Shivarudra .. - 12 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 12

12.

( શિવરુદ્રાને સૂર્યપ્રતાપગઢમાં આવેલ પહેલાં મહેલ વિશે રવજીભાઈ પાસેથી ઘણીબધી માહિતી મળે છે, જેનાં આધારે શિવરુદ્રાને ખ્યાલ આવે છે કે હાલ જે મહેલ સૂર્યપ્રતાપગઢમાં આવેલ હતો, એ મહેલ 700 વર્ષ પહેલાં મહારાજા હર્ષવર્ધન સૂર્યપ્રતાપે બનાવડાવેલ હતો, જે પરથી આ ગામનું નામ સૂર્યપ્રતાપગઢ પડેલ હતું, પરંતુ ભૂતકાળમાં એ મહેલ મહારાજા રાઘવેન્દ્ર સિંહ દ્વારા બનાવડાવેલ હતો, અને એ સમયે આજનું સૂર્યપ્રતાપગઢ રાઘવપુર તરીકે ઓળખાતું હતું, મહારાજા હર્ષવર્ધને આ રાઘવપુર પર ચડાઈ કરીને આ રાઘવપુર જીતી લીધેલ હતું, અને મહારાજા રાઘવેન્દ્ર સિંહને પોતાનાં દરબારમાં મંત્રી પદ આપેલ હતું, અને તેમની દિકરી રાજકુમારી સુલેખાને પોતાની રાણી બનાવે છે….એ જ દિવસે રાતે શ્લોકા ગભરાયેલ અને ડરેલ હાલતમાં શિવરુદ્રાનાં ઘરે આવે છે...અને શિવરુદ્રાનાં હાથમાં ઈન્ટરનેટ પરથી પોતે ડાઉનલોડ કરેલ હર્ષવર્ધનની ઇમેજની પ્રિન્ટ આઉટ આપે છે….જે જોઈ શિવરુદ્રાની આંખો પણ આશ્ચર્ય અને નવાઈ સાથે પહોળી થઇ જાય છે…!)

સ્થળ : શિવરુદ્રાનું કવાર્ટર

સમય : રાતનાં દસ કલાક.

શ્લોકએ શિવરુદ્રાનાં હાથમાં જે પેલો ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલ ફોટો આપેલ હતો, તે ફોટો જોઈને પળભર માટે તો શિવરુદ્રાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કારણ કે મહારાજા હર્ષવર્ધનનો ચહેરો અને શિવરુદ્રાનો ચહેરો આબેહૂબ એકબીજાને મળી રહ્યો, આ કુદરતની કરામત ગણો તો કુદરતની કરામત, કે પછી શિવરુદ્રાનાં નસીબ ગણો તો નસીબ….

"શિવા…! શું આ કોઈ ઇતફાક કે જોગાનુજોગ તો નહીં હશે ને…? તમારો ચહેરો રાજા હર્ષવર્ધન સાથે આબેહૂબ મળવો એ પાછળ કુદરત કે ઈશ્વરનો કોઈ સંદેશ તો નહીં હશે ને….? શું તમે રાજા હર્ષવર્ધનનો પુનર્જન્મ તો નથી ને….? મારી સમજમાં તો કાંઈ જ નહીં આવી રહ્યું….! મે જેવો આ ફોટો ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કર્યો એ સાથે તો મારી આંખો આશ્ચર્યને લીધે પહોળી થઇ ગઇ….મારા હૃદયનાં ધબકારા વધી ગયાં, મનમાં એક અલગ જ પ્રકારનો ડર પ્રવેશી રહ્યો હતો, મારો જીવ ખુબ જ મૂંઝાઈ રહ્યો હતો….!" - શ્લોકા ડરેલાં અને ગભરાયેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

"ઓહ…! મેડમ...આ પુનર્જન્મમાં હું વિશ્વાસ નથી રાખતો….હું શિવરુદ્રા જ છું નહીં કે રાજા હર્ષવર્ધન…! બાકી મારો ચહેરો રાજા હર્ષવર્ધન સાથે મળવો એ મહેજ એક ઇતેફાક હોય શકે…..નથિંગ એલ્સ….!" - શિવરુદ્રા શ્લોકાને સમજાવતાં સમજાવતાં બોલે છે.

"હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે તમે મારા શિવા જ હોવ તો સારું….બાકી જો તમે રાજા હર્ષવર્ધનનો પુનર્જન્મ હશો તો તમારા જીવનમાં સૂર્યપ્રતાપગઢ ગામ અને પ્રતાપમહેલ સાથે જોડાયેલાં અસંખ્ય વણઉકેલાયેલા ગાઢ રહસ્યો તમારા જીવનમાં એક સુનામીની માફક આવશે અને તમારા જીવનને કદાચ અસ્તવ્યસ્ત કરીને વેર - વિખેર કરી નાખશે…..એવું હું માનું છું…..!" - શ્લોકા પોતાનાં બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતાં - કરતાં શિવરુદ્રાની સામે જોઇને બોલે છે.

"તો….શું….તું...મને ડરાવવા માંગે છો….?" - શિવરુદ્રા પોતાનાં ભારે અવાજે શ્લોકાને પૂછે છે.

"હું ! તમને ડરાવવા નહીં પણ સાવચેત કરવાં માંગુ છું….કારણ કે હું તમને ગુમાવવા નથી માંગતી….!" - શ્લોકા પ્રેમ ભરેલાં આવજે શિવરુદ્રાની સામે જોઇને બોલે છે.

"ડોન્ટ વરી…! શ્લોકા….મને કંઈ જ નહીં થશે….! અને બીજું કે મારા નસીબમાં ઈશ્વરે જે કાંઈ લખ્યું હશે એ બધું તો મારી સાથે બની ને જ રહેશે….કહેવાય છે ને કે ઈશ્વરનાં લેખ પર કોઈ મેખ ના મારી શકે….!" - શિવરુદ્રા શ્લોકાને સમજાવતાં બોલે છે.

"ઓકે....શિવા...બટ…બી...કેરફૂલ...ખબર નહીં પરંતુ મારો જીવ કોઈ કારણ વગર ખુબ જ ગભરાય રહ્યો છે….!" - શ્લોકા શિવરુદ્રાને પોતાની મનોવ્યથા જણાવતાં બોલે છે.

"ડોન્ટ વરી….શ્લોકા… એવરીથીંગ વિલ બી ફાઈન…! બાય ધ વે તારો પ્રોજેકટ "ક્રિસ્ટલ આઈ" કેટલે પહોંચ્યો….?" - શિવરુદ્રા મૂળ વાત ફેરવતાં શ્લોકાને પૂછે છે.

"યસ...મેં પ્રોજેકટ "ક્રિસ્ટલ આઈ" પર ઘણું જ રિસર્ચ કર્યું છે, અને હું એ પ્રોજેકટ આવતી કાલ સાંજ સુધીમાં સબમિટ કરાવી દઈશ….!" - શ્લોકા આત્મવિશ્વાસ સાથે શિવરુદ્રાને જણાવે છે.

"યસ...યે…હુઈ...ના...બાત…!" - શિવરુદ્રા શ્લોકા સાથે હાથ મેળવતાં બોલે છે.

"ઓકે….નાવ...યુ...સુડ…ટેક…રેસ્ટ…! ગુડ નાઈટ એન્ડ સ્વીટ ડ્રિમ….!" - શિવરુદ્રા શ્લોકાની સામે જોઇને કહે છે.

"યસ...સેમ ટુ યુ...ગુડ નાઈટ…સ્વીટ ડ્રિમ…!" - શ્લોકા શિવરુદ્રાનાં ગળે મળીને બોલે છે.

