મન : સંબંધ મિત્રતા નો - 31 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 31

મન : સંબંધ મિત્રતા નો - 31
આદિત્ય નો ફોન આવ્યો,
"ગુડ મોર્નિંગ મોહતરમા " 

"ગુડ મોર્નિંગ જનાબ" નિયા એ કહ્યું.

"હું આવી ગયો છું. તું કેટલી વાર માં ફ્રી થશે." આદિ એ પૂછ્યું.

"મગજ છે કે નઈ. હજી આઠ વાગ્યા છે અત્યારે માં ક્યાં મૂવી જોવા જવું છે તારે. એક કામ કર ઘરે આવ. 10 પછી જઈએ આપડે. " નિયા બોલી.

"હા ઓકે" 


8.30 વાગે,


ટ્રીન ટ્રીન બેલ વાગ્યો. નિયા દરવાજો ખોલવા ગઈ.

"ઓહ કંઇ સ્પેશિયલ છે આજે?" નિયા આદિત્ય ને જોઈ ને બોલી.

"નાં કેમ "

"તો આ ન્યૂ જેકેટ. મિશા ને મળવા જવાનો છે ?" નિયા એ પૂછ્યું. 

"નાં હવે. એમજ" 

"બોર્નવિટા પિશે?" નિયા એ પૂછ્યું.

"હા તું બનાવતી હોય તો કેમ નઈ ?" આદિત્ય આજે કંઇ અલગ જ મૂડ માં હતો. થોડી વાર પછી,


બંને બોર્નવિટા પીતા પીતા વાતો કરતા હતા ત્યાં બેલ વાગ્યો. 

અત્યારે કોણ હસે? નિયા બોલી.

"જોઈ લે ને પણ " આદિ એ કહ્યું.

નિયા દરવાજો ખોલવા ગઈ .

"તું? અહીંયા કેમનો?" માનિક ને જોઈ ને નિયા બોલી.

"આદિત્ય અહીંયા હોય તો હું કેમ નાં હોવ" માનિક અંદર આવતા બોલ્યો.

"યાર આમ પૂછ્યા વગર નઈ આવવાનું. એક વાર ફોન કરી ને કેહવાય તો ખરું ને હું આવું છું એમ " ખબર નઈ નિયા નાં માઈન્ડ માં શું આવ્યું એ.

"કેમનો અહીંયા અચાનક" આદિત્ય એ પૂછ્યું.

"કેમ તમને ડિસ્ટર્બ કર્યા મે ?" માનિક બોલ્યો.

"ડિસ્ટર્બ ની વાત નથી " નિયા બોલી.

"તારું અને આદિ બંને નું snap લોકેશન સેમ હતું એટલે ખબર પડી ગઈ કે આદિ તારા ઘરે જ આવ્યો છે એટલે હું પણ આવી ગયો. " માનિક એ કંઇ મોટું કામ કર્યું હોય એમ ખુશ થતા બોલ્યો.

"એટલે તું ચેક કરે છે કોણ ક્યાં છે એમ ?" નિયા થોડું ગુસ્સે થઈ હોય એવું લાગતું હતું એના બોલવા પરથી.

"નાં ચેક નઈ કરતો " 

"સારું તમે બેસો હું આવું તૈયાર થઈ ને " એમ કહી ને નિયા એની રૂમ માં કરી રહી. નિયા જે સવાલ થી દુર રેવા માંગતી હતી એજ એની સામે આવ્યો. એના મગજ માં એજ આવ્યું, "માનિક આટલુું બધું ચેક કેમ કરે છે" પણ નિયા ને કંઇ જવાબ નાં મળ્યો.


એને એક વાર તો એવું પણ વિચારી લીધું કે હું એને પૂછી લેવ. પણ એની પાસે કોઈ જ ઓપ્શન નઈ હતો કે એ પ્રૂફ કરી શકે એ સાચી છે. થોડી વાર પછી,


આદિત્ય મિશા સાથે વાત કરતો હતો.


નિયા નું મીનિયન બહાર હતું અને માનિક એને લઈ ને કંઇ કરતો હતો એટલે નિયા બોલી,
"માનિક પૂછ્યા વગર કંઇ અડવાનું નઈ" એમ કહી ને મીનિયન લઈ મે અંદર ની રૂમ માં મૂકી આવી.

"એવી રીતે લઈ લીધું કે જાણે બોયફ્રેન્ડ એ આપ્યું હોય" માનિક ને તો જાણી જ લેવું હોય કોને આપ્યું હોય એમ પૂછ્યું.

"હા બોયફ્રેન્ડ કરતા પણ કંઇ વધારે છે એને મને આપ્યું છે " નિયા એ કહ્યું.

