મન : સંબંધ મિત્રતા નો - 38 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 38

મન : સંબંધ મિત્રતા નો - 38બધા એ ગ્રુપ ફોટો પડાવ્યા. પછી અમુક જુનિયર સિનિયર ને સવાલ પૂછતા હતા એમના ચાર વર્ષ ની જર્ની ના. 

નિયા, આદિ, મનન એ લોકો એક બાજુ બેસેલા હતા. અને ફોટો એને સેલ્ફી પાડતા હતા. 

ત્યાં એક સિનિયર એ માઇક હાથ માં લઇ ને પૂછ્યું

" મારો સવાલ છે નક્ષ અને ભૌમિક ને " 

" હા બોલ ને "

" કોઈ એવું પર્સન છે આપડી કોલેજ માં જેને તું કેનેડા ગયા પછી યાદ કરીશ ભૌમિક " 

નક્ષ અને ભૌમિક એક બીજા ની સામે જૉવા લાગ્યા. 

" નક્ષ તારા માટે પણ આજ સવાલ. " 

" હા પણ બંને એ એક બીજા નું નામ નઈ આપવાનું " કોઈ એમના ક્લાસ વાળું બોલ્યું.

" આમ તો બધા યાદ આવસે આપડા ક્લાસ વાળા અને અમુક જુનિયર " નક્ષ બોલ્યો. 

" હા અમને પણ તમે બંને યાદ આવસો " 

" અને જુનિયર માં પણ નિયા અને એનુ ગ્રુપ " નક્ષ બોલ્યો.

" હા નિયા માય ડાન્સ પાર્ટનર, તેજસ , નિશાંત , મનન માસ્ટર માઈન્ડ અને આદિત્ય " ભૌમિક એ કીધું.

માનિક નું નક્ષ કે ભૌમિક બે માથી એક પણ સાથે બનતું નઈ. અને અત્યારે નિયા નું ગ્રુપ બોલ્યો પણ માનિક નું નામ પણ માં બોલ્યો એટલે એનું મોઢું થોડુ ચઢેલું હતું. 

" નક્ષ અને ભૌમિક આજે અમારી એક છેલ્લી વિશ પૂરી કરવી પડશે " એમના ક્લાસ વાળા બે કે ત્રણ ફ્રેન્ડ બોલ્યા.

" હા કેમ નઈ " 

" નિયા સાથે કપલ ડાન્સ  અને અમારા ફેવરિટ સોંગ પર " એક સિનિયર ગર્લ બોલી.

" હા ઓકે " નક્ષ અને ભૌમિક એ કીધું. આ બાજુ માનિક ને આ સાંભળી ને નિયા સામે ગુસ્સે થી જોતો હતો જાણે એ નિયા નો બોયફ્રેન્ડ હોય એમ.

આદિત્ય, તેજસ , મનન અને નિશાંત નિયા ને મસ્તી મા હેરાન કરતાં હતાં. 

ત્યાં ભૌમિક અને નક્ષ આવ્યા ત્યાં.

" ચલ નિયા આજે છેલ્લી વાર ડાન્સ કરી લે પછી તો હું કેનેડા જતો રહીશ " ભૌમિક બોલ્યો.

" મને મુકી ને જસે તું " નિયા મસ્તી માં બોલી.

" હા "

" હું તો અહીંયા જ છું " નક્ષ બોલ્યો.

" હા ખબર છે તને કોઈ લઈ ના જાય " નિયા બોલી.

" આપડે ડાન્સ કરી લઈએ પછી વાત કરીએ આ ટોપિક પર " નક્ષ બોલ્યો.

" હા પછી તમારી સાથે પિક પડાવવાના છે અને સ્પેશિયલ તો નિયા સાથે " ભૌમિક માનિક સામે જોઈ ને બોલ્યો.

આદિ , તેજસ , નિશાંત અને મનન એ વિચારતા હતા કે માનિક સામે જોઈ ને કેમ બોલ્યો ભૌમિક. 


