મન : સંબંધ મિત્રતા નો - 52 in Gujarati Novel Episodes by Siddhi Mistry books and stories Free | મન : સંબંધ મિત્રતા નો - 52

મન : સંબંધ મિત્રતા નો - 52

પોણા અગિયાર વાગ્યા હસે. આદિ હજી આવ્યો નઈ હતો એટલે નિયા લેપટોપ મા કઈક કરતી હતી.


ત્યાં બેલ વાગ્યો. નિયા જોવા ગઈ.


" ઓહ આવ " આદિત્ય ને જોતા નિયા બોલી.

" રેડી થઈ ને ક્યાં જવાની છે ? " આદિત્ય એ મસ્તી મા પૂછ્યું.

" સુરત કાયમ માટે "

" બસ. પાણી આપ પેલા "

નિયા પાણી લેવા ગઈ.


દસ મિનિટ પછી


" જઈએ આપડે ?" આદિત્ય એ પૂછ્યું.

" હમ પણ ક્યાં જવાનું છે ?"  નિયા એ પૂછ્યું.

" શાંતિ રાખ ને થોડી"


નિયા રસ્તા માં ચુપ હતી. એણે કઈ જ પુછ્યુ નઈ.


" સત્યનારાયણ ? અહીંયા કેમ ?" નિયા એ પૂછ્યું.

" મારી મરજી " આદિ અંદર જતા બોલ્યો.


નિયા હજી ત્યાં ની ત્યાં ઊભી હતી.


" અહીંયા જ ઉભુ રેહવાનું છે કે શું ?" આદિ એ પૂછ્યું.

નિયા ચુપ ચાપ અંદર ગઈ.

આદિત્ય એ નિયા ના ફેવરીટ  ટ્રીપલ સન્ડે નો ઓર્ડર આપી ને નિયા ના સામે બેઠો. નિયા ફોન મા કઈક વાંચતી હતી.


" શું વાંચે છે ?" આદિ એ પૂછ્યું.

" કઈ ખાસ નઈ. કૉમેન્ટ જોતી હતી "

" અચ્છા "

" પેલા એ બોલ શું કામ હતું ?" નિયા એ પૂછ્યું.

" આઈસ ક્રીમ આવી જવા દે "

" ઓકે " નિયા એ શાંતિ થી કીધું.


ત્યાં આઈસ ક્રીમ આવી ગયો.

નિયા એ તો કોઈ ની રાહ જોયા વગર ખાવા નું ચાલુ કર્યું.

" નિયા એક વાત કહેવાની છે ?" આદિ બોલ્યો.

" હા તો બોલ ને "

" સોરી "

" વોટ ? કેમ ?" નિયા બોલી.

" એટલે કે હું જૂથ બોલ્યો " આદિ બોલ્યો.

" શું બોલે છે? પેક માર્યો છે કે શું ?" નિયા એ પૂછ્યું.

" નિયા સાચે કહું છું " આદિ બોલ્યો.


નિયા એ આઈસ ક્રીમ માથી ધ્યાન હટાવી આદિ સામે જોયું.

" ડિસેમ્બર માં વેકેશન માં હું  માનિક ના ઘરે ગયો હતો પણ તમને કોઈ ને કીધું નઈ હતું " આદિ બોલ્યો.

" ઓકે. જઈ આવ્યો ને "

" હા પણ " આદિ કઈ બોલે એ પેલા નિયા એ કહ્યું.

" મને ખબર છે તું એના ઘરે હતો કેમકે એને જ્યારે મને કીધું ત્યારે મે સાચું ના માન્યું તો એને વિડિયો ડેટ અને ટાઈમ બતાવે એવી રીતે મોકલ્યો. એટલે મને ખબર છે કે તું એના ઘરે ગયો હતો " નિયા બોલી.

" ખબર છે તો કીધું કેમ નઈ ?"

" તારી લાઈફ છે એમાં હું શું કહું ?" નિયા બોલી.

" ઓકે પણ બીજી વાત તે કિધી હતી ત્યારે મે કીધું હતું એવું નઈ હતું પણ ત્યારે પણ જૂથ કીધું હતું " આદિ બોલ્યો.


