Mind: Relationship Friendship No - 36 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 36




આજે નિયા એક્ઝામ પતી એટલે ખુશ હતી ઘરે વાત કરી ત્યારે પણ. પછી નિયા ની મમ્મી એ એના પપ્પા ને ફોન આપ્યો..

"બેટા કેમ છે તું?"

"હું મસ્ત . તમે કેમ છો ?"

"આપડે તો જલસા જ હોય ને " નિયા નાં પપ્પા ખુશ થઈ ને બોલ્યા.

"પ્રિયંકા બેન એ જમવાનું સારુ બનાવ્યું લાગે છે આજે " નિયા એ પૂછ્યું.

"હા ઢોસા હતા. "

"લાગ્યું તો જ પપ્પા ફોર્મ માં હોય. " નિયા બોલી.

"હા. ખુશ જ હોવ ને બેટા આપડા બધા નું સપનું પૂરું થઈ રહ્યું છે. આપડું નવું ઘર. "

"હા "

"તને પ્રિયંકા એ દોરી બાંધી ને રાખવી પડશે ને ?" નિયા નાં પપ્પા એ એને પૂછ્યું.

"કેમ ?"

"9 માં માળે કેટલો મસ્ત પવન હોય છે. તું ઉડી જાય તો "

"પપ્પા આવું નઈ કરવાનું. એમ કઈ તમારી છોકરી ઉડી જાય એવી નથી " નિયા બોલી.

"હા ઉડાવે એવી છે નઈ "

"પપ્પા "

"તું આમ અક્રાય ને એ બોવ ગમે. હા તારી મમ્મી કેહતી હતી તું પિકનિક જવાની છે? ક્યારે જવાની છે? કોણ કોણ જાવ છો તમે ?" નિયા નાં પપ્પા એ પૂછ્યું.

"પિકનિક નઈ. ટ્રેકિંગ પર. પોલો ફોરેસ્ટ જવાના છે. મારું અને આદિત્ય નું ફિક્સ છે "

"તું એકલી જ છે છોકરી માં "

"હા "

"તો પેલા લોકો ને કેવું પડશે મારે ધ્યાન રાખજો. મારે નઈ કોઈ ને" નિયા નાં પપ્પા આજે નિયા ની ખેંચવાના મૂડ માં હતા.

"પપ્પા હું ક્યાં કોઈ ને મારું છું. " નિયા નાનું બેબી બોલે એમ બોલી.

"હા પણ તું અમુક વાર કોઈ ને કઈક કેહ છે ને એ તો એવું લાગે કે પતી ગયું આનું "

પછી નિયા અને એના પપ્પા બને હસે છે ત્યારે નિયા બોલે છે,
"પપ્પા એક વાત પૂછું ?"

"હા બોલ ને બેટા "

"આમ હું એકલી જાવ છું તો તમે મને નાં નઈ પાડો. અને ગ્રૂપ માં પણ કોઈ છોકરી નથી એટલે "

"બેટા મને ખબર છે તું કેવી છે એ. અને એટલો વિશ્વાસ છે તારા પર કે તું કોઈ દિવસ ખોટું કામ નઈ કરે. વિશ્વાસ તોડસે નઈ ને ?"

"નાં પપ્પા thank you so much love you " નિયા ખુશ થઈ ગઈ આ સાંભળી ને .

"હા 29 કા તો 30 પર આવજે 3 - 4 દિવસ ઘર શિફ્ટ કરવાનું છે તો "

"હા આવી જવા. "

"અને પેલા તું દીવાલ પર લગાવવાના સ્ટીકર કેહતી હતી એ ક્યાંથી લાવવાના છે. "

"એ તો હું આવીશ પછી રિયાન યા તો રિયા સાથે જઈ ને લઈ આવા. " નિયા એ કહ્યું.

"હવે તો તારે સારું પડશે નઈ રિયા અને રિયાન નું ઘર નજીક છે તો દરરોજ જવાસે ને. "

"હા દરરોજ રાતે જઈશ ને ગાર્ડન માં અને એ બંને ને પણ બોલાઈ લઈશ. " નિયા ખુશ થઈ ને બોલી.

"હા સારું ચાલ હવે મૂકું ફોન
જય શ્રી કૃષ્ણ "

"હા " કહી ને નિયા એ ફોન મૂક્યો.

આજે એ એકલી જ હતી એટલે રૂમ માં અંધારું કરી ને મૂવી સ્ટાર્ટ કર્યું હતું. યે જવાની હૈ દિવાની.

