CHECK MATE. - 16 books and stories free download online pdf in Gujarati

ચેકમેટ - 16

ચેકમેટ -૧૬

દોસ્તો આપણે આગળ જોયું કે આલયના સમાચાર સાંભળીને મનોજભાઈ જમીન પર ફસડાઈ પડે છે.એમને તાત્કાલિક બાજુના રૂમમાં એડમિટ કરવામાં આવે છે.બ્લડપેશર વધી જવાથી તેમની આ હાલત થઈ હતી..તેમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને હાલત જલ્દી સુધરી જશે એવું લાગે છે.

મોક્ષા : સર, આપ આંટી પાસે જાઓ હું અહી પપ્પા પાસે છું.તમે એમની વાત સાંભળી લો અને એવું હોય તો રેકોર્ડિંગ કરી લો..આજે નહીં ફાવીએ તો કદાચ ક્યારેય નહીં ફાવીએ.

મિ. રાજપૂત આંખોના ઇશારાથી જ સંમતિ આપીને નીકળી ગયા બાજુના રૂમમાં જ્યાં સૃષ્ટિ એક ગાઢ નિંદ્રામાં પોઢેલી છે અનેક રાઝ પોતાની અંદર છુપાવીને.

"કેમ છે હવે એમને?" મૃણાલિની બહેને ચિંતિત સ્વરે પૂછ્યું.
"ગ્લુકોઝ ચાલુ થઈ ગયું છે.થોડા સમયમાં સ્વસ્થ થઈ જશે અંકલ.તો આંટી વાંધો ન હોય અને આપ જો સ્વસ્થ હો તો વાત આગળ વધારીએ.

મૃણાલિની બહેન હળવા સ્મિત સાથે હા પાડે છે અને હોસ્પિટલના વોર્ડ બોય ને ચા કોફી લાવવાનું કહે છે.

"સર, આલય સ્પેશ્યલ મારી દિકરીના જન્મદિવસ માટે જ અમારે ઘરે આવ્યો હતો.પરંતુ રિધમને બિલકુલ પસંદ જ નહોતું કે એ બંનેનો સંબંધ આગળ વધે.જેથી જ્યારે જ્યારે આલયની વાત થતી એ ખૂબ જ ગુસ્સે થતા.

મને હજુ યાદ છે સૃષ્ટિના જન્મદિવસ ના આગલા દિવસે રાત્રે આલય કેક લઈને આવ્યો હતો પરંતુ રિધમ એનું અપમાન કરીને પોતાના રૂમમાં જતા રહ્યા.પણ એ ખૂબ જ નિખાલસ હતો મને ઉદાસ જોઈને બોલી ઉઠ્યો 'આંટી અંકલની જગ્યાએ હું હોઉં તો કદાચ મારુ પણ આવું જ વર્તન હોઈ શકે.મને બિલકુલ ખરાબ નથી લાગ્યું.એ વાત નથી કરતા પણ મને કાઢી પણ નથી મુક્યો એ પણ એમના સ્વભાવનો પ્લસ પોઇન્ટ કહેવાય..ચાલો કેક કાપીએ પહેલા નહીતર તમારી આ દીકરી મને શ્વાસ નહીં લેવા દે સમજ્યા' કહીને મારો હાથ પકડીને સૃષ્ટિ અને આલયે મને પરાણે સોફામાં બેસાડી" કહીને મૃણાલિનીબહેન ગ્લાસમાં પડેલું પાણી એક જ ઘૂંટડામાં પી જાય છે....

સાહેબ, એ લોકો એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા..બીજા દિવસે વહેલી સવારે ડેલહાઉસી જવા નીકળી જવાના હતા.
કેક કાપીને બંને જણા ટેરેસ પર બેઠા હતા.ફોટોગ્રાફી કરીને બંને જણા છુટા પડ્યા.
બીજા દિવસે કાંઈક અણધાર્યું જ થઈ ગયું...આલય અને સૃષ્ટિ અહીંથી નીકળવાના હતા અને બીજી ચાર કોલેજ ફ્રેંન્ડ્સને રસ્તામાં એમને મળવાના હતા.બંને રેડી થઈને નીકળે એ પહેલાં રિધમ તૈયાર થઈને અરજન્ટ કામે જાઉં છું રાત્રે મોડો આવીશ કહીને વહેલો નીકળી ગયો.હું કાંઈક પૂછું એ પહેલાં તેઓ કાર લઈને સડસડાટ નીકળી ગયા.કાંઈક અજુગતું થયાની બીકમાં મેં એમને કોલ કર્યો પણ એમણે કૉલ ઉપાડ્યો જ નહીં..

