મન : સંબંધ મિત્રતા નો - 40 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 40

મન : સંબંધ મિત્રતા નો - 40
બે દિવસ પછી,


નિયા આજે સવાર માં જલ્દી ઊઠી ગઈ હતી અને ઘર નું કામ પણ બધું જલ્દી થી પતાવી દીધું હતું. 

આઠ વાગ્યે એ એના મમ્મી પપ્પા સાથે ચા નાસ્તો કરવા બેસી. ત્યારે એના પપ્પા એ પૂછ્યું,
"કેમ નિયા આજે કંઇ છે ? આટલું જલ્દી કામ કાજ પતાવી દીધું" 

"હા તમે જાવ છો ને મેરેજ માં એટલે ઘરે શાંતિ મારે ત્રણ દિવસ" નિયા ખુશ થતા બોલી.

" જોવો તમારી છોકરી ને આપડે નાં હોય એ તો એને શાંતિ લાગે છે. આમ લગ્ન માં આવી હોય તો કોઈ ને ઓળખે " નિયા નાં મમ્મી બોલ્યા.

"પપ્પા સમજાવો ને મમ્મી ને કંઇ. ત્યાં બધા એજ પૂછે જેટલાં મળે એટલા. પ્રિયંકા તારી છોકરી તો બોવ મોટી થઈ ગઈ ને. પપ્પા તમે જ કહો હું નાની ને નાની થોડી  રેવાની " નિયા એ એના પપ્પા ને પૂછ્યું.

"હા એ તો તારી વાત સાચી છે " નિયા નાં પપ્પા બોલ્યા.

"આવે તો ખબર પડે બધા જોવે છોકરી ને " નિયા નાં મમ્મી એ કહ્યું.

"એટલે જ નઈ આવવું. મેરેજ પતી જાય પછી બે દિવસ પછી ફોન આવે તમારી છોકરી અમને ગમે છે વાત આગળ વધારવી છે " નિયા બોલી અને એના મમ્મી પપ્પા બને હસવા લાગ્યા. 

" ચાલો હું દુકાન જાવ છું. આવીશ પેલા લોકો ને લઈ ને "નિયા નાં પપ્પા જતા જતા બોલ્યા. 10. 30 વાગે,

નિયા અને એના મમ્મી બંને સોફા પર બેઠા હતા. નિયા ટીવી જોતી હતી. ત્યારે એના મમ્મી એ કીધું,
"સારું એ લોકો આવવાના છે તો તને પણ એકલું નઈ લાગે અને અમને પણ ચિંતા નઈ રેહ " 


બંને એ થોડી વાર વાત કરી પછી નિયા એ એના મમ્મી ને રસોઈ કરવામાં મદદ કરી. એમાં જ સાડા અગિયાર વાગી ગયા. નિયા રસોડુ સાફ કરતી હતી. ત્યાં બેલ વાગ્યો. 

"નિયા બારણું ખોલ ને " એના મમ્મી બોલ્યા.

"મમ્મી મારા હાથ તો જોવો સાબુ વાળા છે" 

"હા હું જ જાવ છું " નિયા નાં મમ્મી દરવાજો ખોલવા ગયા." 

"આવો બેટા " નિયા નાં મમ્મી બોલ્યા.

"હેલ્લો નિયા" 

"તમે કોણ ?" નિયા એ પૂછ્યું.

"ચલ ચલ બોવ નાટક નાં કરીશ. "

"બેટા એ આખો દિવસ નાટક જ કરે. એને બધા હેરાન કરવા જોઈએ અને એમાં રિયાન આવે એટલે પતી ગયું. ખબર નઈ એ બે જણ ની શું વાતો હોય એ. અમને ખબર પણ ના પડે. " નિયા નાં મમ્મી પાણી આપતા બોલ્યા.

"આ તો નડિયાદ નો જ છે " નિયા નાં પપ્પા એના મમ્મી ને કેતા હતા અને નિયા મેડમ હજી રસોડુ સાફ જ કરતા હતા.

