Mind: Relationship Friendship - 45 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 45





નક્ષ અને ભૌમિક ને નિયા પેહલા સેમ થી ઓળખતી હતી અને કોઈ એ બે માટે આ બોલી જાય એ એનાથી સંભળાય નઈ. નિયા ની બીજી બાજુ માં આદિ બેસેલો હતો પણ એને કોઈ નો ફોન આવતા ઊભો થઈ ને વાત કરતો હતો.


"નક્ષ અને ભૌમિક કોલેજ ની કોઈ છોકરી સાથે નઈ અને નિયા સાથે જ બોલે છે એટલે એ લોકો પર મને વિશ્વાસ નથી. " માનિક આગળ કંઇ બોલે એ પેલા તો નિયા ને એટલો ગુસ્સો આવ્યો કે પેલી ખુરશી ફેકી દીધી.

" નિયા કેમ આટલો ગુસ્સો કરે છે " આદિત્ય આવતા ની સાથે બોલ્યો.

" એતો એનું દર વખત નું છે કામ વગર નો ગુસ્સો કરવાનું " માનિક બોલ્યો.

" હા હું ગુસ્સો કરું છું અને તું કરે છે એ " નિયા એ ફોન માંથી કંઇ ઓડિયો ચાલુ કર્યો. એમાં માનિક બોવ ખરાબ રીતે ગુસ્સે થઈ ને નિયા ને બોલતો હતો.


માનિક થી આગળ નું સાંભળ્યું નઈ એટલે એને નિયા નો ફોન ખેચી ને ફેંકી દીધો.

" કેમ હવે સચ્ચાઈ સાંભળી નાં શક્યો. આ તારો ફોન નથી કે ગમે ત્યારે ફેકી દે. " નિયા ફોન લેતા બોલી.

" હા માનિક નિયા ફોન ફેંકતા પહેલા એક વાર વિચાર્યું હોત તો " નિશાંત બોલ્યો.

" નિશાંત એ વસ્તુ એના માં આવતી જ નથી. એ કહે એમ નાં થાય એને જ જોઈએ એ નાં મલે એટલે આ બધું કરે." નિયા બોલી.

"ગુસ્સા માં ફેકાઈ ગયો " માનિક બોલ્યો.

" તો જ્યારે કૃતિ સાથે એકલા માં મળ્યો હતો ત્યારે ગુસ્સો નઈ આવ્યો હતો " નિયા બોલી.

" હવે આ કૃતિ કોણ છે ?" તેજસ એ પૂછ્યું.

" કોઈ નથી એ. નિયા શું કરવા માંગે છે તું આ બધું બોલી ને " માનિક ને કૃતિ નું નામ સાંભળી ને એવું લાગ્યું કે હવે એ આ લોકો થી બચી નઈ શકે.

"હું કહું છું. કૃતિ એના કોઈ દૂર નાં સંબંધી ની છોકરી છે. કોઈ નાં ઘરે ગયો હતો ત્યારે એ બંને એકલા જ હતા. પછી થોડી વાત થઈ અને થોડો રોમેન્સ. ચિક કિસ તો થઈ ગઈ હતી અને લિપ કિસ કરવા જતો હતો માનિક ત્યારે કૃતિ એ એને રોક્યો. અને એટલે જ પછી કૃતિ સાથે વાત ઓછી કરી દીધી માનિક એ... " નિયા બોલી.


" આ રોમેનટિક સીન કરી આવ્યો અને કીધું પણ નઈ. " તેજસ બોલ્યો.

" નિયા આ વાત નાં પાડી હતી કોઈ ને કહેવાની તો પણ તે કીધી એનું કંઇ નઈ " માનિક બોલ્યો.

" હા કીધી કેમકે બધા ને તો તું એકદમ સંસ્કારી લાગે છે પણ છે નઈ " નિયા બોલી.

" વૉટ " મનન અને નિશાંત નાં રીએકશન એક સરખા જ આવ્યા.

" માનિક જેટલી છોકરી સાથે વાત કરે છે અને જો એ છોકરી નાં પાડે એટલે એને એ છોકરી નાં ગમે. કૃતી અત્યાર સુધી સારી જ લાગતી હતી પણ જ્યારે એને વાત ઓછી કરી એટલે એ ખરાબ લાગવા લાગી. જ્યારે કિસ કરી ત્યારે .... " નિયા આગળ શું બોલશે એ આદિ ને સમજાઈ ગયું એટલે એને નિયા ને આગળ બોલતા અટકાવી.

