Shivarudra .. - 28 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 28

28.

(શિવરુદ્રા અને તેનાં સાથી મિત્રો પેલી "ડેવિલ માઉથ" વાળી આફતોમાંથી મહામહેનતે બચે છે. આ દરમ્યાન શિવરુદ્રા પોતાનાં જીવની પરવાહ કર્યા વગર જ શ્લોકાને બચાવવા માટે ઉંડી ખીણમાં કુદી પડે છે. આથી શ્લોકા હેમખેમ બચી જાય છે. ત્યારબાદ તેઓ એક હરીયાળા ઘાસનાં મેદાન પર આવી ચડે છે. આ મેદાનની બરાબર વચ્ચોવચ તેઓને કોઈ એક પૌરાણિક મુર્તિ નજરે ચડે છે, ત્યારબાદ તેઓને ખ્યાલ આવે છે કે તે પૌરાણિક મુર્તિ ભ્ગવાન શિવનાં નટરાજ સ્વરુપની હોય છે. બરાબર એ જ સમયે તે લોકો સાથે રહસ્યમય અને અવિશ્વસનીય ઘટાનો ઘટે છે. ત્યારબાદ ભગવાન નટરાજની મુર્તિમાંથી દુધિયા રંગની રોશની નીકળે છે. જે રોશની મુર્તિની સામે રહેલ ગુફા તરફ આગળ વધે છે. આથી તે બધાં ગુફામાં પ્રવેશીને શોધખોળ આદરે છે. ત્યાથી તે લોકોને એક વોલેટ મળે છે. જે વોલેટ વાસ્તવમાં આલોક શર્માનુ હોય છે. ત્યારબાદ ગુફામાં રહેલ મંદિરની જગ્યા જોઈને તેઓને ખ્યાલ આવે છે કે ભગવાન નટરાજની મુર્તિનું સાચુ સ્થાન આ ગુફા જ છે. આથી તેઓ મેદાનની વચ્ચોવચ રહેલ ભગવાન નટરાજની મુર્તિને ગુફામાં લઈ આવવાં માટે ઘાસનાં મેદાનમાં આગળ વધે છે, જ્યારે તે લોકો ભગવાન નટરાજની મુર્તિની ખસેડી રહ્યાં હોય છે, બરાબર એ જ સમયે તે લોકોનાં કાને કોઈ વ્યક્તિપોતાની મદદ માટે યાચનાં કરી રહયું હોય તેવો દુખ અને દર્દ ભરેલો અવાજ સંભળાય છે.)

શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ભેગાં મળીને ભગવાન નટરાજની મુર્તિ ઉચકવાં માટે ઝુકે છે. બરાબર એ જ સમયે તે લોકોને ફરી પાછો પેલો દર્દ અને લાચારીભર્યો "પ્લીસ મને બચાવો ! મારી મદદ કરો ! ભગવાન તમારુ ભલુ કરશે !" - એવો અવાજ સંભળાય છે.

"ગાયઝ ! મને એવું લાગી રહ્યું છે કે આ દર્દભર્યો અવાજ મુર્તિની નિચેની તરફથી આવી રહ્યો હોય..!" શ્લોકા પોતાનો અભિપ્રાય જણાવતાં બોલી ઉઠે છે.

"હા ! શ્લોકામેમ મને પણ એવું જ લાગી રહ્યું છે." આકાશ શ્લોકાની વાતમાં સુર પુરાવતાં બોલે છે.

"તો ! ગાયઝ ! રાહ શેની જોઈ રહ્યાં છો..? ચાલો આપણે ભેગાં મળીને ભગવાન નટરાજની મુર્તિ હટાવીએ એટલે "દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે..!" શિવરુદ્રા તેઓને મનોબળ પુરુ પાડતાં પાડતાં બોલે છે.

