Sahsik ma books and stories free download online pdf in Gujarati

સાહસિક માં જીવલેણ દરિયાઈ પ્રવાસ

" સાહસિક માં..."

બરફનું રણ, ખૂબજ ભયાનક જગ્યા, કિલોમીટરના કિલોમીટર સુધી બસ બરફ જ દેખાય બીજું કંઈજ ન દેખાય.

એક 🐅 વાઘણે બે બચ્ચાંને જન્મ આપ્યો અને પછી તે પોતાની ગુફામાં બચ્ચાંને સુરક્ષિત છોડીને ખોરાકની શોધમાં નીકળી.

ભૂખ્યું રીંછ પણ ખોરાકની શોધમાં નીકળ્યું હતું. વાઘણના બંને બચ્ચાં રમત કરતાં કરતાં ગુફાની બહાર આવી ગયા.

ત્યાં અચાનક ફરતું ફરતું શિકારની શોધમાં નીકળેલું એક ભૂખ્યું રીંછ પણ આવી પહોંચ્યું. તેણે જાણી લીધું કે આ વાઘણના બે બચ્ચાં એકલા જ છે તેની માં તેમની પાસે નથી.

તે તેમનો શિકાર કરવા માટે આગળ વધ્યો પણ 🐅 વાઘણ ત્યાં નજીકમાં જ હતી તેણે રીંછને પોતાની ગુફા તરફ આવતાં જોઈ લીધો અને તે રીંછ નો ઈરાદો સમજી ગઈ બચ્ચાંને પાછળ રાખી તેણે રીંછનો સામનો કર્યો પોતાના ધારદાર તીક્ષ્ણ નખવડે તેણે રીંછ ઉપર ખતરનાક હુમલો કર્યો અને આમ તે પોતાના બચ્ચાંને બચાવવામાં સફળ નીવડી.

રીંછ પૂરેપૂરા ઘવાઈ ચૂક્યો હતો અને લોહી-લુહાણ થઇ ગયો હતો.ખૂબજ ડરી ગયો અને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી છુટ્યો. વાઘણ પોતાના બંને બચ્ચાને પ્રેમથી લાડ કરવા લાગી અને આખા શરીરે જીભ ફેરવી ફેરવીને ચેક કરવા લાગી કે મારા બચ્ચાંને રીંછે કોઈ નુક્સાન તો નથી પહોંચાડ્યું ને...!!

🐅 વાઘણે પોતાની સાહસિકતાથી પોતાનો અને પોતાના બંને બચ્ચાંનો જીવ બચાવી લીધો...અને રીંછને ડરાવીને ભગાડી દીધું....

માં તે માં....

~જસ્મીન

" જીવલેણ દરિયાઈ પ્રવાસ... "

નિહારિકા ચટ્ટોપાધ્યાય, પોતાના માતા-પિતાની એકની એક સાહસિક દીકરી.

સ્કૂલ લાઈફથી શરૂ કરીને કોલેજ લાઈફ સુધીની દરેક ટૂર્નામેન્ટમાં હંમેશા પ્રથમ આવતી.

આજે તેણે પોતાની સાહસિકતાથી દરિયો ખેડવાનું નક્કી કર્યું હતું. મમ્મી-પપ્પાની સતત મનાઈ કરવા છતાં તે પોતાના નિર્ણય ઉપર અડગ રહી હતી.

દરિયામાં જરૂરી ઓકિસજન,સેલ ફોન,એક-બે ઘાતકી સાધનો સાથે તે દરિયાઈ પ્રવાસે નીકળી ગઈ.

પ્રવાસ દરમ્યાન એક માછીમારે તેને દરિયામાં વધુ આગળ ન વધવા સૂચના આપી પણ તે કોઈની પણ વાત સાંભળવા કે માનવા તૈયાર ન હતી.

બે દિવસના દરિયાઈ ખેડાણ બાદ દરિયાઈ ખતરનાક જીવે તેની ઉપર જીવલેણ હૂમલો કર્યો. તે માંડ માંડ બચી શકી પણ તેના પગમાં તે જીવે તેને ભારે ઈજા પહોંચાડી હતી.જે તેને માટે દર્દનાક હતું. તે ખૂબજ રડી પડી અને ડરી ગઈ હતી. આજે તે આગળ પ્રવાસ કરી શકે તેમ ન હતી.

તેથી એક પથ્થરનો સહારો લઈ તે દિવસ અને રાત તે ત્યાં જ રોકાઈ ગઈ. પોતાના મમ્મી-પપ્પા સાથે વાત કરવા માટે તેણે પોતાનો સેલફોન શોધ્યો પરંતુ જીવ બચાવવાની જહેમતમાં તે પોતાનો સેલફોન ગુમાવી ચૂકી હતી તેથી તે ખૂબજ નિરાશ થઈ ગઈ.

થોડા આરામ બાદ બીજા દિવસે તેણે ફરીથી હિંમત એકઠી કરી અને દરિયાઈ ખેડાણ ચાલુ કર્યું. પણ આ દરિયાઈ જીવ નિહારિકાના લોહીનો સ્વાદ ચાખી ચૂક્યો હતો તે હવે તેને છોડે તેમ ન હતો.

તેણે ફરીથી નિહારિકા ઉપર જીવલેણ હૂમલો કર્યો પણ તેના સદ્નસીબે એક નવયુવાન અચાનક ક્યાંકથી તેની મદદે આવી પહોંચ્યો અને તેણે પેલા જીવને ઘાયલ કરીને નિહારિકાને બચાવી લીધી.

આ વખતે નિહારિકા થોડી વધારે ગભરાઈ ગઈ હતી અને આ નવયુવાને પણ તેને, તેનો આ દરિયાઈ પ્રવાસ અહીં જ અટકાવી દેવા સમજાવી. આ વખતે તે ખૂબજ ડરી ચૂકી હતી તેથી તેણે પણ આ દરિયાઈ પ્રવાસ અહીં જ અટકાવવાનું નક્કી કર્યું.

પેલા નવયુવાને પોતાના સેલફોનમાંથી
નિહારિકાને તેના મમ્મી-પપ્પા સાથે ફોનમાં વાત કરાવી. નિહારિકા અને તેના મમ્મી-પપ્પા એકબીજા સાથે વાત કરતાં કરતાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

આમ, એક જીવલેણ, ખતરનાક પ્રવાસ કરી નિહારિકા હેમખેમ પોતાના 🏠 ઘરે પોતાના મમ્મી-પપ્પાની મીઠી પ્રેમાળ છત્રછાયામાં પાછી ફરી.....

~ જસ્મીન