Mind: Relationship Friendship No - 43 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 43





આજે નિયા બોવ દિવસ પછી પાછી આણંદ આવી હતી.
પૂજા દીદી ને ભણવાનું પૂરું થઈ ગયું હતું એટલે એ જતા રહ્યા હતા. ઈશા એકલી હતી.

નિયા આવી ને ફ્રેશ થઈ ને બેઠી હતી. ત્યાં પર્સિસ બોલી,
" નિયા હવે તો તું આખો દિવસ એકલી જ હસે હું તો ક્લાસિસ પર જવાની "

"સેના ક્લાસ " નિયા ને કંઇ ખબર નઈ હતી એટલે એને પૂછ્યું.

"IELTS. કેનેડા જવાનું છે માસ્ટર કરવા "

" તો કોલેજ તો આવશે ને ?" નિયા એ પૂછ્યું.

"હા પણ પછી ત્યાં થી તરત ક્લાસ પર. રવિવારે પણ ચાલુ હોય છે. આજે તો મે રજા પાડી છે. "

"કંઇ ખુશી માં રજા પાડી છે?"

" તું આવવાની હતી ને એ ખુશી માં " પર્સિસ અને નિયા વાત કરતા હતા ત્યાં ઈશા આવી.

બોવ દિવસ પછી ત્રણેય સાથે હતા આજે એટલે વાત ખૂટતી નઈ હતી. આજ નો આખો રવિવાર એ ત્રણેવ એ મસ્તી માં અને વાતો કરવા માં કાઢ્યો.


બીજે દિવસે,


નિયા અને પર્સિસ જોડે કોલેજ ગયા. નિયા ની કલાસમેત એ એને પૂછ્યું " મને તો એમ કે નિયા ને જોબ મળી ગઈ છે એટલે કોલેજ આવતી નથી "

"હા એવું જ હતું "

લેબ માં તો નિયા અને પર્સિસ બંને એ મસ્તી જ કરી. અને ક્લાસ માં પણ શુન ચોકડી જ રમી હતી ક્લાસ માં.

હવે એ લોકો ફાઈનલ યર માં હતા એટલે સોમ થી ગુરુ જ કોલેજ જવાનું હતું અને એ પણ 9.30 થી 2.



2 વાગે,


લેક્ચર પતાવી ને નીયા ક્લાસ ની બહાર નીકળી. ત્યાં મનન બોલ્યો, " નિયા ચલ ને canteen "

"મને ભૂખ નઈ લાગી "

" તો પણ ચલ " મનન એ કહ્યું.


નિયા અને મનન canteen માં ગયા ત્યારે તો આદિ, તેજસ, નિશાંત અને માનિક ત્યાં બેઠા હતા.

"આવો તમારી જ રાહ જોતા હતા " તેજસ બોલ્યો.

"કેમ કઈ છે આજે ?" નિયા એ પૂછ્યું.

"નાં " મનન બોલ્યો.

" બોવ દિવસ પછી કોલેજ આવ્યા તમે તો. સુરત માં કોઈ મળી ગયું હતું કે પછી કંઇ બીજું જ કારણ હતું." તેજસ એ પૂછ્યું.

" મળ્યું તો નઈ હતું. પણ સુરત ને છોડવાનું મન થતું નઈ હતું. " નિયા બોલી.

"ક્યાં થી થાય છે જ એવું સુરત. " નિશાંત બોલ્યો.

" હસે અમને તો કોઈ એ આવવાની જ નાં પાડી દીધી છે " માનિક બોલ્યો.

" વોચમેન પણ અંદર નઈ જવા દે તું જસે ને તો " આદિ બોલ્યો.

" કેમ એવું ?" મનન બોલ્યો.

" એ લોકો નાં ફલેટ માં એવું છે. આપડી બધી માહિતી ભરાવે. અને અમુક એ લોકો ને શક થાય તો ફોન કરી ને પૂછે. જો આપડે નાં કહીએ તો એ ને અંદર નાં આવવા દે " આદિત્ય બધું સમજાવતાં બોલ્યો.

" આપડે ગયા ત્યારે તો એવું નઈ હતું " તેજસ બોલ્યો.

" એ જૂનું ઘર હતું અત્યારે તો નવું છે " આદિ એ કહ્યું.

" એના ઘર માં ફોટો શૂટ કરવાની મઝા આવી જાય. અને એની બાલ્કની પણ જોરદાર છે. " નિશાંત બોલ્યો.

