Baani-Ek Shooter - 56 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 56

બાની- એક શૂટર

ભાગ : ૫૬


મિસીસ આરાધનાએ બાની તેમજ એહાન સામે સિગારેટ ધરતાં પૂછયું, " લેશો??"

બાની તેમ જ એહાને અણગમો દેખાડ્યો. મિસીસ આરાધના થોડી હસી.

મિસીસ આરાધના પર બાનીના ચીખવાથી કોઈ પણ પ્રકારની અસર ન થઈ હોય તેમ આરામથી સિગારેટ સળગાવી અને પોતાના મોઢામાં મૂકી. એક ઊંડો કસ લઈને શાંતિ અનુભવવા લાગ્યા હોય તેમ આંખ બંધ કરી દીધી.

એક આખી સિગારેટ પુરી થઈ ત્યાં સુધી બાનીને દિલમાં આક્રોશ લઈને એહાન સાથે શાંત બેસી રહેવું પડયું કેમ કે કોઈ હથિયાર પણ સાથે લાવી ન શક્યા. ડીલ પણ તો એ જ થઈ હતી ને મિસીસ આરાધના દ્વારા એહાન સાથે કે એ એની સાથી સાથે મિસીસ આરાધનાને મળવા, વગર હથિયારે આવશે...!!

તેમ જ મિસીસ આરાધનાના સાગીરતો દ્વારા એહાન બાનીને ગાડીમાં બેસાડવા પહેલા સંપૂર્ણ રીતે તપાસવામાં આવ્યાં હતાં. બાનીને પોતાની પિસ્તોલ વગર અત્યારે બધું વ્યર્થ લાગી રહ્યું હતું. એ કશું પણ ન કરી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી.

"એટલી જલ્દી શું છે બાની...!! જાણીને પણ તું કશું શું ઉખાડી લઈશ...!!" મિસીસ આરાધનાએ બાનીને ખૂબ જ પ્રેમથી પરંતુ એક એક શબ્દો પર ભાર આપતાં કહ્યું.

જેમ જેમ મિસીસ આરાધના બોલતી જતી હતી તેમ તેમ એ શબ્દો તીરની જેમ બાનીના સીનામાં ઘા કરતાં જતા હતા. મિસીસ આરાધનાના એ શબ્દો બાનીને ઉત્સાવી રહ્યાં હતાં. પરંતુ એહાને બાનીના હાથ પર પોતાનો હાથ રાખી જોરથી પકડી રાખ્યો હતો. બાની ક્રોધની સીમા વટાવી ચૂકી હતી...!! એ મનમાં જ ગુસ્સાથી બબડી, " કમબખ્ત...!! કેદાર...!! એને હજુ સુધી અહીંનો પત્તો ના લાગ્યો કે શું...!?"

બાનીને કેદાર પર સંપૂર્ણપણે વિશ્વાસ હતો. એ જાણતી હતી કે કેદાર કેવી પણ રીતે એના સુધી પહોંચી જશે. હજું તો મિસીસ આરાધનાનાં બંગલે પોતાને આવીને ત્રીસ મિનીટ પણ થઈ ન હશે...!! તો પણ બાની પોતાની ધીરજ ખોઈ બેસી હતી.

મિસીસ આરાધનાએ એક પેગ બનાવ્યો. એ પણ એ ધીમે રહીને ગટગટાવી ગઈ. બાનીની ધીરજ ખૂટી ગઈ, " મિસીસ આરાધના...!! મારી ફ્રેન્ડ જાસ્મિનનું ખૂન કેમ કરવામાં આવ્યું??"

" વેલ....!! સીધી વાત છે...!! આપણા પગમાં કાંટો લાગે તો આપણે એને કાઢીને ફેંકી દઈએ છે. એ કાંટાને પગમાં લઈને તો ચાલી નથી શકતા ને....!! જાસ્મિન પણ મારા લાઈફમાં કાંટાની જેમ આવી ગઈ હતી...!!" મિસીસ આરાધનાએ કહ્યું.

"કારણ...!??"બાનીએ પૂછ્યું.

"કારણ....!! તું જાણે જ છે બાની...!! મારા મૂખેથી સાંભળીને તને શું પ્રાપ્ત થશે??" મિસીસ આરાધનાએ નાનું સ્મિત આપીને કહ્યું, "કે પછી સચ્ચાઈ સાંભળી મને જાનથી મારી નાંખવું છે?? જે શક્ય નથી....!!"

"મિસીસ આરાધના...!! જે ખોટું છે એ ખોટું જ રહેશે...!! દિલમાં આક્રોશ રાખીને હાથ પર હાથ ધરી બેસી રહેવા કરતાં અસત્ય સામે લડત આપવી...!! મિસીસ આરાધના તમારે તો મરવું જ પડશે...!!" બાનીએ કહ્યું.