નિયા કેટલી વાર આ મૂવી જોતી હસે એતો એને જ ખબર. પર્સિસ હોય તો નાની લાઈટ ચાલુ રાખવી પડે કેમકે એને બીક લાગે છે અંધારા થી.



થોડી વાર પછી,


નિયા નાં ફોન માં એક પછી એક બોવ બધા મેસેજ ની notification આવી.

"કોણ હસે અત્યારે ?" નિયા વિચારતી હતી.
પછી એણે વોટ્સ અપ જોયું.

ઓહ ક્રેઝી એન્જિનિયર કેમના નવરા પડી ગયા.

જોયું તો પોલો ફોરેસ્ટ જવાના મેસેજ હતા.

મનન ને કંઇ કામ થી રાજકોટ જવાનું હતું એટલે એ નઈ આવવાનો હતો. આદિત્ય, તેજસ અને નિશાંત આવવાના હતા. માનિક નું હજી નક્કી નઈ હતું.

ત્યાં આદિ નો ફોન આવ્યો,
"અમારા ત્રણ અને તારું ફિક્સ છે. માનિક નું નક્કી નથી " આદિ બોલ્યો.

"નાં આવે તો સારું " નિયા બોલી મન માં પછી કહ્યું,
"હા તો એને કેહ જલ્દી ફિક્સ કરે. "

ત્યાં થોડી વાર માં માનિક નો ફોન આવ્યો.
"નિયા તું જવાની છે?" માનિક એ પૂછ્યું.

"હા "

"મારે આવવું છે પણ પપ્પા ના પાડે છે "

"કેમ " નિયા એ પૂછ્યું.

"એકલું જવાનું છે ને એટલે "

"વૉટ એકલું ક્યાં છે અમે બધા સાથે તો છે. " નિયા એ કહ્યું.

"તારે ઘરે થી હા પાડી ?" માનિક એ પૂછ્યું.

"હા "

"હમ કંઇ જૂઠું કીધું હસે તો જ હા પાડે નઈ તો નાં જ પાડે "

"એમાં શું જૂથ બોલવાનું "

"કંઇ નઈ. તને નાં ખબર પડે. મને એમ કે પેલા ત્રણ જ જવાના છે એટલે નાં પાડી હતી પછી ખબર પડી કે તું પણ જવાની છે એટલે મે ઘરે પૂછ્યું. "

"મારા લીધે કેમ " નિયા એ પૂછ્યું.

"કંઇ નઈ ફ્રેન્ડ જોડે ટાઈમ પસાર કરાય એટલે. પણ હું નઈ આવવાનો હવે. "

"હાસ" નિયા બોલી.

"શું બોલી તું?"

"મે કઈ નઈ કહ્યું. " નિયા બોલી.

"ઓકે. ધ્યાન રાખજે અને ફોટો મોકલજે "

"ઓકે પેલા પોતાનું રાખ પછી મને કેજે " નિયા એ કહ્યું.

"મારું તો રાખું જ છું. "

"હા ખબર ને એતો. ખાલી એક્ઝામ ટાઈમ પર જ બીમાર થવાનું એ પણ નાટક હોય બધા ને બતાવવાનું " નિયા એ કહ્યું.

માનિક ને ગુસ્સો આવતા ફોન કટ કરી ને સ્વિચ ઓફ કરી નાખ્યો.



બે દિવસ પછી,


રાતે 8 વાગે

આણંદ રેલ્વે સ્ટેશન પર આદિ, નિયા અને તેજસ એમના બેગ લઈ ને ટ્રેન ની રાહ જોતા હતા. નિશાંત આગળ નાં સ્ટેશન પર થી એમની સાથે આવી જવાનો હતો.


એ લોકો રાત ના બાર વાગે અમદાવાદ પોહચ્યા જે જગ્યા પર થી ટ્રેકિંગ પર જવા માટે ભેગા થવાનું હતું. ત્યાં બીજા બધા પણ ગ્રુપ માં આવેલા હતા અને એક બે કપલ પણ હતાં.


નીયા એનું બેગ લઈ ને ઊભી હતી. નિશાંત આજુ બાજુ માં જે છોકરીઓ ઊભી હતી એને જોતો હતો. આદિ અને તેજસ કંઇક ચર્ચા કરી રહ્યા હતા. આદિ અને તેજસ એ નીકળ્યા પછી ત્રણ વાર ચા પી લીધી હતી.


