My Better Half - 5 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 5

My Better Half - 5

My Better Half

Part - 5

Story By Mer Mehul

“તને કાલે કહ્યું હતું તો પણ તે મારું પીસી ખોલ્યું” હું ખીજાયો અને ફોલ્ડર બંધ કરી દીધું.

“સારું કલેક્શન છે” અંજલીએ હસીને કહ્યું, “ક્યાંથી મળ્યું ?”

“તારે એનાથી શું મતલબ છે ?” મેં એ જ ગુસ્સામાં કહ્યું, “ઉભી થા અને બીજા કોઈ પાસેથી ટ્રેનિંગ લઈ લે. હું તને નથી શીખવવાનો”

“ઠીક છે, હું બોસને જઈને કહી દઉં કે અનિરુદ્ધનું પીસી પોર્ન ક્લીપથી ભરેલું છે. હું જોઈ ગઈ એટલે એ મને શીખવવાની ના પાડે છે”

મારી હાલત કફોડી બની ગઈ. અંજલીએ સીધો દુઃખતી રગ પર હાથ મુક્યો હતો.

“એક મિનિટ” મેં કહ્યું, “શું જોઈએ છે તારે”

“કંઈ નહીં, મેં ક્યાં તારી પાસે કશું માંગ્યું” અંજલીએ કહ્યું, “આ અકડુંવાળો સ્વભાવ થોડો સુધારી લે તો મને ગમશે”

“આગળ જતાં તું મને બ્લેકમેલ નહિ કરે એની શું ગેરેન્ટી છે ?”

“પણ તું કંઈ ખોટું કરે છે” અંજલીએ કહ્યું, “તારી પીસીમાંથી પોર્ન મળ્યું છે, કોઈ અંડરવર્લ્ડની લિંક નથી મળી. જસ્ટ ચીલ…આ તો બધા જોતાં હોય છે”

મને હસવું આવી ગયું. મારી સામે એક છોકરી ઉભી હતી અને એને મારી પાસે પોર્નનું કલેક્શન હતું તેનાથી કોઈ એતરાઝ નહોતો.

“ફ્રેન્ડ્સ ?” અંજલીએ હાથ લાંબો કર્યો. મને વૈભવી યાદ આવી ગઈ.

“હા ફ્રેન્ડ્સ” મેં શેકહેન્ડ કર્યો, “પણ આ વાત બહાર ન જવી જોઈએ”

“ટોપ સિક્રેટ રાખીશ બસ” તેણે હાથ વડે T બનાવીને કહ્યું.

“બેસ અહીં” મેં કહ્યું. એ મારી બાજુમાં ખુરશી ખેંચીને બેસી ગઈ.

“હું આ પોર્ન નથી જોતો, આમાંથી પોતાનો ખર્ચો કાઢું છું” મેં ચોખવટ પાડી, “મારાં કોલેજનાં ફ્રેન્ડ્સને આ ક્લિપુ વેચુ છું”

“વાહ…સેટ-અપ બીજાનું, ડેટા બીજાનો, સ્ટોરેજ બીજાની…અને ફાયદો બધો તારો” અંજલીએ કહ્યું, “સારું મગજ વાપરે છે..!”

“ઓ ફાયદાવાળી…આમાંથી લાખો-કરોડો નથી મળતાં. અમારો બંનેનો ખર્ચો જ નીકળે છે” મેં કહ્યું.

“હવે આપણાં ત્રણેયનો નીકળશે” તેણે લુચ્ચું હસીને કહ્યું.

“તું તો હમણાં કહેતી હતીને કે તારે કશું નથી જોઈતું”

“લક્ષ્મી સામેથી ચાંલ્લો કરવા આવે તો એનું અપમાન ન કરાય” તેણે કહ્યું, “ બોલ છે ને મંજુર”

મેં અનિચ્છાએ પરાણે ડોકું ધુણાવ્યું.

“મેં તો.અનિરુદ્ધને પહેલા જ કહ્યું હતું કે અંજલીને બધી વાત જણાવી દે પણ એ જ નહોતો સમજતો” પ્રણવ વચ્ચે કુદ્યો. દોઢ ડાહ્યો કોને કહેવાય…!

મન કરતું હતું એની અંજલી વચ્ચે પટ્ટી પાડી દઉં પણ દોસ્તનું સેટિંગ થતું હોય તો ટાંગો આડો ન કરાય.