આલય અને સૃષ્ટિ નીકળી ગયા હતા.રસ્તામાં અમારા કુળદેવીના મંદિરમાં દર્શન કરીને આગળ જવાના હતા.
મિ. રાજપૂત આજે એક સ્ત્રીની હિંમત અને એક માં ની ધીરજની દાદ આપી રહ્યા હતા.

"આપ સ્વસ્થ છો આંટી?? થોડો બ્રેક લઈએ અને હવે ચા તો ઠંડી થઈ ગઈ છે તો આપણે હવે જમવાનો પ્રબંધ કરીયે.."
"લંચ ઓર્ડર થઈ ગયું છે સર, આપ એ તકલીફ ના કરો " કહીને ડોક્ટર રજત રૂમમાં આવે છે સાથે બે નર્સ પણ હોય છે.

"થેન્ક્સ"

અહીંયા આવો સર એક વસ્તુ બનાવું.... કહીને ડોકટર રજત રાજપૂત સાહેબને બોલાવે છે.
રાજપૂત સાહેબ સૃષ્ટિના બેડ ની બાજુમાં જાય છે.

"સૃષ્ટિ જુવો આલય આવ્યો છે તમને મળવા."...
"આ....આ...લ...લ......ય.....ક્યાં.....??.સ્થિર આંખોથી અને લથડતી જીભથી માત્ર એટલું જ બોલે છે..અને ફરીથી એક નિશ્ચિત દેહની જેમ સુઈ જાય છે..

મિ. રાજપૂત : ડોકટર સાહેબ આ સૃષ્ટિની હાલત કેમ આમ છે?
ડો.રજત : સાહેબ સૃષ્ટિનો એકસિડેન્ટ થયો ત્યારે એ કાર ચલાવતી હશે....ટ્રકની ટક્કર પાછળથી હતી લગભગ પણ સમય સુચકતા ગણો કે નસીબની બલિહારી ..કોઈ જાન હાનિ થઈ નથી.સૃષ્ટિને હેડ ઇનજરી થઈ હતી તેથી સ્થળ પર જ બેભાન થઈ હતી .થોડા દિવસ કોમાંમાં રહી હતી.પણ રિકવરી બહુ જલ્દી આવી ગઈ છે.પરંતુ હજુ પણ એક નિશ્ચિત દેહની જેમ જ પડી રહે છે..માત્ર આલયના નામથી જ રિસ્પોન્સ આપે છે."

આ વાત ચાલુ હતી એટલામાં વોર્ડબોય લંચ પેક આપી જાય છે.
મિ. રાજપૂત મનોજભાઈના રૂમમાં મોક્ષાને જમવા માટે બોલાવા જાય છે.

મોક્ષા આવે છે પરંતુ માન રાખવા ખાતર સહેજ જમે છે...એ વાત મૃણાલિની બહેનથી છુપાતી નથી અંતે એક દિકરીની માં હોય છે.પરંતુ સમયના સંજોગોને આધીન તેઓ મોક્ષાને કશું કહેતા નથી.

જમ્યા પછી મિ. રાજપૂત જાણે વાત.સમાપ્ત કરવાના મૂડમાં હોય એમ જ પૂછે છે."આંટી, તમને સૌ પ્રથમ એક્સીડેન્ટની જાણ કોણે કરી હતી.
સર કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે 'બેન સિમલા હાઈ વે પર એકસિડેન્ટ થયો છે.અને ગાડીમાં ટોટલ ત્રણ લોકો છે..એમાંથી એક છોકરીના પર્સમાંથી આપનો નંબર નીકળ્યો છે.

ગાડી નંબર આપું છું.. અમે એમ્બ્યુલન્સ બોલાવી છે...થોડી વારમાં આવતી જ હશે..ત્યાં સુધી અમે અહીં જ છીએ...ક્ઇ હોસ્પિટલમાં લઈ જવાના છે તે જણાવીશ... બાય ધ વે..આ બેન તમારા શું થાય??"
"ભાઈ આપ મને લોકેશન મોકલો હું આવું જ છું.'કહીને હું નીકળી ગઈ હાઈ વે પર....

મિત્રો, આલય અને સૃષ્ટિ સાથે જ હતા ઘરેથી નીકળીને એકસિડેન્ટ સુધી...તો એક્સીડેન્ટના સ્થળેથી ક્યાં ગાયબ થઈ ગયો હશે? શું એને નહીં વાગ્યું હોય??રિધમ મેહતા સવારે વહેલાં ક્યાં જવા નીકળ્યા હતા તે જાણવા વાંચતા રહો " ચેકમેટ..