પછી એ લોકો જે બસ માં જવાનું હતું એમાં ગયા.
રાતે તો બસ માં મસ્તી કરી થોડી અને સવારે જ્યારે પોહચયા ત્યારે ઈડરિયો ગઢ ચઢવાનો હતો.

" આ મારા થી નઈ ચઢાઈ " તેજસ બોલ્યો.

" ચલ ને અમે છે " આદિ કહે છે.

" એક કામ કર બે દિવસ અહીંયા જ બેસી રેજે તું " નિશાંત એ બોલતા ઉપર ચઢવાનું ચાલુ કર્યું.

પછી ઉપર જઈ ને નાસ્તો કર્યો. તેજસ ના હાલ સૌથી ખરાબ હતા. થાકી ગયેલો એ. પણ પછી થોડી મસ્તી કરી એટલે એનો થાક પણ ઉતરી ગયો. પછી ત્યાં ના જંગલ માં લઇ ગયા એ લોકો ને.

નિયા ને કઈક અવાજ આવે ને એટલે ડરતી એ જોઈ ને આદિ ને એક મસ્તી સૂઝી. એને જાણી જોઈ ને નિયા ને હેરાન કરવાનું ચાલુ કર્યું.

અને એની બેગ થોડી ખેચી એટલે નિયા એ જોર થી ચીસ પાડી.

નિયા એટલી બી ગઈ હતી કે એને કોઈ ભૂત જોઈ લીધું હોય. બપોરે જમી ને બીજી એક્તિવિતી કરી.

સાંજે સનસેટ થયો ત્યારે બધા એ ફોટો પડાવ્યા. કઈક અલગ જ સાંજ હતી એમના માટે આજ ની. નિશાંત એ એક પણ વસ્તુ ને મિસ કર્યા વગર બધું એના કેમેરા મા કેદ કરી લીધું હતું.

રાતે જમી ને કેમ્પ ફાયર કર્યું હતું. બધા ગોળ માં બેસેલા હતા. બીજા બધા ગ્રુપ ના લોકો પણ હતા. નિયા આદિ ની બાજુ માં બેસેલી હતી. આદિ ની બીજી બાજુ તેજસ અને નિશાંત હતા. બીજા લોકો સાથે વાત કરી ને કઈ નવું જાણવા પણ મળ્યું હતું .

બીજે દિવસે સવારે જલ્દી ઊઠવાનું હતું એટલે એ લોકો બોવ લેટ નાઈટ ના જાગ્યા. બીજે દિવસે સવારે નિયા બધા કરતાં જલ્દી ઊઠી ગઈ હતી.

થોડી થોડી ઠંડી લાગતી હતી. એ ત્યાં બહાર બેસેલી હતી અને આકાશ ને જોતી હતી. થોડી વાર માં બીજા બધા પણ ઊઠી ગયા. અમુક ગ્રુપ ના લોકો સવાર માં ફોટો શૂટ કરાવતા હતા. નિયા તો આકાશ માં જ જોતી હતી.

એને જોઈ ને તો એવું લાગતું કે એ કોઈ ની સાથે વાત કરતી હતી. કદાચ પોતાની સાથે. એવું તો ના કહી સકાય કે તારા ગણતી હતી. 😉

" કોની યાદ આવે છે " આદિ નિયા ની બાજુ માં બેસતા બોલ્યો.

" કોઈ ની નઈ "

" તો આમ આકાશ બાજુ જોઇ ને "

નિયા એ ખાલી સ્માઈલ આપી. અને આદિત્ય ને પણ લાગ્યું કે હવે આગળ વધારે પૂછવું સારું નથી. એટલે એને પણ કઈ ના પૂછ્યું.

નિશાંત અને તેજસ આવ્યા પછી એ લોકો એ પણ ફોટો પડાવ્યા. પછી એ લોકો ની ટ્રેકિંગ એકતિવિતી ચાલુ થઈ.

બીજો આખો દિવસ તો કેમનો જતો રહ્યો એ કોઈ ને ખબર ના પડી. બીજા ગ્રુપ વાળા પણ હવે એ લોકો ના ફ્રેન્ડ બની ગયા હોય એમ મસ્તી કરતાં.

જ્યારે સાંજે જેટલા લોકો મતલબ કે અલગ અલગ ગ્રુપ હતા પણ છેલ્લે ફોટો પડાવતા હતા ત્યારે એવું લાગ્યુ આખું એક જ ગ્રુપ છે.

હા અમુક હતા કે બે દિવસ માં નામ તો શું ખોટું હસ્યા પણ નઈ હોય. અને અમુક તો એવા હતા કે બે દિવસ માં બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હોય.