નિયા જે ક્યારની ચમચી થી રમત કરતી હતી એ ચમચી પડી ગઈ.


" નિયા આર યુ ઓકે ?" આદિ એ પૂછ્યું.

નિયા એ હા મા માથું હલાવ્યું.

" એ દિવસે હું કોલેજ મારા કામ માટે નઈ ગયો હતો પણ મારું જેકેટ માનિક ના ઘરે ભૂલી ગયો હતો અને માનિક કોલેજ કામ માટે આવવાનો હતો એટલે હું જેકેટ લેવા ગયો હતો. પણ મે તે દિવસ તને કીધું કે હું કામ માટે ગયેલો " આદિ બોલ્યો ત્યાં તો નિયા ફ્લેશ બેક માં જતી રહી.


જ્યારે માનિક એ કીધું આદિત્ય એના ઘરે આવ્યો પણ તને કીધું નથી. એ વાત ને થોડા દિવસ થયા હતા ને શિવાની જે નિયા ની ક્લાસમેત હતી એનો ફોન આવ્યો હતો.

" તારા બેસ્ટ ફ્રેન્ડ કોલેજ આવ્યા છે તો તું કેમ નઈ આવી"

નિયા ને કઈ સમજ ના પડી એટલે એને પૂછ્યું. " કોણ ?"

" આદિત્ય અને માનિક "

" ઓહ ઓકે"

" તું તો એવી રીતે બોલી જાણે તને ખબર જ ના હોય કે એ લોકો કોલેજ આવ્યા છે " સિવાની એ કહ્યું.

" હા મને નઈ ખબર હતી "

" તું ખોટું ના બોલ. બધી ખબર જ હસે . સારું ચલ બાય પછી કરીશ " શિવાની એ ફોન મૂકી દીધો.

પણ નિયા વિચારતી હતી આ શું થઈ રહ્યું છે ?

પણ એ સાંજે આદિ એ વિડિયો કૉલ કર્યો હતો ત્યારે નિયા એ પૂછ્યું.

" લોકો કોલેજ જાય  તો કહે પણ નઈ. કોઈ બીજું ફોન કરી ને કહે છે તારા ફ્રેન્ડ કોલેજ આવ્યા છે "

" કોણ ?"

" તું અને માનિક કોલેજ ગયા હતા ને મને શિવાની નો ફોન આવ્યો " નિયા એ કહ્યું.

" હા મારે કામ હતું. અને માનિક ત્યાં આવેલો હતો "

" ઓહ બંને નક્કી કરી ને મળ્યા હસો " નિયા મસ્તી માં બોલી.

" ના હવે. અચાનક મળી ગયા "

" હસે મને નઈ લાગતું " નિયા એ કહ્યું.

" સાચું કહું છું બેબ "


આદિ બેબ બોલ્યો એટલે નિયા ને લાગ્યું આદિત્ય સાચું બોલે છે.

નિયા હજુ પણ ફલેશ બેક માથી બહાર આવી નઈ હતી. આદિ એ જોયું નિયા કઈ વિચારી રહી હતી.

" નિયા "

" હા બોલ "

" શું થયું ?" આદિ એ પૂછ્યું.

" ના કઈ નઈ "

" તો આ આઈસ ક્રીમ કેમ ખાધો નઈ. પીગળી ગયો જો " આદિ મસ્તી મા બોલ્યો.

" નઈ ઈચ્છા ખાઈ જા તુ "

" સાચે ? "

" હા "

" કઈ બાજુ સૂરજ ઊગ્યો હતો આજે. તારે આઈસ ક્રીમ નઈ ખાવો " આદિ એ પૂછ્યું.

" સૂરજ તો પૂર્વ માં જ ઊગ્યો હતો. પણ આજે નઈ ખાવો આઈસ ક્રીમ " નિયા બોલી.

" સારું ના ખાઈશ તો. હું તો ખાઈશ " આદિ મસ્તી મા બોલ્યો. કેમકે એને ખબર હતી નિયા આઈસ ક્રીમ માટે કોઈ દિવસ ના નઈ કહેતી.