"જો આદિ કીધું હતું ને આપડા ગ્રૂપ માં આજ છે જે બધું છુપાવે છે. " આદિ ને કહેતા માનિક બોલ્યો.

"પૂછ ને પેલા એને કોને આપ્યું છે " આદિ બોલ્યો.

"કોને આપ્યું છે બોલ તો " માનિક એ પૂછ્યું.

"દાદી લાવ્યા હતા મારી લાસ્ટ બર્થડે ગિફ્ટ " નિયા બોલી.

"ઓહ સો સેડ મને ખબર નઈ હતી" માનિક બોલ્યો.

નિયા હવે આ ટોપિક વધારે આગળ નાં ચાલે અને અહીંયા જ સ્ટોપ થઈ જાય એટલે વાત પતાવતાં એ બોલી , " ચાલો જઈએ." આદિત્ય, નિયા અને માનિક થીએટર ગયા. મૂવી ની વાર હતી એટલે એ લોકો પિક પાડતા હતા. પણ જ્યારે જ્યારે આદિત્ય અને નિયા snap પાડતા હોય ત્યારે માનિક વચ્ચે આવી જ જતો. એક પિક એવો નઈ હોય જે માનિક એ બગાડ્યો નાં હોય. 

આજે પેલી વાર નિયા નું ધ્યાન મૂવી માં નઈ હતું. બોવ બધા સવાલ નું યુદ્ધ ચાલતું હતું એના મગજ માં. પણ એ કોઈ ને કહી શકતી નઈ હતી. 

મૂવી પત્યા પછી એ લોકો બર્ગર ખાવા ત્યાં ની નજીક નાં કેફે માં ગયા. નિયા અને માનિક બાજુ માં બેઠા હતા અને આદિત્ય નિયા ની સામે હતો. 

આદિત્ય અને નિયા બંને snap નાં ફિલ્ટર માં એક બીજા ના ફોટો પાડી ને મસ્તી કરતા હતા. અને માનિક ચૂપ ચાપ બેસેલો હતો. કદાચ એને આ બંને થી જલન થતી હોય એમ 😉

"કેમ ચૂપ છે?" નિયા એ પૂછ્યું. 

"કંઇ નઈ તમે તમારી મસ્તી કરો છો. તો હું શું કરું " માનિક બોલ્યો.

"તો તું પણ કર " નિયા બોલી. પણ માનિક એવી રીતે બોલ્યો હતો કે નિયા ને મન થઇ ગયું હતું તમાચો મારી દેવ.

"કેમ તું તે દિવસ પેલું બોલ્યો હતો નિયા મારી જોડે હતી ત્યારે " આદિત્ય એ ડાયરેક્ટ ગોળ ગોળ વાત કર્યા વગર સવાલ કર્યો.

"ગુસ્સા માં હતો યાર. પપ્પા પણ મને બોલ બોલ કરે છે. નિયા ને મળવું હતું તો એ કહ્યા વગર જતી રહી એટલે ગુસ્સો આવી ગયો. "માનિક એક એક વાક્ય ગોઠવી ને બોલતો હતો.

નિયા ને હજી એના જવાબ થી શાંતિ નઈ થઈ હતી. એને હજી એવું જ લાગતું હતું એ કંઇ જૂથ બોલે છે. 

"સાચું બોલું છું ને ?" આદિત્ય એ પૂછ્યું.

"હા નિયા મારા માટે બોવ સ્પેશિયલ છે. એ ત્યારે મારી લાઈફ માં આવી જ્યારે કોઈ નઈ હતું. લાઈફ જીવતા મને એને શીખવાડ્યું છે એટલે કંઇ વધારે જ ફ્રેન્ડ છે એ. " માનિક રડતા રડતા બોલ્યો.

"તો એ મારી ફ્રેન્ડ નથી એમ ને ?" આદિ એ પૂછ્યું.

"છે જ યાર. હું થોડું ગુસ્સા માં વધારે બોલી ગયો." આદિત્ય અને માનિક બોલતા હતા અને વાત કરતા હતા પણ હજી નિયા ચૂપ હતી. નિયા ની આંખ માં પાણી આવી ગયેલા. 

"નિયા કેમ રડે છે?" આદિ એ પૂછ્યું.

"કંઇ નઈ. " નિયા આશું લૂછી ને નોર્મલ રહેવાનો ટ્રાય કરતી હતી.

"હું નિયા ને ફ્રેન્ડ જ માનું છું મારા માઈન્ડ માં નિયા માટે કંઇ બીજું નઈ ચાલતું " માનિક બોલ્યો.

"ઓકે હસે મને નઈ લાગતું. " નિયા બોલી.

"કેમ નઈ લાગતું?" આદિ એ પૂછ્યું.