" માનિક બધા સરખા નથી હોતા. અને તું નિયા પર જેટલો ગુસ્સો કરે છે એ નાં જ કરી શકે. તારો કે અમારો કોઈ નો હક નથી એ રીતે એની સાથે વાત કરવાનો " આદિ બોલ્યો.

" આદિ હક નઈ હદ જ વટાવી દીધી છે. " નિયા એ કહ્યું.

" શેની?" આદિ અને તેજસ બંને સાથે બોલ્યા.

" એક વાર હમણાં જ થોડા દિવસ પેલા એને મને રાતે ફોન કર્યો હતો assignment માટે. પછી એવું પૂછ્યું કે મારા મમ્મી શું કરે. મને એમ કે એ મસ્તી કરે છે એટલે મે કીધુ કે તારા મમ્મી તને ખબર. તો ત્યારે એને મને એવું કીધું બેસ્ટ ફ્રેન્ડ નાં મમ્મી એ આપડા મમ્મી. ત્યારે પણ મે એજ વસ્તુ કીધી હતી. આ વસ્તુ મારી સામે બીજી વાર નાં બોલીશ. અને હું કંઇ તારી ગર્લફ્રેન્ડ નથી એ યાદ રાખજે. " નિયા આગળ કંઇ બોલે એ પેલા તો આદિ નાં હાથ ની પાંચ આંગળી માનિક નાં ચહેરા પર પડી ગઈ હતી.

" મે શું ખોટું કીધું એમાં " માનિક બોલ્યો.

" મારા મમ્મી પપ્પા છે. અને હું એને કોઈ ની સાથે શેર કેમ કરું " નિયા બોલી.

" હું કોઈ છું ?" માનિક એ પૂછ્યું.

" તો શું છે " નિશાંત થોડી મસ્તી 😆 માં બોલ્યો.


" જો માનિક તને શાંતિ થી સમજવાનો બોવ ટ્રાય કર્યો અને તે દિવસે આદિત્ય એ પણ તને કીધું હતું અને સમજાવ્યો પણ હતો અને તે એને પ્રોમિસ આપી હતી કે આજ પછી આવું નઈ થાય. પણ એ પછી એક મહિના સુધી થોડા થોડા દિવસે તું કંઇ નું કંઇ બોલતો રહ્યો અને પછી તો તારું રોજ નું થઈ ગયું. " નિયા બોલી.


" અને શું બોલ્યો હતો તું નિયા ને હું મરી જઈશ. મારું ઘર તો નર્ક છે એટલે નઈ આવતી ને. તને મારી કદર જ નથી " આદિ હવે ફૂલ ગુસ્સા માં બોલતો હતો.

" નિયા ને કીધું એમાં તને કેમ પ્રોબ્લેમ છે " માનિક ને એ નાં ગમ્યું કે આદિ એ નિયા ની બાજુ બોલ્યો.

આદિત્ય બોલે એ પેલા નિયા બોલી, " દોસ્ત ને કોઈ ખોટું બોલી જાય એ કેમ ચલાવી લે "

" હા સાચી વાત છે " મનન બોલ્યો.

"નિયા તું રમત રમે છે મારી સાથે અત્યારે. મને એમ તું બધા કરતા અલગ છે પણ તું પણ બધા જેવી નીકળી મતલબી. " માનિક બોલ્યો.

" હા અલગ જ છે એટલે પાંચ છોકરા ની વચ્ચે એ ને બોલતા બીક નથી લાગતી એને કે ખોટું હસે તો શું થશે. અને એટલે જ એ બોલી શકે છે કેમકે એ સાચી છે. અને તું બધું બોલ્યો છે એ પ્રૂફ પણ છે એની પાસે. " આદિત્ય બોલ્યો.

" હા નિયા હજી બીજી કોઈ વાત છે એવી જ અમને નાં ખબર હોય " તેજસ એ પૂછ્યું.