ત્યારબાદ શ્લોકા પોતાનાં કવાર્ટર પર જવાં માટે શિવરુદ્રાનાં કવાર્ટર પરથી રવાનાં થાય છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા સિગારેટ સળગાવે છે, અને સિગારેટનાં એક પછી એક કસ લેવાં માંડે છે, હાલ જેમ શિવરુદ્રાની ચારેબાજુએ સિગારેટનો ધુમાડો છવાઈ ગયેલ હતો, એવો જ એક વિચારોનો ધુમાડો શિવરુદ્રાનાં મનમાં છવાયેલ હતો, શિવરુદ્રા પોતાની જાતને વારંવાર એક જ પ્રશ્ન પૂછી રહ્યો હતો...કે…"આખરે ! હું એટલે કે શિવરુદ્રા વાસ્તવમાં કોણ છું…?" શાં માટે મારો અને રાજા હર્ષવર્ધનનો ચહેરો એકબીજાને આબેહૂબ મળતો આવે છે…? શું મારા અને રાજા હર્ષવર્ધન વચ્ચે વર્ષો જૂનો કોઈ સંબંધ હશે….? પેલી "ક્રિસ્ટલ આઈ" શાં માટે મને જ મળી….? એ ક્રિસ્ટલ આઈ માંથી જે યુવતીનો દર્દ ભરેલ અવાજ આવી રહ્યો હતો, તે અવાજ વાસ્તવમાં કોનો હશે….? શું ભગવાન કે ઈશ્વર મારી કોઈ પરીક્ષા તો નથી લઈ રહ્યાં ને….? - આમ ખુબ જ ઊંડાણપૂર્વક વિચાર કર્યા બાદ શિવરુદ્રા મનમાં એક અલગ જ પ્રકારની રોશનીનો ચમકારો થયો….અને તેને એકાએક યાદ આવ્યું કે, "તેની સાથે આવી બધી વિચિત્ર, રહસ્યમય, અવિશ્વનીય અને ડરામણી ઘટનાઓ પેલાં અઘોરીબાબાને મળ્યાં બાદ જ પોતાનાં જીવનમાં ઘટી રહી છે….!" - આથી શિવરુદ્રાને એટલી તો ખાત્રી થઈ જ ગઈ હતી કે - પેલાં અઘોરીબાબા પાસે કદાચ પોતે હાલ જે રહસ્યોથી ઘેરાયેલ હતો, એનો કોઈને કોઈ તો ઉકેલ હશે જ તે….!"

આથી શિવરુદ્રા પોતાનો મોબાઈલ ફોન ઉઠાવે છે, અને શ્લોકા, આકાશ, અને પોતાનાં ડિપાર્ટમેન્ટનાં ડ્રાઇવર વિનોદભાઈને કોલ કરીને જણાવે છે, આપણે આવતી કાલે વહેલી સવારે 5 વાગ્યે પોતાની સાથે એક ઓફિશિયલ ટુરમાં આવવાનું છે, ત્યારબાદ શિવરુદ્રા આવતીકાલે વહેલું જાગવાનું હોવાથી પોતાનાં બેડ પર સુઈ જાય છે અને વિચારતાં - વિચારતા જ પથારીમાં સુઈ જાય છે.

◆◆◆◆◆

બીજે દિવસે….

સમય : સવારનાં 5 કલાક.

સ્થળ : શિવરુદ્રાનું કવાર્ટર.

શ્લોકા અને આકાશ શિવરુદ્રાનાં કવાર્ટરની બહારની તરફ ઊભાં રહીને ડ્રાઇવર વિનોદભાઈ આવે તેની રાહ જોઈ રહ્યાં હતાં, એવામાં ડ્રાઇવર વિનોદભાઈ આર્કીયોલોજી ડિપાર્ટમેન્ટની કાર લઈને આવી પહોંચે છે….બરાબર એ જ સમયે શિવરુદ્રા પોતાનાં કવાર્ટરની બહાર આવે છે….શિવરુદ્રાને જોઈને બધાંની આંખો નવાઈ અને અચરજ સાથે પહોળી થઇ ગઇ….કારણ કે તે બધાં શિવરુદ્રાને પહેલીવાર જીન્સ અને ટીશર્ટમાં જોઈ રહ્યાં હતાં, બાકી શિવરુદ્રા ઓફિસમાં મોટાભાગે ફોર્મલ પેન્ટ - શર્ટ પહેરીને આવતાં હતાં, હાલ શિવરુદ્રાએ બ્લેક રંગનું ટી - શર્ટ અને ડાર્ક બ્લુ રંગનું ટીશર્ટ પહેરેલ હતું, આ ટીશર્ટમાં શિવરુદ્રાનું ખડતલ અને મજબૂત બાંધો ધરાવતું શરીર સ્પષ્ટપણે જોઈ શકાતું હતું, અને શિવરુદ્રાનાં દળદાર અને સ્નાયુબંધ બાવડા પર "મહાકાલ" નું ટેટુ તેના બાવડા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું….એવામાં શિવરુદ્રા પોતાની ટિમ પાસે જઈને ઉભો રહે છે.