નિયા નાં મમ્મી પપ્પા વાત કરતા હતા અને નિયા એનું કામ પતાવી ને બહાર આવી. "હાઈ કેમ છે?"

"હવે ટાઈમ મળ્યો તને " નિશાંત બોલ્યો.

"હા નસીબ અમારા તું ઘરે આવ્યો એ. Pubg માંથી તને ટાઈમ તો મળ્યો " નિયા બોલી.

"હા " આદિ બોલ્યો.

"શું કરે મિશા ભાભી " નિયા એ પૂછ્યું.

"હવે કંઇ નથી. બ્રેક અપ થઈ ગયું. " આદિ બોલ્યો. 

નિયા નેે એ ખબર નઈ કેટલી છોકરી નાં નામ થી એને હેરાન કરતી એ. 😅

"બેટા એ લોકો આવ્યા ત્યાર ની તું વાત કરાવે છે. ફ્રેશ તો થઈ જવા દે. " નિયા નાં મમ્મી બોલ્યા. 

"હા. હું દુકાન જાવ છું કઈ લાવવાનું છે બહાર થી ?" નિયા નાં પપ્પા બોલ્યા. 

"હા પપ્પા. " પછી ખબર નઈ કોઈ ને સંભળાય નઈ એમ નિયા એ એમને કીધું. 


થોડી વાર પછી,


"ચાલો હવે જમી લો. નિયા ચલ " નિયા નાં મમ્મી એ રસોડાં માં થી બુમ પાડી.

જમતા હતા ત્યારે એના મમ્મી બોલ્યા, " રોટલી નિયા એ બનાવી છે એટલે ગોળ નઈ હોય " 

આદિત્ય અને નિશાંત આ સાંભળી ને હસવા લાગ્યા. 

જમી ને એ લોકો ત્રણેવ વાત કરતા હતા અને નિયા નાં મમ્મી સૂઈ ગયા હતા. ત્યાં કોઈ નો ફોન આવ્યો અને નીયા જે ક્યાંર ની હસતી હતી એ હસી અચાનક ગાયબ થઈ ગઈ. નિયા ફોન લઈ ને ગેલેરી માં જતી રહી. 

"હા બોલ " નિયા બોલી.

"નિશાંત અને આદિ સુરત આવે એ ચાલે અને મને ચોખ્ખી નાં પાડી દેવાની " માનિક બોલ્યો.

"હા "

"એમ પણ બધા બોવ બદલાઈ ગયા છો તમે. મતલબી થઈ ગયા છો. " માનિક કંઇ 😡 વધારે ગુસ્સા માં બોલ્યો .

"એવું કંઇ નથી " 

"એવું જ છે. અને બધા કરતા વધારે તો તું બદલાઈ ગઇ છે નિયા તું "  આ સાંભળી ને નિયા ની આંખ માં પાણી આવી ગયાં 

"ઓકે "

"નિયા દોસ્ત તો બધા ને બોવ બધા હોય છે પણ કોઈ ને ક્યાં કોની સાથે બોલવું એ નઈ આવડતું. " 

"ઓકે બીજું કંઈ " 

"હા તું ત્યાં જઈ ને બદલાઈ ગઈ છે અચાનક. કશું બોલતી નથી જ્યારે હોય ત્યારે કંઇ નઈ કંઇ નઈ કરવાનું. ફોન મેસેજ માં પછી વાત કરું ને એવું બધું. " 

"દોસ્ત નો મતલબ એ નથી કે 24 * 7 હું તારી સાથે વાત કરું " નિયા બોલી.

"હું ક્યાં કહું છું આખો દિવસ વાત કર. એક કલાક પણ તને ટાઈમ નઈ મળતો " 

"નઈ મળતો તો હું શું કરું " 

"કાઢવો પડે ટાઈમ. કોઈ ની પાસે હોય નઈ. અને તને કંઇ પૂછીએ તો તું એમ કહે છે મને કોઈ ની સાથે વાત શેર કરવી નઈ ગમતી તો હું કોઈ છું. " 😡

"તને બીજા ની લાઈફ માં શું થાય છે એ જાણવામાં વધારે રસ હોય છે નઈ ?" નિયા એ પૂછ્યું.