" કેફે નું નામ તો યાદ નથી પણ એ અને વિધિ ત્યાં હતા. અને નક્ષ અને ભૌમિક ત્યાં ગયા હતા. માનિક વિધિ ને એ રીતે ખવડાવતો હતો કે નાના છોકરા ને ખવડાવતો હોય ને ચમચી થી એ રીતે. ટેબલ ની નીચે પગ વાલો રોમેંસ ચાલતો હતો અને ઉપર આંખ માં આંખ નાખી ને. એ દિવસ એ એને મને એવું કીધું હતું કે હું કાકા નાં છોકરા સાથે બહાર જાવ છું પણ ગયો હતો વિધિ સાથે. જેની સાથે ગયો એની સાથે પણ જૂથ તો બોલ્યો ને. " નિયા બોલી.

" નિયા આ મે તને કીધું હતું " માનિક એ કીધું.

"નથી કીધું તે આવું કોઈ પણ વાર " નિયા બોલી.

" તો ભુલાઈ ગયું હસે. " માનિક બોલ્યો.

" અને તે દિવસે પણ એવું કીધું હતું કે કાકા એ સવાર સવાર માં નાસ્તો લેવા મોકલ્યો છે અને તું હતો ત્યાં કોઈ ગાર્ડન માં કોઈ છોકરી સાથે હાથ માં હાથ નાખી ને બેઠો હતો. " નિયા બોલી.

" કોઈ નઈ વિધિ જ હતી. અને એને ઘરે સારું નઈ લાગતું હતું એટલે અમે ગાર્ડન માં ગયા હતા. " માનિક બોલ્યો.

" ઓહ બધાઈ હો " નિયા બોલી. તેજસ , આદિ અને મનન હસવા લાગ્યા અને નિશાંત ને ખબર ના પડી એટલે પૂછ્યું , " શું થયું? કેમ હસ્યા "


તેજસ એ બધા ની સામે બોલાય એવું તો હતું નઈ એટલે એને નિશાંત ને કાન માં કહી દીધું. અને પછી નિશાંત હસવા લાગ્યો.


" નિયા કરી લીધી મસ્તી મારી " માનિક ગુસ્સા માં 😡 બોલ્યો.

" મસ્તી ક્યાં કરી છે હજી " નિયા બોલી.

" આ બધાઈ હો એમ બોલી ને " માનિક બોલ્યો.


" હા એ મસ્તી કરી પણ જ્યારે આપડે રાજકોટ ગયા હતા અને મને રસ્તા માં માથું દુખતું હતું એટલે નક્ષ નાં ખભા પર માથું મૂકી ને સૂઈ ગઈ હતી ત્યારે તું બોલ્યો હતો કપલ તો અહીંયા જ છે. લવ બર્ડ ની જેમ સૂતા છે. " નિયા બોલી.


રાજકોટ હેકાંથોન માં ગયા હતા ત્યારે આદિ નઈ આવ્યો હતો.
" હા માનિક એવું બોલ્યો હતો તું અને એ ટાઈમ પર નિયા ને માથું પણ બોવ દુખતું અને માનિકતું આ બોલ્યો હતો. નિયા હું તારા સપોર્ટ માં છું આગળ બોલ " તેજસ બોલ્યો.

"લઇ લીધો ને એ વાત નો બદલો. થઈ ગઈ ને શાંતિ તને "
માનિક બોલ્યો.

"નાં હજી બાકી છે બોલવાનું " નિયા બોલી.

" તો બોલ ને રાહ કોની જોવે છે " મનન બોલ્યો.

" જ્યારે આદિ અને તેજસ મારા ઘરે આવ્યા હતા ત્યારે પણ એવું જ બોલ્યો હતો કે એ લોકો થી કહેવાયું પણ નઈ. અને મને ગુસ્સા માં બોલ્યો બીજું બધું. મે જવા દીધી એ વાત પણ ઉત્તરાયણ નાં બે ત્રણ દિવસ પહેલા જ્યારે હું આદિ સાથે નડિયાદ ગયેલી ત્યારે તો એને નાં બોલવાનું બોલી દીધું. " નિયા બોલતી હતી ત્યારે આદિ બોલ્યો,

" હું મરી જઈશ. તારે કહી ને તો જવાય ને. આદિ સાથે હોય એટલે ફોન પણ નઈ ઉચકે. હજી કંઇ યાદ કરાવું માનિક " આદિ ગુસ્સા માં 😡 બોલ્યો.