ત્યારબાદ તે ત્રણેય ભેગાં થઈને ભગવાન નટરાજની મુર્તિ તેનાં મુળ સ્થાનેથી ખસેડે છે, જેવી તે લોકો ભગવાન નટરાજની મુર્તિ ખસેડે છે, એ સાથે જ તેઓ અવાક બની જાય છે. આશ્ચર્ય અને નવાઈને કારણે તે લોકોની આંખો પહોળી થઈ જાય છે. જેનુ કારણ કે મુર્તિની બરાબર નિચે રહેલ જમીનમાં એક મોટો ખાડો આવેલ હતો, આથી તે લોકો ઉત્સુકતાવશ થઈને આતુરતા સાથે એ ખાડાની અંદરની તરફ ઝાંખવા માંડે છે. એ ઉંડા ખાડામાં ચારેબાજુએ ઘનઘોર અંધકાર છવાયેલો હોવાથી તેઓને તે ખાડામાં કઈ જ દ્રશ્યમાન નહોતુ થઈ રહ્યું. બરાબર એ જ સમયે તે લોકોને પેલો દર્દભર્યો અવાજ ફરીથી સંભળાય છે.

"જી ! આ અંધકારમય ઉંડા ખાડામાં કોણ છે ? શું તમને અમારો અવાજ સમભળાય છે ? શું તમારે હાલ કોઈ મદદની જરુરિયાત છે ?" શિવરુદ્રા હિંમત કરતાં કરતાં પેલો ઉંડા ખાડા તરફ જોઇને એકસાથે ઘણાંબધાં પ્રશ્નો પુછે છે, 

"જી ! મારૂ નામ આલોક શર્મા છે. અને હું છેલ્લાં પાંચ - પાંચ વર્ષોથી આ રહ્સ્યમય અને અંધકારમય ગુફામાં ફસાયેલો છું. મને તમારો અવાજ એકદમ સ્પષ્ટપણે સભળાય રહ્યો છે. આ અંધકારમય ગુફામાંથી બહાર નીકળવાં માટે મારે તમારી મદદની ખાસ જરૂરીયાત છે, મહેરબાની કરીને તમે મારી મદદ કરો...!" ગુફામાંથી આલોકશર્માનો આજીજી ભર્યો અવાજ સંભળાય છે.

આ સાંભળીને જાણે શિવરુદ્રા, શ્લોકા અને આકાશ જાણે કોઈ સપનુ જોઈ રહ્યાં હોય તેવું અનુભવી રહ્યાં હતાં..જેની સાથોસાથ તેઓનાં મનમાં કુતુહલતાં સાથે ઘણાં પ્રશ્નો જેવાં કે શું આ અવાજ ખરેખર આલોક શર્માનો જ હશે ? શું હાલ પોતાની સામે કોઈ નવી મુસીબત કે આફત તો નથી આવી પડેલ ને ? આલોક શર્મા અહીં કેવી રીતે આવી પહોચ્યાં હશે ? આલોક શર્માનું આમ એકાએક કોઈને પણ જાણ કર્યા વગર એકાએક ગાયબ થઈ જવાં પાછળ શું રહ્સ્યો છુપાયેલાં હશે ? શું આલોક શર્મા આ તેઓ હાલ જે ગાઢ રહસ્યોથી ઘેરાય ગયેલાં છે તેનાં કોઈ ઉપાય વિશે જાણતાં હશે ? શું આલોક શર્મા તેઓને આવી પડેલ મુસીબત કે આફતોમાથી બચાવીને ફરી પાછી તેઓની દુનિયામાં ફરવાં માટે મદદરુપ થશે કે નહી ?" આમ આવાં અનેક પ્રશ્નો હાલ શિવરુદ્રા આકાશ અને શ્લોકાને ચારે તરફથી ઘેરી રહ્યાં હતાં.

આથી શ્લોકા પોતાનાં હાથમાં રહેલ આલોક શર્માનાં વોલેટમાં રહેલ આઈ.ડી કાર્ડમાં નજર ફેરવે છે, અને નિચેની તરફ જોઇને પુછે છે, "તમારુ પુરુ નામ, જન્મ તારીખ, બ્લડ ગ્રુપ અને સરનામુ શું છે ?" શ્લોકા ખાતરી કરતાં કરતાં આલોક શર્માને પુછે છે.