" તો આવવું પડશે મારે તારા નવા ઘરે " તેજસ એ કહ્યું.

બોવ દિવસ પછી એ છ જણ આજે ભેગા થયા હતા એટલે થોડી વાર બેઠા. પછી જતા હતા ત્યારે મનન એ કીધું , " નિયા ચલ તને મુકતો જાવ "

અને આ ટાઈમ પર માનિક નો ફેસ જોયો હોય તો એટલો ગુસ્સા વાલો હતો કે કોઈ લિમિટ નઈ.


નિયા ઘરે આવી ને સૂઈ ગઈ. સાંજે એ લેપટોપ માં કંઇ કામ કરતી હતી ત્યારે માનિક નો ફોન આવ્યો.

" હવે તો મનન જીજુ ફિક્સ ને " માનિક બોલ્યો.

"શું બોલે છે ?"

"તો હવે તો તું મનન સાથે જ જસે ને છૂટી ને "

" હા કેમ કઈ પ્રોબ્લેમ છે " નિયા એ પૂછ્યું.

" મને શું પ્રોબ્લેમ હોવાનો "

" હોવો પણ નાં જોઈએ " નિયા બોલી.

" ઓકે મૂક એ બધી વાત એક વાત કહેવી છે "

" હા બોલ "

" વિધિ અને હું મૂવી જોવા ગયેલા અને પછી આખો દિવસ સાથે જ હતા. "

"ઓકે "

" તું કંઇ કહીશ નહિ. " માનિક એ પૂછ્યું.

" હું શું કહું એમાં ?" નિયા એ કીધું.

" કહી શકે છે તું કંઇ પણ "

" મારે કઈક જ નથી કહેવું " નિયા બોલી.

" પણ કેમ? તું તો એક વાત પકડી ને બેસેલી છે કાર્ડ વાળી".

"મે કોઈ જ વાત ને પકડી નથી "

"હા દેખાય છે એ તો "

"ઓકે "

" તું બોવ બદલાઈ ગઈ છે નિયા. તું માને કે નાં માને પણ સાચું કહું છું. " માનિક ને જાણે બોવ ખબર હોય એમ બોલ્યો.

" હા બદલાઈ ગઈ છું " નિયા એ બોવ જ શાંતિ થી જવાબ આપ્યો.

" કેમ પણ? હું ફ્રેન્ડ નથી તારો. મને કહી શકે છે. " માનિક બોલ્યો.

" મારે કોઈ પણ ને કંઇ જ કહેવું નથી "

"એટલે હું કોઈ છું " માનિક ને નિયા બોલી એ નાં ગમ્યું

" એ તું જે સમજે એ " એટલું કહી ને નિયા એ ફોન મૂકી દીધો.


હવે નિયા પહેલા કરતા બોવ બદલાઈ ગઈ હતી. એ કામ થી જ કામ રાખતી બધા સાથે. લેપટોપ માં કંઇક નું કંઇક કર્યા કરતી. કોલેજ માં પણ ખાલી મનન અને આદિ સાથે કોઈ વાર વાત કરે. અને કોઈક વાર નિશાંત અને તેજસ સાથે મસ્તી કરી લે.


હવે એને કોણ શું કરે છે ? એ વિચારવાનો સેજ પણ ટાઈમ નઈ હતો. દર રવિવારે ઈશા અને નિયા ઓપન માઇક માં જતા. નિયા દર વખતે કંઇક ને કંઇક નવું બોલતી. બુક વાંચવાની પણ વધી ગઈ હતી અને ભણવામાં પણ પેલા કરતા વધારે ધ્યાન આપતી.


આદિત્ય સાથે અમુક વાર વાત થઈ જતી એની. નિયા , પર્સિસ અને માનિક એક જ પ્રોજેક્ટ નાં ગ્રૂપ માં હતા. નીયા અને માનિક અમદાવાદ ની એક આઇટી કંપની માં ટ્રેનિંગ લેતા હતા. એ ટ્રેનિંગ સાંજે હતી એટલે કોઈ ટાઈમ નો તો પ્રોબ્લેમ હતો નઈ.


માનિક જ્યારે ટ્રેનિંગ માં કંઇ કરાવે ત્યાં ધ્યાન નાં આપતો અને પછી નિયા ને પૂછ્યા કરતો. નિયા ભણવાના બાબત માં કોઈ દિવસ નાં નઈ પાડતી.