"લુકિંગ ! ડેસિંગ એન્ડ હેન્ડસમ…!" - શ્લોકા શિવરુદ્રાની સામે જોઇને પ્રેમપૂર્વક બોલે છે.

"યસ...સર...યુ...આર...રિયલી લુકિંગ ગુડ...ઇન ધીસ જીન્સ એન્ડ ટીશર્ટ…રાધર ધેન ફોર્મલ ગેટ અપ….!" - આકાશ શ્લોકાની વાતમાં સુર પુરાવતાં બોલે છે.

"થેન્ક યુ….!" - શિવરુદ્રા શ્લોકા અને આકાશનો આભાર માનતાં બોલે છે.

"સર...કાર...તૈયાર છે…!" - વિનોદભાઈ કાર તરફ ઈશારો કરતાં બોલે છે.

"ઓકે...તો હવે આપણે નિકળીશું….?" - શિવરુદ્રા ટીમનાં સભ્યોની સામે જોઇને બોલે છે.

"બટ…! આપણે કંઈ જગ્યાએ જવાનું છે….?" - શ્લોકા અને આકાશ એકસાથે શિવરુદ્રાને પ્રશ્ન પૂછે છે.

"વેલ...પહેલાં તમે બધાં કારમાં બેસો...હું તમને પછી એ બાબતે જણાવું છું….!" - શિવરુદ્રા કાર તરફ ઈશારો કરતાં - કરતાં બોલે છે.

ત્યારબાદ વિનોદભાઈ ડ્રાઇવર સીટ પર બેસે છે, આકાશ કો-ડ્રાઇવર સીટ પર બેસે છે, જ્યારે શ્લોકા અને શિવરુદ્રા પાછળની સીટ પર બેસે છે…..અને આ બાજુ વિનોદભાઈ કારનો સેલ્ફ મારીને સૂર્યપ્રતાપગઢની બહાર તરફ જતાં રસ્તા પર ધીમે ધીમે કાર ચલાવવાં માંડે છે, કારમાં બેસેલાં તમામ લોકોનાં મનમાં હાલ એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો હતો….કે…"આખરે ! શિવરુદ્રા બધાંને પોતાની સાથે કઈ જગ્યાએ કે સ્થળે લઈ જઈ રહ્યાં છે….?"

"તો….મહાશય...હવે તમે એ જણાવવાનું કષ્ટ કરશો કે આખરે આપણે કઈ જગ્યાએ જઈ રહ્યાં છીએ….? કારમાં બેઠા એની પણ વીસ મિનિટ થવાં આવી છે….!" - શ્લોકા શિવરુદ્રાને ટોઈન્ટ મારતાં - મારતાં પૂછે છે.

"જી...આપણે જઈ રહ્યાં છીએ...ગુજરાતનાં ગૌરવ સમાન નરસિંહ મહેતાનાં જૂનાગઢ શહેરની મુલાકાત લેવાં….!" - શિવરુદ્રા કોઈ સસ્પેન્સ ખોલી રહ્યો હોય તેમ હળવે - હળવે બોલે છે.

"ઓહ...વાવ…ધેટ્સ ગ્રેટ….પણ…?" - શ્લોકા ખુશ થતાં થતાં થોડાંક મૂંઝાયેલાં અવાજે પૂછે છે.

"પણ...પણ...શું…..શ્લોકા…?" - શિવરુદ્રા શ્લોકાની સામે જોઇને પૂછે છે.