થોડી વાર પછી


તું જાણે પતંગ છે ને
        હું છું કોઈ ડોર, 🎶🎵
લઇ જાયે લઇ જાયે છે 
       તું કઈ કોર,🎵🎶
બાજી જે હારી છે, 
       પાછી લગાડી છે,🎵🎶
મનડું જુગારી છે 
       આ કેવું ડફોળ.🎼🎵
લાગી રે લાગી રે 
        તારી ધૂન લાગી રે,🎵🎶
લાગી રે લાગી રે 
        તારી ધૂન લાગી 🎶🎶


નિયા એ ભૌમિક અને નક્ષ સાથે આ સોંગ પર કપલ ડાન્સ કર્યો. પણ જ્યારે નિયા અને ભૌમિક કપલ ડાન્સ કરતા હતા ત્યારે નિયા એ આદિ લોકો બેસેલા એ બાજુ જોયું તો માનિક એક દમ ગુસ્સા માં નિયા સામે જોતો હતો. 

બાકી બધા અને ત્યાં પણ જેટલા હતા એ બધા ડાન્સ જોવા માં તો કોઈ એ ડાન્સ નો વિડિઓ ઉતરતા હતા અને એક માનિક હતો એ ગુસ્સા મા જોતો હતો અને ત્યાર થી બહાર જતો રહ્યો.

ડાન્સ પછી એ બધા એ બોવ બધા ફોટો પડાવ્યા. અને જ્યારે નિયા અને આદિ સેલ્ફી પાડતા હતા ત્યારે માનિક બોલ્યો

" મારી સાથે એક પિક નઈ પડાવવો " 

" ના " નિયા બોલી.

માનિક સેલ્ફી પાડવા જતો હતો ત્યારે નિયા ભૌમિક જૉડે જતી રહી એ જોઈ ને માનિક કઈ વધારે ગુસ્સે થઈ ગયો

અને જ્યારે એ લોકો જમતાં હતાં ત્યારે નિયા અને નક્ષ એક જ ડિશ માથી ખાતા હતા ત્યારે પણ માનિક બોલ્યો

" લવ તો અહીંયા જ છે " 

અને પછી હસવા લાગ્યો. એ લોકો એ થોડી વાર મસ્તી કરી પછી ઘરે જવા નીકળ્યા. પર્સિસ એના બીજા ફ્રેન્ડ સાથે જવાની હતી એટલે એ તો જલ્દી જતી રહી હતી. 

મનન ને પણ એના ફ્રેન્ડ ની બર્થ ડે માટે કેક લેવા જવાનું હતું. જ્યારે મનન એ એવુ કીધું ત્યારે જ માનિક બોલ્યો

" હું નિયા ને મૂકી આવીશ " 

" ના અમારે બહાર જવાનું છે " ભૌમિક ગુસ્સા માં બોલ્યો.

નિયા નક્ષ ની સામે જોતી હતી અને એને પણ ઈશારા મા હા પાડી એટલે નિયા બોલી

" હા આ લોકો મને મૂકી જસે " નિયા આટલું બોલી ત્યાં તો માનિક ગુસ્સા માં બહાર જતો રહ્યો. 

" આને શું થયું ?" નિશાંત એ પૂછ્યું.

" કઈ નઈ.  એને ટેવ છે " મનન બોલ્યો.

એ બધા ઘરે ગયા. માનિક તો ગુસ્સા મા જ જતો રહ્યો હતો. નક્ષ , ભૌમિક અને નિયા એક આઈસ ક્રીમ પાર્લર પર ગયા. 

રસ્તા માં નિયા એ પૂછ્યું પણ નક્ષ એ ચુપ રે હમણાં એવું કીધું એટલે નિયા એ કઈ પૂછ્યું નઈ હતું. 

ભૌમિક એ ત્રણ નો ફેવરિટ ચોકોલેટ આઈસ્ક્રીમ લઈ આવ્યો. 

" કેમ અહીંયા આવ્યા એ તો બોલો " નિયા એ પૂછ્યું.

ભૌમિક એક્ટિવા ની ડે કી માથી એક ગિફ્ટ જેવું બોક્સ લઈ આવ્યો અને નિયા ને આપ્યું.

" આના માટે "ભૌમિક બોલ્યો.

" હવે એને ઓપન કરીશ " નક્ષ બોલ્યો.

નિયા એ ગિફ્ટ ઓપન કર્યું. એમાં એક મસ્ત નાની ફોટો ફ્રેમ હતી. એમાં એ ત્રણ નો ફોટો હતો. 