" એ દિવસ પછી એક પણ દિવસ એવો નથી ગયો કે એને મારા પર ગુસ્સો નાં કર્યો હોય. મે એને મળવા જવાની નાં પાડી ત્યારે એ એવું બોલ્યો, આમ તો આખા ગામ સાથે જવાય છે અને મારી સાથે આવવાનું થાય ત્યારે નાટક કરે છે " નિયા હજી બોલતી હતી એ પેલા તેજસ એ એક ઝાપટ માનિક ને મારી દીધી.

" આમ તો બેસ્ટ ફ્રેન્ડ કહે છે અને આવું વિચારે તું એની માટે " તેજસ ને પણ હવે ગુસ્સો આવતો હતો. તેજસ જો હવે વધારે ગુસ્સો કરે તો પ્રોબ્લેમ થાય અને એક તો એ બીમાર હતો જ થોડો.

" તેજસ શું કામ મારી ને પાપ કરે છે. આના જેવા થી તો શીખવું જોઈએ કોઈ દિવસ કોઈ નાં પર વિશ્વાસ નાં રખાય. જે નજીક નાં હોય એજ પેલી આપડી પથારી ફેરવે " નિયા બોલી.

" સાચું કીધું. તે જ મારી પથારી ફેરવી નિયા " માનિક બોલ્યો.

" જરૂરી હતી આ પથારી ફેરવવી. તું જે દિવસે નિયા ને બોલ્યો હતો એ પછી તો થઈ ગયું હતું કે તારી સાથે વાત જ નાં કરું પણ તે કીધું કે આવું નઈ કરું. મને એમ કે સુધરી ગયો હસે તું પણ જ્યારે હું અને નિશાંત નિયા નાં ઘરે ગયા ને ત્યારે તું એને ફોન માં જે બોલ્યો હતો ત્યારે નિયા ને કેટલું પૂછ્યું ત્યારે એને અમને કીધું કે તું આવું કરે છે. " આદિ બોલ્યો.

" તો નિયા અત્યાર સુધી કેમ કંઇ નાં બોલી " તેજસ એ પૂછ્યું.

" હા એક વાર તો કહેવું જોઈતું હતું " મનન એ કીધું.

" કેમનું બોલે એ. જ્યારે એને પેલી વાર આપડા ને કીધું હતું કે માનિક એવી રોડ પર હતો અને નિયા ને કીધું હતું કે કાકી સાથે શાક લેવા ગયો છે. ત્યારે આપડા માં થી કોઈ ને લાગ્યું નઈ કે નિયા સાચું બોલે છે. અને માનિક જ્યારે હોય ત્યારે એવું જ કહેતો નિયા ને પ્રૂફ હોય તો જ બોલજે. નિયા પાસે પહેલા પ્રૂફ નઈ હતા તો એ કંઇ નાં બોલી. પણ અત્યારે તો પ્રૂફ છે " આદિત્ય બોલ્યો.

" તો પ્રૂફ આવ્યા ક્યાંથી " તેજસ અને મનન એ પૂછ્યું.

" ઉત્તરાયણ પર માનિક મારું લેપટોપ લઇ ગયેલો પ્રેક્ટિકલ કરવા માટે ત્યારે એની અને વિધિ ની ચેટ એક્ષપોર્ત કરેલી ફાઈલ મારા માં રહી ગઈ હતી. " નિયા બોલી.

" નિયા કોઈ ની પર્સનલ ફાઈલ નાં જોવાય " માનિક બોલ્યો.

" તો કોઈ ની પર્સનલ ડાયરી પણ નાં ચોરાય " નિયા બોલી.

" કંઇ ડાયરી નિયા " તેજસ એ પૂછ્યું.

" તમે બધા પેલી વાર મારા પીજી પર આવ્યા હતા ને ત્યારે સાંજે મે ગ્રૂપ માં મેસેજ કર્યો હતો કે મારી ડાયરી કોઈ ની પાસે ભૂલ માં આવી ગઈ હોય તો આપી દેજો. અને તમને બધા ને ફોન પણ કર્યા હતા. અને પછી છેલ્લે ખબર પડી કે એ ડાયરી માનિક પાસે છે. એટલે જ એ દિવસે એને ગ્રૂપ માં મેસેજ નો જવાબ નઈ આપ્યો હતો." નિયા બોલી.

" તો ત્યારે જ કહી દેવાય ને ડાયરી ભૂલ માં તારી પાસે આવી ગઈ છે " મનન એ માનિક ને કીધું.