"ખબર તો હોવી જ જોઈએ ને. તને જ કહેવામાં પ્રોબ્લેમ છે. આદિ તો મને બધું જ કહી દે છે. " 

"હા મને જ પ્રોબ્લેમ છે " નિયા બોલી.

"શું પ્રોબ્લેમ છે કહીશ ?" 

"તું મારો બોયફ્રેન્ડ નથી અને મારે શું કરવું એ તને કેમ કહું " 

"સારું બાય " માનિક એ ફોન મૂકી દીધો. 

નિયા આદિ અને નિશાંત જ્યાં બેઠા હતા ત્યાં ગઈ. 
"શું થયું નિયા ?" આદિ ને પૂછ્યું. 

"હા આંખ તો જો એની કેટલી નાની થઈ ગઈ છે " નિશાંત બોલ્યો.

"કંઇ નઈ થયું મને તમે થોડી વાર સૂઈ જાવ હવે. સવારે જલ્દી ઉઠયા હસો. " નિયા એ કહ્યું. 


આજે નિયા ને નીદ તો નઈ આવતી હતી કેમકે એના મગજ માં કંઇ બીજું જ ચાલતું હતું. 
સાંજે 4 વાગે 


નિયા નાં મમ્મી , નિશાંત અને આદિ બેસેલા હતા. નિયા એના ઘર ની નીચે એક નાનું બેબી હતું એને રમાડવા ગઈ હતી. 

નિયા નાં મમ્મી નિશાંત અને આદિ ને નિયા ના કામ કાજ કહેતા હતા ત્યાં નિયા આવી અને આવતા ની સાથે જ બોલી.
"ઓહ તમે બંને ઊઠી ગયા. " 

"હા તો ઉઠે જ ને તારી જેમ બધા નાં હોય કુંભ કરણ " નિયા નાં મમ્મી બોલ્યા એટલે આદિ અને નિશાંત હસતા હતા. 

"તમે બંને શું હસો છો " નિયા બોલી. 

"કંઇ નઈ. તારે ચા નઈ પીવાની " આદિ એ પૂછ્યું.

"મે ક્યાં ચાઈ પીવું જ છું. " નિયા એ કહ્યું.

"કેટલી વાર કીધું ચા પી પણ એને તો દુશ્મની છે ચા સાથે." નિયા નાં મમ્મી એ કીધું.

એ બધા થોડી વાત કરતા હતા ત્યાં ભૌમિક નો ફોન આવ્યો આદિ ને, 

"ક્યારે આવે છે ઘરે " 

"આવીશ હમણાં " આદિ એ કહ્યું.

"નિયા ને પણ લેતો આવજે " 

"નિયા ભૌમિક નાં ઘરે આવીશ ને " આદિ નિયા ને પૂછતો હતો. 

"નાં તમે બંને જઈ આવો. હું મમ્મી સાથે જવાનું છે એને કામ છે તો " નિયા એ કહ્યું. 

"એ તો નાં પાડે છે " આદિ બોલે છે ભૌમિક ને.

"તું એને ફોન આપ " ભૌમિક બોલ્યો.

"નિયા આવ ને ઘરે આવું શું કરે છે " 

"યાર આજે નઈ ફરી આવીશ કોઈ વાર " નિયા એ કહ્યું. 

"ઓકે તો એ લોકો ને કેહ તૈયાર રેહ આવું હમણાં લેવા એ લોકો ને " 


થોડી વાર પછી ભૌમિક આવ્યો હતો આદિ અને નિશાંત ને લેવા એ લોકો બહાર ગયા. અને નિયા અને એના મમ્મી ડી માટૅ માં ગયા થોડો સમાન લેવા. 

ત્યાં થી આવી ને નિયા એ પનીર ની સબ્જી બનાઈ ત્યાં તો આદિ અને નિશાંત આવી ગયા. 

"આવો બેટા " નિયા નાં મમ્મી બોલ્યા.

"મમ્મી આવશે જ ને બહાર થોડી ઉભા રેહવાના છે " નિયા 😆😀 બોલી.