" વાઉ પણ આ કેમ ? " નિયા એ પૂછ્યું.

" મન થયું એટલે " નક્ષ બોલ્યો.

" હું મહિનો પણ નથી. એક્ઝામ પછી ત્યાં જવા મા બિઝી હોવ તો તને આપવાનું ભૂલી જાવ ને એટલે " ભૌમિક બોલ્યો.

" અચ્છા " 

" અને આ લે " નક્ષ એ કઈક આપ્યું.

" આ શું છે ?" નિયા બોલી.

" તું ખોલ શાંતિ થી અમે બંને આઈસ ક્રીમ ખાઈએ " નક્ષ બોલ્યો.

એટલે નિયા એ ફટાફટ એ ખોલ્યું. 

" આઇલાઈનર ? "

" હા તું એ કરી ને આવે છે ત્યારે કઈક અલગ જ લાગે છે. અને એમાં પણ બ્લૂ " નક્ષ બોલ્યો.

" બટર ના લગાવ તું " નિયા બોલી.

" સાચું કહું છું પૂછી જો આને " નક્ષ એ કીધું. 

" હા નિયા સાચે "

પછી એ લોકો આઈસ ક્રીમ ખાતા હતા ત્યારે નિયા બોલી
" તમારા માટે એક સરપ્રાઈઝ છે " 

" શું ?" 

" કાલે યા એના પછી ના દિવસે આપડે ક્રેમોહોલિક કેફે માં જઈશું ત્યાં આપીશ " નિયા બોલી.

" કાલે જ બોવ રાહ નઈ જોવાય " ભૌમિક અને નક્ષ બને બોલ્યા.

" હા "

" નિયા હજી એક વાત કહેવી છે " ભૌમિક બોલ્યો.

" બોલ ને " 

" તારો ફ્રેન્ડ છે ને માનિક એ ના થી થોડુક દૂર રહેજે. મને એના ઈરાદા ઠીક નથી લાગતા " ભૌમિક બોલ્યો.

" હા અને આજે જ્યારે તું અને નિયા ડાન્સ કરતા હતા ત્યારે એ ગુસ્સા માં બહાર જતો રહ્યો હતો " નક્ષ એ કીધું. 

" આમ તો તેજસ અને આદિ લોકો છે એટલે કઈ ચિંતા નઈ. પણ ... " ભૌમિક આગળ બોલે એ પેલા નિયા બોલી

" હા હું એ લોકો ને હવે કહી દેવાની છું. આદિ ને તો ખબર જ છે " નિયા બોલી.

" તો વાંધો નહિ " નક્ષ બોલ્યો.બીજે દિવસે 

સાંજે પાંચ વાગ્યે

નિયા , નક્ષ અને ભૌમિક ક્રેમોહોલીક કેફે માં બેઠા હતા. અને દરવખત ની જેમ શું મંગાવું એની ફાઇટ કરતાં હતાં. 

" પિત્ઝા અને સેન્ડવિચ " ભૌમિક બોલ્યો.

" ઓકે "

પછી નિયા એ એની બેગ માથી કઈક કાઢી ને ટેબલ પર મૂક્યું.

" અમે નઈ પૂછવાના શું છે ખોલી ને જોઈ લઈશું " નક્ષ બોલ્યો." 

ત્યા ભૌમિક ને કોઈ નો વિડિઓ કૉલ આવ્યો.  એ વાત કરતો હતો અને નિયા ને એમ લાગ્યું એના મમ્મી નો ફોન છે એટલે નિયા બોલી

" આંટી આ છે ને બોવ હેરાન કરે છે " 

" મમ્મી નઈ ફોઈ છે " ભૌમિક બોલ્યો.

" ઓહ સોરી " નિયા બોલી.

" વાહ આમાં તો આપડી દોસ્તી ના બધા જ પિક છે. વાઉ યાર થેનક યુ " નક્ષ બોલ્યો.

" ના એની જરૂર નથી પિત્ઝા નું બિલ આપી દેજે " નિયા બોલી.

" હા તું વસૂલી જ કર " ભૌમિક બોલ્યો.

" હા પૂરા હક થી " નિયા બોલી.😜

" ઓહ કોની સાથે છે તું ? વહુ શોધી લીધી કે શું " ભૌમિક ના ફોઈ બોલ્યા.