“આવી વાતો છોકરીઓને ના કહેવાયને પ્રણવ” મેં વાત વાળી લીધી, “સમજ તું દીકરા”

અંજલી હસી પડી.

“મારે તમારી આ વાતમાં કોઈ રસ નહોતો, એ તો.કાલે સાંજે પાંચ વાગ્યે પ્રણવ બહાર આંટો મારવા ગયો હતો અને બોસે ડેટા ટ્રાન્સફર કરવા કહ્યું હતું, હું પીસીમાં ડેટા શોધતી હતી અને આ ફોલ્ડર હાથમાં આવી ગયું” અંજલીએ કહ્યું. મેં પ્રણવ તરફ ગુસ્સાભરી નજરે જોયું. એ નીચે જોઈ ગયો.

સહસા મારાં મોબાઇલની નોટિફિકેશન વાગી. મેં તરત જ મોબાઈલ હાથમાં લઈને ચેક કર્યું. વૈભવીનો મૅસેજ હતો. મારાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ. તેણે લખ્યું હતું,

‘બ્રેક ટાઈમ, ચાલ નાસ્તો કરવા’

મેં હોઠની જમણી બાજુએ જીભ બતાવતું ઇમોજી મોકલ્યું અને સાથે લખ્યું, ‘કરી લે, હું હજી ઓફિસે પહોંચ્યો છું’

તેનો વળતો જવાબ આવ્યો, ‘ઑકે, બાર વાગ્યે હું છૂટીશ…ક્યારે મળીશ તું ?”

શું…મારે એને મળવા જવાનું હતું. ઓફિસમાં માંડ અડધી કલાકનો બ્રેક મળે અને એમાં એને મળવા જવાનું. જો કે એને મળવાની ઈચ્છા તો મને પણ હતી જ.

‘બપોરે એક વાગ્યે મારે લંચ બ્રેક પડે છે’ મેં લખ્યું, ‘તું આવીશ શકીશ ?’

‘તો એક વાગ્યે લંચ માટે ઇસ્કોન BRTS મળીએ’ તેનો જવાબ આવ્યો.

મેં અંગૂઠો બતાવ્યો.

‘બાય’ તેનો મૅસેજ આવ્યો. મેં પણ ‘બાય’ કહી દીધું.

“કામનાં સમયે ડિસ્ટર્બ થાય એ મને બિલકુલ પસંદ નથી” મારી જ અદામાં અંજલી બોલી.

“કાલે છોકરી જોઈને આવ્યો છે, હવે તો ડિસ્ટર્બ થવાનું જ” પ્રણવે કહ્યું. પ્રણવ મોઢામાં જીભ રાખીને નથી બેસી શકતો. અંજલીને પટાવવાનાં ચક્કરમાં મારી પર્સનાલિટીની….

“ઓહો…છોકરી અને આ…બિચારીનાં નસીબ ફૂટી ગયાં” અંજલી મજા લેતી હતી. ગઈ કાલે મેં જેટલી વાતો કહી હતી એનો બદલો.

“પ્રણવ તું ચૂપ રહે અને અંજલી…કામમાં ધ્યાન આપ હવે” મેં કહ્યું.

“હવે તો મને ટ્રેનિંગ આપીશને ?” અંજલીએ પૂછ્યું.

“હું કામ કરૂં તેનાં પર ધ્યાન આપજે…જ્યાં ન સમજાય ત્યાં પૂછજે” મેં કહ્યું.

ત્યાર પછીની દોઢ કલાક અમે કામમાં ધ્યાન આપ્યું, અંજલી ન સમજાય ત્યાં મને પૂછતી હતી. પ્રણવ ક્યારેક વચ્ચે ટપકા મુકતો હતો. સાડા અગિયાર થયાં એટલે પ્રણવે મને ટકોર કરી.

“નાસ્તો કરવા આવીશ ?” પ્રણવે અંજલીને ઉદ્દેશીને પૂછ્યું.

“ખર્ચમાં ભાગીદાર બની છું તો આવીશ જ ને..!” અંજલીએ કહ્યું.

મેં પ્રણવ સામે આંખો મોટી કરી. પ્રણવે સ્માઈલ કરીને આંખ મારી. અમે ત્રણેય બહાર આવ્યાં. અંજલીએ એક ક્રંચી વેફર લીધી અને અમે સિગરેટ સળગાવી.