આથી આલોક શર્મા શ્લોકાએ પુછેલાં બધાં પ્રશ્નોનાં સાચા ઉત્તર જણાવે છે, જે બધી વિગતો આલોક શર્માનાં વોલેટમાં રહેલ આઈ. ડી કાર્ડ સાથે એકદમ બંધબેસતી હતી. આથી તે લોકોને ખાતરી થઈ જાય છે, કે હાલ અંધકારમય ગુફામાં ફસાયેલ વ્યક્તિ ખરેખર આલોક શર્મા જ છે. આથી શ્લોકા પોતાની આંખોનાં એકમાત્ર ઈશારા દ્વારા જ શિવરુદ્રા અને આકાશને આલોક શર્માની મદદ કરવાં માટે લીલી ઝંડી દેખાડે છે. શ્લોકા તરફથી મળેલ ગ્રીન સિગ્નલ જોઈને શિવરુદ્રા પોતાનાં ખભે લટકાવેલ બેગમાંથી જાડુ અને મજબુત દોરડુ બહાર કાઢીને દોરડાનો એક છેડો પેલી અંધકારમય ગુફામાં ફેકે છે. જ્યારે બીજો છેડો આકાશ અને શ્લોકા તરફ ફેંકે છે.ત્યારબાદ ત્રણેવ ભેગાં થઈને આલોક શર્માને પેલી અંધકારમય અને રહસયમય ડરામણી ગુફામાંથી મહામહેનતે બહાર કાઢે છે.

ગુફામાંથી બહાર આવતાની સાથે જ આલોક શર્મા શિવરુદ્રા, આકાશ અને શ્લોકાનાં ચરણોમાં પડીને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે, ત્યારબાદ તે બધાં પોત પોતાનો પરિચય આલોક શર્માને આપે છે, જ્યારે આલોક શર્મા પોતાની લાલચ વૃતિ અને રાતોરાત અમીર બની જવાની તાલાવેલીને લીધે કેવી રીતે અહીં સુધી આવી પહોચ્યો હતો, તેનાં વિશે વિગતવાર માહિતી આપે છે. હાલ તેઓનાં મનમાં આલોક શર્માને લઈને જે કોઈ પ્રશ્નો કે મુંઝવણ હતી તે હવે દૂર થઈ ગયેલ હતી.

"આલોક સર ! તો તમે આ પાંચ વર્ષ સુધી જીવીત કેવી રીતે રહી શકયા?" શ્લોકા અચરજભર્યા અવાજે આલોકને પુછે છે.

"ગાયઝ ! કદાચ સિનિયોરિટી પ્રમાણે હુ તમારો સિનિયર હોઈશ પરંતુ તમે મારા પર કરેલ ઉપકાર બદલ હું તમારુ ક્યારેય ઋણ નહિ ચુકવી શકુ તેમ નથી..માટે નો જુનિયર નો સિનિયર..ઓન્લી આલોક એઝ એ ફ્રેન્ડ." આલોક શર્મા વિનંતી સાથે જણાવે છે.

"ઓકે ! મિ. આલોક..! નાવ ટેલ મી..!" શ્લોકા ફરી પોતાની મુળ વાત પર આવતાં આવતાં આલોકની સામે જોઈને પુછે છે.