"અસત્ય....!! દુનિયામાં એવા ઘણા કારનામા....!! ઘણા શું...!! ઘણાથી પણ પર અસત્યનાં પાયાથી જ શરૂ થઈ રહ્યાં છે અને થતાં રહ્યાં છે. તું એવા કેટલા પર આક્રોશ ઠેલાવીને લડત આપશે બાની...??" મિસીસ આરાધનાએ પૂછ્યું.

"વેલ મિસીસ આરાધના...!! મારી લાઇફના ગ્રાફ વિષેની માહિતી તો તમે પ્રાપ્ત કરી જ હશે. અડધી લાઈફ સૂટ્ટા ગાલીગલોચ દોસ્તો સાથે ટાઈમપાસમાં ગયો. જ્યારે મારો વિચાર આવ્યો ત્યારે એબ્રોડ જઈ મારા લીધે જીવવા લાગી..!! અને જ્યારે બેસ્ટ ફ્રેન્ડનું ખૂન કરવામાં આવ્યું છે એ જાણ થયું તો એના પ્રતિશોધમાં જીવવા લાગી..!! જીવી રહી છું. એ પ્રતિશોધ એટલે જાસ્મિનનાં ખૂનીને મારા પિસ્તોલથી વીંધી નાંખવું...!! લડત તો ત્યારે જ શરૂ થાય છે ને મિસીસ આરાધના જ્યારે પોતાનું વ્યક્તિ નિર્દોષતાથી ગુમાવ્યું હોય...!!" બાનીએ કહ્યું.

"આ લડત તું ક્યારે પણ જીતી ના શકે બાની...!! કેમ કે ષડ્યંત્ર કોઈ એકલાથી તો રચાતું નથી. એમાં રચનારા ઘણા બધા જોડાયેલ હોય છે." મિસીસ આરાધનાએ કહ્યું.

બાની લાંબીલચક વાત થાય એ જ ચાહતી હતી. કારણ એની પાસે હથિયારમાં કશું પણ હતું નહીં. એ રાહ જોતી બેઠી હતી કે કેદાર નક્કી આવશે.

"મિસીસ આરાધના જીતનો લોભ મને ક્યાં છે. મારો પ્રતિશોધ તો જીવન મરણ વચ્ચેનો ચાલી રહ્યો છે." બાનીએ કહ્યું.

મિસીસ આરાધનાએ કશો પણ જવાબ આપ્યો નહીં. થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ.

"મિસીસ આરાધના મને સાંભળવું છે તમારા મૂખેથી જાસ્મિનનું ખૂન કેમ કરવામાં આવ્યું??" એહાન બોલી ઉઠ્યો.

"દીકરો...!! તું નાદાન છે...!! સાંભળીને તને પણ કશું પ્રાપ્ત નથી થવાનું...!! આ છોકરી વધુ પડતી ચાલાક છે દીકરા. આ છોકરીથી દૂર રહેજે..!! " કહીને મિસીસ આરાધનાએ ઊંડો શ્વાસ લીધો. એને બાની સામે નજર ઠેરવતા પહેલા પોતાના ઉભેલા હથિયાર સાથે તૈનાત સાગીરતો પર એક નજર નાંખી.

એ કશુંક વિચારતી હોય તેમ એની બેઠક પર ટટ્ટાર થઈને બેસી કહેવા લાગી, " સમય સાથે હું પણ ચાહતી હતી કે આ ગુનાખોરીની દુનિયામાંથી બહાર નીકળી એક નવી જિંદગી દાગ વગરની જીવું....એ શક્ય પણ હતું જ એહાન...!! પરંતુ અચાનક.....!! બાની નામની દુઃખતી નસથી મારો પરિચય થયો." મિસીસ આરાધનાનું એટલું જ વાક્ય પૂરું થયું હશે ત્યાં જ સામે આવેલી પાતળા કાચના સ્લાઈડિગનો વિન્ડોઝનો તૂટી જવાનો જોરથી અવાજ આવવા લાગ્યો. મિસીસ આરાધના પોતાની બેઠક પરથી જલ્દીથી ઉઠી ગઈ. બાની અલર્ટ થઈ પોતાના સ્થાન પરથી ઉઠી. એહાન પણ ઝડપથી ઉઠ્યો. કશુંક સમજીને મિસીસ આરાધનાના સાગીરતો આરાધના પાસે પહોંચે તે જ સમયે બારીના તૂટેલા કાચમાંથી ઘરઘરાટી કરતું બૂલેટ સામેથી અંદરની તરફ પ્રવેશ થયું. બૂલેટ પર હેલ્મેટ પહેરી તેમ જ જાડા ચામડાનું બ્રાઉન રંગનું જેકેટ પહેરી એક સ્ટંટમેનની જેમ કેદાર સીધો બાની જ્યાં ઉભી હતી ત્યાં ધસી આવ્યો.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)