એક વાગ્યે મારે અંજલીને મળવા જવાનું હતું. હું તેનાં વિચારોમાં ખોવાયેલો હતો. અંજલીને જોઈને વિચાર આવ્યો. મારી પાસે પોર્નનું કલેક્શન હતું તો પણ અંજલીને કોઈ પ્રોબ્લેમ નહોતી, અમે તેઓની સામે સિગરેટ ફૂંકી રહ્યાં હતો તો પણ એ કંઈ ના બોલો. છોકરીઓની નજરથી આ બધી ખરાબ વસ્તુઓ કહેવાય તો અંજલીએ કેમ કોઈ રિએક્શન ન આપ્યું. શું વૈભવીને પણ આ બધી બાબતોથી કોઈ ફર્ક નહિ પડતો હોય.!

મેં અંજલી સાથે વાત કરવાનું નક્કી કર્યું,

“અમે સિગરેટ ફૂંકીએ છીએ તો તને કોઈ પ્રોબ્લેમ નથીને ?” મેં પૂછ્યું.

“મારાં પૈસાની ક્યાં ફૂંકો છો, બિન્દાસ ફૂંકો” તેણે હસીને કહ્યું.

“એમ નહિ..! આ ખરાબ આદત કહેવાય ને..!” મેં કહ્યું.

“કોણે કહ્યું એવું તને ?” અંજલીએ કહ્યું, “આદત આદત હોય છે, ખરાબ કે સારી એ તો આપણે નક્કી કરીએ છીએ”

અંજલીની વાતમાં દમ હતો. એ કોઈ વ્યક્તિને આદતો પરથી જજ નહિ કરતી હોય એવું મને લાગ્યું.

“અચ્છા એક વાત કહે મને, કોઈ છોકરીને પહેલીવાર મળવા જઇએ તો ગિફ્ટમાં શું લઈ જવાય ?” મેં પુછ્યું.

“તારી મંગેતરની વાત કરે છે ?” અંજલીએ પુછ્યું.

“હજી મંગેતર નથી, અમે બંનેએ નક્કી કર્યું છે… એક મહિનામાં એકબીજાનાં સ્વભાવ વિશે જાણી લઈએ પછી જવાબ આપવાનો છે” મેં કહ્યું.

“એવું છે તો ગિફ્ટ જ ના લેતો” કહીને અંજલીએ એક વેફર જીભ પર રાખી.

“મતલબ…” મેં પૂછ્યું.

“જો તું એનાં માટે ગિફ્ટ લઇ જઈશ તો એ ખુશ થઈ જ જવાની છે, પણ તારે એનો સ્વભાબ જાણવો છે !, ગિફ્ટ તો ફોર્મલિટી માટે હોય છે..એ તો તું પછી પણ આપી શકે…પણ ગિફ્ટ વિના તું મળવા ગયો ત્યારે એનું વર્તન કેવું રહે છે એ જોઈને તને એનો સ્વભાબ જાણવા મળશે” અંજલીએ કહ્યું.

વાત તો અંજલીની સાચી હતી, સરળ ભાષામાં તેણે વૈભવીની પરીક્ષા લેવાનો સરસ રસ્તો બતાવી દીધો હતો. આમપણ હું ઓફિસેથી સીધો મળવા ગયો એટલે મારી પાસે બહાનું પણ રહેશે.

“નાઇસ આઈડિયા” મેં કહ્યું, “થેંક્યું”

“પેમેન્ટ કરી દે, થેંક્યું ના કહે” કહેતાં અંજલી હસી. મારી સાથે પ્રણવ પણ બનાવટી હસ્યો. પેમેન્ટ કરીને અમે ઓફીસ તરફ ચાલ્યા. વૈભવીને મળવા હું બેસબર હતો, સાથે તેની પહેલી પરીક્ષા લેવાં પણ. હું અંદરથી ભગવાનને પ્રાર્થના કરતો હતો કે વૈભવી આ પરિક્ષામાં સો માર્ક્સથી પાસ થઈ જાય..પણ એ પાસ થશે કે ફેઇલ એ આગળની દોઢ કલાક પછી જ ખબર પડવાની હતી.

