Shivarudra .. - 27 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 27

27.

(રાજા હર્ષવર્ધન પ્રિન્સ પ્લુટોને યુધ્ધમાં હરાવી દે છે. આથી પ્રિંન્સ પ્લુટો પોતાનો જીવ બક્ષવાં માટે રાજા હર્ષવર્ધન સામે ક્ષમાં યાચના કરે છે. જ્યારે રાજા હર્ષવર્ધન પ્રિન્સ પ્લુટો સામે શરત મુકતાં જણાવે છે કે જો તે તેને પેલાં દિવ્ય રુદ્રાક્ષ વિશે બાતમી આપનાર રાજદ્રોહી વિશે જણાવી દેશે તો તે પ્રિન્સ પ્લુટોને માફ કરી દેશે. ત્યારબાદ રાજા હર્ષવર્ધનને માલુમ પડે છે કે પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર બીજુ કોઈ નહિ પરંતુ ખુદ તેનાં સસરા રાધવેન્દ્ર સિહ જ છે. આથી રાજા હર્ષવર્ધન કોણ સાચો ગુનેગાર છે તે વિશે ભારે મુંઝવણ અનુભવે છે. હાલ રાજા હર્ષવર્ધનની શંકાની મહારાણી સુલેખા, રાઘવેન્દ્ર સિંહ અને રાયસંગની આજુબાજુએ ઘુમી રહિ હતી.પ્રિન્સ પ્લુટોએ જણાવ્યાં મુજબ રાઘવેન્દ્ર સિંહ ગુનેગાર હતાં, જ્યારે રાયસંગે પોતાને જે માહીતી જણાવી હતી તે મુજબ રાણી સુલેખા ગુનેગાર હતાં. રાજા હર્ષવર્ધને આમ આખો દિવસ આવી ચિંતાઓ સાથે પસાર કર્યો, રાતે જ્યારે તેઓ પોતાનાં શયનખંડમાં સુતેલાં હતાં, એ દિવસે મોડી રાતે રાજા હર્ષવર્ધન સાથે એક રહસ્યમય ઘટનાઓ ઘટે છે. તેઓને મહારાણી સુલેખાનો અવાજ સંભળાય છે. આથી રાજા હર્ષવર્ધન બેબાકળાં થઈને પોતાની આજુબાજુ બધે જ ફાંફા મારવાં માંડે છે.

સમય : રાતનાં બે કલાક

સ્થળ : રાજા હર્ષવર્ધનનો શયનખંડ

રાજા હર્ષવર્ધન મહારાણી સુલેખાની મુર્તિની સામે ગોઠણીયાભર બેસેલાં હતાં.બંને આંખોમાં પોતાનાં જીવથી પણ વધુ વ્હાલી એવી પોતાની ધર્મપત્ની સુલેખા સાથે જાણતાં અજાણતાં અન્યાય કરી બેસેલ હતાં તે બાબતનું છલોછલ દુખ ઉભરાય રહ્યું હતું. સુલેખા સાથે કરેલાં અન્યાયનાં બોઝ સાથે જીવવાં કરતાં તેઓને મોત વધુ સરળ લાગ્યું. આથી રાજા હર્ષવર્ધન પોતાનાં હાથમાં રહેલ કટારી પોતાનાં પેટમાં ઘુસાવવા માટે હાથ ઉંચો કરે છે. એ સાથે જ રાજા હર્ષવર્ધનનાં શયનખંડમાં અમુક રહસ્યમય ઘટનાઓ ઘટે છે. જોતજોતામાં મહારાણી સુલેખાની આરસની મુર્તિની આંખોમાથી આંખો આંઝી દે તેવી દુધિયા રંગની તેજસ્વી રોશની નિકળે છે. જમીન પર ગોઠણીયા વાળીને બેસેલાં રાજા હર્ષવર્ધન અવાક અને સ્તબ્ધ બનીને આ બધી ઘટનાઓ નિહાળી રહ્યાં હતાં.

