Sapna Ni Udaan - 21 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 21

પ્રિયા અખિલ દેશમુખ ની સર્જરી માટે પૈસા આપવાનું તો કહી દે છે. પણ તેની એનજીઓ ને એક બે કંપની એ જ ફંડ આપ્યો હતો. તેથી પ્રિયા આ પૈસા એક દિવસ માં ચૂકવી શકે તેમ નહોતી. તે ચિંતા માં પડી જાય છે. ત્યાં રોહન આવે છે . તે બોલ્યો,

" પ્રિયા ! આટલી ચિંતા માં કેમ છો?"
પ્રિયા : રોહન મે પેલા રાધા માં ને કહી દીધું કે , અખિલ દેશમુખ ના ઈલાજ માટે આપણી એનજીઓ તેમની મદદ કરશે. ખબર નહિ ત્યારે મને આ જ કહેવું ઠીક લાગ્યું. પણ હવે શું કરશું? આપણી એનજીઓ પાસે તો આટલો ફંડ જ નથી?

રોહન : તું ચિંતા કરમાં હું કંઇક કરું છું.

રોહન તેના એક સંબંધી ને ફોન કરે છે. તે પણ એક બિઝનેસમન હતા. રોહન એ તેને પણ એનજીઓ સાથે જોડાવા કહ્યું હતું પણ તેમણે આ માટે ચોખ્ખી ના પાડી દીધી હતી. રોહન તેમને ફોન કરી પૈસા ઉધાર આપવા કહે છે. તે સંબધ ના કારણે રોહન ને પૈસા ઉધાર આપવા તૈયાર થઇ જાય છે. રોહન આ વાત પ્રિયા ને જણાવે છે.

પ્રિયા : ખૂબ ખૂબ આભાર રોહન ! તે મારી પરેશાની થોડીક જ વાર માં દૂર કરી દીધી. તારી પાસે મારા દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન હોય . તું બેસ્ટ છો.
રોહન : અરે! તારા માટે કંઈ પણ...
પ્રિયા : રોહન તું મારા માટે આટલું બધું શું કરવા કરે છો? એટલે તું હંમેશા મારો સાથ શું કરવા આપે છો?
રોહન : અરે ! તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો.
પ્રિયા : શું મારા અને અમિત ના લગ્ન પછી પણ તું હંમેશા મારો સાથ આપીશ ને? અને હા તારા લગ્ન પછી પણ?
રોહન : અરે હા બાબા. અને મારે તો લગ્ન કરવાના જ નથી તો પછી એ વાત તો આવી જ નહિ.
પ્રિયા : તારે કેમ લગ્ન નથી કરવાં?
રોહન : તારી જેવી કોઈ મળે તો કરું ને! અને મને ખબર છે તારી જેવું આ દુનિયા માં કોઈ નથી. તો મારે તો કુવારું જ રહેવું પડશે ને.
( પછી રોહન હસવા લાગે છે.)
પ્રિયા : ચલ ચલ ફાકા ના માર. મારી કરતા પણ કોઈક સારી મળશે તને.

પ્રિયા પોતાની વાત પૂરી કરે છે ત્યાં નર્સ દોડતી દોડતી આવે છે. અને પ્રિયા ને આવી કહે છે,
" ડૉ. પ્રિયા આઇ.સી.યુ માં જે પેશન્ટ છે તેની તબિયત કંઇક ઠીક નથી લાગતી. તમે જલ્દી આવો."

પ્રિયા અને રોહન તરત આઇ.સી. યુ માં જાય છે. અખિલ ની હાલત ખૂબ ખરાબ થતી જતી હતી. તે શ્વાસ લઇ શકતો નહોતો. તેના હાર્ટ રેટ પણ ધીમા થતાં જતા હતા. પ્રિયા અને રોહન તેની ટ્રીટમેન્ટ કરવા લાગે છે.

આ બાજુ ડૉ. અનિરુદ્ધ પોતાની કાર લઇને એક સૂમસામ જગ્યા એ જાય છે. તે ત્યાં ઊભા રહી કોઈક ની વાટ જોઈ રહ્યા હતા. ત્યાં એક વ્યક્તિ કાળી ચાદર ઓઢી ને તેની પાસે આવે છે . તે પોતાની ચાદર ખોલે છે. એ વ્યક્તિ બીજું કોઈ નહિ ભાલચંદ્ર સિંહ હતો. તે પચાસ લાખ રૂપિયા થી ભરેલી એક બેગ ડૉ.અનિરુદ્ધ ના હાથ માં આપે છે. અને બોલે છે,
" કામ થઈ જવું જોઇએ , ડોક્ટર સાહેબ....."
અનિરુદ્ધ : " don't worry" કામ થઈ જશે."