આદિત્ય આઈસ ક્રીમ ખાતો પણ નિયા આજે શાંતિ થી બેસેલી હતી. 

" ઓય ગુસ્સે છે ?" આદિ એ પૂછ્યું.

" ના "

" તો આઈસ ક્રીમ પર કેમ ગુસ્સો કરે છે ? એને થોડી કઈ કર્યું છે"

" તું ખાઈ લે ને " નિયા બોલી.

" જ્યાં સુધી તું કહેશે નઈ ત્યાં સુધી હું અહીંયા થી જવાનો નથી"

" હા તો બેસ હું જાવ " નિયા બોલી.

" જાવ વાળી. બોલ ચલ શું થયું "

" કઈ નઈ "

" પણ તારી આંખ તો કઈક બીજું કહે છે એનું શું ?" આદિ બોલ્યો.

" તો હું શું કરું "

" નિયા જો ગોળ ગોળ વાત કરતા મને નઈ આવડતી. આ વાત ક્યારની કહેવી હતી પણ મારે ફોન પર નઈ કહેવી હતી. પ્લીઝ ભૂલી જા એ વાત ને "

" વાત ને ભૂલી ગઈ હતી પણ દરરોજ યાદ બીજા કરાવે તો હું પણ શું કરું " નિયા બોલી.

" હા મને ખબર છે માનિક જ બોલતો હસે પણ તું કેમ એ વિચારે છે ?"

" હમ "

" હજી કહું છું આઈસ ક્રીમ થોડો બચ્યો છે ખાઈ લે "

" ના "

" યારાના  ના લાસ્ટ પાર્ટ ની જેમ અમે તને ત્રણ વર્ષ સુધી દૂર નઈ જવા દેવાના "

" નોવેલ છે  એ. ખાલી સ્ટોરી એક " નિયા બોલી.

" કોની સામે જૂથ બોલે છે તું. જે તારી સ્ટોરી છે "

" હા. તો "

" કઈ કીધું મે. ત્રણ વર્ષ સુધી "

" દરરોજ પોતાને હર્ટ કરવું એના કરતાં સારું રહેશે દૂર થઈ જવું"

" નિયા શું બોલે છે તું ? ખબર છે ?"

" હા . કેમકે હવે માનિક નું બોલવાનું મારા થી સહન નઈ થતું. 3 મહિના છે નઈ ઝગડો કરવો મારે કોઈ સાથે " નિયા બોલી.

" કઈક ધમાકો કરવો જોઈએ ? શું કહેવું ? " આદિ બોલ્યો.

" આટલા તો ધમાકા થઈ ગયા છે હજી શું કરવું છે તારે ?" નિયા બોલી.

" ઓહ શું થયું એવું તો " આદિ આઈસ ક્રીમ ખાતા બોલ્યો.

" તું પેલા ખાઈ લે પછી બોલ "

" આમ કોઈ ની ફેવરિટ વસ્તુ એની સામે ખાવા ની મઝા કઈક અલગ જ છે " 😉 આંખ મારતા આદિ બોલ્યો.

" વેરી ફની. અને  પ્લીઝ આ વાત કોઈ દિવસ યાદ ના કરાવતો. આ જૂથ " નિયા બોલી.

" એક શરતે ?" આદિ બોલ્યો.

" શું ? આઈસ ક્રીમ ખાવાનું ના કહેતો આજે " નિયા બોલી.

" સારું. આજે નઈ પણ પછી તો ખાસે ને ?"

" યેસ "

" તો કોકો પીવો પડશે અત્યારે તો જ હું આ વાત યાદ નઈ કરવું."

" ના "

" હા પીવો જ પડશે "  આદિ બોલ્યો.

" ઓકે " નિયા પણ છેલ્લે ખોટી ચર્ચા કર્યા વગર કોકો માટે માની ગઇ.

થોડી વાર પછી ,

" તને શરમ આવે છે એકલી એકલી કોકો પીવે છે તો ?" આદિત્ય બોલ્યો.

" ના "

" મને પણ આપ થોડો "

" તે આઈસ ક્રીમ આપ્યો હતો મને " નિયા માસુમ મોઢું કરી ને બોલી.

