Mind: Relationship Friendship No - 50 books and stories free download online pdf in Gujarati

મન : સંબંધ મિત્રતા નો - 50





નિયા વાંચી ને કંટાળી ગઈ હતી એટલે એ મૂવી જોતી હતી ત્યારે આદિત્ય નો ફોન આવ્યો.

" બોલો જનાબ કેમની યાદ કરી ?" નિયા એ પૂછ્યું.

" એમજ યાદ કરી "

" ચલ બોલ શું કામ છે ?" નિયા બોલી.

" મને કઈ નઈ આવડતું શીખવાડવું પડશે "

" ઓહ "

" ઓહ નઈ સાચે " આદિ બોલ્યો.

" માનિક ને કેહ એને એમ પણ ગ્રુપ સ્ટડી કરવું છે " નિયા બોલી.

" મારે તારી પાસે શીખવું છે તો ?"

" તો આવ પીજી પર બીજું શુ ?" નિયા એ કહ્યું.

" ના ત્યાં નઈ "

" તો "

" હું જાડું ના ઘરે આવીશ ત્યાં તું આવજે " આદિ એ કહ્યું.

" માનિક નઈ હોય ને ત્યાં ?"

" ના એ ક્યાં થી હોવાનો "

" નક્કી નઈ તમારું કઈ "

" વાંચવા બેસ. કાલે મળીએ " આદિ એ કહ્યું.


બીજે દિવસે,


નિયા અને પર્સિસ નાસ્તો કરતા કરતા મસ્તી કરી રહ્યા હતા ત્યાં નિયા માં કોઈ નો ફોન આવ્યો.

"ઓહ હાઈ " નિયા એ વિડિયો કૉલ ઉપાડતા કહ્યું.

" હાઈ. કેમ છે તું ?" ભૌમિક એ પૂછ્યું.

" મસ્ત કેમની મને યાદ કરી " નિયા એ પૂછ્યું.

" કાલે નક્ષ જોડે વાત થઈ એટલે થયું આજે તને પણ ફોન કરું "

" ઓહ "

" કેવી ચાલે સ્ટડી ?"

" સારી "

" સારું ચલ પછી ફોન કરું "


થોડી વાર પછી નિયા રેડી થઈ ને તેજસ ના ઘરે ગઈ. નિયા માં પીજી થી તેજસ નું ઘર આમ તો નજીક જ હતું ચાલી ને જઈ શકાય એમ.



તેજસ ના ઘરે


" આવો આવો. તમારી જ રાહ જોતા હતા " નિશાંત બોલ્યો.

" તું કેમનો આજે જલ્દી આવી ગયો ? " નિયા એ પૂછ્યું.

" કઈ નઈ આવડતું. તું પાસ થવાય એટલું શીખવાડી દે એટલે " નિશાંત એ કહ્યું.

10 વાગ્યા ના એ લોકો વાંચવા બેઠાં હતાં. નિયા આદિત્ય, તેજસ અને નિશાંત ને સમજાવતી હતી. બપોર સુધી માં એ લોકો એ પુછાય એટલું તો પતાવી નાખ્યું હતું.

બપોરે જમી ને પણ એ લોકો વાંચવા બેસી ગયા હતા. ત્રણ વાગે નિશાંત બોલ્યો

" આજ નો ડોઝ બોવ વધી ગયો નઈ "

" ના આમ તો બરાબર જ છે " આદિ એ કહ્યું.

તેજસ આ વાત પર હસતો હતો અને નિયા ને સમજ ના પડી આ વાત મા કેમકે એનું ધ્યાન કઈક બીજે હતું.

તેજસ બે વાર બોલ્યો નિયા. પણ નિયા તો ખબર નઈ ક્યાંક ખોવાયેલી હતી. એટલે નિશાંત એ જોર થી બુમ પાડી એટલે નિયા એની વિચારો ની દુનિયા માથી બહાર આવી.

" ક્યાં રાજ કુમાર ના સપના જોતી હતી ?" આદિ એ પૂછ્યું.

" ખબર નઈ " નિયા હસતા હસતા 😛 બોલી.