" માનિક ભૂલ માં નઈ જાણી જોઈ ને લઇ ગયો હતો એમ બોલ " નિયા બોલી.

" હા બસ જાણી જોઈ ને લઇ ગયો હતો. " માનિક બોલ્યો.

" હજુ એક વાત માનિક તું મારી પાસે થી અમુક વાર ઘરે જવાના પૈસા નથી અથવા ભૂખ લાગી છે એમ કહેતો. મને બોવ જલ્દી દયા આવી જતી કેમકે એવો ટાઈમ મે પણ જોયો છે. હું તને પૈસા આપી દેતી પણ તું એ પૈસા થી વિધિ સાથે આઈસ્ક્રીમ ખાવા જતો અને મૂવી જોવા. તને એવું લાગતું હસે કે આ બધું મને કેમની ખબર છે તો તારી અને વિધિ ની ચેટ માં લખ્યું છે " નિયા બોલી.

"એની જાત ને " તેજસ બોલ્યો.

" બીજા નાં પૈસા થી જલસા નાં કરાય. પોતાના પૈસા થી કર " મનન બોલ્યો અને એક મસ્ત તમાચો આપી દીધો.

" અમને તો કોઈ વાર આઈસ્ક્રીમ પણ નઈ ખવડાવ્યો " નિશાંત😆 બોલ્યો. અને માનિક સિવાય નાં બધા હસવા લાગ્યા.

" અને એક જ ટાઈમ પર નિયા અને વિધિ બંને ને તે એવું કીધું છે કે તમે બંને મારા માટે બોવ સ્પેશિયલ છો તમારા વગર હું નઈ રહી શકું. " આદિ બોલ્યો.

" તને કેમની ખબર " નિશાંત એ પૂછ્યું.

" આપડે સુરત ગયા હતા ને ત્યારે તું તારી ફ્રેન્ડ સાથે બહાર ગયો હતો ત્યારે નિયા એ કીધું હતું કે એની ચેટ મારા લેપટોપ મા પડી છે. નિયા એ વાંચી નઈ હતી પણ થોડા દિવસ થી માનિક એવું બોલતો હતો કે અમારે એ ચેટ વાંચવી પડી. અને ત્યારે જ નિયા એ કીધું અમુક મેસેજ તો સરખા જ છે. પછી નિયા એ એના ફોન માં ડેટ અને ટાઈમ જોયો તો બંને સરખા જ હતા " આદિત્ય બોલ્યો.


હવે માનિક પાસે બોલવા જેવું કંઈ હતું જ નઈ. એની સચ્ચાઈ બધાની સામે આવી ગઈ હતી.


"અને જ્યારે નક્ષ લોકો ની ફેરવેલ પાર્ટી હતી ત્યારે મે નક્ષ સાથે કપલ ડાન્સ કર્યો હતો અને એ એનાથી જોવાયું નઈ હતું એટલે એ બાર જતો રહ્યો હતો " નિયા બોલી.

"ઓહ હવે સમજાયું કેમ બહાર ગયો હતો " તેજસ બોલ્યો.

" અને જ્યારે આપડે બધા ફોટો પાડતા હતા ત્યારે એ કેવો ગુસ્સે થયેલો એ આદિ અને મનન ને તો ખબર જ છે" નિયા બોલી.

" હા તો નિયા તું બધા સાથે ફોટો પડાવતી હતી અને મારી સાથે એક પણ સરખા ફોટો નઈ પડાવતી હતી એટલે થોડો આવી ગયેલો " માનિક બોલ્યો.

" કેમ પડાવું ફોટો. કેમકે તું ફોટો બધા ને બતાવવા પડાવે છે. અને તારા ફ્રેન્ડ ને એ પણ નઈ કહી શકતો કે હું તારી ફ્રેન્ડ છે. " નિયા બોલી.

" નિયા તને આ બધી ખબર હતી એ આવું બોલે છે એ " નિશાંત એ પૂછ્યું.

" હા પણ મને કહી ને ખોટા ઝગડા કરવા નાં નથી ગમતા એટલે મે કીધું નહિ પણ હવે હદ ની બહાર જાય છે. " નિયા બોલી.

"અને એના લીધે આપડા બધા નો માનિક પર વિશ્વાસ નાં તૂટે અને આપડી દોસ્તી નાં તૂટે એટલે નિયા કંઇ નઈ બોલી " આદિ એ કહ્યું.