"પણ….આમ...એકાએક….અચાનક….શાં… માટે જૂનાગઢ….?" - શ્લોકા અચરજ ભરેલાં અવાજે શિવરુદ્રાને પૂછે છે.

ત્યારબાદ શિવરુદ્રા શ્લોકા, આકાશ અને વિનોદભાઈને પોતાની સાથે છેલ્લાં એક અઠવાડિયામાં જે કઈ અજુગતી અને રહસ્યમય ઘટનાઓ ઘટી રહી હતી, તેના વિશે વિસ્તારપૂર્વક બધાંને જણાવે છે, શિવરુદ્રાની વાત સાંભળીને તે બધાંનાં હોશ ઊડી ગયાં, અને શિવરુદ્રા જે કઈ જણાવી રહ્યો હતો તેના પર વિશ્વાસ આવી રહ્યો ન હતો, ત્યારબાદ આકાશ શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે કે..

“ તો ! સાહેબ ! પેલી “ક્રિસ્ટલ આઈ” અને રાજકુમારીની પેલી મનમોહક મૂર્તિ હાલમાં ક્યાં અને કોની પાસે છે ?”

“જી ! એ ક્રિસ્ટલ આઈ અને રાજકુમારીની મૂર્તિ હાલ મારી પાસે જ છે..! હાલ હું ચારે બાજુએથી એટલાં ગાઢ રહસ્યોથી ઘેરાય ગયેલો છું કે હું ખુદ પણ એ બાબત વિશે નથી જાણતો કે હું આ બધાં ગાઢ રહસ્યો ઉકેલીને તેમાંથી બહાર આવી શકીશ કે નહીં..!” - શિવરુદ્રા થોડાંક મૂંઝાતા અવાજે બધાની સામે જોઈને બોલે છે.

“ડોન્ટ વરી સર ! વી ઓલ આર વિથ યુ.. ફોર સોલવિંગ ધિસ મિસ્ટ્રી..!” - આકાશ શિવરુદ્રાને સાથ આપતાં બોલે છે.

“બટ ! શિવરુદ્રા ! તમારી સાથે હાલમાં બની રહેલી આ બધી રહસ્યમય અને અવિશ્વનિય ઘટનાઓનો જુનાગઢ શહેર સાથે શું સબંધ રહેલો છે ? જુનાગઢ જવાં પાછળ તમારો શું મોટીવ છે ?” - શ્લોકા નવાઈ અચરજ ભરેલાં અવાજે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“વેલ ! સાચી વાત કહું તો, મારી લાઈફ કોલેજ સુધી એકદમ નોર્મલ જ ચાલી રહી હતી, હું પણ મારા બધાં જ મિત્રો સાથે રાજી ખુશીથી રહેતો હતો, એ સમયે મારા માથે એકપણ પ્રકારની જવાબદારીઓ હતી નહીં, ટૂંકમાં કહું તો જીંદગીને સાચા અર્થમાં  માણવાની મે એકપણ તક ગુમાવી નથી, પરતું એક દિવસ..!” - શિવરુદ્રા અધવચ્ચે થોડુંક અટકતાં બોલે છે.

“સર ! પછી શું થયું ? તમારી લાઈફમાં કે જેની લીધે તમે અને તમારી લાઈફ આટલાં બધાં ગાઢ રહસ્યોથી ઘેરાઈ ગયાં ?” - આકાશ આતુરતાપૂર્વક શિવરુદ્રાની સામે જોતાં - જોતાં પૂછે છે.

“એ દિવસ હતો.. મારી કોલેજ લાઇફનો છેલ્લો દિવસ કે જે દિવસે હું કોલેજમાંથી રિલિવ થઈને મે બુક કરાવેલ એક ટેક્ષી દ્વરા હું મારા ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે મને એક અઘોરી બાબા મળેલા હતાં, જેમને હું આગવ ક્યારે પણ મળેલ હતો નહીં.. તેઓ મને “પ્રભુ” “ભગવાન” - એવું કહીને સંબોધવા લાગ્યાં, અને મને જણાવ્યું કે, “તમારો જન્મ આ દુનિયામાં ધર્મનાં રક્ષણ અને પાપનો નાશ કરવાં માટે જ થયેલો છે..!”, ત્યારબાદ તેઓએ મને અમુક પૌરાણિક વસ્તુઓ આપી, જે જોતાં એ બધી વસ્તુઓ જાણે હજારો વર્ષ જૂની હોય તેવું મને લાગી રહ્યું હતું, જે બધી વસ્તુઓ હાલમાં પણ મે ખૂબ જ સાચવીને રાખી મુકેલ છે..!” - શિવરુદ્રા એકપછી એક રહસ્યો બધાની સમક્ષ જણાવતા - જણવતાં બોલે છે.