પણ એ પેહલા ની જેમ માનિક ને હવે કંઇ કહેતી નઈ એ ખોટું કરે તો પણ.


એક દિવસ એ લોકો કોલેજ પત્યા પછી ઘરે આવતા હતા. મનન નિયા ને મૂકવા ઘરે આવતો હતો. આજે નિયા ને બોવ ભૂખ લાગી હતી અને ત્યાં એને વડપાવ વાલો દેખાયો.

"યાર ચલ ને ત્યાં વડાપાવ વાલો છે. મને ભૂખ લાગી છે. " નિયા એ મનન ને કીધું.

"ઓહ તું પાર્ટી આપે છે આજે "

" હા ચલ "

આજે આદિ કોલેજ આવ્યો નઈ હતો. નિયા અને મનન એ વડાપાવ ખાઈ ને ઘરે ગયા.

હજી નિયા શાંતિ થી બેસી જ હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

" કેવું કેવાય નઈ નિયા. આપડે જેને આપડું બધું જ માનતા હોય એજ આપડો વિશ્વાસ તોડી નાખે " માનિક બોલ્યો.

" કેમ કોને વિશ્વાસ તોડ્યો. "

" છે એક. બોવ ખાસ છે એ મારા માટે. " માનિક બોલ્યો.

"ઓકે"

" મનન સાથે વડાપાવ ખાવાનો ટાઈમ છે તારી પાસે અને મને મળવાનો ટાઈમ નથી તારી પાસે "

" નાં નથી "

"ઓકે હવે જો હું શું કરું એ " કહી ને માનિક એ ગુસ્સા માં ફોન મૂકી દીધો.


થોડા દિવસ પછી,


જુલાઈ મહિનો પતવા આવ્યો હતો. બસ બે ચાર દિવસ બાકી હતાં હવે.

આજે નિયા એનું કબાટ સાફ કરી ને હજી ફ્રી થઈ હતી. ત્યાં માનિક નો ફોન આવ્યો.

" રિઝલ્ટ આવ્યું 6 સેમ નું "

" ઓકે હું જોઈ લવ " નિયા એ આટલું બોલી ને ફોન મૂકી દીધો.

નિયા ક્યારની રિઝલ્ટ ઓપન કરતી હતી પણ ખૂલતું નઈ હતું. અને માનિક વચ્ચે વચ્ચે ફોન કર્યા કરતો હતો.

એક કલાક થઈ ગયો પણ હજી સુધી રિઝલ્ટ જોયું નઈ હતું નિયા એ. પછી એને મનન ને મેસેજ કર્યો , " મારું રિઝલ્ટ ઓપન નઈ થતું તારા માં થાય તો મોકલ ને"

પાંચ મિનિટ પછી મનન નો મેસેજ આવ્યો.

" પાર્ટી ક્યારે આપે છે "

"શેની?" નિયા હજી પણ ટેન્શન માં હતી.

" રિઝલ્ટ ની "

" યાર તું પેલા રિઝલ્ટ મોકલ ને " નિયા ને હવે રિઝલ્ટ શું આવ્યું હસે એ જ વિચારતી હતી.

" 9.3 spi આવ્યા છે નિયા
હવે બોવ પાર્ટી ક્યાં આપશે"

" મળી જસે બોવ જલ્દી " નિયા બોલી.

નિયા એ પેલા એના મમ્મી પપ્પા ને ફોન કર્યો. અને પછી રિયા અને રિયાન ને.

નિયા રિયા સાથે ફોન પર વાત કરતી હતી અને ત્યારે માનિક નાં દસ થી વધારે વાર ફોન આવી ગયા હતા.


" નિયા ખબર નથી પડતી ક્યાર નો ફોન કરું છું એ " માનિક ગુસ્સા માં બોલ્યો.

" ફોન ચાલુ હતો એટલે. શું કામ હતું "

" નિયા બોવ ખુશ છું તારું રિઝલ્ટ જોઈ ને. 9 spi આવી ગયા ને તારા એટલે. ખુશી માં નાચવાનું મન થાય છે. "

" મારા રીઝલ્ટ પર તને નાચવાનું મન કેમ થાય છે ?" નિયા એ પૂછ્યું.