" અચ્છા તો શું વિચારતી હતી " આદિ એ પૂછ્યું.

" કઈ નઈ વાંચો બધા " નિયા એ કહ્યું.

એ લોકો પાછા વાંચવા બેસી ગયા. ત્યાં કોઈ રૂમ માં આવ્યું.

" તું કેમનો અહિયાં ?" તેજસ બોલ્યો.

" મારી એક બુક નઈ મળતી કદાચ તારી પાસે રહી ગઈ હસે વાઇ વા ટાઈમ પર. એટલે લેવા આવ્યો છું " માનિક બોલ્યો.

નિયા નું ધ્યાન તો હતું જ નઈ. એ તો એક દમ ખૂણા માં બેસી ને વાંચતી હતી. એટલે એને તો ખબર જ ના પડી કે માનિક આવ્યો.


આદિ એ મેસેજ કર્યો નિયા ને પણ નિયા નું નેટ ઓફ હતું.
માનિક નિયા ને જોઈ ને શોક હતો. એ એમ વિચારતો હતો કે નિયા અહીંયા ક્યાંથી ?

નિશાંત એ પણ મેસેજ કર્યો પણ નિયા નું નેટ ઓફ હતું એટ્લે એને કૉલ કર્યો.

નિયા ના ફોન મા રીંગ વાગતા એને બુક બાજુ માં મૂકી ને ફોન જોયો. ફોન કટ કરી ને નિશાંત સામે જોયું. નિશાંત એ કઈક ઈશારા માં કહ્યું એટલે નિયા એ નેટ ઓન કરી ને મેસેજ જોયો.

માનિક ને સામે જોતા નિયા નું તો જાણે મગજ હલી ગયું. ગુસ્સો આવતો હતો પણ એ પાછું બુક માં જોવા લાગી.


" નથી તારી બુક મારી પાસે " તેજસ એ બધી બુક્સ ચેક કરી ને કહ્યું.

" સારું તો ઘરે જ હસે. વાંચો તમે બાય "

" બસ જવું જ છે ?" નિશાંત મસ્તી માં બોલ્યો.

" હા " કહી ને જતો રહ્યો .

તેજસ બહાર જઈ ને જોઈ આવ્યો કે માનિક ગયો કે નહિ એ.

તેજસ અંદર આવતા બોલ્યો
" વાઈવા માં તો મે નિયા ની બુક માં થી વાંચ્યું હતું તો એની બુક મારી પાસે ક્યાંથી હોય "

" ચેક કરવા આવ્યો હતો કોણ કોણ અહીંયા છે " નિયા બોલી.

" શું બોલે છે નિયા" આદિ એ કહ્યું.

" હા હોય શકે પણ એને કેમની ખબર આપડે બધા અહીંયા છે " તેજસ એ પૂછ્યું.

" સવારે મારા પર ફોન આવ્યો હતો એટલે મે કીધુ હતું આણંદ જાવ છું. " આદિ બોલ્યો.



થોડા દિવસ માં એમની એક્ઝામ પતી ગઈ. આમ તો બધા ના પેપર મસ્ત ગયા હતા નિયા ના અને બધા ના.

નિયા એક્ઝામ પત્યા પછી બીજે દિવસે જ સુરત જતી રહી હતી. હવે એ પંદર દિવસ પછી જ આવવાની હતી.

ઘરે જઈ ને તો બે દિવસ એ સૂતી જ છે. જાણે વર્ષો થી સૂતી ના હોય એમ 😉.

નિયા સાંજે સૂઈ ને ઊઠી ત્યારે રિયાન નો ફોન આવ્યો
" રાતે જલ્દી જમી લેજે બહાર જવાનું છે કામ છે "

" ઓકે "

રાતે એ લોકો સુરત ના ગૌરવ પથ રોડ પર બેસેલા હતા. અને આઈસ ક્રીમ ખાતાં હતાં.

" નિયા એક વાત કહેવી છે. ઘરે ફૉન પર કહું તો મમ્મી કે પપ્પા સાંભળી જાય તો મારી આવી બને " રિયાન બોલ્યો.