પછી અનિરુદ્ધ પૈસા ની બેગ લઈ કાર માં બેસી ત્યાંથી નીકળી જાય છે. એ સમયે પ્રિયા નો તેના પર ફોન આવે છે,
અનિરુદ્ધ : હલ્લો !
પ્રિયા : હેલ્લો ડૉ. અનિરુદ્ધ હું ડૉ. પ્રિયા બોલું છું.
અનિરુદ્ધ : હા બોલો ડો.પ્રિયા.
પ્રિયા : ( ચિંતા જનક અવાજ માં) ડોક્ટર આપણે આઇ.સી.યુ માં જે પેશન્ટ ને દાખલ કર્યા હતા. પેલા રિપોર્ટર અખિલ દેશમુખ તેની તબિયત ખરાબ થતી જાય છે. આપણે અત્યારે જ તેમની સર્જરી કરવી પડશે. નહીતો તેમની જાન બચાવવી મુશ્કેલ થઈ જશે.
અનિરુદ્ધ : હા , તેમના પૈસા જમાં થઈ ગયા?
પ્રિયા : ના , પણ કાલ સુધીમાં તે પૈસા ભરી દેશે.
અનિરુદ્ધ : તો સર્જરી પણ કાલે જ થશે.
પ્રિયા : પણ સર it's very urgent.
અનિરુદ્ધ : એક વાર કીધું ને તમને કાલે એટલે કાલે જ. હું સારી રીતે જાણું છું કે મારે મારા પેશન્ટ ને કઈ રીતે સાંભળવા. મારી સર્જરી કોઈ દિવસ નિષ્ફળ થતી નથી. એ તો તમે જાણતા હશો.
પ્રિયા : હા સર હું જાણું છું. પણ અત્યારે તેમની સર્જરી થવી ખૂબ જરૂરી છે.

પ્રિયા શું કહે છે એ સાંભળ્યા વગર અનિરુદ્ધ તેનો ફોન કાપી નાખે છે. પ્રિયા દોડતા દોડતા ડૉ .મિલન પાસે જાય છે. તે કહે છે,
" ડોક્ટર આઇ.સી.યુ માં પેશન્ટ ની હાલત ખૂબ જ ખરાબ છે. તેમની અત્યારે જ સર્જરી કરવી પડે તેમ છે."

ડૉ.મિલન : હા તો તમે ડૉ.અનિરુદ્ધ ને કહીને સર્જરી ની તૈયારી કરો.
પ્રિયા : ( રડતા રડતા ) પણ સર ડૉ.અનિરુદ્ધ એ સર્જરી માટે ના પાડી દીધી. તેમનું કહેવું છે કે તેની સર્જરી ના પૈસા જમા ના થાય ત્યાં સુધી સર્જરી થશે નહિ. અને તે બીજા દિવસે જ તેમની સર્જરી કરશે. ડોક્ટર તમે જ કહો આપણી હોસ્પિટલ માં આવું કદી થયું છે? આ કેવો નિયમ છે ?
ડૉ.મિલન : મને ખબર છે ડૉ . પ્રિયા પણ આપણે તેમના નિયમ નું પાલન કરવું જ પડશે. આ હોસ્પિટલ તેમની પણ છે. હું તેમાં કઈ પણ કરી શકું નહિ.
પ્રિયા : પણ ડોક્ટર સર્જરી સમયસર થશે નહિ તો તે વ્યક્તિ મરી જશે. તમને ખબર છે તેમના પરિવાર માં માત્ર એક આઠ વર્ષ ની છોકરી છે. તેનું શું? તેના પિતા વગર તે અનાથ નઈ થઈ જાય? તમારા માં થોડીક પણ દયા નથી?
ડૉ.મિલન : ના એવું નથી ડૉ . પ્રિયા . હું તમને પરમિશન આપી દવ. પણ એક સિનિયર ડોક્ટર તો જોઈએ ને જે અનુભવી હોય. ડૉ.અમિત અને બીજા ડોક્ટર અત્યારે કેમ્પ પર છે. અત્યારે ડૉ.અનિરુદ્ધ સિવાય બીજું કોઈ ડોક્ટર નથી. તો તમે કંઇ રીતે સર્જરી કરશો? જ્યાં સુધી હું જાણું છું ડૉ.અનિરુદ્ધ આપણી વાત નહિ માને. તે પોતાના કહ્યા ના પાક્કા છે. સર્જરી તો એ કાલે જ કરશે. તો તમે જ કહો શું કરવું ?