" તું બોવ ખાસ છે મારા માટે ખબર છે ને. "

" હા તો " નિયા એ પૂછ્યું.

" કંઇ નઈ. નઈ સમજાય તને"

નિયા આજે ખુશ હતી કેમકે એને જેટલી મહેનત કરી હતી એટલું સારું એને રિઝલ્ટ મળ્યું હતું.

થોડા દિવસ પછી ભૌમિક આગળ નું ભણવા માટે કેનેડા જવાનો હતો. પણ નિયા થી સુરત જવાય એમ નઈ હતું. એને ભૌમિક ને ફોન કરી ને વાત કરી લીધી હતી.


કાલે ફ્રેન્ડશિપ ડે હતો. આજે નિયા રિયા અને રિયાન ફોન પર વાત કરતા હતા. બોવ બધી વાત કરી એ લોકો એ.
પછી અચાનક રિયાન એ પૂછ્યું,
" નિયા તારા ફ્રેન્ડ નો મેસેજ આવેલો તારા રિઝલ્ટ પછી. એ તો એમ કહે છે નિયા બોવ બદલાઈ ગઈ છે એ કહેતી નથી પણ એનું મનન અથવા આદિ સાથે કંઇક તો ચાલે જ છે. "

" કંઇ નથી યાર એવું " નિયા એ કીધું.

" હા નિયા અમને ખબર છે કઈ નથી એ " રિયા એ કહ્યું.

" નિયા એ તારા માટે કંઇ પણ કરવા તૈયાર છે. તું એની સાથે બોલું કે નાં બોલું. " આ સાંભળી ને નિયા ખબર નઈ પણ એક દમ ચૂપ થઈ ગઈ હતી.

રિયા અને રિયાન એ પૂછ્યું પણ પછી વાત કરીશ એમ કહી ને ફોન મૂકી ને સૂઈ ગઈ.

આજે ફ્રેન્ડશીપ ડે હતો. નિયા એ કોઈ ને એટલે કોઈ ને વિશ કર્યું નઈ હતું. આદિ , મનન, તેજસ , નિશાંત કોઈ ને જ નઈ. માનિક એ સ્ટેટ્સ પર નિયા અને એના ફોટા મૂક્યા હતા અને બીજા નાં પણ ફોટો મુક્યા હતા. પણ કંઇ જ કીધું નઈ હતું નિયા એ.


એક દિવસ સાંજે,

નિયા એ crazy engineer's માં મેસેજ કર્યો.

કાલે સાંજે 6 વાગે પનઘટ રેસ્ટોરન્ટ માં પોહચી જજો. પાર્ટી છે.

મેસેજ કરી ને નિયા એ નેટ બંધ કરી દીધું. અને બીજે દિવસે કોલેજ પણ જવાનું હતું નઈ એટલે કંઇ પ્રોબ્લેમ નઈ હતો.



મનન એ આદિ ને ફોન કર્યો,
" આ નિયા પાર્ટી શેની આપવાની છે. " મનન એ પૂછ્યું.

" નિયા ને પૂછ "

"એને મેસેજ કર્યો પણ એ ઓફ લાઈન છે. અને ફોન કવરેજ એરિયા ની બહાર આવે છે. "

" ઓહ એક મિનિટ તેજસ નો ફોન આવે છે " આદિ બોલ્યો.

"એડ કરી દે એને આ ફોન માં " મનન એ કીધું.

" અલા આ નિયા કેમ પનઘટ માં બોલાવે છે કાલે " તેજસ બોલ્યો.

"ત્યાં જમવાનું મલે છે તો જમવા જ બોલાવ્યા હોય ને " મનન બોલ્યો.

" હા પણ આમ અચાનક. આદિ તને તો કીધું જ હસે એને" તેજસ બોલ્યો.

" નાં મને પણ મેસેજ આવ્યો ત્યારે ખબર પડી. " આદિ બોલ્યો.

" કોઈ એને પૂછો વાત શું છે ?" તેજસ એ કહ્યું.

" ચાલો હું એને પૂછી ને કહું " એટલું કહી ને આદિ એ ફોન મૂકી દીધો.

આદિ એ ફોન કર્યો પણ નિયા નો ફોન હજી કવરેજ એરિયા ની બહાર આવતો હતો. અને નેટ પણ એનું ઓફ હતું. દસ વાગે આદિ એ ફોન કર્યો હતો અગિયાર વાગવા આવ્યા હતા પણ હજી સુધી નિયા નો કોઈ મેસેજ કે ફોન આવ્યો નઈ હતો.