“ઓહ..! ધીસ ઇસ વેરી સ્ટ્રેન્જ, હોરીફાઈ એન્ડ મિસ્ટેરીયસ..! - શ્લોકા નવાઈ પામતાં - પામતાં બોલી ઉઠે છે.

“સર ! ત્યારબાદ પેલા બાબા તમને ફરી ક્યારે મળ્યાં..?” - આકાશ બેબાકળા થતાં - થતાં શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“યસ..! હું જ્યારે મારી ફરજ પર હાજર થવાં માટે ટ્રેન દ્વારા ગુજરાત આવી રહ્યો હતો, એ દરમ્યાન પેલા અઘોરી બાબા મને તે જ ટ્રેનમાં મળ્યાં હતાં, ત્યારે તેઓએ મને જણાવેલ હતું કે હું દર વર્ષે શ્રાવણ મહીનાનાં છેલ્લાં સોમવારે ભોળાનાથનાં દર્શન કરવાં માટે અચૂકપણે જુનાગઢ જાવ જ છું, જુનાગઢ પહોંચીને હું ભવનાથમાં રહેલાં મારા ભોળાનાથ પર દૂધ અને ત્યારબાદ પાણીનો જળાભિષેક કરી અને બિલીપત્રો ચડાવીને પૂજા અર્ચના કરું છું અને ત્યારબાદ ગરવા ગિરનારમાંથી મુક્તમને વહેતા જટાશંકર મહાદેવની પૂજા કરું છું. અને પછી જટાશંકરનાં સાંનિધ્યમાં આવેલ મુક્તમને વહેતાં ધોધમાં સ્નાન કરીને સાંજે હું જુનાગઢથી નીકળી જાવ છું..! - શિવરુદ્રા પેલાં અઘોરીબાબા સાથે થયેલ વાતચીત શ્લોકા અને આકાશને જણાવતાં બોલે છે.

"ઓહ..! આઈ સી...આજે શ્રાવણમહિનાનો છેલ્લો સોમવાર છે, તો આપણે એ અઘોરીબાબાને મળવા માટે જ જૂનાગઢ જઈ રહ્યાં છીએ...એમ આઈ રાઈટ…?" - શ્લોકા શિવરુદ્રાની સામે જોઇને પૂછે છે.

"યસ...શ્લોકા…યુ આર એબ્સયુલેટલી રાઈટ…!" - શિવરુદ્રા શ્લોકાની સામે જોઇને બોલે છે.

"બટ...સર...એ અઘોરીબાબા આજે જૂનાગઢ આવ્યા હશે…? શું...એ અઘોરીબાબા આવ્યા હશે તો પણ આપણ તેમને શોધી કે મળી શકીશું….?" - આકાશ થોડો ચિંતાતુર અવાજે શિવરુદ્રાની સામે જોઇને પૂછે છે.

"આકાશ ! એ બાબતે તો ખુદ હું પણ સ્યોર નથી...જો આપણાં નસીબ જોર કરતાં હશે...તો આપણે એ અઘોરીબાબાને મળી શકીશું….નહીંતર આપણે આપણી સાથે હતાશા, માયુસી, લાચારી કે ઉદાસી લઈને સુર્યપ્રતાપગઢ ખાતે પરત ફરીશું….!" - શિવરુદ્રા મનોમન ભગવાનને પ્રાર્થના કરતાં - કરતાં બોલે છે.