જોત જોતામાં તે દુધિયા રંગની રોશની મહારાણી સુલેખાની પ્રતિકૃતિ ધારણ કરી લે છે. આ જોઈ દુખ અને હતાશા ભરેલ રાજા હર્ષવર્ધનની આંખોમાં ક્ષણિક આનંદ છવાય જાય છે, 

"સ્વામી ! આ શું કરી રહ્યાં છો ?" સુલેખા ચિંતાતુર અવાજે પુછે છે.

"સુલેખા ! મે તારી સાથે જે અન્યાય કર્યો છે, તે બાબતનાં બોઝ સાથે જીવવાં કરતાં મોત મને વધું સરળ લાગી રહ્યું છે..માટે મારી પાસે આ સિવાય કોઈ જ વિક્લ્પ નથી." હતાશાભર્યા અવાજે હર્ષવર્ધન જણાવે છે.

"સ્વામી ! તમે ! આટલાં મોટા મહાન અને શુરવીર યોધ્ધા હોવાં છતાંપણ તમે કેમ હિંમત હારી ગયાં ? તમે એ બાબત સારી રીતે જાણો છો કે આત્મ હત્યા એ કોઈ પણ સમસ્યાનો અંતિમ ઉપાય નથી હોતો અને આત્મહત્યાએ મોટામાં મોટું પાપ છે, તેમ છતાંપણ...?" હેરાનીભર્યા અવાજે સુલેખા પુછે છે.

"હા ! સુલેખા ! હું એ બાબત ખુબ જ સારી રીતે જાણતો અને સમજતો હોવાં છતાંપણ કઈ કરી નથી શકતો...મારી સામે પરિસ્થતિ કે સંજોગો એવાં ઉભા થયાં કે હું એકદમ લાચાર બની ગયો..!" રાજા હર્ષવર્ધન પોતાની વેદના જણાવતાં બોલે છે.

"કેવાં સંજોગો ?" સુલેખા હેરાનીભર્યા અવાજે રાજા હર્ષવર્ધનની સામે જોઈને પુછે છે.

"વાત એવી છે કે....જ્યારે મને રાયસંગજીએ જણાવ્યું હતું કે, " પ્રિંન્સ પ્લુટોને પેલાં દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ વિશે બાતમી આપનાર રાજદ્રોહી બીજુ કોઈ નહિ પરંતુ મહારાણી સુલેખા પોતે જ છે. આ વાત સાં ભળીને હું ખુબ જ ગુસ્સે ભરાય ગયો હતો, અને જેની સજાનાં ભાગ રુપે તેને રાજગુરુએ મુર્તિમા ફેરવી દિધેલ હતી. પરંતુ પ્રિન્સ પ્લુટો એ મને જ્યારે વાસ્તવિકતા જણાવી તે સાંભળ્યાં બાદ મારી પાસે અફસોસ કરવાં સિવાય કોઈ જ વિક્લ્પ ન હતો. કારણ કે પ્રિન્સ પ્લુટોનાં જણાવ્યાં અનુસાર રાજદ્રોહી તું નહી પરંતુ તારા પિતા "રાઘવેન્દ્ર સિંહ" હતાં આથી જાણતા કે અજાણતા હું તારી સાથે જે અન્યાય કરી બેસેલો હતો તેનુ ભારે દુઃખ અનુભવી રહ્યો હતો." આંખોમાં આંસુ સાથે રાજા હર્ષવર્ધન સુખેખાને પોતાની મનોદશા જણાવતાં બોલે છે.

"હા ! તો પછી હાલ તમે વ્યથા કઈ બાબતની અનુભવી રહ્યાં છો ?" સુલેખા રાજા હર્ષવર્ધન સામે જોઈને પુછે છે.

"પણ ! હજુસુધી સાચો રાજદ્રોહી કોણ છે એ હું હજુસુધી નક્કી કરવામાં અસમર્થ છુ...?"

"કેમ ?" સુલેખા હેરાની સાથે રાજા હર્ષવર્ધનને પુછે છે.

