે તો ખંજવાળ આવતી હશે ૪ દિવસ એમ વીત્યા.. પણ હવે માથામાં ખંજવાળ વધી હતી છતાં હજુ રેશ્મા એજ વહેમ માં રહી કે કદાચ મેં આ હેર કલર કર્યો એ નહીં ફાવ્યો હોય એની આડઅસર હશે. બિચારી રેશ્મા આવા વિચારમાં બીજા ૮ દિવસ કાઢી ગઈ! 🙄🙄

રેશ્માના માથામાં તો ટોલાએ બરાબરની પોતાની પ્રજાતિ વિકસાવી લીધી હતી.🙃

રેશ્માને માથામાં ખંજવાળ અતિ તીવ્ર બની હતી. રેશ્માને અચાનક ખજંવાળ કરતા નખમાં ટોલો આવતા એ રીતસર ગભરાણી 😲😳😳... પોતાની આંખ પર વિશ્વાસ ન આવતા આંખ ચોળી ફરી જોયું.. પણ હા આ તો ટોલો જ હતો... મોતિયા મારી ગયા રેશ્માના 😢🤒😭. આસુંડા આંખ સુધી આવી ગયા. એ મનમાં જ વિચારી રહી આ જિંદગી માં ક્યારેય નહીં થયા ને હવે ધોળા વારમાં શું ચડ્યા? 😆😆😆

રેશ્મા બિચારી તરત પોતાના પતિને જણાવે છે કે, 'સાંભળ્યું કે?'

પતિએ તરત પ્રતિઉત્તર આપ્યો, 'આજ દિ લગી સાંભળતો જ આવ્યો છું, તું ક્યાં કઈ બોલવા જ દે છે?😏 વાતમાં ને વાતમાં હળવી પોતાના મન ની ભડાસ કાઢી! 🤨.

રેશ્મા બોલી મૂકોને એ જૂની વાતો, મને માથામાં ટોલા થયા છે, આ પ્રસંગમાં કોઈક ના ચડી ગયા લાગે છે, હું એને કેમ કરી કાઢું?

રેશ્માના પતિનું નામ રાજેશ એ રાજેશ તરત મનમાં બબડ્યો, તારી સામે હું પણ માંડ ટકી શકું છું.. 😔😢 એ ટોલા નું તારી સામે શું ગજું?🙄

રેશ્માએ પોતાની ચિંતા જણાવતા કહ્યું, તમે સાંભળ્યું ને?

રાજેશ બોલ્યો, હા મેં સાંભળ્યું આપણે ટોલા મારવાનું તેલ અને શેમ્પુ મળે છે એ લાવશું, એની સારવાર લેજે એટલે ટોલા છું થઈ જશે..

એ વાયડાની તો વાટ લગાવ,
છું મંતર છું ટોલાલીખ ભગાડ!

રાજેશે રેશ્માને એના ટહુકામાં જવાબ દીધો. કારણ કે રેશ્માને લખવાનો બહુ શોખ હતો. આથી આજ એને પણ બોલી નાખ્યું 😀.

રેશ્મા આવું સાંભળી ઉલ્ટાની ભડકી અને બોલી ઉઠી આજ સુધી ક્યારેય મારે માટે કઈ લખ્યું નહીં અને જિંદગીમાં પહેલી વાર લખ્યું એ પણ ટોલા પર..😡😡😡

રાજેશને હવે માહોલ ગરમ થયો એવું લાગ્યું આથી એણે વાત ફેરવતા કહ્યું કે, ચાલ હું તારે માટે એક નવી સરસ મજાની કાંસકી, શેમ્પૂ, તેલ લઈ આવું. 😇

રાજેશ ગયો તેલ લેવા..😜

રેશ્મા પોતાનું મોઢું અરીસામાં જોઈ રહી અને મનમાં વિચારવા લાગી કે, રેશ્માના રેશમી વાળ અને એ વાળ માં ટોલા..🙄🙃

રેશ્માને એ વિચારે જ કંપારી છૂટી ગઈ હતી.. એ વાળ બાંધી ને પોતાનો મૂડ ઠીક કરવા મોબાઈલમાં વોટ્સઅપ ના પોતાના પરિવાર ગ્રુપમાં મેસેજીસ વાંચવા બેઠી. આ એનો પરિવાર પણ લખવામાં હોશિયાર ... બધા જ નાનું સૂનું લખી જાણે.... રોજ કોઈ એક શબ્દ ગ્રુપમાં લખાય અને એના પર બધા જેવું આવડે એવું લખે, હાઈકુ, સેન્ટેન્સ, શાયરી, કવિતા એવું બધું... રેશ્મા એ થોડો સમય એમાં વિતાવ્યો... વાંચવામાં ધ્યાન ઓચ્છુ અને માથાની ખંજવાળમાં વધુ ધ્યાન હતું. રેશ્માના મગજમાં ટોલાએ જાણે ઘર કરી લીધું હોય એમ રેશ્માને બધી બાબતમાં એજ મગજમાં ઘૂમે!🤯🤯🤦‍♀️