" ના હવે ફ્રેન્ડ છે " ભૌમિક બોલ્યો.

" સારું આવ સુરત જલ્દી " 

" હા " કહી ને ફૉન મૂક્યો. 

હજી નક્ષ હસી રહ્યો હતો અને નિયા પિત્ઝા ખાતી હતી.  

" વાઉ યાર મસ્ત ગિફ્ટ આપી તે તો " ભૌમિક બોલ્યો.

" તું તો ભૂલી જસે ને કેનેડા જઈ ને " નિયા એ પૂછ્યું.

" ના હવે " 

" એ તો દરરોજ ફોન કરશે તને ચિંતા ના કર " નક્ષ બોલ્યો. 

" દરરોજ તો નઈ અઠવાડિયા માં એક વાર કરીશ સ્યોર " ભૌમિક બોલ્યો.

" મહિના મા એક વાર યાદ કરે ને તો પણ બોવ છે " નિયા બોલી.

થોડી વાર વાતો અને મસ્તી કરી પછી નક્ષ બોલ્યો 

" કાલે ભૌમિક એ છે ને ચાર કલાક ફોન પર વાત કરી નિયા " નક્ષ બોલ્યો.

" સાચે. કોણ હતું એ નસીબ વાળું ? જેને આંની બક્વાસ ચાર કલાક સહન કરી " નિયા હસતા હસતા બોલી.

" ભાવિન હતો મારા ફોઈ નો છોકરો " ભૌમિક બોલ્યો.

" ચલ જૂથ ના બોલ " નિયા બોલી.

" હા એજ હતો. આખા ગામ ની પંચાત કરી બંને એ " નક્ષ બોલ્યો.

" બોવ નઈ થોડી જ કરી " ભૌમિક બોલ્યો.થોડી વાર પછી નિયા ઘરે આવી અને પર્સિસ સાથે વાત કરતી હતી. 

હવે દસ દિવસ સુધી વેકેશન હતું અને પછી એમની ફાઇનલ એક્ઝામ હતી. 

નિયા અને પર્સિસ એ તો બે ચાર દિવસ કઈ વાંચ્યું જ નઈ. ખાલી ખાવાનું અને સૂઈ જવાનું. મૂવી જોવાનું એજ કામ કર્યું હતું. 

પછી એ લોકો થોડુ થોડુ વાંચવા બેસતા. 

એક દિવસ નિયા અને પર્સિસ જમી ને બેસેલા હતા. ત્યારે પર્સિસ એ પૂછ્યું

" નિયા તારો હીરો કેવો હસે ?"

" કયો હીરો ?" નિયા એ પૂછ્યું. 🤨

" પાગલ તારો લાઈફ પાર્ટનર " 

" ઓહ એ ... એ તો મને નઈ ખબર કેમકે હજી હું એને મળી નથી ને " નિયા બોલી.

" હા પણ થોડું તો વિચાર્યું હસે ને કે આવો હોવો જોઈએ. એમ " પર્સિસ એ કીધું.

" ના એવું તો કઈ નઈ વિચાર્યું. પણ આ બેબી બાબુ જાનું કરવા વાળો ના હોવો જોઈએ " નિયા બોલી.

" મને તો અમુક વાર તારું ટેન્શન થાય છે શું થશે મારા જીજુ નું એમ " 

" કેમ ?" 

" તને હેન્ડલ કરવી એટલે... બાપ રે... " 😅

અને પછી એ બંને ની પિલો ફાઇટ ચાલુ થઈ. 


આમ મસ્તી મઝાક કરતા કરતા એ લોકો વાંચતા. ઈશા ની એક્ઝામ તો જલ્દી પૂરી થઈ ગઈ હતી એટલે એ તો ઘરે ગઈ હતી. 

એક દિવસ સવાર મા નિયા જલ્દી ઊઠી ને વાંચતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

" હા બોલ "

" ગુડ મોર્નિંગ બોલાય " માનિક બોલ્યો.

" ઓકે "

" તારું તો વંચાઈ ગયું હસે ને ?" માનિક એ પૂછ્યું.

" ના હજી ચાલુ કર્યુ છે " 

" યાર મને તો તાવ આવી ગયો કાલે. બોવ બોડી પેન થાય છે "

" તો સૂઈ રે " નિયા એ કહ્યું.