"“કારણ કે પ્રિન્સ પ્લૂટો મને જે પ્રમાણે જણાવ્યું તે મુજબ તારા પિતા એટલે કે “રાઘવેન્દ્ર સિંહ” રાજદ્રોહી છે.. તો તું શું નિર્દોષ હતી ? શું હાલ હું તારી સાથે જાણતા અજાણતા ક્યાંક અન્યાય તો નથી કરી બેસલ ને ? તો શું હું જેનાં પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી રહ્યો હતો તે “રાયસંગ” સાચા છે ? કે પછી પોતાનાથી એક ઈંચ મોત દૂર ભાળીને વાસ્તવિકતા જણાવનાર પ્રિન્સ પ્લૂટો સાચો છે ? હું હજુપણ આ મુંઝવણ અનુભવી રહ્યો છો." રાજા હર્ષવર્ધન પોતાની વ્યથા સુલેખાને જણાવતાં બોલે છે.

"સ્વામી ! આમ જોવો તો મારા પિતા રાઘવેન્દ્રસિંહ, રાયસંગજી કે પછી પ્રિન્સ પ્લુટો આ બધાં પોત પોતાની જગ્યાએ સાચાં જ છે....પરંતુ તમારી નજરો સમક્ષ પરિસ્થિતિ જ એવી નીર્માણ પામેલ છે કે શંકાની સોય તેઓ તરફ વારંવાર ઘુમી રહી છે." જાણે કોઈ મોટુ રહસ્ય જણાવી રહી હોય તેમ સુલેખા રાજા હર્ષવર્ધનની સામે જોઇને બોલે છે.

"મને કઈ સમજાયું નહિ....!" મુંઝાયેલાં અવાજ સાથે હર્ષવર્ધન બોલે છે.

"સામે જુઓ !" સામે રહેલ શયનખંડની દિવાલ તરફ પોતાનાં હાથ વડે ઈશારો કરતાં સુલેખા બોલે છે.

ત્યારબાદ સુલેખા દિવાલ તરફ પોતાનો હાથ કરે છે, એ સાથે જ સુલેખાનાં હાથમાંથી એક દિવ્ય રોશની નીકળે છે. જે શયનખંડની દિવાલ પર પડતાની સાથે જ વિડિયો સ્વરુપ ધારણ કરી લે છે. જેમાં વાસ્તવમાં શું ઘટનાં ઘટેલ હતી તે દર્શાવવામાં આવે છે...આથી રાજા હર્ષવર્ધન આતુરતા અને ઉત્સુકતાં સાથે દિવાલ પર સર્જાય રહેલાં દ્ર્શ્યો નિહાળવાં માંડે છે...જેમાં "મહારાણી સુલેખા પોતાનાં પિતા રાઘવેન્દ્ર સિંહ સાથે વાતોચિતો કરી રહી હતી, જેમાં રાઘવેન્દ્ર સિંહ સુલેખાને જણાવી રહ્યાં હતાં કે, "હું કોઈપણ કિમતે રાજા હર્ષવર્ધન સામે થયેલ મારા પરાજયનો બદલો લેવાં માંગુ છું. માટે હું પેલાં દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષની માહિતી "પ્રિન્સ પ્લુટો" ને આપી દઈશ.