ત્યાં મનન નો ફોન આવ્યો,

" આદિ નિયા નો હજી કોઈ ફોન કે મેસેજ નઈ આવ્યો"

" હા યાર હું પણ એ જ વિચારું છું " આદિ એ કહ્યું.


આ બાજુ નિયા તો એના ફોન ની બેટરી લો હતી એટલે ફોન ચાર્જ માં મૂકી ને ઈશા સાથે બહાર ગઈ હતી. અનેં પર્સિસ પણ હતી નઈ ઘરે.

સાડા અગિયાર વાગે નિયા ઘરે આવી. એને ફોન જોયો આદિ , મનન અને માનિક નાં મિસ કોલ પડ્યા હતા.


નિયા કોઈ દિવસ મનન ને ફોન ના કરતી પણ આજે સાડા અગિયાર વાગે એને ફોન કર્યો.
" તે ફોન કેમ કર્યો હતો" નિયા બોલી.

" કેમ કાલે પાર્ટી આપે છે. કંઇ ખુશી માં " મનન એ પૂછ્યું.

"કાલે ખબર પડી જસે. બીજું કંઈ કામ નઈ હતું ને "

" નાં "

" ઓકે " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.

પછી આદિત્ય ને ફોન કર્યો,

"ક્યાં હતી તું ?"

" બાર ગઈ હતી ઈશા સાથે. અને ફોન માં બેટરી ઓછી હતી એટલે ચાર્જ માં મૂકી ને ગઈ હતી. " નિયા એ કહ્યું.

" ઓકે આ કાલ નું શું છે?"

" કાલે ખબર પડી જસે " નિયા એ કહ્યું.

" આવું કરીશ મને નહિ કહે "

"નાં " નિયા બોલી.

" બસ આટલી જ દોસ્તી "

" બધા માં આ નાં આવે " નિયા એ કહ્યું.

" તો બોલ કાલે શું છે અને આમ અચાનક " આદિ એ પૂછ્યું.

" કાલે ખબર પડી જશે. ચાલ મળીયે કાલે " કહી ને એને ફોન મૂકી દીધો.



બીજે દિવસે સવારે,


નિયા ઊઠી ને શાંતિ થી બેઠી હતી. ત્યાં માનિક નો ફોન આવ્યો.

" હા બોલ " નિયા બોલી.

"કેમ આજે સાંજે કઈ છે કેમ બોલાવ્યા છે તે " માનિક એ પૂછ્યું.

" ગ્રૂપ ની વાત ગ્રૂપ માં કરવી. મને નઈ ખબર શું છે એ " નિયા એ બોવ જ શાંતિ થી જવાબ આપ્યો.

" ઓકે નાં બોલીશ. આજે મલ સાંજે તું બધું કહું છું તને . બોવ હવા આવી ગઈ છે ને " માનિક ગુસ્સા માં બોલ્યો.

"ઓકે જોઈએ " કહીંને નિયા એ ફોન મૂકી દીધો.

થોડી વાર પછી પાછો ફોન આવ્યો,
" સોરી નિયા ગુસ્સો કર્યો એટલે "માનિક બોલ્યો.

"ઓકે "

" હું શું પહેરું સાંજે "

"તારી મરજી "

" આટલું તો કહી શકે છે તું મને " માનિક બોલ્યો.

" મારે કંઇ નઈ કહેવું. કામ છે થોડું સાંજે મળીયે " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.


સાંજે 5.30 એ,


દોઢ ડાહ્યો માનિક સાડા પાંચ વાગ્યો નો ત્યાં પોહચી ગયો હતો. એને નિયા ને ફોન કર્યા પણ નિયા નો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આદિ અને તેજસ પોણા છ વાગ્યા ત્યારે પોહચી ગયા હતા. અને પાંચ મિનિટ માં મનન અને નિશાંત પણ આવી ગયા હતા.

છ વાગ્યા પણ હજી સુધી નિયા આવી નઈ હતી. એને મેસેજ કર્યા પણ એ ઓફ લાઈન હતી. અને એનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.


શું થયું હસે નિયા ને ?

કંઇ ખુશી માં નિયા એ પાર્ટી આપી હસે ?

નિયા ક્યારે આવશે?