" તો વાંચશે કોન ?" માનિક બોલ્યો.

" ઓકે વાંચ " નિયા એક દમ શાંતિ થી બોલી.

" યાર બીક લાગે છે કઈ આવડતું નથી " 

" જો તારે વાંચવું હોય તો વાંચ નઈ તો જે કરવું હોય એ કર મને વાંચવા દે " નિયા થોડું ગુસ્સા મા બોલી.

" તને એવું લાગે છે કે હું તને હેરાન કરું છું ?" 

" હા "

" ફ્રેન્ડ ને હેરાન ના કરું તો કોને કરુ ?" માનિક એક દમ માસુમ થઈ ને બોલ્યો.

" તો બીજા ને કર મને નઈ " 

" એક તું જ ફ્રેન્ડ છે બીજા કોને હેરાન કરવાનો " 

" વિધિ ને કર. આદિ લોકો ને કર " 

" મારે એમને નઈ કરવા. અને મારી મરજી મારા જેને હેરાન કરવા હોય એને કરું " માનિક ઉત્સાહ થી બોલ્યો.

" હું એમ કહેતો હતો કે આ ફાઇનલ યર ના પ્રોજેક્ટ માં હું તમારી જોડે રહીશ " 

" કેમ ?" નિયા એ પૂછ્યું.

" બસ મારી મરજી. મે કહી દીધું તને હવે એમ ના કહીશ પછી કે મને કીધું નથી " માનિક બોલ્યો.

" પણ બીજા ગ્રુપ છે ને ક્લાસ માં " નિયા બોલી.

" હા છે પણ મારે નઈ રહેવું " 

" કેમ ?" 

" તને કીધું ને એટલે બસ. તારા ગ્રુપ મા જગ્યા રાખજે બીજા ગ્રુપ મા હસે તો જઈશ. બાકી છેલ્લે તો તારા ગ્રુપ મા જ આવીશ " માનિક આટલું કહી ને ફોન મૂકી દીધો.

નિયા ને એટલો ગુસ્સો આવતો હતો પણ એ કઈ ના બોલી. એને વાંચવા માં પણ માં ના લાગ્યુ એટલે એ સૂઈ ગઇ. 


બીજા દિવસે

બપોરે જ્યારે એ લોકો જમવા બેઠા ત્યારે પર્સિસ એ કહ્યું

" માનિક નો મેસેજ આવેલો છે ફાઇનલ યર ના પ્રોજેક્ટ ના ગ્રુપ માટે શું કહું ?" 

" તારી મરજી. તને લાગતું હોય રાખવો તો રાખીએ બાકી નઈ " 

" પણ તારો ફ્રેન્ડ છે તો પછી ખોટું લાગશે તો ?" પર્સિસ એ પૂછ્યું.

" સ્ટડી અલગ છે અને ફ્રેન્ડ " 

" હા પણ આ ટાઈમ ગર્લ્સ ને નઈ લેવી " 

" કેમ શું થયું ઝગડો થયો તારો એમની સાથે ?" નિયા એ મસ્તી મા પૂછ્યું.

" ના બે. કઈ કરે નઈ અને ખોટી મગજ ની... " આગળ બોલતા અટકી ગઈ.

" શું બોલ ને ?" નિયા હસતા હસતા બોલી.

" કઈ નઈ ખા તું શાંતિ થી ચકલી " 

" અને તું કાગડી " નિયા બોલી.😂

" હું બીજા કોઈ બોય ને પૂછી જોઈશ પછી વિચારીએ કોને રાખવા ગ્રુપ માં એ " 

" હા " 
નિયા અને માનિક એક ગ્રુપ માં હસે ?

જો માનિક ગ્રુપ માં આવસે તો નિયા ને હેરાન કરશે કે સુધારી જસે ? 

🔹🔹તમારું ફેવરિટ કેરેક્ટર કોણ છે આ નોવેલ નું કોમેન્ટ માં કહો ....🔹🔹


Rate & Review

Nikki Patel

Nikki Patel 6 months ago

Jkm

Jkm 9 months ago

Bhumika Sutaria

Bhumika Sutaria 9 months ago

Vivek Patel

Vivek Patel 9 months ago

Parmar Dimpal Abhirajsinh