" ઓહ એવું હમણાં બીજો મંગાવીએ તો "

" ના કઈ જરૂર નથી પણ આવા ફ્રેન્ડ એકલા એકલા ખાય હુહ..." નિયા બોલી.

" ઓહ હમ ઐશે નઈ હે " આદિ બોલ્યો .

" બસ બસ બોવ  સરિફ ના બન . આ લે કોકો " નિયા બોલી.

" વાહ આજે તો કોકો શેર કરી દીધો નસીબ સારુ છે મારુ" આદિ બોલ્યો.

" હા ખાલી મારું જ સારું નથી "

" કેમ આમ બોલે છે "

" બસ એમજ " નિયા બોલી.

" હજી એ જ વાત મનમાં છે ને નિયા ?"

" ના અમુક પેજ લાઇફ ની બુક માથી ફાડી ને ફેકી દેવા જોઈએ" નિયા બોલી.

" તો એને પણ ફેકી દે " આદિ કોકો પીતા પીતા  બોલ્યો.

" કોને ? "

" મતલબ કે એ વાત ભૂલી જા જેને તું યાદ કરવાં નઈ માંગતી "

" હમ પણ હવે શું આદિત્ય એ તો વિશ્વાસ તોડી નાખ્યો ખબર નઈ પડતી શું કરવું ?" નિયા બોલી.

" ફરી એક વાર ટ્રાય કરી જો. કદાચ એ વિશ્વાસ તોડે નઈ"

" હમ પણ હવે હું મન વાળા વોટ્સ એપ ગ્રૂપ માથી નીકળી જાવ છું " નિયા બોલી.

" સાચે ?"

" મને ખબર છે ત્યાં સુધી જ્યાં આપડી કોઈ કદર ના હોય ત્યાં ના રહેવું જોઈએ "

" ઓકે " આદિ ને પણ ખબર હતી એટલે એને કઈ ના કીધું .

" તો પણ મન રહેશે જ ને " નિયા બોલી.

" કઈક સમજ મા આવે એવું બોલ યાર " આદિ એ કહ્યું.

" ન એટલે નિયા. મ એટલે મિયાન "

" એ કોણ છે ?"

" તું બીજું કોન ?" નિયા બોલી.

" ઓહ ન્યૂ નેમ " ખુશ થતા બોલ્યો.

" મન વાળી દોસ્તી નઈ તૂટે એ નક્કી હતું. અને આજે પણ નઈ તૂટી. "

" હે ? "

" માનિક નઈ. પણ મિયાન "

" ઓહ મિયાન નો મ અને નિયા નો ન એટલે મન એમ "

" હા એમ " નિયા બોલી.

" ઓહ તુને દિલ ખુશ કર દિયા " આદિ 😍 ખુશ થતા બોલ્યો.

" વોટ ?"

" કઈ નઈ જઈએ "

" હા " નિયા એ કહ્યું.

" સાંજે તેજસ ના ઘરે આવજે. "

" કેમ ? બર્થડે છે કોઈ નો ?" નિયા એ પૂછ્યું.

" ના એમજ ના અવાય "

" જોઈશ ચલ "

નિયા ને મુકી ને આદિત્ય તેજસ ના ઘરે ગયો. નિશાંત તો ત્યાં જ હતો.  એ pubg રમતો હતો.

આદિ તેજસ ને આજ ની વાત કહેતો હતો.

આ બાજુ નિયા તો ઘરે જઈ ને પર્સિસ સાથે થોડી વાર વાત કરી પછી જમી ને સુઈ ગઈ હતી.

સાંજે સાડા ચાર વાગે નિયા ના ફોન ની રીંગ વાગી.

" હા બોલ " નિયા એ ફોન ઉપાડતાં કહ્યું.

" આવ ને ઘરે " તેજસ એ કહ્યું.

" આવીશ સાંજે "

" સાડા ચાર તો થયા હજી ક્યારે સાંજ પડે ?" તેજસ બોલ્યો.

" ઓહ્ સાડા ચાર થઈ ગયા. "

" આવે છે  કે લેવા આવે મનન " તેજસ બોલ્યો.

" ના આવી જઈશ હું " નિયા બોલી.