બરાબર એ જ સમયે રાયસંગજી તેમનાં રૂમ પાસે આવી ચડે છે અને સુલેખા કે રાઘવેન્દ્ર સિંહને ખ્યાલ ના આવે તેવી રીતે દરવાજા પાસે છુપાય જાય છે.જે બાબતની જાણ સુલેખાને થઈ ગઈ હતી. આથી સુલેખા પોતાનાં પિતાનો બચાવ કરવાં માટે તેની સામે જોઇને બોલે છે કે, " એમાં તમારે શાં માટે કોઈની નજરે ચડવું જોઈએ, એવૂં હશે તો હું પોતે જ પ્રિન્સ પ્લુટોને પેલાં રુદ્રાક્ષ વિશે બાતમી આપી દઈશ." ત્યારબાદ રાયસંગ આટલું સાંભળીને રાયસંગજી રાજા હર્ષવર્ધનને વહેલી તકે આ બાબતથી વાકેફ કરવાં માટે દિવાનખંડ તરફ ઝડપથી ચાલવાં માંડે છે. બરાબર તે જ સમયે રાયસંગનાં મગજમાં એક વિચાર આવે છે કે, "મારે મહારાજને મહારાણી વિશે જણાવતાં પહેલાં એકવાર આ બાબતની ખાતરી કરી લેવી જોઇએ. આથી રાયસંગ મનોમન ચાર પાંચ દિવસ બાદ મહારાજાને આ બાબતની જાણ કરવાનો વિચાર કરે છે. જ્યારે આ બાજુ સુલેખા પોતાનાં પિતાને આવો રાજદ્રોહ ના કરવાં માટે સમજાવવાનાં નિરર્થક પ્રયત્નો કરી રહી હતી પરંતુ રાધવેન્દ્ર સિંહ કોઈ કિંમતે પોતાનાં મક્ક્મ ઈરાદામાંથી ટસનાં મસ ના થયાં. આથી સુલેખા ગુસ્સે થતાં થતાં પોતાનાં ખંડમાં ચાલી જાય છે. ત્યારબાદ રાઘવેન્દ્ર સિંહ પોતાનાં પાળેલ બાજ દ્વારા પ્રિન્સ પુલ્ટોને આ રુદ્રાક્ષ વિશે જણાવે છે, જ્યારે પ્રિન્સ પ્લુટોને આ દિવ્ય અને તેજસ્વી રુદ્રાક્ષ મેળવવાની લાલશા જાગી ઉઠે છે. આથી તે હોંશે હોંશે રાઘવેન્દ્રએ જણાવેલ શરતો માની લે છે. અને સુર્યપ્રતાપગઢ પર આક્રમણ કરીને રુદ્રાક્ષ મેળવવા માટે પોતાની વિશાળ સેનાં લઈને નિકળી પડે છે...! એવામાં એકાએક શયનખંડની દિવાલો પર દેખાતાં દ્રશ્યો એકાએક બંધ થઈ જાય છે.

"તો ! સ્વામી ! હાલ તમારા મનમાં રહેલાં તમામ પ્રશ્નોનાં ઉત્તરો મળી ગયાં હશે..એવું હું માનુ છું ?" પ્રતિકૃતિનાં સ્વરુપે રહેલ સુલેખા રાજા હર્ષવર્ધનની આંખોમાં જોઈને પુછે છે.

"તો એનો મતલબ એવો કે સાચા રાજદ્રોહી બીજુ કોઈ નહિ પરંતુ તારા પિતા રાઘવેન્દ્ર સિંહ જ હતાં...એટલે કે પ્રિન્સ પ્લુટો સાચો હતો ? જ્યારે રાયસંગે તારી અને તારા પિતાની વાતોચીતો સાંભળી હતી તેને લીધે રાયસંગનાં મત મુજબ તું ગુનેગાર હતી, પરંતુ તે સમયે મહેજ માત્ર તુ તારા પિતાનો બચાવ કરવાં માટે જ એવું બોલી હતી, જે બાબત રાયસંગ સમજવામાં નિષ્ફળ રહ્યાં હતાં..આમ રાયસંગજી પોતાની જગ્યાએ સાચા હતાં....!" થોડુ વિચાર્યા બાદ રાજા હર્ષવર્ધન સુલેખાની સામે જોઈને બોલે છે.

આ સાથે જ સુલેખાની પ્રતિકૃતિ ફરી પેલી આરસની મુર્તિમાં સમાય જાય છે, અને ફરી પાછી તે મુર્તિ અગાવની માફક નિર્જીવ અને બેજાન બની જાય છે. જ્યારે હાલ હર્ષવર્ધનને એ બાબત ખુબ જ સારી રીતે સમજાય જાય છે કે પોતે સુલેખા સાથે અન્યાય કરી બેસેલાં હતાં...અને રાજગુરુનાં શ્રાપને લીધે સુલેખા હાલ મુર્તિમાં ફેરવાય ગયેલ હતી. જે એક રીતે જોતાં ખુબ જ સારુ થયુ...કારણ કે સુલેખાને મુર્તિમાંથી ફરી સજીવન કરવાં માટેનો ઉપાય ચોક્ક્સથી મળી જ રહેશે...પરંતુ જો પોતાએ ગુસ્સામાં આવીને તે દિવસે સુલેખાનુ માથુ તલવારનાં એક ઝટકા સાથે અલગ કરી દિધેલ હોત તો પછી ક્યારેય તેઓ પોતાની ધર્મપત્નિ સુલેખાને મળી શકે તેમ ના હોત.