" હા એતો છે બોવ વધારે બોલ્યો છે તું માનિક " તેજસ બોલ્યો.

" બધું ભૂલી જાવ હું પણ અમુક વસ્તુ એવી બોલ્યો છે કે હું ભૂલી તો નથી જ શકતી પણ કોઈ ને કહી પણ નઈ શકતી. કેમકે... " નિયા આગળ બોલતા અટકી ગઈ. નિયા ની હાલત એવી હતી કે શબ્દો ગળા માં જ અટકી રહેતા હતા એ શબ્દો બહાર નઈ આવતા હતા.

" નિયા બોલ અમે બધા તારા સાથે છે. " આદિ એ કહ્યું.

" હા નિયા " મનન અને તેજસ એ કીધું.

" ગ્રીન ભાજી ની કસમ હવે તો બોલી દે " નિશાંત 😛 બોલ્યો.



ગ્રીન ભાજી સાંભળતા નિયા નાં ફેસ પર થોડી સ્માઈલ આવી ગઈ.

" આ ગ્રીન ભાજી શું છે ?" તેજસ ને ખબર ના પડી એટલે પૂછ્યું.

" પાવ ભાજી ની ભાજી પણ આપડે અહીંયા લાલ કેસરી હોય એમ લીલા કલર ની હતી. પણ શું સ્વાદ હતો એનો એક દમ હટકે " નિશાંત બોલ્યો.

" મારી ફેમિલી માં મમ્મી પપ્પા સિવાય કોઈ નથી. મામા માસી સાથે મારું બનતું નથી. એક ફોઈ સાથે થોડું બને છે. અને રિયાન નાં ઘર સાથે. તમે બધા મળ્યા ત્યારે લાગ્યું કે એક નવી ફેમિલી મળી ગઈ. પણ હું ખોટી હતી. કેમકે મને નઈ ખબર હતી કે હું જેને દોસ્ત બોલતી હતી એને જ મારા પર વિશ્વાસ નઈ હોય એ જ જૂથ બોલશે.

મારી લાઈફ માં બોવ ઓછા લોકો છે. અને રિયાન રિયા પછી નક્ષ અને ભૌમિક હતા જેની સાથે થોડું બનતું. કાર્તિક એ જે કર્યું એ પછી મને જલ્દી થી વિશ્વાસ નઈ થતો હતો. તમે લોકો જ્યારે મળ્યા ત્યારે આપડી મસ્તી અમુક વાતો એ કોઈ દિવસ પતે નઈ એજ ભગવાન પાસે માંગતી. મારા માટે તો તમે પાંચ સરખા જ ફ્રેન્ડ છો. એ વાત અલગ છે કે આદિ સાથે થોડી વધારે વાત થાય છે અને આદિ સાથે બોલતા બીક નથી લાગતી. પણ એનો મતલબ એ નથી કે તમને લોકો ને હું ફ્રેન્ડ નથી માનતી. "

આદિ નિયા ની વાત થી જે ગુસ્સો હતો એ ઠંડો થઈ ગયો હતો અને થોડી સ્માઈલ મસ્ત વાળી આવી ગઈ હતી . તેજસ આદિ ની સ્માઈલ જોઈ ને બોલ્યો,

" નજર નાં લાગે તમને "

નિયા એ આગળ નું બોલવાનું ચાલુ રાખ્યું ,
" માનિક જ્યારે ગુસ્સો કરતો અને ગમે તેમ બોલતો ત્યાં સુધી ઠીક હતું પણ એ હવે જ્યારે હું બોવ ઓછું બોલતી ત્યારે તો એવું બોલવા લાગ્યો કે

મારી નિયા ક્યાં છે ?
મને મારી નિયા જોઈએ છે ?

માનિક રાહ જોવે છે તારી, તારા મેસેજ ની, તારા ફોન ની અને તારી સાથે વાત કરવાની...

અને પછી એવું કહે છે કે..." નિયા આગળ બોલતા બોલતા અટકી ગઈ.

" નિયા " આદિ બોલ્યો .

" નિયા આપડી દોસ્તી જેવી હતી ને એની એજ રહેશે. મારે દોસ્તી સિવાય કંઇ જોઈતું. " નિયા બોલી.