રાજેશ તેલ અને શેમ્પુ લઈને આવ્યો, એનો ઉપયોગ કરી રેશ્મા પણ જંગ જીતવા નીકળી હોય એમ ટોલા ને મારવા કાંસકી વાળમાં ફેરવવા લાગી..🤨🤨

એક પછી એક વાળમાંથી ટોલા કાઢતી જાય ને મારતી જાય.. અને માર્યા પછી થોડી રાજી પણ થતી જાય...😀

રાજેશ એની થોડે દૂર સોફા પર બેસી રેશ્માનું આ ટોલા સમારંભ જોઈને મનમાં મનમાં હસ્યાં કરે, મારુ બહુ લોહી તે પીધું, લેતી જા તારું લોહી પીવા વાળું પણ આવ્યું... 😝😜😜

રાજેશ આમ તો લાગણી વાળો એટલે ૨ કલાકથી રેશ્માનો ટોલા સમારંભ જોઈને કહે કે, રેશ્મા તું આજ રસોઈ નહીં બનાવે તો ચાલશે હું બહારથી જમવાનું લઈ આવીશ.. 🤗

રેશ્મા આવું સાંભળીને રાજી થઈ ગઈ... હરખાય ગઈ... આટલા સમયથી રાજેશ ને ન ઓળખી શકી એ સારી ઓળખ આ ટોલાએ કરાવી..🤩😍 એટલે જ કહેવાયને કે સ્ત્રીને સમજવી અઘરી!😀😀

રેશ્માનો આખો દિવસ આ ટોલા ની આસપાસ જ ગયો.. એ રાત્રે ઊંઘી એટલે સીધી ઊંઘમાં ઘસઘસાટ ગરકાવ થઈ ગઈ...😴😴 પણ રેશ્માના નસ્કોરાએ જે તાંડવ મચાવ્યો એમાં રાજેશને મહા મહેનતે ઊંઘ આવી.. 😑😑

રેશ્મા રોજની ટેવ મુજબ ઉઠી.. નિત્યક્રમ પતાવી ફ્રેશ થઈ ચા નાસ્તો પતાવી પોતાનું પરિવાર ગ્રુપ ખોલ્યું.. જોઈને છક થઈ ગઈ. 😳😳😳😳😳

રાજેશે રાત્રે ગ્રુપમાં શબ્દ મુક્યો હતો 'ટોલા'....🤣🤣

અચરજ તો ત્યાં થાય કે આ શબ્દ પર પણ બધાએ કઈ ને કઈ લખ્યું જ હતું.

રેશ્માનો પારો 'ટોલા' શબ્દ વાંચી સાતમે આસમાને પહોંચી ગયો હતો.😡😡😡😡

રેશ્મા મનમાં જ બબડી... ઉઠો એટલી વાર આજ તમારી નાની યાદ આવે નહીં તો મારુ નામ બદલી નાખજો...😏😐😙☹

રેશ્મા ગુસ્સે થતા થતા બધાનું લેખન વાંચવા લાગી..

રેશ્માની બહેને લખ્યું હતું..
1)એક નાનકડું જીવડું
ચાલે કેવું આડુંઅવળું.
ફર્યા કરે છે ચારેતરફ.
જાય નહીં ઝટ વાયડું.

2)તલવાર ફેરવતાં ટોલા ચડ્યા
કાઢવા એને ઉપરથી નીચે પડ્યા.
અંદરોઅંદર કેવા એ બાખડયા.
બહુ મહેનતે માંડ માંડ એ ટળ્યા!
(રેશ્મા બ્રહ્મકૂલની પુત્રવધુ હતી.. આથી જનોઈના દિવસે પરશુરામજી ના વંશજના નામે રેશ્માએ અને પરિવારના અન્ય સભ્યોએ તલવાર ચલાવી હતી..)

રેશમા થોડી અકળાતી જાય અને લખાણ વાંચી હળવું હસતી પણ જાય..

બીજી બેને લખ્યું હતું કે,
ટોલા રે ઓ ટોલા
કેટલામાં તું સમાયો
જ્યાં સમાયો ત્યાં કર્યા હેરાન બહુ
ટોલા રે ઓ ટોલા😀😀

એ લખાણ ના પ્રતિઉતરમાં ફરી એક કોમેન્ટ 😝😝

વાહ ટોલા વાહ
તેરી તો નિકલ પડી
વાહ ટોલા વાહ

આખું ગ્રુપ જાણે ટોલાએ માથે ઉપાડ્યું હોય એમ ગ્રૂપમાંય 'ટોલા ટોલા' 🤣🤣🤣🤣

હદ તો ત્યાં વટી જ્યાં રેશ્માના કાકીએ તો આખી ટોલા પર કવિતા જ લખી નાખી..