" તો મેસેજ કરી દેવાય ને "

" હા એટલે તું વોટ વોટ કર્યા કરે. અને ઉપર થી ગાળ ખાય એ અલગ " રિયાન બોલ્યો.

" હા બોવ સારું. બોલ હવે "

" હા બોલું છું પણ ઓવર રીએકટ ના કરીશ "

" પેલા તું બોલ પછી વિચારું કઈ ટાઈપ નો રિએકટ કરવો" નિયા બોલી.

" મને એવું લાગે છે રિયા ને મોન્ટુ ગમે છે. પણ કદાચ એ દોસ્તી તૂટવાના ડર થી નઈ બોલતી "

" ઓહ વાઉ આ તો સારી વાત છે."

" હા પણ સાચું છે કે ખોટું એ નઈ ખબર "

" સાચું જ છે મને પણ લાગતું હતું. " નિયા બોલી.

" તો હવે ?" રિયાન એ કહ્યું.

" એ કહ્યુ પણ એ પેલા તું એ કહે તને કેમની ખબર. મતલબ તને કેમ એવું લાગે છે રિયા ને ભૌમિક ગમે છે "

" દિવાળી માં એ અહીંયા આવી હતી ત્યારે રાતે મોડા સુધી ઓનલાઇન રહેતી. એક દિવસ એ સૂઇ ગઇ. પણ એનો ફોન વાઈબ્રેટ થતો હતો એટલે મે જોયુ તો લખ્યું હતું હીરો અને પેલું ચશ્મા વાળું ઈમોજી 😎 "

" ઓહ હીરો "

" સાંભળીશ તું ?" રિયાન એ કહ્યું. નિયા એ હા મા માથું હલાવ્યું.

" તો મે જોયુ તો એમાં ફોન આવતો હતો. અને બોવ સોરી ના મેસેજ મેસેજ હતા. આગળ કઈ જોવ એ પેલા તો એ જાગી ગઈ. હું બચી ગયો કેમકે એને ખબર ના પડી કે મે મેસેજ જોયા પણ બીજે દિવસે પણ એની આંખ રડી હતી એવી લાગતી હતી અને બે ત્રણ દિવસ સુધી બોવ ચુપ હતી. પછી ખબર નઈ શું થયું તો એક દમ ખુશ થઈ ગઈ "

" ઓહ ભૂમિ એ મનાવી દીધી હસે "

" હા. આ તું દિવાળી પર આવી ત્યારે જ કહેવાનો હતો પણ તું તો આનંદ જતી રહી એટલે વિચાર્યું હવે તું આવસે ત્યારે કહીશ "

" હા પણ મારે એને જીજુ કહેવું કે રિયા ને ભાભી " નિયા એ પૂછ્યું.

" મેડમ પેલા એ બંને ને મળવા તો દે " રિયાન બોલ્યો.

" એ તું મારા પર છોડી દે " નિયા બોલી.

" એટલે તું શું કરવાની છે ?"

" એ કઈ નઈ. તું શાંતિ થી બેસ "


રિયા છેલ્લા બે મહિના થી પુણે હતી. એની ઇન્ટરનશીપ ચાલતી હતી. એપ્રિલ સુધી એ પૂણે જ હતી. અને પછી સુરત પાછી આવી જવાની હતી.

નિયા એ તો એ જ દિવસ થી એ બંને ને એક કેમ કરવા એ વિચારવા લાગી હતી.


થોડા દિવસ પછી નિયા નો બર્થડે હતો.


નિયા એ નક્ષ ને ફોન કરી ને રિયા વાળી વાત કરી હતી. અને એ વાત થી નક્ષ પણ ખુશ હતો. નિયા અને નક્ષ એ એ જ દીવસે કઈ પ્લાન બનાવ્યો પણ એ પ્લાન એ બંને સિવાય કોઈ ને ખબર નઈ હતી.


નિયા સૂઈ ગઈ હતી. કાલે એનો બર્થડે હતો. પણ આજે એ એના મમ્મી સાથે આખો દિવસ બહાર ગઈ હતી એટલે આવી ને સુઈ ગઈ હતી.