નિયા ફ્રેશ થઈ ને તેજસ ના ઘરે ગઈ.

" બોવ સુવો તમે તો " તેજસ  બોલ્યો.

" હા બોવ જ " નિયા બોલી.

" આવો હવે કે બહાર ઊભા  રેવાનો ઈરાદો છે "

" ના સેજ પણ નઈ "

તેજસ ના રૂમ માં બધા વાત કરતા હતા ત્યાં નિશાંત બોલ્યો

" ચાલો ને યાર ક્યાંક જઈએ "

" ક્યાં જવું છે ?" મનન એ પૂછ્યું.

" ફરવા " નિશાંત બોલ્યો.

" ના હમણાં નઈ. વેકેશન માં જઈશું " આદિ એ કહ્યું.

" થોડા દિવસ માં એન્યુઅલ્ ફંક્શન છે શું કરીશું આ ટાઈમ ?" તેજસ એ પૂછ્યું.

" કઈ નઈ ડાન્સ બીજું શું ?" આદિ બોલ્યો.

" નિયા શું વિચાર છે આ ટાઈમ ?" તેજસ એ પૂછ્યું.

" ના કોઈ જ નઈ "

" શું કોઈ નઈ " નિશાંત બોલ્યો.

" કઈ વિચાર નથી એમ " નિયા બોલી.

" લે આમ થોડી ચાલે " તેજસ એ કહ્યું.

" હા ડાન્સ તો કરવાનો જ છે. દસ પંદર દિવસ છે હવે આપડી પાસે " આદિ એ કહ્યું.

" તો " નિયા બોલી.

" કઈક વિચાર તું. અમારા મગજ મા તો કઈ આવતું નથી" તેજસ બોલ્યો.

થોડી વાર બધા આજ ટોપિક પર વાત કરતા હતા. થોડી વાર પછી નિયા કહ્યું

" કોલેજ લાઈફ પર કરીએ "

" ચાલો "

નિયા એ એના માઇન્ડ માં હતું એ બધું કહ્યું . એટલે તેજસ બોલ્યો

" આપડે ચાર જ છે એન્ડ તે કીધું એમાં પાંચ લોકો છે "

" મનન છે ને ?"  નિયા બોલી.

" ના હો હું નઈ " મનન બોલ્યો.

" કેમ પણ ?" નિયા એ પૂછ્યું.

" બસ એમજ હું નઈ કરવાનો ડાન્સ " મનન બોલ્યો.

થોડી વાર સુધી બધા એ મનન ને મનાવ્યો પણ એ ડાન્સ માટે ના મળ્યો એટલે નિયા બોલી

" ઓકે તું માનિક ને કંપની આપજે "

નિયા ની આ વાત પર બધા હસવા લાગ્યા.

" નિયા આમ ના બોલ "

" હવે તારે વિચારવાનું શું કરવું એ ? માનિક ને કંપની આપવી કે અમારી જોડે ડાન્સ કરવો " નિયા બોલી.

" સુરત વાળા પાસે મગજ બોવ હોય છે નઈ આદિ ? તેજસ બોલ્યો.

" નાઈસ જોક " નિયા એ કહ્યું.

" કાલે કહું સવાર  મા " મનન એ કહ્યું.

" ઓકે ટેક યોર ટાઈમ " નિયા આંખ 😉 મારતા બોલી.

" ખુશ ના થા ફસાઈ દીધો તે તો " મનન બોલ્યો.

" ઓહ રિયલી. સારું હું જાવ હવે. તમે કામ કરો " નિયા બોલી.

" અમે નવરા જ છે " નિશાંત બોલ્યો.

" સારું તો પણ હું જાવ છું " નિયા બોલી.

" હું પણ " મનન બોલ્યો.

બીજે દિવસે

બ્રેક માં કેન ટીન માં બેસેલા હતા. મનન ના જવાબ ની રાહ જોઈ ને.શું જવાબ આપશે મનન ?
Rate & Review

Saiju

Saiju 7 months ago

Bhumika Sutaria

Bhumika Sutaria 7 months ago

Keval

Keval 7 months ago

Devang Shah

Devang Shah 7 months ago

Jkm

Jkm 7 months ago