અરે! ઓ ટોલા શું લખું હું તારા ઉપર!
તંગ કરે છે બહુ તું ચડી સૌના માથા ઉપર!
છે તો તું નાનો જીવ સાવ બિચારો, પણ
જેના માથે ચડ્યો એ ગયો કામથી બિચારો,
એક જ નથી તું, તારી તો ફોજ સઘળી,
ફરે છે સૌના માથામાં આડી અવળી,
તું તો ઠીક તારા બચ્ચા પણ નથી કમ,
લિખ અને ઈતવા છે ભારી તારા સમ,
પણ હા મજા પડતી બઉ વીણવાની ને મારવાની,
નખ વચ્ચે દબાવતા આવતો અવાજ કટ! સાંભળવાની,
લાયસીલ છે તારો દુશ્મન બહુ મોટો,
કરે છે તારો સફાયો બહુ મોટો,
આવજે રે! ટોલા બાય બાય
કર્યું છે મેં કામ તમામ હાય હાય!

વરી પાછું કાકી એ એમ પણ ઉમેર્યું કે, 'મને એમ કે 'ટોલા' ઉપર શું લખી શકાય?😆😝 પણ ધાર્યા કરતા ઘણું સારું લખાયું નય???😜🤣😅

રેશ્મા હવે પોતાનું હસવાનું રોકી શકી નહીં.😅😜 એનું આ બધું વાંચવામાં ખંજવાળ પણ ભુલાય ગઈ! 🙄

કાકીનો રેકોર્ડ તો રેશ્માના ફુવાએ તોડ્યો, શું વાર્તા લખી કે આખું ગ્રુપ હસીને ઢગલો! 🤣🤣 બોલો આ ટોલા એ તો બધાને બેવડા કરી નાખ્યા.

હવે, પરિસ્થિતિ ગંભીર થવાની હતી.😲😑

ગ્રુપમાં એવો પ્રશ્ન થયો કે આ 'ટોલા' શબ્દ શું સુજ્યો તમને રાજેશકુમાર? અને રાજેશકુમારે જાહેર કરી દીધું કે, રેશ્માને જનોઈના પ્રસંગમાં ટોલા ચડી ગયા છે!🙃

સત્યનાશ!! રેશ્મા તો ગુસ્સાથી ધુંવાફુંવા થતી ગઈ એના બેડરૂમમાં અને ખુબ જગડી એના પતિ સાથે...😡😡😡

ગ્રૂપમાં તો ઠીક પણ આડોશપાડોશમાં પણ ખબર પડી ગઈ કે રેશ્મા ના માથામાં ટોલા છે.... આવું એના પતિના મોઢે સાંભળી એ બૂમબરાડા કરતી અટકી. અને રાજેશના જીવમાં જીવ ફરી આવ્યો 🤗 એને થોડી શાંતિ થઈ...

૬ વાગ્યાનું એલાર્મ વાગ્યું અને સ્વપ્ન માંથી ગભરાતી રેશ્મા ઉઠી.... આ રેશ્મા માટે એક ભયાનક સ્વપ્ન જ હતું...😳😳
કારણ કે ટીપટોપ સજી ધજીને રહેનાર રેશ્મા એ ક્યારેય સહન ન જ કરી શકે કે, 'એના માથામાં ટોલા છે.' એવું બધી બાયું અંદરો અંદર ગુસપુસ કરે 😅.. હા સાચું જ ને, તે વળી ટોલા શબ્દ ભાગ્યે જ હવે સાંભળવા મળે એ કોઈ ફેશનેબલ લેડીના માથામાં? 🤣 વિચારીને જ હસું આવે.. આ ન્યૂઝ તો એમ ફેલે જેમ એશ્વર્યાના માથામાં ટોલા થયા હોય 🤣🤣🤣🤣 સાચું કે? ?

રેશ્માને શાંતિ થઈ અને મનોમન રાજી થઈ કે આ સપનું હતું.

રેશ્માએ તેલ અને શેમ્પુનો ઉપયોગ કરીને ટોલા કાઢવા ફરી બેસી ગઈ..😀

ટોલા ટોલા વીણતાં વીણતાં
આખો દિવસ ગાળતી ગઈ,
કર્યું તમામ ટોલાનુ નામોનિશાન
જોને હવે માથામાં હવે રાહત થઈ!

અંતે રેશ્માએ ટોલા માથામાંથી કાઢીને માથું મસ્ત સાફ કરી જ લીધું..😇😇😇🤗🤗

આ તો રહી મજાક ની વાત પણ આવું સામાન્યરીતે થતું જ હોય છે કે, માનવી જેવું વિચારે એવું જ એ અનુભવવા લાગે. વિચાર સારા તો બધું જ સારું. એ ઉદેશ્ય
થી આ વાર્તા લખી.. વાર્તા વાંચવા બદલ દરેક વાચક મિત્રનો આભાર.

ઈતિ શ્રી ટોલા પુરાણ સમુર્ણ 😀😀

હસતા રહેજો મસ્ત જિંદગી જીવજો..😊