"હા તું જમવાનું બનાવવામાં ધ્યાન આપ " નિયા નાં મમ્મી બોલ્યા. 

આઠ વાગ્યે નિયા નાં પપ્પા આવ્યા પછી એ લોકો જમવા બેસી ગયા. જમી ને નિયા નાં પપ્પા અને આદિ વાત કરતા હતા અને નિશાંત pubg રમતો હતો. નિયા રસોડાં માં વાસણ ગોઠવતી હતી. 

ત્યારે રિયા આવી. 

"હેલ્લો અંકલ. હાઈ આદિ એન્ડ નિશાંત. અંકલ સોના ક્યાં છે ?" આવતા ની સાથે રિયા બોલી.

"હાઈ " આદિ એ કહ્યું.

"સોના જ દેખાય તને તો અમે તો દેખાય એ જ નહિ " નિયા નાં મમ્મી બોલ્યા. 

"નાં હવે પણ તમારી છોકરી ને યાદ કરવી પડે ને ખોટું લાગી જાય તો " રિયા 😜બોલી.

"હાઈ બેબી કેટલી પાતળી થઈ ગઈ તું. " રિયા નિયા ને  હગ કરતા બોલી.

"જાને અવે. એકલી જ આવી કે અંકલ આંટી આવે છે " નિયા એ પૂછ્યું.

"બધા આવે જ છે." રિયા બોલી.

ત્યાં રિયા નાં મમ્મી પપ્પા આવ્યા. અને પછી તોફાન એટલે કે રિયાન આવ્યો. 

"હાઈ ભાઈ કેમ છે ?" રિયાન એ કહ્યું.

"એક દમ મસ્ત " નિશાંત અને આદિ બોલ્યા.

આજે બધા ભેગા થયા હતા એટલે નિયા માં બધા પરાક્રમો એક પછી એક ખબર પડતી હતી. પણ નિયા આજે બહાર થી ખુશ લાગતી હતી એટલી અંદર થી નઈ હતી. 


થોડી વાર પછી, 


"બહાર તો લઈ જા નિયા તારા ફ્રેન્ડ ને " રિયા ના પપ્પા બોલ્યા. 

"હા લઈ જા નિયા " નિયા નાં પપ્પા એ પણ કહ્યું.

"મારે પણ આમલેટ ખાવી છે બોવ દિવસ થયા " રિયાન બોલ્યો. 

"હા ચાલો " રિયા એ કહ્યું.

રિયાન , આદિત્ય અને નિશાંત એની એક્ટિવા પર ગયાં અને નિયા અને રિયા બીજા પર. 

"કેવું લાગે છે અમારું સુરત " રિયા બોલી.

"મસ્ત હજી જેટલું જોયું છે એ પરથી તો " આદિ એ કહ્યું.

"હા રાતે આમ ફરવા ની તો મઝા આવે " નિશાંત બોલ્યો. 

ત્યાં રિયા અને રિયાન ને જ્યાં આમલેટ ખાવી હતી એ જગ્યા આવી ગઈ. 

"નિયા આજે તો આવશે ને ?" રિયા એ પૂછ્યું.

"નઈ " નિયા એ કહ્યું.

" તમે બંને તો આવશો ને ?" રિયા એ પૂછ્યું.

"હું નઈ આવું" આદિ બોલ્યો.

"નિશાંત તું " નિયા એ પૂછ્યું પણ એ કંઇ વિચારતો હતો.

"હા " નિશાંત બોલ્યો. 

"નિયા શું કરીશ તું " રિયાન એ પૂછ્યું.

"કોકો પીવા જવું છે મને તો " નિયા બોલી.

"હા તો તું જા અમે આવીએ ખાઈ ને " રિયા બોલી.

"ચાવી તો આપ " નિયા બોલી.

"તને આવડે છે એક્ટિવા " નિશાંત બોલ્યો.

"યેસ " નિયા એ કહ્યું. 

"આદિ તારે  આવવું છે કે અહીંયા બેસ વાનો વિચાર છે " નિયા બોલી. 