"ગાયઝ ! આપણે ત્યાં એક કહેવત છે કે, "છોરૂં કછોરું થાય, પણ માવતર કમાવતર કયારેય નાં થાય." - આ કહેવત જાણે મારા માટે યથાર્થ સાબિત થઈ હોય તેમ ભુતકાળમાં મારાથી બેશક ભૂલ થઈ છે, પરંતુ સમય રહેતાં મને મારી ભૂલ પણ સમજાય ગઈ હતી, જેનો મને ભારોભર પશ્વતાપ કે પછતાવો પણ હતો. આથી મે મનોમન પરમ કૃપાળુ પરમાત્મા પાસે મારાથી જાણતાં અજાણતાં જે ભુલ થઈ ગયેલ હતી, તે બદલ માફી માંગી અને આવનાર ભવિષ્યમાં હુ ફરી ક્યારેય લોભ કે લાલચ નહી કરીશ એવી મે પ્રતિજ્ઞા લીધી, જેવી મે આ પ્રતિજ્ઞા લીધે એ સાથે જ મે તમને અગાવ જણાવ્યુ તે મુજબ મારો એક પગ દાનવે પોતાનાં કપાયેલાં હાથે જકડી રાખેલ હતો. એ આપોઆપ છુટી ગયો, આથી મને મનોમન એટલી તો ખાતરી થઈ જ ગઈ હતી કે પરમ કૃપાળું પરમાત્માએ મને માફ કરી દિધેલ છે, બરાબર એ જ સમયે હુ આ ઉંડા ખાડામાં જઈ પડયો જે વાસ્તવમાં એક ગુફા જ છે. આ ગુફામાં હું જેવો આવી પડયો એ સાથોસાથ એક ભવિષ્યવાણી થઈ...!" આલોક વધુ માહિતી આપતાં જણાવે છે.

"કેવી ! ભવિષ્યવાણી..?" શિવરુદ્રા આલોકની સામે જોઈ હેરાનીભર્યા અવાજ સાથે પુછે છે.

"એ આકાશવાણી હતી કે, "હાલ તે જાણતાં અજાણતાં જે ભૂલ કરી છે, તેનો તને પછતાવો પણ છે, પણ મનુષ્યે એ આ જન્મમાં કરેલાં કર્મોનુ ફળ આ જ જન્મમાં ભોગવવા પડે છે.આથી તું આ ગુફામાં ફસાયેલો રહી જઈશ...!" આથી મે હિંમત કરીને પુછ્યુ કે, " હું કેટલાં સમય સુધી આ ગુફામાં ફસાયેલો રહિશ ? શું મારો આ ગુફામાંથી બહાર નિકળવા માટેનો કોઈ જ ઊપાય નથી ? હૂં આ ગુફામાં પીઈશ શું ? જમીશ શું ?" આથી ફરી મને પેલી ભવિષ્યવાણી વાળો અવાજ ફરી સંભળાયો..જેણે મને જણાવ્યુ હતું કે, "આજથી પાંચ વર્ષ બાદ ભગવાન શિવનાં અંશ સમાન દિવ્ય તેજ ધરાવતી વ્યક્તિ તને આ અંધકારમય ગુફામાંથી બહાર નીકળવામાં મદદરુપ સાબિત થશે..રહી વાત તારા ખાવા પીવાની તો એ સમયસર તેને આ ગુફામાંથી જ મળી રહેશે..!" ત્યારથી માંડીને આજ સુધી હું એ ભગવાન શિવનાં અંશ સમાન દિવ્ય તેજ ધરાવતી વ્યક્તિની આતુરતાપુર્વક રાહ જોવાં લાગ્યો, અને અંતે તમે મારા તારણહાર બનીને આવ્યાં અને મને કાયમિક માટે આ અંધકારમય અને ડરામણી ગુફામાંથી બહાર નીકવામાં મદદરૂપ થયાં." આલોક ભાવુક થતાં થતાં શિવરુદ્રાની સામેની તરફ જોઇને હળવાં અવાજે બોલે છે.

"તમારો કહેવાનો મતલબ કે શિવરુદ્રાએ ભગવાન શિવનાં અંશ સમાન દિવ્ય તેજ ધરાવતી વ્યક્તિ પોતે જ છે ?" આકાશ હેરાનીભર્યા અવાજે આલોકની સામે જોઈને પુછે છે.

"તમે માનો કે નાં માનો પણ મારા માટે તો શિવરુદ્રા એટલે દેવોનાં દેવ મહાદેવનો દેવદુત કે અંશ સમાન જ છે." આલોક એક અલગ જ પ્રકારનાં આત્મવિશ્વાસ સાથે જણાવે છે.