*

સવા એક વાગ્યે અમે ઇસ્કોન ક્રોસ રોડ પાસે આવેલા ‘સૌરાષ્ટ્ર ડાઇનિંગ હોલ’ માં બેઠાં હતાં. અમે ગુજરાતી થાળી માટે ઓર્ડર આપ્યો હતો. આ બાબતમાં અમારી પસંદ મળી આવી હતી. વૈભવી સુંદર લાગી રહી હતી. તેણે બ્લેક જીન્સ પર વાઈટ લુઝ ટી-શર્ટ પહેર્યું હતું. વાળ રીબીનમાં બાંધેલા હતાં. તેનાં ગળામાં કોલેજનું કાર્ડ લટકતું હતું. કાલે એ ડ્રેસમાં જેટલી સુંદર લાગતી હતી એટલી જ આજે જિન્સ અને ટી-શર્ટમાં સુંદર લાગી રહી હતી.

ભાણું હજી પીરસાયું નહોતું. વૈભબી બેગમાંથી એક રેપર કરેલું બોક્સ કાઢ્યું. મારાં મનમાં ફાળ પડી. એ મારા માટે ગિફ્ટ લઈને આવી હતી. હું તો ઠનઠન ગોપાલ હતો.

“ધીસ ઇઝ ફોર યુ…” તેણે ટેબલ પર બોક્સ રાખીને મારાં તરફ સરકાવ્યું.

“આની શું જરૂર હતી ?” હું ભોંઠો પડ્યો.

“કોઈ નહિ…હું મોલમાં ગઈ હતી તો તારા માટે લઈ આવી” તેણે કહ્યું. આ જ સમય હતો, તેની પરીક્ષાનું પેપર મારા હાથમાં હતું.

“સૉરી, હું સીધો ઓફિસેથી આવ્યો એટલે….” મેં વાત અધૂરી છોડી દીધી અને તેનાં ચહેરાનું નિરક્ષણ કર્યું. તેનાં ચહેરા પરનાં ભાવ હતાને એવા જ હતાં.

“એવું કોણે કહ્યું કે છોકરી કોઈ વસ્તુ આપે તો સામે છોકરાએ આપવી જ” તેણે સસ્મિત કહ્યું. તેનાં ચહેરા પરનું સ્મિત બનાવતી નહોતું એ હું ખાત્રી સાથે કહી શકું છું.

“થેંક્યું” મેં કહ્યું.

થાળી પીરસાણી. અમે બંનેએ ભોજનને ન્યાય આપ્યો.

“બ્રેક ક્યારે પૂરો થાય છે ?” તેણે પૂછીને કોળિયો મોઢામાં મુક્યો.

“દોઢ વાગ્યે” મેં કહ્યું.

“ઓહહ…પાંચ મિનિટની જ વાર છે” તેણે ઉદાસ થઈને કહ્યું, “સૉરી મેં તને અત્યારે મળવા બોલાવ્યો”

“અરે ઇટ્સ ઑકે, બોસ ધરમશીભાઈ…આઈ મીન પપ્પાનાં ફ્રેન્ડ છે” મેં કહ્યું.

“હવે આપણે સાંજે મળવાનું રાખીશું” તેણે કહ્યું.

“હા એ જ સારું રહેશે” મેં કહ્યું, “ઉતાવળમાં મજા નહિ આવે”

બસ આગળ વધુ વાતો થઈ ના શકી. જમવાનું પતાવીને અમે ચાલતાં BRTS સુધી ગયાં. તેને સ્ટેશનમાં છોડીને હું ઓફીસ તરફ ચાલ્યો. મારી ઑફિસ ત્યાંથી બે મિનિટનાં અંતરે જ હતી. એ પહેલાં ડીલક્સ પાન આવતું હતું. હું ગલ્લે પહોંચી ગયો. પોણા બે થયાં હતાં. ઉતાવળથી મેં સિગરેટ ફૂંકી અને ઓફિસમાં આવી ગયો.

હું મારાં ડેસ્ક પર પહોંચ્યો ત્યારે અંજલી અને પ્રણવ પોતાનાં કામમાં વ્યસ્ત હતાં. મને આવતાં જોઈ પ્રણવે મારાં પર ઊડતી નજરે કરી.