"નિયા તને આવડે છે એક્ટિવા ચલાવતા તો કીધું પણ નઈ તે " આદિ એ રસ્તા માં પૂછ્યું.

" એમાં શું કહેવાનું " નિયા બોલી. 


રસ્તા પર ટ્રાફિક ઓછો હતો એટલે નિયા ફૂલ સ્પીડ માં એક્ટિવા ચલાવતી હતી. થોડી વાર પછી,


"આ લે તારો કોકો " નિયા આદિ ને એનો કોકો આપતા બોલી.

"અંકલ થોડી વધારે ચોકો ચિપ્સ નાખજો " આદિ નિયા ની નકલ 😆 કરતા બોલ્યો.

"પી ને ચૂપ ચાપ " નિયા એ કહ્યું. 

ત્યાં નિયા ને કોઈ નો ફોન આવ્યો એટલે એ દૂર જતી રહી અને જ્યારે પાછી આવી ત્યારે થોડી રડી હોય એવી એની આંખ લાગતી હતી. 

"નિયા શું થયું છે " આદિ એ એને પૂછ્યું. 

"કંઇ નઈ " નિયા ફેક સ્માઈલ સાથે બોલી. 

"સાચે બોલ તું રડી છે. કંઇ તો થયું જ છે " આદિ એ પૂછ્યું.

"હમ" નિયા થી આગળ કંઇ નાં બોલાયું. 

"તું મને કહી શકે છે નિયા " આદિ બોલ્યો.

ત્યાં નિયા ને રિયાન લોકો આવતા દેખાયા એટલે એને આદિ ને કીધું, " ઘરે જઈ ને કેવા. પણ પ્લીઝ આ લોકો ની સામે કંઇ નઈ બોલતો " 

"તું ભૂલી જસે પછી તો " આદિ એ કહ્યું.

"તો તું યાદ કરાવી દેજે મને " નિયા બોલી.


પછી એ લોકો થોડી વાર બેઠા ત્યાં. પછી ઘરે આવ્યા. થોડી વાર પછી નિયા નાં મમ્મી પપ્પા ને સ્ટેશન જવાનું હતું એમની અમદાવાદ જવાની ટ્રેન હતી રાતે 1 વાગ્યા ની એટલે. રિયાન નાં પપ્પા એમને મૂકવા જવાના હતા. 

"બેટા ધ્યાન રાખજો તમારું અને આ અમારા નંગ નું " નિયા નાં પપ્પા જતા જતા બોલ્યા.

"પપ્પા હું કંઇ નંગ નથી " નીયા બોલી.

"હા તું તો હીરો છે અમારો " નિયા નાં પપ્પા બોલ્યા.

"આ બંને ને હેરાન નાં કરતી " નિયા નાં મમ્મી બોલ્યા. 

"હા બીજું કઈ " નિયા એ પૂછ્યું.

"નાં કંઇ નઈ જય શ્રી કૃષ્ણ" કહીંને નિયા નાં મમ્મી પપ્પા ગયા.


નિયા આદિ અને નિશાંત નિયા નાં રૂમ માં બેસેલા હતા અને વાત કરતા હતા. 

"હું એક ગેમ રમી લેવ" નિશાંત બોલ્યો.

"હા તું એ જ કર " નિયા એ કહ્યું. 

"હવે તો કેહ નિયા શું થયું હતું એ ?" આદિ એ પૂછ્યું.
શું થયું હસે નિયા ને ?

કોઈ એને હેરાન તો નઈ કરતું હોય ને ?

શું નિયા આદિ ને બધું સાચું કહેશે ?🔹તમે નિયા ની જગ્યા પર હોવ તો તમારું બેસ્ટ ફ્રેન્ડ કોણ હોય ? અને કેમ એ બેસ્ટ ફ્રેન્ડ હોય ? 🔹 તમારો જવાબ કૉમેન્ટ માં આપો.


Rate & Review

Keval

Keval 7 months ago

Vivek Patel

Vivek Patel 8 months ago

Jkm

Jkm 8 months ago

Bhumika Sutaria

Bhumika Sutaria 8 months ago