"યસ ! એક્ઝેટલી ! મિ, આલોક...શિવા અને અમે લોકો આ ભુલભુલૈયામાં ભુલા પડયાં એ અગાવ શિવાને એક અઘોરીબાબા મળ્યાં હતાં, તેઓ પણ શિવાને તમારી માફક ભગવાન કે પ્રભુ કહીને જ સંબોધી રહ્યાં હતાં..!" શ્લોકા એકાએક યાદ કરતાં બેબાકળા થતાં જણાવે છે, 

"સર ! હવે હાલ આપણી પાસે પેલાં અઘોરીબાબા અને મિ.આલોક શર્માની વાત પર ભરોશો કરવાં સિવાય અન્ય કોઈ જ વિક્લ્પ નથી. આ બધી બાબતોનો સ્પષ્ટ અર્થ એ જ થાય છે કે તમે ભલે માનો કે ના માનો પણ તમે તમારા નામની માફક જ ભગવાન શિવનો જ એક અંશ સમાન છો." આકાશ શિવરુદ્રાનાં ગળે વાત ઊતારવાં સમજાવતાં સમજાવતાં જણાવે છે.

"યસ ! શિવા ! આ વાત એકદમ નકારી કાઢવાં જેવી નથી..આ બધી ઘટનાંઓ અને બાબતોમાં થોડી તો વાસ્તવિકતા હશે જ તે..!" શ્લોકા શિવાની સામે જોઇને બોલે છે.

"ગાયઝ ! એવું પણ બની શકે ને કે મહેજ આ એક ઈતેફાક હોય ? એવું પણ બની શકે ને કે હું મહાદેવનો અંશ ના પણ હોવ ? પરંતુ હું પ્રભુ ચિંધ્યા સાચા માર્ગે કોઈ સારા આશય સાથે ચાલી રહ્યો હોય ?" શિવરુદ્રા પોતાનાં મનમાં ચાલતી ગડમથલ જણાવતાં બોલે છે.

"તો એવું રાખો...!" આલોક શર્મા શિવાની સામે જોઇને બોલે છે.

બરાબર એ જ સમયે જાણે કોઈ તિવ્ર ભુકંપ આવ્યો હોય તેમ અચાનક ધરતી ધ્રુજવાં લાગી, આ જોઈ તે બધાં ખુબ જ ગભરાય ગયાં...હાલ તેઓ સાથે શું ઘટનાં ઘટી રહી હતી, તે લોકોની સમજમાં નહોતું આવી રહ્યું. એવામાં દુર દુરથી તેઓનાં કાને "ઘપ-ધપ" એવો અવાજ સંભળાય છે. ધીમે ધીમે તે અવાજ વધુને વધુ તિવ્ર બની રહ્યો હતો, જાણે કોઈ કદાવર જાનવર કે દાનવ ગુસ્સા સાથે તે લોકો હાલ જે સ્થળે ઉભેલાં હતાં, તે સ્થળ તરફ આગળ ધપી રહ્યો હોય તેવું અનુભવી રહ્યાં હતાં. એવામાં જોત જોતમાં તેઓની નજર સમક્ષ એકદમ કદાવર દાનવો આવી ચડયાં. જેનાં પુરેપુરા ચહેરા પર લોહી ચોંટેલ હતું, મોટી મોટી ભયાનક અને ડરામણી લાલચોળ આંખો આવેલ હતી. હાથ અને પગમાં મોટા મોટા ઘારદાર નહોર આવેલ હતાં. જેમાંથી ટપ ટપ લોહીનાં ટીપાઓ ટપકી રહ્યાં હતાં. તે બધાનાં હાથમાં લોહીથી લથપત માંસનાં ટુકડાઓ હતાં. અણીદાર દાંત અને માથા પર રહેલાં તલાવર જેવાં શિંગડાઓને લીધે તે વધુ ડરામણા અને ભયાનક લાગી રહ્યાં હતાં.

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"