પ્રિયા આ સાંભળી વિચાર માં પડી જાય છે. તેની આંખ માંથી દડ દડ આંસુ વહી રહ્યા છે. તે પેલી નાની છોકરી ઝીવા ના શબ્દો ને યાદ કરે છે,
" દીદી તમે મારા પપ્પા ને જગાડશો ને ? પ્રોમિસ?
હા પ્રોમિસ બેટા"

આ શબ્દો પ્રિયા ના દિમાગ માં ફર્યા કરે છે. તે એકદમ પોતાના આંસુ લૂછી લે છે અને બોલે છે,
" મે નિર્ણય કરી લીધો છે કે હવે શું કરવું"
ડૉ.મિલન : તો બોલો આ સર્જરી કોણ કરશે?
પ્રિયા : હું કરીશ.
ડૉ .મિલન : what ? તમે શું બોલો છો એનો ખ્યાલ છે? આ સર્જરી છે કોઈ રમત નથી. મને ખબર છે તમે સર્જરી કરવાની રીત જાણો છો. તમે ડૉ.અમિત ની સાથે આવા ઘણા કેસ માં ભાગ લીધો છે. પણ તમે એકલાએ ક્યારેય સર્જરી કરી નથી. અને તમે હજી આ માટે તૈયાર નથી. આ ખૂબ ડેન્જર છે.
પ્રિયા : આ મારો ફાઈનલ નિર્ણય છે. હું સર્જરી કરીશ . મને વિશ્વાસ છે હું આ કરી શકું છું.

આમ બોલી પ્રિયા ડૉ.મિલન નો ઉત્તર સાંભળ્યા વગર જ ત્યાંથી ચાલવા લાગે છે. તે બસ અત્યારે ઝીવા વિશે જ વિચારી રહી હતી. તે રોહન પાસે જઈ તેને સર્જરી ની તૈયારી કરવા કહે છે. અને બીજા તેના સાથી ડોક્ટર ને બોલાવવા કહે છે.

ડૉ.મિલન આ વાત તરત ફોન કરીને ડૉ.અનિરુદ્ધ ને જણાવે છે. ડૉ.અનિરુદ્ધ ને ખૂબ ગુસ્સો આવે છે તે જલ્દી થી હોસ્પિટલ આવવા નીકળી જાય છે. આ બાજુ પ્રિયા અને બીજા ડોક્ટર સર્જરી કરવા તૈયાર હતા. તેઓ દરવાજો બંધ કરી દે છે. ડૉ.અનિરુદ્ધ ત્યાં પહોંચે છે , પણ તે પહેલાં પ્રિયા અને બીજા ડોક્ટર એ સર્જરી ની શરૂઆત કરી દીધી હતી. તે દરવાજો ખખડાવે છે પણ પ્રિયા બધાને દરવાજો ખોલવા ની ના પાડી દે છે.

સર્જરી વખતે બધા જ ડોક્ટર ખૂબ નર્વસ હતા. તેઓ પહેલી વાર એકલા આ સર્જરી કરી રહ્યા હતા. પ્રિયા નો હાથ પણ ધ્રૂજતો હતો. તે મન માં પોતાને શક્તિ આપવા માતાજી ને પ્રાર્થના કરી રહી હતી. પછી તે ઝીવા ની વાત યાદ કરે છે અને અચાનક તેનો હાથ ધ્રુજતો બંધ થઈ જાય છે. તેનામાં ખૂબ આત્મવિશ્વાસ આવી જાય છે. જાણે તેનામાં કોઈ ભરપુર શકિત નો સંચાર થયો હોય. તે તેના સાથીઓ ને પણ હિમ્મત આપે છે.

તો આ સર્જરી નું શું પરિણામ આવશે? ડૉ.અનિરુદ્ધ નો પ્રતિભાવ શું હશે? પ્રિયા પોતાનું પ્રોમિસ પૂરું કરી શકશે કે નહીં ? વળી બીજી કેટલી મુસીબત પ્રિયા ની સામે આવશે? જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન ' . અને હા આપનો અમૂલ્ય પ્રતિભાવ અને રેટિંગ જરૂર આપજો. ☺️
🙏 ' ધન્યવાદ '🙏


To Be Continue...