સવાર મા સાત વાગ્યે નિયા ના મમ્મી એ નિયા ને ઉઠાડી
" હેપ્પી બર્થ ડે નિયા "

" Thank you મમ્મી."

નિયા ઊઠી ને ફ્રેશ થઈ ને નાસ્તો કરતી હતી. આજે એના મમ્મી એ સવાર સવાર મા નિયા નો ફેવરિટ લોચો બનાવ્યો હતો.

નિયા ના પપ્પા એ એને વિશ કર્યું પછી તો નિયા ના ફોઈ નો ફોન આવ્યો.

છેલ્લા એક કલાક થી નિયા ખુશી અને એના ફોઈ સાથે વાત કરતી હતી. અને હજી એનો લોચો પત્યો નઈ હતો. નિયા અને ખુશી ભેગા થાય એટલે વાત નો ખજાનો ખૂલે.

થોડી વારમાં નિયા એ ઘર નું બધુ કામ પતાવી ને મંદિર ગઈ. ઘરે આવી પછી ફોન મા જેના મેસેજ આવ્યા હતા એમને thank you કહેતી હતી.

બોવ બધી વિશ હતી. બોવ બધા એ સ્ટેટસ અને સ્ટોરી પર નિયા ને બર્થડે વિશ કરી હતી. નિયા ને આજે બોવ બધા ના ફોન આવતા હતા. એના આણંદ વાળા ફ્રેન્ડ આદિ, તેજસ, મનન અને નિશાંત નો પણ ગ્રુપ કોલ આવ્યો હતો.

સાંજે નિયા કોઈ નોવેલ વાંચતી હતી ત્યારે માનિક નો ફોન આવ્યો

" હેપ્પી બર્થડે "

" Thank you "

માનિક ગોળ ગોળ ના કામ ની વાત કરતો હતો. પછી કીધું
" નિયા તે વિડિયો જોઇ ને કઈ કીધું નઈ "

" Thank you તો કહ્યું ને "

" હા પણ બીજું કંઈ "

" ના કઈ નઈ કહેવું "

" નિયા આજે તારી બર્થડે છે અને આ વર્ષ નો છેલ્લો દિવસ. તો કઈક મને આપીશ તું ?"

" શું ?" નિયા એ પૂછ્યું.

" પેહલા જેવી દોસ્તી. પ્લીઝ કઈક અધૂરું લાગે છે એના વગર "

" એ નઈ મળે "

" કેમ ? હું સુધરી ગયો છું યાર. એક વાત ની સજા આખી જિંદગી કેમ આપે છે તું. શું તું તારા ફ્રેન્ડ ને પણ માફ નઈ કરી શકે ?"

" ફ્રેન્ડ ? મારા કોઈ ફ્રેન્ડ નથી " નિયા હસતા હસતા બોલી.

" બીજા કોઈ નું ખબર નઈ પણ હું તો છું. હું આજે પણ તને પહેલા જેવી જ ફ્રેન્ડ માનું છું "

" હસે " નિયા બોલી.

" હસે નઈ છે જ. "

" સારું બાય " નિયા ને આજ ના દિવસ એ કઈ જ યાદ નઈ કરવું હતું.

" બાય નઈ. નિયા આપી દેને પહેલા જેવી દોસ્તી. ચાર પાંચ મહિના છે હવે આપડે જોડે. પછી તો હું બહાર જતો રહીશ. "

" ઓકે કોઈ નો ફોન આવે છે બાય " કહી ને નિયા એ ફોન મૂકી દીધો.


રાતે એની ડાયરી માં આજ ના આખા દિવસ નું લખ્યું પછી એ ગેલેરી મા ફોટા જોતી હતી ત્યાં એને માનિક એ મોકલેલો વિડિયો દેખાયો.