શિવરુદ્રા દ્વારા કહેવામાં આવેલ આ વાત સાંભળીને કારમાં પળવાર માટે એકદમ સન્નટો છવાઈ ગયો, સૌ કોઈ મનોમન પોતાનાં ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં કે કોઈપણ સંજોગોમાં પેલાં અઘોરીબાબા સાથે મુલાકાત કરાવી આપે…..ત્યારબાદ ડ્રાઇવર વિનોદભાઈ જૂનાગઢ શક્ય એટલું વહેલું પહોંચવા માટે કાર એકદમ ઝડપથી ચલાવવા માંડે છે.

ત્યારબાદ શિવરુદ્રા પોતાની ટીમ સાથે બપોરનાં એક વાગ્યે જુનાગઢ પહોંચી જાય છે, ત્યારબાદ તેઓ જૂનાગઢમાં આવેલ જટાશંકર મહાદેવનાં મંદિરે પહોંચીને પેલાં અઘોરીબાબને શોધવા માંડે છે, મંદિર ઉપરાંત ધોધની આસપાસ બધી જ જગ્યાએ તપાસ કરવા છતાંપણ પેલાં અઘોરીબાબા તેઓને ક્યાંય મળ્યાં નહીં, આથી તે બધાં એકપણ પળનો વ્યય કર્યા વગર, જટાશંકર મહાદેવના મંદિરેથી સીધાં જ ભવનાથ જવાં માટે રવાનાં થાય છે, અને એકાદ કલાકમાં તેઓ ભવનાથ પહોંચી જાય છે, ભવનાથ પહોંચ્યા બાદ તે બધાં ફરી પાછા પેલાં અઘોરીબાબને શોધવામાં લાગી જાય છે, એકાદ કલાક પેલાં અઘોરીબાબાની શોધખોળ કરવાં છતાંપણ એ અઘોરીબાબા તેઓને મળતાં નથી….આથી તે બધાં હતાશ, નિરાશ અને માયુસ થઈને ભવનાથ મંદિરની બહાર આવેલાં એક બાંકડા પર બેસે છે.

"સર…! શું પેલાં અઘોરીબાબા આ વખતે જૂનાગઢ આવ્યા હશે….?" - આકાશ હાંફતા - હાંફતા શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

"એવું પણ બની શકે કે ને કે.."પેલાં અઘોરીબાબા આપણે અહીં પહોંચ્યા એ પહેલાં જ અહીંથી બીજા કોઈ શહેર જવાં માટે રવાનાં થઈ ગયાં હોય….?" - શ્લોકા પોતાનાં મનમાં રહેલ મૂંઝવણ રજૂ કરતાં બોલે છે.

"બની શકે…!" - શિવરુદ્રા હારેલાં અવાજે શ્લોકા અને આકાશની સામે જોઇને બોલે છે.

"તો….સાહેબ...હવે..આપણે શું કરીશું….?" - ડ્રાઇવર વિનોદભાઈ શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

"બસ ! હવે આપણી પાસે સૂર્યપ્રતાપગઢ પરત ફરવા સિવાય અન્ય કોઈપણ વિકલ્પ નથી…!" - શિવરુદ્રા અંદરથી ભાંગી પડેલ હોય તેવાં લાચારી ભરેલાં અવાજે બોલે છે.

"તો...શું… સર...પેલાં અઘોરીબાબા આપણને મળે એવી કોઈ જ આશા નથી….?" - આકાશ સહજતાથી શિવરુદ્રાને પૂછે છે.

"લગભગ….નહીં….!" - શિવરુદ્રા ઉદાસી ભરેલાં અવાજે શ્લોકા અને આકાશ સામે જોઇને બોલે છે.

ત્યારબાદ વિનોદભાઈ કારમાં બેસે છે, અને કારમાં સેલ્ફ લગાવે છે, જ્યારે આ બાજુ શિવરુદ્રા, શ્લોકા અને આકાશ જાણે કોઈ યુદ્ધમાં કારમી હારનો સામનો કર્યો હોય તેવી રીતે દુઃખી, ઉદાસ અને નિરાશ થતાં - થતાં બાંકડા પરથી ઊભાં થઈને કાર તરફ જવાં માટે ચાલવાં માંડે છે.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"