“શું થયું ભાઈ ?” તેણે પૂછ્યું. અંજલીએ પણ કોમ્પ્યુટર પરથી નજર ફેરવીને મારી સામે જોયું.

“એ ગિફ્ટ લઈને આવી હતી”મેં કહ્યું, “પણ હું ગિફ્ટ નહોતો લઈ ગયો એમાં તેને કોઈ પ્રોબ્લેમ નહોતી થઈ”

“સરસ લ્યો, એને આવા વ્યવહારમાં રસ નથી એવું સાબિત થઈ ગયું” અંજલીએ હસીને કહ્યું.

“એ વાત સાચી કહી” કહેતાં હું તેની નજીક ખુરશી પર બેસી ગયો.

“હવે આગળ ?” પ્રણવે પૂછ્યું.

“આગળ શું..!, બપોરે વ્યવસ્થિત નથી મળાતું એટલે આગળની મિટિંગો ઓફિસેથી છૂટીને થશે” મેં કહ્યું.

“અરે એમ નહિ..પરમ દિવસે રવિવાર છે. ફિલ્મ માટે લઈ જા, શોપિંગ-વોપિંગ કરો…એકબીજાને સમય આપો” પ્રણવે કહ્યું.

“તું ક્યાં દિવસથી સપોર્ટમાં આવી ગયો ?” મેં હસીને પૂછ્યું.

તેણે અંજલી તરફ ઈશારો કરીને મને ચૂપ રહેવા ઈશારો કર્યો.

“હું તો પહેલેથી જ તારાં સપોર્ટમાં છું ભાઈ” પ્રણવે લુચ્ચું હસીને કહ્યું.

“અમે બંને કોન્ટેક્ટમાં આવ્યાં એને હજી બે દિવસ પણ નથી થયાં, મુવી માટે પૂછવું યોગ્ય રહેશે ?” મેં અંજલી તરફ જોઈને પૂછ્યું.

“એમાં શું પ્રોબ્લેમ છે ?, છોકરીઓને પણ છોકરા જેટલી જ ઈચ્છાઓ હોય છે અને આમ પણ તમારી પાસે એક જ મહિનો છે તો જેટલો સમય મળે છે એમાં એકબીજાને સમજવા માટે મળવું તો પડશે જ” અંજલીએ કહ્યું.

“હું આજે સાંજે પૂછી જોઇશ” મેં કહ્યું.

ત્યારબાદ અમે કામમાં ધ્યાનમાં આપ્યું. છ વાગ્યાં એટલે ઓફિસેથી છૂટીને હું ઘરે આવ્યો. ફ્રેશ થઈને હું દાદુ પાસે બેસવા ગયો.

“જુઓ દાદુ, આ છોકરી છે” મેં વોટ્સએપમાં વૈભવીનું ડીપી બતાવીને કહ્યું. તેણે જે દિવસે હું તેને જોવા ગયો હતો એ દિવસનો એક ફોટો ડીપીમાં રાખ્યો હતો. દાદુએ ફોટો જોયો.

“દીકરી તો સુંદર છે” દાદુએ કહ્યું.

“તો તમારો દીકરો ક્યાં ઓછો છે..!” મેં કહ્યું.

“લાવ જરા મને પણ બતાવ દીકરીનો ફોટો” દાદીએ રૂમમાં પ્રવેશતાં કહ્યું. મેં તેઓને ફોન આપ્યો.

“અમને તો દીકરી પસંદ છે, બસ તું હા કહી દે એટલે ગોઠવી નાંખીએ” દાદીએ કહ્યું.

“એક મહિનાની રાહ જુઓ” મેં કહ્યું, “હું જવાબ આપી દઈશ”

“આપણાં સમયમાં આવું નહોતું નહિ…!” દાદીએ દાદુ તરફ જોઈને કહ્યું.

“તો પણ તમે પ્રેમ લગ્ન કરેલા…” મેં કહ્યું.

“હા…, તારી દાદીનું ઘર મારા ઘર સામે જ હતું. રોજ રાત્રે અગાસી પર હું તેને જોવા માટે એક કલાક આમતેમ આંટા મારતો. તારી દાદીએ ત્યારે ધ્યાન નહોતું આપ્યું પણ જ્યારે અમે કોલેજમાં સાથે થયાં ત્યારે અમારી દોસ્તી જામી ગઈ અને આખરે એ દોસ્તી પ્રેમમાં પરીણમી”

“તારા દાદાનાં ઘરેથી તો લગ્ન માટે હા જ હતી પણ મારાં ઘરે વાંધો પડેલો.. એ સમયે તારા દાદાનાં દાદાએ બાજી સંભાળી લીધી અને મારાં પરિવારને લગ્ન માટે મનાવી લીધો” દાદીએ કહ્યું.