" તો નિયા મારી છે એ કેમનું આવ્યું " મનન અને તેજસ એ પૂછ્યું.

" એ તો જોવાનું છે. દોસ્ત નઈ એ નાં મગજ માં તો બીજું જ ચાલે છે " નિયા બોલી.

નિયા નાં બોલ્યા પછી માનિક રડતો હતો ,
" મે ભૂલ કરી છે એનો મને પસ્તાવો છે. હા તારો વિશ્વાસ પણ તોડ્યો છે અને જૂથ પણ બોલ્યો છું. હવે મારે સુધારવું છે પ્લીઝ નિયા એક મોકો તો આપ... " માનિક બોલ્યો.

" માનિક આવું તો તું છેલ્લે છ મહિના થી બોલે છે.

હું તારી સાથે વાત કર્યા વગર નથી રહી શકતો.

તને મને જ નથી મળવું...

તને મારી સાથે જ વાત કરવામાં પ્રોબ્લેમ છે

આ બધું કોણ બોલ્યું હતું તો માનિક " નિયા બોલી.

" હા માન્યું કે ભૂલ કરી છે પણ તારા વગર નઈ જીવી શકું." માનિક રડતા રડતા બોલ્યો.

" મૂવી અને સિરીઝ નાં ડાયલોગ વિધિ ને સંભળવજે મને નઈ " નિયા બોલી અને બધા એની સામે જોતા જ રહી ગયા.

" નિયા ફ્રેન્ડ માનતી હોય તો માફ કરી દે "
માનિક બોલ્યો.

" માફ કરવા વાળી હું કોણ છું. અને વાત રહી દોસ્તી ની તો એ તો તે એજ દિવસે તોડી નાખી હતી જ્યારે વિધિ ને એમ કીધું હતું કે મારે નિયા ને પેલી ફ્રેન્ડ બનાવવી છે કેમકે એ હજી કોઈ ની સાથે નઈ બોલતી. અને વિધિ એ તને એવું કીધું હતું કે તારા માં તેવડ હોય તો દોસ્તી કરી ને બતાવ. અને તે વિધિ ને જવાબ આપવા માટે મારી સાથે દોસ્તી કરી. " નિયા બોલી.

" સોરી " માનિક પાસે હવે બોલવા જેવું કંઈ રહ્યું જ નઈ હતી.

" તારી પાસે જ રાખ સોરી તારું. અને કોલેજ નાં પેલા દિવસ થી તું ગમતી હતી તારી સાથે દોસ્તી કરવી હતી એ લાઈન કોઈ બીજા ને કેજે. મને નઈ " નિયા બોલી.

આઠ વાગી ગયા હતા અને બધા ને ભૂખ પણ લાગી હતી. ત્યાં નિયા બોલી, " યાર હવે મને ભૂખ લાગી છે પેલા ખાવું પડશે. "

" હા મને પણ ભૂખ લાગી છે " તેજસ બોલ્યો.

બધા જતા હતા ત્યાં માનિક બોલ્યો ,
" હું નથી આવતો "

" જમી લે ને ચૂપ ચાપ." તેજસ બોલ્યો.

" જવું હોય તો ગેટ ખુલ્લો જ છે. કોઈ ફોર્સ નઈ કરે તને " નિયા બોલી.


બધા જમતા હતા અને વાતો કરતા હતા આજે પેલી વાર બધા બોલતા હતા અને માનિક ની બોલતી બંધ હતી.

માનિક ને તો હજી પણ એવું જ લાગતું હતું કે આ લોકો મસ્તી કરે છે. અને નિયા એને ગુલાબ આપતી હતી એજ એના મગજ માં ચાલતું હતું.

હજી તો જમી ને ઉભા થયા ત્યાં માનિક એ કીધું,
" હું જવ ઘરે આઠ વાગ્યા નું કહી ને આવ્યો છું. નવ વાગવા આવ્યા. "

" તો જાને કોને નાં પાડી " આદિત્ય ને હજી પણ માનિક ને જોઈ ને એટલો ગુસ્સો આવતો હતો કે એનું ખૂન કરી નાખે.




શું થશે આગળ ?

માનિક કંઇ નવો પ્રોબ્લેમ ઊભો કરશે ?

આ લોકો ની દોસ્તી રેહશે કે તૂટી જસે?

શું માનિક નિયા ની આદિત્ય સાથે ની દોસ્તી તોડવસે