એ વિડિયો માં એમના ગ્રૂપ પિક હતા. મન એટલે કે માનિક, આદિ અને નિયા ના પિક હતા. પછી લખ્યું હતું

" નિયા થઈ ગઈ છે ભૂલ પણ તારા વગર લાઈફ મા કંઇક ખૂટે છે. હા હું થોડો વધારે હક જતાવતો હતો પણ હવે તારા વગર નઈ ગમતું. કેમ આપડે દોસ્ત પાછા ના બની શકીએ ? "

નિયા એ પાછી ડાયરી ખોલી અને આ વાત લખી પણ એની આંખ માં પાણી આવી ગયા.

" કેમકે માનિક એ આ જ લખ્યું હતું એવું તો કેટલી બધી વાર કીધું હતું. તો પણ એ થોડો પણ ચેન્જ થયો નઈ હતો "

નિયા આજે બધી વાત ભૂલી જવા માંગતી હતી એને ડાયરી માં પાછું લખવાનું ચાલુ કર્યું


" હાઈ
આજે મારી બર્થડે છે
અને આજે વર્ષ નો છેલ્લો દિવસ

આ વર્ષ મા જે થયું એ બધું મારે ભૂલી જવું છે. કેમકે આ વર્ષ મા કઈ વધારે જ દુઃખી થઈ છું.

નવા વર્ષ મા મારે બોવ બધુ એન્જોય કરવું છે. મસ્ત રીતે જીવવું છે.

Happy new year "

નિયા આગળ તો કઈ લખી ના શકી.

બે દિવસ પછી એ પેકિંગ કરતી હતી આણંદ જવા માટે ની ત્યારે માનિક નો ફોન આવ્યો.

" તારો ફ્રેન્ડ ઘરે આવે છે મારી " માનિક એક દમ ખુશ થઈ ને બોલ્યો.

" વોટ "

" આદિ ઘરે આવે છે. પણ એને કોઈ ને કહેવાની ના પાડી છે "

" તો શું કરવા મને કહે છે ?" નિયા બોલી.

" તને ખબર પડે ને. આમ તો આદિત્ય તને બધું કહે છે એટલે "

" એની લાઈફ છે એને જે કરવું હોય એ કરે " નિયા બોલી.

" તને તો હજી સાચું નઈ લાગે ને "

" હા કેમકે આદિ જૂથ નઈ બોલતો " નિયા ને ખબર હતી કે આદિ કોઈ દિવસ જૂઠું નઈ બોલતો એટલે એને કીધું.

" સારું આવે ત્યારે વિડિયો મોકલું. "

" હું શું કરું જોઈ ને ?" નિયા ગુસ્સા માં બોલી.

" યકીન. કે આદિ પણ જૂથ બોલે છે "

નિયા ને ગુસ્સો આવ્યો એટ્લે એને ફોન કટ કરી નાખ્યો.

બીજે દિવસે સવારે નિયા આણંદ આવી ગઈ.

ઈશા એકલી હતી એટલે એ પણ એ દિવસ તો આંખો દિવસ મસ્તી કરી. સાંજે એ બહાર પાણી પૂરી ખાવા પણ ગયા.

રાતે નિયા જમી ને જલ્દી સૂઈ ગઈ હતી. પણ એના મગજ માં હજી એક જ વાત ગોળ ગોળ ફરતી હતી.

" કે આદિત્ય પણ જૂથ બોલે છે "

ત્યાં માનિક નો ફોન આવ્યો.


" આજે આદિ સાથે કેટલા દિવસ પછી શાંતિ થી વાત કરી. કેટલું સારું લાગ્યુ ખબર છે તને " માનિક બોલ્યો.

" તો "

" મારા ઘરે આવેલો એ આજે. બોવ મઝા કરી "

" ઓકે " નિયા એ એક દમ ટૂંક માં જવાબ આપ્યો.

" એક વાત કહું ?"

" શું ? " નિયા એ પૂછ્યું.

" આમ તો તું આદિ ને બેસ્ટ ફ્રેન્ડ કહે છે તો પણ એને તને ના કીધું મારા ઘરે આવેલો " માનિક બોલ્યો.

" એમાં મને શું કહેવાનું ? એની લાઈફ છે જ્યાં જવું હોય ત્યા જાય " નિયા બોલી.