બધા કઈક ની કઈક યાદ લઈ ને છેલ્લે બસ માં અમદાવાદ આવવા નીક્યા. આ વખતે કોઇ સુઈ નઈ ગયેલું. પણ બધા મસ્તી કરતા હતા.

ત્રણ કે ચાર વાગે એ લોકો અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પોહચયાં. ટ્રેન છ વાગ્યા ની હતી ત્યાં સુધી રાહ જોવાની હતી.

રાત કહો કે વહેલી સવાર નો ટાઈમ હતો એટલે દિવસ કરતા ભીડ ઓછી હતી. એ લોકો ટિકિટ લઈ ને પ્લેટફોર્મ પર ગયા. ભૂખ તો બોવ લાગી હતી પણ અત્યારે મળે પણ શું.

" મારે ચા પીવી પડશે નઈ તો હું અહીંયા જ સૂઈ જઈએ " તેજસ બોલ્યો.

" મારે પણ " આદિ એ પણ ચા માટે હા પાડી.

" નિયા તું ?" નિશાંત બોલ્યો.

" ના હું નઈ "

" કેમ થાક નઈ લાગ્યો " તેજસ એ પૂછ્યું.

" ના " નિયા એ ના માં માથું હલાવ્યું.

" તો એક કામ કર અમારા બંને માટે ચા લઈ આવ. નીશું જા તો તું " તેજસ એ કીધું.

અડધો કલાક થઇ ગયો હજી નિશાંત અને નિયા આવ્યા નઈ હતા.
" આદિ આ બંને ચા લેવા ગયા કે બનવા ?" તેજસ એ પૂછ્યું.

" નઈ ખબર. ફૉન કરી જોવ " આદિ બોલ્યો.

" નિશાંત નો ફૉન તો મારી પાસે છે નિયા ને કર "

" નિયા નો ફોન મારી પાસે છે. એ ને બસ માં બેઠા ત્યાર નો આપી દીધો હતો. " આદિ બોલ્યો.

ત્યાં તો નિયા અને નિશાંત આવતા દેખાયા.

" જો આવે છે બંને કેટલા શાંતિ થી " આદિ એ કહ્યું.

" હા "

નિશાંત એ ચા આપી. નિયા વેફર નું પેકેટ ખોલતી હતી. ત્યાં તેજસ બોલ્યો

" તમે બંને ચા બનાવવા જ ગયા હતા ને ?"

" હા "

" તો આટલી વાર " આદિ એ પૂછ્યું.

" એમાં એવું હતું કે ત્યાં કૉફી હતી તો એ પીધી અને પછી આને આઈસ ક્રીમ દેખાયો તો એ ત્યાં જ ખાવા ઊભી રહી ગઈ " નિશાંત બોલ્યો.

" કૉફી પર આઈસ ક્રીમ " આદિ બોલ્યો.

" આઈસ ક્રીમ એની ટાઇમ" નિયા 😉 બોલી .

આદિ અને તેજસ એ ચા પીધી. અને થોડી વેફર અને બિસ્કીટ ખાધી.

હજી એક કલાક ની વાર હતી ટ્રેન આવવામાં. નિશાંત કેમેરા માં પાડેલા ફોટો જોતો હતો. તેજસ, નિયા અને આદિ વાત કરતા હતા.

" કોઈના માં મેસેજ આવે છે એવું લાગે છે " કઈક અવાજ સંભાળતા નિયા બોલી.

નિશાંત અને તેજસ એ એમના ફોન ચેક કર્યા પણ એમના માં નઈ હતા. આદિ એ જોયુ એને એમ કે નિયા માં આવે છે. પણ નિયા માં પણ નઈ હતા. પછી જોયુ તો એના ફોન મા જ હતા.

" આદિ કોણ મળી ગયું ?" નિયા એ પૂછ્યું.

" ચુપ રે ને તું સવાર સવાર મા " આદિ બોલ્યો.

" તે ઇશ્ક નઈ આસન "😝 તેજસ સોંગ ગાતો હોય એમ બોલ્યો.

" માનિક છે " આદિ બોલ્યો.

" તમારા બંને નું ક્યારે થયું ?" નિયા એ પૂછ્યું.

આદિ , તેજસ અને નિશાંત એની સામે જોવા લાગ્યા.
" મારો મતલબ કે સવાર મા પાંચ વાગ્યા માં મેસેજ કેમ કરે એમ "

" હા કઈક તો લોચો છે " તેજસ બોલ્યો.