“લગ્ન પછી તમારી વચ્ચે કોઈ દિવસ ઝઘડા નહોતાં થયા દાદી ?, કોઈ વાતમાં તકરાર નહોતી થઈ…?” મેં પૂછ્યું.

“ઝઘડા અને તકરાર વિના લગ્ન જીવન શક્ય જ નથી બેટા” દાદીએ કહ્યું, “પણ આપણે એને ક્યાં નજરથી જોઈએ છીએ એનાં પર સંબંધનું ભવિષ્ય નક્કી થાય છે. લગ્ન પછી મને ખબર જ હતી કે પૂરું જીવન તારાં દાદા સાથે પસાર કરવાનું છે એટલે જ્યારે પણ ઝઘડો થતો અમે બીજા દિવસે એ ભૂલીને આગળ વધી જતાં. જો નાની-નાની વાતોને પકડીને બેસી જઈએ તો સંબંધનું આયુષ્ય ટૂંકું થઈ જાય છે”

“એ વાત સાચી કહી તમે દાદી” મેં કહ્યું.

“અને બીજી વાત” દાદુએ કહ્યું, “પુરુષનું લગ્ન પહેલાનું અને લગ્ન પછીનું જીવન જુદું જુદું હોય છે. મારાં લગ્ન પહેલા હું પણ તારી જેમ તેજ હતો, વાત વાતમાં ગુસ્સે થઈ જતો, કોઈનું કહ્યું માનતો જ નહીં…પણ તારા દાદી આવ્યાં પછી મારામાં પરિવર્તન આવી ગયું. જેમ જેમ હું પરિપક્વ થતો ગયો તેમ તેમ શાંત થતો ગયો, કોઈએ આપેલી સલાહ પર વિચારતો થતો ગયો. તારે પણ એવું જ કરવું પડશે, ઘણીવાર દીકરીની વાતમાં તું સહમત નહિ હોય તો પણ તારે એની વાત માનવી પડશે”

“એ વાત તમારી ખોટી છે દાદુ” મેં કહ્યું, “જો પુરુષ પોતાનામાં બદલાવ લાવી શકે તો સ્ત્રીએ પણ બદલાવ લાવવો જોઈએ”

“એ તને અત્યારે નહીં સમજાય, સ્ત્રીઓનો સ્વભાવ હઠીલો હોય છે. તેની સરખામણીમાં પુરુષ જતું કરવાની વૃત્તિ દાખવે છે. જ્યારે તું આ પરિસ્થિતિમાં આવીશ ત્યારે તું આપોઆપ સમજી જઈશ બેટા”

દાદા-દાદી ભારેભરખમ જ્ઞાન આપતાં હતાં. મને તેઓની વાતમાં રસ પણ પડતો હતો…પણ અચાનક વૈભવીનો મૅસેજ આવ્યો અને મારો રસ જેમ તડકો આવવાથી ઝાંકળ ઉડી જાય એમ ઉડી ગયો.

“દાદુ આગળની વાતો આપણે પછી કરીશું, આજ માટે આટલું જ” મેં કહ્યું.

“સારું…” દાદુએ કહ્યું.

હું ઉભો થઈને બેઠકરૂમમાં આવ્યો. મોટાભાઈ અને ધરમશીભાઈ હજી નહોતાં આવ્યાં. મમ્મી અને ભાભી રસોડામાં હતાં. વંશ તેઓની પાછળ પાછળ રખડતો હતો. દેવાંશી એનાં રૂમમાં એસાઈમેન્ટ લખતી હતી. મેં સોફા પર બેઠક લીધી અને વોટ્સએપ ખોલ્યું.

(ક્રમશઃ)

Rate & Review

Devanshi Joshi

Devanshi Joshi 4 months ago

yogesh

yogesh 11 months ago

Rajiv

Rajiv 1 year ago

DrKhushbu Parekh
Gordhan Ghoniya