"હા તમે બંને ફ્રેન્ડ છો મારા. મારા માટે બંને સેમ જ છો. પણ તમે મારા પર હક બતાવો એ નાં ચાલે ને " અત્યાર સુધી ચૂપ બેસેલી નિયા બોલી.

"હક કોણ બતાવે છે?" માનિક અકળાઈ ને બોલ્યો.

"તું જે બોલ્યો છે એ માની લવ કે ગુસ્સા માં બોલ્યો છે. પણ અમુક વસ્તુ તું જાણી જોઈ ને બોલ્યો હોય એવું લાગે છે. " નિયા બોલી.

"શું પ્રૂફ છે તારી પાસે? મતલબ કઈ છે એવું કે તું કહી શકે કે હું જાણી જોઈ ને બોલ્યો છું. " માનિક બોલ્યો.

"નાં" નિયા બોલી.

"બસ તો પછી" માનિક બોલ્યો.

નિયા ને એક વાર તો એવું લાગ્યું હતું કે આજે છેલ્લી વાર એ લોકો મળે છે. હવે કોઈ દિવસ ત્રણેવ જોડે નઈ હોય. અને સાયદ આદિ તો નઈ જ હોય.

થોડી વાર પછી માનિક એ એવું કીધું, "હવે આવું કોઈ દિવસ નઈ થાય. અને બોલીશ પણ નહિ " 

હવે તો જોઈએ કેટલા દિવસ સુધી માનિક એની જ આપેલી પ્રોમિસ યાદ રાખે છે. 

ભગવાન કોની દોસ્તી ને મદદ કરશે ? આદિત્ય અને નિયા ની જે બંને ની બોવ ઓછી વાત ચિત થાય છે એની. કે પછી નિયા અને માનિક ની જે બંને ને એકબીજા ની બધી જ ખબર છે એની. 

હવે પાછી કોલેજ રેગ્યુલર સ્ટાર્ટ થઈ જાય છે. પર્સિસ પણ પછી આવી ગઈ હોય છે. નિયા , ઈશા અને પર્સિસ સાંજે દરરોજ ટેરેસ પર જઈ ને ગપસપ કરવાની એ એમનો રૂલ બની ગયો હોય છે. 

આ બાજુ કોલેજ માં પણ હવે ફેબ્રઆરીથી days અને annual ફંકશન આવવાનું હોવાથી એની તૈયારીઓ ચાલુ હોય છે. આદિત્ય 10 દિવસ ની રજા પર હોય છે.

નિયા નાં સુરતી ફ્રેન્ડ એટલે કે નક્ષ અને ભૌમિક પણ એમના છેલ્લા સેમેસ્ટર અને કોલેજ નાં છેલ્લા દિવસો ને માણી રહ્યા હોય છે. 

હજુ ડાન્સ ની કંઇ તૈયારી નથી કરી આ લોકો એ. અને ડાન્સ કરશે કે નઈ એ પણ નઈ ખબર. થોડા દિવસ પછી,


એક વાર નિયા કાર્ડ બનાવતી હતી ત્યારે માનિક નો ફોન આવ્યો.

"હાઈ નિયા એક વાત કેહવી છે. " માનિક બોલ્યો.

"હા બોલ ને " 

"નિયા તું કોલેજ નાં પેલા દિવસે જ્યારે આવી ત્યાર થી મારે તારી સાથે ફ્રેન્ડશીપ કરવી હતી. અને ખુશ છું અત્યારે કે એ થઈ ગઈ "

"ઓકે" 

"પણ કોઈ દિવસ કહેવાયું નઈ તને આજે કહી દીધું અેટલે જ "

"ઓકે" 

"હવે હું તારી સામે ઓપન બુક છું. " માનિક બોલ્યો.

"સારું મૂકું" નિયા એ કહ્યું.

"અરે એક વાત તો કીધી જ નઈ. મિશા સાથે વાત થઈ"

"આદિ ની ગર્લફ્રેન્ડ સાથે હું વાત કરી ને શું કરું?" 

"મારી વાત થઈ એમ કહું છું. એ મને ભાઈ માને છે એટલે મને કીધું " ખુશ થતા બોલ્યો માનિક.

" ઓહ ભાઈ ક્યારે થઈ ગયો. "

"કેટલા મહિના થયા. એ મને ભાઈ જ કહે છે " 

"ઓકે મને કોઈ નો ફોન આવે છે પછી વાત કરું " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.
શું થશે આગળ ? 


Rate & Review

Parash Dhulia

Parash Dhulia 5 months ago

Bhumika Sutaria

Bhumika Sutaria 9 months ago

Bhavana Joshi

Bhavana Joshi 9 months ago

Jkm

Jkm 9 months ago

Vivek Patel

Vivek Patel 9 months ago

🥳🥳👌👌