" સારું. તને નઈ સમજાય.
તું જેટલું આદિ ને દોસ્ત માને છે એવું એના માટે કઈ નથી" માનિક બોલ્યો.

નિયા ને આ સાંભળી ને ગુસ્સો આવતો હતો પણ એને કીધું " ઓકે "

" તને લાગતું હશે આદિ તને ફ્રેન્ડ માનતો હસે પણ એવું કઈ નથી. અને તું આ બધું ઈન્સ્ટાગ્રામ પર તારી નોવેલ નું એ બધા ને ટેગ કરી ને મૂકે છે ને એ લોકો ને ગમતું નથી " માનિક બોલ્યો.

" સારું બીજું કઇ ?" નિયા આમ તો બોવ જ સ્ટ્રોંગ હતી પણ આ બધું સંભાળી ને એની આંખ માં પાણી આવી ગયા હતા.

" તને તો મારા પર વિશ્વાસ જ નઈ થાય ને. " માનિક હસતા હસતા બોલ્યો.

" સારું બાય " નિયા ફોન મૂકવા જતી હતી.

" જોઈ લેજે એ લોકો તને યાદ પણ નઈ કરે. " માનિક બોલ્યો.

" તને શું છે પણ ?"

" હું બસ એટલું જ કહેવા માંગુ છું કે તું આદિ પર જેટલો વિશ્વાસ કરે છે ને એ ખોટો છે. " માનિક બોલ્યો.

" પ્લીઝ તું બીજા માટે ખરાબ ના બોલ " નિયા બોલી.

" તને બોવ લાગી આવે છે આદિ નું " માનિક રાક્ષશી હસી સાથે બોલ્યો.

" શું બોલે છે તું ?" નિયા એક દમ ગુસ્સા માં બોલી.

" એ જ કે આ આદિત્ય ને બધે ઈન્સ્ટાગ્રામ પર ટેગ કરે છે ને સ્ટોરી મા એ બધું બંધ કરી દે. ખબર છે તું લખે છે બધા ને બતાવવાની જરૂર નથી. અને એટલું પણ સારું નઈ લખતી કે તારી નોવેલ રીયલ માં પબ્લિશ થાય"

" ઓકે " નિયા એ ફોન કટ કરી ને સાઇડ માં મૂકી દીધો.


બે દિવસ પછી તો એ લોકો ની કોલેજ રેગ્યુલર ચાલુ થઈ ગઈ હતી. નિયા પેલા કરતા બોવ બદલાઈ ગઇ હતી એવું લાગતું હતુ. કેમકે નિયા બોવ ઓછી વાત કરતી.

અને જ્યારે માનિક કેન ટીન માં એ લોકો સાથે હોય ત્યારે નિયા કંઈ પણ બહાનું કાઢી ને નિયા ત્યાં થી જતી રહતી.

છેલ્લું સેમ હતું. એટલે એમને કોલેજ પણ ઓછું જવાનું થતું. નિયા એ બધા સાથે બોલવાનું બોવ ઓછું કરી દીધું હતું. બોલતી મસ્તી પણ કરતી પણ અમુક વાર બોલતા બોલતા એ ચુપ થઇ જતી. બસ આજ ફરક હતો પહેલા ની નિયા માં અને અત્યાર ની નિયા માં.


એક દિવસ રાતે જમી ને નિયા કઈક ફોન મા જોતી હતી ત્યારે માનિક નો મેસેજ આવ્યો

" નિયા પ્લીઝ પેલા જેવી દોસ્ત બની જા "

નિયા એ મેસેજ જોયો પણ કઈ જવાબ ના આપ્યો.

માનિક હવે બોવ ટ્રાય કરતો આદિ અને નિયા ની દોસ્તી તોડવાનો. એ નિયા ને દરરોજ કંઈ નું કહી કહ્યા કરતો અમુક વાર મેસેજ પર અને અમુક વાર કૉલ પર.




શું માનિક આદિત્ય અને નિયા ની દોસ્તી તોડાવસે ?


નિયા ના ડ્રીમ બોય નું નામ શું હોઈ શકે ? કૉમેન્ટ માં કહો?