" સનેપ મોકલ્યા છે કાલ રાત ના છે. એ હજી હમણાં આવ્યા. "

" ઓકે " નિયા બોલી.

નિયા અને તેજસ કઈક વાત કરતા હતા. આદિત્ય અને નિશાંત ફોન માં કઈક જોતાં હતાં. ત્યાં નિયા બોલી,

" આદિ ફૉન આપ તો મારો "

" કેમ કેમ ? બોયફ્રેન્ડ ને ફૉન કરવાનો છે ?" નિશાંત નિયા ને હેરાન કરવા બોલ્યો.

" ના મમ્મી ને "

નિયા જોયુ તો માનિક માં બે દિવસ માં પચાસ થી વધારે મિસકોલ હતા. નિયા એ નેટ ઓન કર્યું. બે દિવસ થી એને નેટ ઓન નઈ કર્યુ હતું એટલે બોવ મેસેજ આવ્યાં હતાં.

વધારે તો માનિક ના જ હતા. નિયા જેટલા સોશિયલ મીડિયા વાપરતી હતી એ બધા માં મેસેજ કર્યા હતા. એક પણ બાકી નઈ હતું. નિયા એ એના મમ્મી ને મેસેજ કર્યો અને પછી નેટ ઓફ કરતી હતી ત્યાં માનિક નો મેસેજ આવ્યો.

" હેય
તમે તો મેસેજ જોઈ ને પણ રેપલાઈ ના આપો.
આદિ જોડે છે એટલે કે પછી બીજો મળી ગયો "

આ મેસેજ જોઈ ને નિયા જે ક્યારની હસતી હતી મસ્તી કરતી હતી એ એકદમ ગાયબ થઈ ગઈ. આદિ , તેજસ અને નિશાંત એ પણ જોયું પણ કઈ ના પૂછ્યું.

નિયા એ નેટ બંધ કરી ને ફોન બેગ મા મૂકી દીધો.

ત્યાં સુધી મા તો છ વાગી ગયા. ટ્રેન આવતા એ લોકો શાંતિ થી એમાં બેસી ગયા.

" નિયા કઈ થયું ?" આદિ એ પૂછ્યું.

" ના "

" તો આમ ચુપ કેમ છે " તેજસ એ પૂછ્યું.

નિયા એ ફોન આદિ ને આપ્યો અને કહ્યુ " જોઈ લે જાતે જ "

આદિત્ય ને પણ માનિક નો મેસેજ જોઈ ને ગુસ્સો આવ્યો. પણ અત્યારે કઈ ના બોલ્યો. નિશાંત અને તેજસ ને પછી કહીશ એમ કહી દીધું.


બે કલાક પછી

નિયા એના પીજી પર આવી ને ફ્રેશ થઈ ને બોર્નવિટા પીતા પીતા ઘરે વાત કરી રહી હતી. એ ફોન મુક્યા પછી પર્સિસ અને ઈશા ને બે દિવસ માં શું કર્યું કેવી મઝા આવી એ કહેતી હતી. અને અમુક પિક્સ હતા એ બતાવતી હતી.

નિયા ને હવે થાક લાગતો હતો એટલે એ સૂઈ ગઇ હતી. બપોરે જમી ને પછી પાછી સૂઈ ગઇ હતી. સાંજે પાંચ વાગ્યે ઊઠી.

પર્સિસ કઈક બહાર જતી હોય એવુ લાગ્યુ એટલે નિયા એ પૂછ્યું,

" ક્યાં જાવ છો મેડમ ?"

" ફ્રેન્ડ ની બર્થડે છે તો પાર્ટી છે "

" ઓહો "

" થઈ ગયો આરામ તારે " પર્સિસ એ પૂછ્યું.

" હા "

" તને જોઈ ને એવું લાગે છે કે બોવ મઝા આવી છે "

" હા બોવ જ મઝા કરી છે "

" સારું હું જાવ. તારા માટે જમવાનું લઈ આવું ને કઈક ?"

" ના ઈચ્છા તો નથી "

" સારું. ભાજી પુલાવ લઈ આવા " પર્સિસ જતા જતા બોલી.



પર્સિસ ના ગયા પછી થોડી વાર માં ઈશા આવી. બોવ દિવસ પછી આજે નિયા ને ઈશા શાંતિ થી વાત કરી રહ્યા હતા ત્યારે કોઈ નો ફોન નિયા એ આવ્યો એટ્લે ઈશા એ પછી આવું એમ કહી ને ગઈ.



કોનો ફોન આવ્યો હસે ?