એ જ દિવસે

સમય : વહેલી સવારનાં ચાર કલાક.

સ્થળ : રાજગુરુ શંકરાચાર્યનો ખંડ

રાજા હર્ષવર્ધને તે દિવસે રાતે પોતાની સાથે જે કઈ ઘટનાંઓ ઘટી તેનાં કારણે એકદમ વ્યાકુળતા અનુભવી રહ્યાં હતાં. સુવા માટે ઘણાં પ્રયતનો કર્યા હોવાં છતાંપણ કોઈ સંજોગોમાં પોતાને ઊંઘ નહોતી આવી રહી, આથી તે પોતાની પથારીમાં આમ તેમ પડખા ફરવાં લાગ્યાં. ઘણાં પ્રયત્નો કરવાં છતાંપણ ઊંઘ ના આવવાને કારણે રાજા હર્ષવર્ધન પોતાની સમસ્યાઓનો ઉકેલ રાજગુરુ શંકરાચાર્ય પાસે ચોક્ક્સથી હશે આવો વિચાર આવતાની સાથે જ રાજા હર્ષવર્ધન સફાળા પોતાની પથારીમાથી બેઠા થઈને, રાજગુરુનાં ખંડ તરફ પોતાનાં પગલાઓ ભરવાં લાગે છે.

રાજા હર્ષવર્ધન જ્યારે રાજગુરુનાં ખંડમાં પ્રવેશે છે, ત્યારે રાજગુરુ ઈશ્વરનાં પુજા પાઠ કરીને ઊભા થઈ રહ્યાં હતાં. પોતાનાં ખંડમાં રાજા હર્ષવર્ધનને આટલી વહેલી સવારે આવી ચિંતાતુર હાલતમાં જોઈને રાજગુરુ રાજા હર્ષવર્ધનને પોતાનાં ખંડમાં આટલી વહેલી સવારે આવવા પાછળનું પ્રયોજન વિશે પુછે છે.

ત્યારબાદ રાજા હર્ષવર્ધન પોતાની સાથે હાલ જે કઈ રહસ્યમય અને અવિશ્વનીય ઘટનો ઘટેલ હતી તેનાં વિશે રાજગુરુને સવિસ્તારપુર્વક જણાવે છે. રાજા હર્ષવર્ધનની વાતો સાંભાળ્યા બાદ રાજગુરુ અને રાજા હર્ષવર્ધનને પોતાની ભૂલ સમજાય જાય છે. તેઓને ખ્યાલ આવે છે કે હાલ તે લોકો જાણતાં અજાણતાં સુલેખા સાથે અન્યાય કરી બેસેલાં છે. જ્યારે હકિકતમાં સુલેખા નિર્દોષ હતી. આથી રાજા હર્ષવર્ધન રાજગુરૂને સુલેખાને તેઓએ આપેલ શ્રાપમાંથી કેવી રીતે મુક્ત કરવી આ માટેનો ઉપાય માટે પુછે છે....લાંબો વિચાર્ય કર્યા બાદ રાજગુરુ રાજા હર્ષવર્ધનની સામે જોઈને બોલે છે કે..

"વત્સ ! મે સુલેખાને મારા તપોબળ આધારે શ્રાપ આપીને મુર્તિમાં રુપાતરિત કરેલ હતી, હવે હું ઈચ્છુ તો પણ મારો શ્રાપ કોઈપણ કિમતે પાછો ના લઈ શકુ...પણ હા એક ઉપાય છે....!" રાજા હર્ષવર્ધનને ઉપાય જણાવતાં જણાવતાં રાજગુરુ બોલ છે.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"